Categories: Market Tips

Marker Summary 01/03/2023

આંઠ સત્રોના ઘટાડા બાદ આખરે બજારમાં બાઉન્સ
નિફ્ટી 17450 પર બંધ રહેવામાં સફળ
એશિયામાં હોંગ કોંગ માર્કેટમાં 4 ટકાથી વધુ ઉછાળો
વોલેટિલિટી ઈન્ડેક્સ 7.4 ટકા ગગડી 12.99ના સ્તરે
મેટલ, આઈટી, બેંકિંગ, ઓટોમાં મજબૂતી
અદાણી જૂથ શેર્સમાં સાર્વત્રિક લેવાલી
સોનાટા, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, ફિનોલેક્સ કેબલ્સ નવી ટોચે
ક્વેસ કોર્પ, રોસારી, સિપ્લા નવા તળિયે

યુએસ માર્કેટમાં મંદી છતાં ઇમર્જિંગ માર્કેટમાં મજબૂતી પાછળ ભારતીય શેરબજારમાં આઁઠ સત્રોથી જોવા મળતો ઘટાડો અટક્યો હતો અને બેન્ચમાર્ક્સ 0.8 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 449 પોઈન્ટ્સ ઉછળી 59,475ની સપાટીએ જ્યારે નિફ્ટી 147 પોઈન્ટ્સ સુધરી 17451ની સપાટીએ બંધ રહ્યાં હતાં. આંઠ સત્રોમાં સેન્સેક્સે 2358 પોઈન્ટ્સ ગુમાવ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે લેવાલી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 47 કાઉન્ટર્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર સાત કાઉન્ટર્સ ઘટાડો દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ લેવાલી નીકળતાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3626 કાઉન્ટર્સમાંથી 2411 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1097 કાઉન્ટર્સ નેગેટિવ જળવાયાં હતાં. 162 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. જ્યારે 62 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. વોલેટેલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ ઈન્ડેક્સ 7.4 ટકા ગગડી 12.99ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.
લગભગ બે સપ્તાહ બાદ પ્રથમવાર શેરબજાર સમગ્ર સત્ર દરમિયાન ગ્રીન ઝોનમાં ટ્રેડ થયું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 17304ના અગાઉના બંધ સામે 17360ની સપાટીએ મજબૂત ઓપનીંગ બાદ સતત સુધરતું રહ્યું હતું અને દિવસની ટોચ પર જ બંધ આપવામાં સફળ રહ્યું હતું. ઈન્ટ્રા-ડે ધોરણે નિફ્ટીએ 17468ની ટોચ દર્શાવી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 90 પોઈન્ટ્સ પ્રિમીયમે 17539ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 102 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે ઘટાડો સૂચવે છે. આમ માર્કેટમાં નવી લોંગ પોઝીશનમાં ઉમેરો જોવા મળ્યો નહોતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે માર્કેટ કોન્સોલિડેશન વચ્ચે 17600ના સ્તર સુધી સુધરવાનો પ્રયાસ કરી શકે છે. જે પાર થશે તો 17700 સુધીનો સુધારો સંભવ છે. વૈશ્વિક સ્તરે એશિયાઈ બજારોમાં મજબૂતી પાછળ ભારતીય બજારને સપોર્ટ મળી શકે છે. યુએસ બજારમાં હજુ પણ સેન્ટીમેન્ટ નરમ જોવા મળે છે. જોકે હોંગ કોંગ, કોરિયા અને તાઈવાન જેવા બજારો મજબૂતી દર્શાવી રહ્યાં છે. ચાલુ વર્ષે ભારતીય બજારે તેમની સરખામણીમાં નોંધપાત્ર અન્ડરપર્ફોર્મન્સ નોંધાવ્યું છે. જેને જોતાં આગામી સમયગાળામાં ભારતીય બજાર સારો દેખાવ કરી શકે છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ 15 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત હિંદાલ્કો, યૂપીએલ, એસબીઆઈ, એક્સિસ બેંક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ઓટો, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, મારુતિ સુઝુકી, કોલ ઈન્ડિયા અને તાતા સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ઘટવામાં બ્રિટાનિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, સિપ્લા, બીપીસીએલ અને એસબીઆઈ લાઈફ અગ્રણી હતો.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, આઈટી, બેંકિંગ, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 4 ટકા ઉછળ્યો હતો. જેમાં નાલ્કો, વેલસ્પન કોર્પ, જિંદાલ સ્ટીલ, વેદાંત, હિંદાલ્કો, એનએમડીસી, સેઈલ અને હિંદુસ્તાન ઝીંક સુધરવામાં ટોચ પર હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.5 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક, એલએન્ડટી ટેક્નોલોજી, એમ્ફેસિસ, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ સુધરવામાં અગ્રણી હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ લગભગ એક ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં અમર રાજા બેટરીઝ 2.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો, બોશ, મારુતિ સુઝુકી, તાતા મોટર્સ, આઈશર મોટર્સ સુધારો દર્શાવવામાં ટોચ પર હતાં. બેંક નિફ્ટી એક ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં ફેડરલ બેંક 4 ટકા સુધર્યો હતો. આ ઉપરાંત પીએનબી, બેંક ઓફ બરોડા, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક અને બંધન બેંક પણ નોંધપાત્ર મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3 ટકા ઉછળ્યો હતો. જેમાં બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, પીએનબી, ઈન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, પંજાબ એન્ડ સિંધ બેંકનો સમાવેશ થતો હતો. રિઅલ્ટી શેર્સમાં સતત ત્રીજા દિવસે મજબૂતી જોવા મળી હતી. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ગોદરેજ પ્રોપર્ટી, સનટેક રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, ડીએલએફમાં પણ મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઈઝ 15 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. જ્યારબાદ રેઈન ઈન્ડસ્ટ્રીઝ, નાલ્કો, હિંદુસ્તાન કોપર, ડેલ્ટા કોર્પ, ભેલ, હિંદુસ્તાન એરોનોટિક્સ, જિંદાલ સ્ટીલ, એબી કેપિટલ, ફેડરલ બેંક અને વેદાંત પણ સારો સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ બ્રિટાનિયા 2 ટકા સાથે ઘટવામાં અગ્રણી હતો. ઉપરાંત આલ્કેમ, ટીવીએસ મોટર, પાવર ગ્રીડ કોર્પોરેશન, મૂથૂત ફાઈનાન્સ, ગોદરેજ કન્ઝ્યૂમર, અશોક લેલેન્ડ, પેટ્રોનેટ એલએનજી, ડાબર ઈન્ડિયા અને ડો. લાલ પેથલેબ્સમાં નરમાઈ જોવા મળતી હતી. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ત્રિવેણી ટર્બાઈન, સોનાટા, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, ગુજરાત પીપાવાવ, ફિનોલેક્સ કેબલ્સ, ઈક્વિટાસ બેંક અને સિમ્ફનીનો સમાવેશ થતો હતો. જ્યારે ક્વેસ કોર્પ, એંજલ વન, રોસારી બાયો, સિપ્લા, ઈન્ડિયો પેઈન્ટ્સ, પીવીઆર વાર્ષિક તળિયું દર્શાવતાં હતાં.

2023ના પ્રથમ બે મહિનામાં ભારતીય બજારનું તીવ્ર અન્ડરપર્ફોર્મન્સ
ફ્રેન્ચ બેન્ચમાર્ક ડેક્સે 13 ટકા રિટર્ન સાથે સૌથી સારો દેખાવ દર્શાવ્યો
જ્યારે નિફ્ટી 3.6 ટકા ઘટાડા સાથે નેગેટિવ રિટર્નમાં અગ્રણી

છેલ્લાં પાંચ વર્ષો સુધી વૈશ્વિક હરિફોની સરખામણીમાં ચઢિયાતો દેખાવ દર્શાવનાર ભારતીય શેરબજારે ચાલુ કેલેન્ડરમાં શરૂઆતી બે મહિના દરમિયાન અન્ડરપર્ફોર્મન્સ નોંધાવ્યું છે. જો અગ્રણી વૈશ્વિક બેન્ચમાર્ક્સના છેલ્લાં બે મહિનાના દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે વિકસિત બજારોએ ઈમર્જિંગ માર્કેટ્સની સરખામણીમાં સારો દેખાવ દર્શાવ્યો છે. જ્યારે ઈમર્જિંગ માર્કેટ્સમાં ભારતીય બજારનો દેખાવ સૌથી ખરાબ જોવા મળ્યો છે.
ટોચના શેરબજારોમાં ફ્રાન્સના બેન્ચમાર્કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2023 દરમિયાન 12.7 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું છે. આશ્ચર્યની બાબત એ છે કે ઊંચા એનર્જી ખર્ચથી પિડિત હોવા છતાં જર્મનીના શેરબજારમાં ઊંચું દ્વિઅંકી રિટર્ન જોવા મળ્યું છે. જ્યારે પ્રમાણમાં રશિયા ખાતેથી સસ્તું ક્રૂડ મેળવી રહેલા ભારતીય શેરબજાર બેન્ચમાર્ક નિફ્ટીએ 3.6 ટકા ઘટાડો નોંધાવ્યો છે. જેમાં જાન્યુઆરીમાં 2 ટકા નેગેટિવ બંધ રહ્યાં બાદ ફેબ્રુઆરીમાં પણ માર્કેટ લગભગ તેટલું જ ધોવાણ દર્શાવતું હતું. ફ્રાન્સ ઉપરાંત જર્મન બેન્ચમાર્ક ડેક્સે 10.8 ટકા સાથે નોંધપાત્ર ઊંચું વળતર આપ્યું છે. જ્યારે યુએસ ખાતે ટેક્નોલોજી હેવી નાસ્ડેકે પણ 9.4 ટકા રિટર્ન દર્શાવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે ચીનના શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સે ઈમર્જિંગ માર્કેટમાં 7 ટકાથી વધુ રિટર્ન સાથે સૌથી સારો દેખાવ દર્શાવ્યો છે. જ્યારપછીના ક્રમે યૂકેનો ફૂટ્સી 6.1 ટકા રિટર્ન સાથે જોવા મળે છે. જાપાનનો નિક્કાઈ ઈન્ડેસ 5.4 ટકા સાથે એશિયાઈ માર્કેટ્સમાં સારું રિટર્ન દર્શાવી રહ્યો છે. જ્યારે હોંગ કોંગનો હેંગ સેંગ પણ 4.2 ટકા સાથે પોઝીટીવ રિટર્ન સૂચવે છે. વિકસિત બજારોના બેન્ચમાર્ક્સમાં માત્ર ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 1.5 ટકા સાથે નેગેટિવ જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટીની સરખામણીમાં સેન્સેક્સ 2.3 ટકા સાથે નીચો ઘટાડો દર્શાવે છે.

અગ્રણી બેન્ચમાર્ક્સનો દેખાવ
સૂચકાંક બજારભાવ 31/12/2022નો બંધ ફેરફાર(ટકામાં)
કેક 40 7296.02 6473.76 12.7%
ડેક્સ 15425.08 13923.59 10.8%
નાસ્ડેક 11455.54 10466.48 9.4%
શાંઘાઈ કંપોઝીટ 3312.348 3089.258 7.2%
ફ્ટ્સી 100 7909.66 7451.74 6.1%
નિક્કાઈ 225 27516.53 26094.5 5.4%
હેંગ સેંગ 20619.71 19781.41 4.2%
S&P 500 3970.15 3839.5 3.4%
ડાઉ જોન્સ 32656.7 33147.25 -1.5%
સેન્સેક્સ 59430.96 60840.74 -2.3%
નિફ્ટી 17457.35 18105.3 -3.6%

અદાણી જૂથે સોવરિન વેલ્થ ફંડ પાસેથી 3 અબજ ડોલરની ક્રેડિટ મેળવી

અદાણી જૂથે તેના ક્રેડિટર્સને સોવરિન વેલ્થ ફંડ પાસેથી 3 અબજ ડોલરની લોન મેળવી હોવાનું જણાવ્યું છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. યુએસ શોર્ટ સેલરે જૂથને લઈને કરેલા આક્ષેપો બાદ ક્રેડિટ પ્રોફાઈલને લઈને ઊભી થયેલી ચિંતાને હળવી કરવા માટે અદાણી જૂથ પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે તે કેટલીક લોન વહેલી ચૂકવણું કરવા વિચારી રહ્યું છે. બે જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ સોવરિન વેલ્થ ફંડ પાસેથી ક્રેડિટ લાઈન 5 અબજ ડોલર જેટલું કદ ધરાવતી હોય શકે છે. બુધવારે પૂરા થયેલાં ત્રણ દિવસના ઈન્વેસ્ટર રોડશોમાં ભાગ લેનારાઓને આપવામાં આવેલા મેમોને ટાંકીને તેઓ આમ જણાવે છે. અદાણી જૂથે ચાલુ સપ્તાહે હોંગ કોંગ અને સિંગાપુર ખાતે રોડ શો યોજ્યો હતો. જોકે આ મેમોમાં સોવરિન વેલ્થ ફંડનું નામ દર્શાવવામાં આવ્યું નહોતું. વર્તુળોએ નામ નહિ આપવાની શરતે આમ જણાવ્યું હતું. અદાણી જૂથના પ્રવક્તાએ પણ આ મુદ્દે કોઈ તત્કાળ ટિપ્પણી નહોતી કરી.

એશિયામાં PE ઈન્વેસ્ટમેન્ટમાં ભારતનો હિસ્સો વધ્યો
2020માં 11.9 ટકા હિસ્સાની સરખામણીમાં 2022માં 25.1 ટકા હિસ્સો જોવાયો
ચીનનો હિસ્સો 2022માં 80.2 ટકા પરથી ઘટી 2022માં 63 ટકા રહ્યો

એશિયામાં કુલ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટમાં ભારતના હિસ્સામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ચીનના હિસ્સામાં ઘટાડો નોંધાયો છે. કેલેન્ડર 2020માં એશિયા પ્રદેશમાં કુલ પીઈ ઈન્વેસ્ટમેન્ટમાં ભારતનો હિસ્સો 11.9 ટકા પર જોવા મળતો હતો. જે વર્ષ 2022માં વધી 25.1 ટકા પર પહોંચ્યો હતો. જ્યારે ચીનનો હિસ્સો 2020માં 80.2 ટકા પરથી ગગડી 2022માં 63 ટકા પર જોવા મળ્યો હતો એમ એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સ ડેટા જણાવે છે.
ચીન ખાતે ટ્રાન્ઝેક્શન વેલ્યૂ વાર્ષિક ધોરણે 45.1 ટકા ઘટી 70.86 અબજ ડોલર પર જોવા મળી હતી. જ્યારે ભારતે ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં 4.8 અબજ ડોલર મેળવ્યાં હતાં. જે તેણે કુલ 247 પીઈ ડિલ્સ મારફતે મેળવ્યાં હતાં. કેલેન્ડર 2021 ડિસેમ્બર ક્વાર્ટરમાં જોકે ભારતે 390 ટ્રાન્સેક્શન્સ મારફતે 10 અબજ ડોલરનું પીઈ ફંડ મેળવ્યું હતું. ભારતમાં ટેક્નોલોજી, મિડિયા અને ટેલિકોમ્યુનેકેશન્સ સેક્ટરે 1 જાન્યુઆરી 2021થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 27.66 અબજ ડોલરની ટ્રાન્ઝેક્શન્સ વેલ્યૂ દર્શાવી હતી. 2022માં ભારતમાં સૌથી મોટું પીઈ ટ્રાન્ઝેક્શન પાવર પ્રોડ્યૂસર સેમ્બકોર્પ એનર્જી ઈન્ડિયા દ્વારા એક્વિઝિશન હતું. જ્યારે બીજા ક્રમના પીઈ ડીલમાં ન્યૂઝ એપ્લિકેશન ડેવલપર્સ વેર્સે ઈનોવેશન પ્રાઈવેટ લિમિટેડના 80.5 કરોડ ડોલરના સિરિઝ જે ફંડિંગ રાઉન્ડનો સમાવેશ થતો હતો.

એક્સિસ એમએફ ફ્રન્ટ-રનીંગ કેસમાં સેબીએ રૂ. 30.55 કરોડ જપ્ત કર્યાં
સેબીએ એક્સિસ મ્યુચ્યુલ ફંડના ફંડ મેનેજર વિરેષ જોષી અને તેમની સાથે જોડાયેલી 20 કંપનીઓને ફંડ હાઉસ સાથે જોડાયેલા ફ્રન્ટ રનીંગ કેસમાં બજારમાં ભાગ લેવાથી દૂર કર્યાં છે. રેગ્યુલેટરે ફ્રન્ટ રનીંગ પ્રવૃત્તિ મારફતે ખોટી રીતે મેળવવામાં આવેલા રૂ. 30.55 કરોડના લાભને ઓળખી કાઢ્યો છે. સેબીએ તેની તપાસમાં જાણ્યું હતું કૌભાંડમાં સંકળાયેલા રિંગ મેમ્બર્સ તેમની વોટ્સએપ ચેટમાં જોષીને ‘જાદુગર’ તરીકે સંબોધતાં હતાં. મુંબઈના માર્ગો પર લમ્બોર્ગિની લઈને ફરવાને કારણે જોષી લાઈમલાઈટમાં આવ્યો હતો. તેની લાઈફસ્ટાઈલને કારણે તે ઉઘાડો પડ્યો હતો. જોકે સેબીના આદેશમાં વ્હીસલબ્લોઅરના લેટરનો ઉલ્લેખ પણ કરાયો છે. જેમાં તેના એકાઉન્ટ્સનો કેવી રીતે દૂરુપયોગ કરાયો હતો તે જણાવાયું હતું. સેબીએ જોષી સહિત 20 અન્ય કંપનીઓના કેપિટલ માર્કેટ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં વિસા કેપિટલ, ઓલ્ગા ટ્રેડિંગનો સમાવેશ થાય છે.

ડોલર પાછો પડતાં ગોલ્ડમાં બાઉન્સ
વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવમાં ઝડપી બાઉન્સ જોવા મળ્યો હતો. મંગળવારે 1803 ડોલર સુધી નીચે ઉતરી ગયેલા સ્પોટ ગોલ્ડના ભાવ બુધવારે 1830ની સપાટી કૂદાવી ગયા હતા. કિંમતી ધાતુમાં સુધારાનું મુખ્ય કારણ ડોલરમાં નરમાઈ હતું. ડોલર ઈન્ડેક્સ 105ની સપાટી નીચે ઉતર્યાં બાદ વધુ ગગડી 104.25ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેની પાછળ યુએસ બોન્ડ યિલ્ડ્સમાં પણ નરમાઈ જોવા મળી હતી. સ્થાનિક બજારમાં એમસીએક્સ ગોલ્ડ રૂ. 62ના સુધારે રૂ. 55820ની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યું હતું. ચાંદીમાં પણ રૂ. 160નો સુધારો જોવા મળતો હતો.

આઈટી ક્ષેત્રે મહિનાઓની મંદી બાદ ફરીથી હાયરિંગ શરૂ
ફેબ્રુઆરીમાં આઈટી સેક્ટરે માસિક ધોરણે હાયરિંગમાં 9 ટકા વૃદ્ધિ દર્શાવી
ટેક્નોલોજી સેક્ટરમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલી છટણી વચ્ચે ભારતમાં ફેબ્રુઆરીમાં આઈટી સેક્ટરમાં માસિક ધોરણે 9 ટકા વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી ઘટાડો દર્શાવ્યાં બાદ આઈટી સેક્ટર પરત ફરી રહ્યાંનો સંકેત આપી રહ્યો છે એમ એક રિસર્ચ રિપોર્ટ જણાવે છે.
ફેબ્રુઆરી મહિનામાં આઈટી સેક્ટરમાં જાન્યુઆરીની સરખામણીમાં 10 ટકા વૃદ્ધિ જોવા મળી હતી એમ નૌકરી જોબસ્પિકનો ડેટા જણાવે છે. સ્પેશ્યાલિસ્ટ રોલ્સ માટેની માગમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. જેમે એનાલિટિક્સ મેનેજર્સ, બીગ ડેટા એન્જિનીયર્સ, ક્લાઉડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર્સ અને ઓગમેન્ટેડ રિઆલિટી ક્યૂએ ટેસ્ટર્સની માગમાં અનુક્રમે 29 ટકા, 25 ટકા, 21 ટકા અને 20 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ડેવઓપ્સ અને ડેવસેલ એન્જિનીયર્સ માટેની માગમાં અનુક્રમે 19 ટકા અને 18 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. તેમણે ડેટા સાઈન્ટિસ્ટ્સ અને સોફ્ટવેર ડેવલપર્સ માટે જોવા મળેલી અનુક્રમે 17 ટકા અને 11 ટકાની માગને પાછળ રાખી દીધી હતી. આઈટી સિવાય અન્ય કેટલાંક સેક્ટર્સમાં પણ સારી જોબ વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં રિઅલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને હેલ્થકેર સેક્ટર્સે દ્વિઅંકી વૃદ્ધિ દર્શાવતાં જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરીમાં અનુક્રમે 13 ટકા, 10 ટકા અને 10 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. આઈટી સેક્ટર અગાઉ ત્રણ મહિનાથી નેગેટિવ ટ્રેન્ડ્સ દર્શાવી રહ્યું હતું. જ્યારે ફેબ્રુઆરીમાં જોવા મળેલી જોબ વૃદ્ધિ સૂચવે છે કે આઈટી સ્પેસમાં હાયરિંગ સેન્ટિમેન્ટ્સમાં બદલાવ આવી રહ્યો છે. આઈટી ક્ષેત્રે હાયરિંગમાં દ્વિઅંકી વૃદ્ધિ દર્શાવનાર મેટ્રોમાં ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલૂરું અને પૂણેનો સમાવેશ થાય છે. જ્યારે ઈમર્જિંગ સિટીમાં કોઈમ્બુતુર અને ચંદીગઢમાં જોબ્સની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી.

ટેક્નોલોજી સેક્ટર 8.4 ટકા વધી 245 અબજ ડોલરનું બનશેઃ નાસ્કોમ
ભારતીય ટેક્નોલોજી ઉદ્યોગ 2022-23માં 8.4 ટકા વૃદ્ધિ દર્શાવી 245 અબજ ડોલરનું બનશે તેમ નાસ્કોમે જણાવ્યું છે. 2021-22માં આઈટી ઉદ્યોગે 226 અબજ ડોલરની રેવન્યૂ દર્શાવી હતી એમ ઈન્ડસ્ટ્રી લોબીએ તેના એક સ્ટ્રેટેજી રિવ્યૂમાં જણાવ્યું છે. ક્રોસ કરન્સીમાં જોવા મળેલી મોટી વધ-ઘટને કારણે ટેક્નોલોજી સેક્ટરે 2 ટકા રેવન્યૂ વૃદ્ધિ દર ગુમાવવાનો બન્યો હોવાનું તેણે જણાવ્યું છે.
નાસ્કોમના પ્રેસિડેન્ટ દેવયાની ઘોષના જણાવ્યા મુજબ 2023-24માં રેવન્યૂ ગ્રોથ કેટલો રહેશે તે અંગે કશું કહેવું મુશ્કેલ છે. જોકે ચીફ એક્ઝિક્યૂટીવ્સના સર્વેને ટાંકીને તેમણે ઉમેર્યું હતું કે નવા નાણાકિય વર્ષને લઈને તેઓ સાવચેતી સાથે આશાવાદી જોવા મળી રહ્યાં છે. સેક્ટરે ચાલુ નાણા વર્ષમાં કુલ 2.9 લાખ જોબ્સનો ઉમેરો કર્યો હતો. જે સાથે આઈટી સેક્ટરમાં કુલ જોબ કર્મચારીઓની સંખ્યા 54 લાખ પર પહોંચી હતી. ટોચની પાંચ ટેક્નોલોજી કંપનીઓ 18 અબજ ડોલરની મજબૂત ડીલ પાઈપલાઈન ધરાવે છે. જોકે સેક્ટર હાલમાં કેટલાંક અવરોધોનો સામનો પણ કરી રહ્યું છે એમ ઘોષે ઉમેર્યું હતું. આઈટી ઉદ્યોગ 2030 સુધીમાં 500 અબજ ડોલરનો બનવાના તેના ટાર્ગેટ તરફ આગળ વધી રહ્યો છે. આઈટી સેક્ટર સામેના મુખ્ય પડકારોમાં રશિયા-યૂક્રેન યુધ્ધ અને એમ્પ્લોયેબિલિટી ગેપ છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

બેંકિંગ કંપનીઝઃ ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકિંગ કંપનીઓની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 25.5 ટકા વધી રૂ. 1.78 લાખ કરોડની વિક્રમી સપાટીએ જોવા મળી હતી. ઊંચા ક્રેડિટ ઓફટેક અને એડવાન્સિસ પર ઊંચા યિલ્ડને કારણે આમ બન્યું હતું. કેર રેટિંગ્સના એક રિપોર્ટ મુજબ બેંકસના નેટ ઈન્ટરેસ્ટ માર્જિનન્સ વધીને 3.28 ટકા પર જોવા મળ્યાં હતાં. બેંક્સ તરફથી તેમની વર્તમાન લોન્સના ઝડપથી રિપ્રાઈસિંગને કારણે માર્જિનમાં વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે નવી લોન ઊંચા રેટથી આપવામાં આવી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ કમર્સિયલ પ્રોપર્ટી ડેવલપમેન્ટ બિઝનેસમાં પ્રવેશ કર્યો હોવાનું એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું છે. આ માટે તેણે રિલાયન્સ એસઓયૂ લિમિટેડ નામની કંપનીની સ્થાપના પણ કરી છે. જે કમર્સિયલ પ્રોપર્ટીઝનું ડેવલપમેન્ટ કરશે. કંપનીએ શરૂઆતમાં સબસિડિયરીમાં રૂ. એક લાખ કરોડનું રોકાણ કર્યું છે. આરઆઈએલે 2019માં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે બિઝનેસ હબમાં રૂ. 1105 કરોડમાં 65 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
ડેલ્હિવેરીઃ લોજિસ્ટીક કંપનીમાં સૌથી મોટો હિસ્સો ધરાવતાં ઈન્વેસ્ટર સોફ્ટબેંક તરફથી રૂ. 600 કરોડના શેર્સ વેચાણના અહેવાલ પાછળ શેર્સમાં 5 ટકા ઈક્વિટીથી ઊંચા કામકાજ જોવા મળ્યાં હતાં. જ્યારે શેર્સમાં બે બાજુની વધ-ઘટ પણ નોંધાઈ હતી. ડિસેમ્બર 2022ની આખરમાં સોફ્ટબેંક પાસે કંપનીનો 18.42 ટકા હિસ્સો રહેલો હતો.
એક્સિસ બેંકઃ ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંકે સિટીબેંકના ભારતમાંના કન્ઝ્યૂમર બિઝનેસના રૂ. 11603 કરોડમાં ખરીદીનું કાર્ય પૂર્ણ કર્યું છે. જે સાથે બેંકને નોંધપાત્ર રિટેલ બિઝનેસ મળ્યો છે. એક્સિસ બેંકનો શેર 2.5 ટકા સુધારે નિફ્ટીમાં સૌથી વધુ મજબૂતી દર્શાવતો હતો.
સંવર્ધન મધરસનઃ ઓટો કોમ્પોનેન્ટ ઉત્પાદકે સાસ ઓટોસિસ્ટમેટેકનિકના રૂ. 4790 કરોડમાં ખરીદીની જાહેરાત કરી છે. કંપની ફ્રેન્ચ કંપની પાસેથી આ ખરીદી કરશે. આ ખરીદી પછી મધરસન ગ્રૂપ વિશ્વમાં અગ્રણી કોકપિટ મોડ્યૂલ્સ ઉત્પાદક તરીકે ઊભરશે. જેમાં ઈવી મોડેલ્સ પર વિશેષ ફોકસ રહેશે. સાસના કુલ બિઝનેસમાં ઈવી બિઝનેસનો હિસ્સો 50 ટકા જેટલો છે.
ઝાયડસ લાઈફઃ ટોચની ફાર્માસ્યુટીકલ કંપનીએ એપીક્સાબેન ટેબલેટ્સ અને ઓલ્મેસર્ટાન મેડોક્સોમિલ એન્ડ હાઈડ્રોક્લોરોથીઆઝાઈડ ટેબ્લેટ્સ માટે યુએસ ડ્રગ રેગ્યુલેટર યુએસ એફડીએ તરફથી મંજૂરી મેળવી છે.
એનટીપીસીઃ પીએસયૂ વીજ ઉત્પાદક કંપનીએ તેની 15 જેટલી રિન્યૂએબલ એનર્જી એસેટ્સની તેની સબસિડિયરી એનટીપીસી ગ્રીન એનર્જીને ટ્રાન્સફર કરવાની કામગીરી પૂર્ણ કરી છે.
તાતા પાવરઃ પાવર કંપનીની સબસિડિયરીએ રૂ. 100નું મૂલ્ય ધરાવતાં એક એવા 20 કરોડ કમ્પલ્સરી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સના એલોટમેન્ટને મંજૂરી આપી છે.
ભારત ઈલેક્ટ્રોનિક્સઃ પીએસયૂ સાહસે ટીઆરડીએસ સાથે ટીઆર મોડ્યૂલ્સ, રડાડ લાઈન રિપ્લેસેબલ યુનિટ્સ અને માઈક્રો મોડ્યુલ્સના મેન્યૂફેક્ચરિંગ અને સપ્લાય માટે ફ્રેમ સપ્લાય એગ્રીમેન્ટ કર્યો છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

2 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

2 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

2 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

2 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

2 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

2 weeks ago

This website uses cookies.