Categories: Market TipsNEWS

Market Opening 15 June 2021

માર્કેટ ઓપનીંગ

ડાઉમાં નરમાઈ વચ્ચે એશિયન બજારો અવઢવમાં
મંગળવારે તમામ એશિયન બજારો કામકાજ દર્શાવી રહ્યાં છે. જોકે તેઓ મિશ્ર ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે. વાસ્તવમાં છેલ્લા વર્ષોમાં વિવિધ એશિયન બજારો વચ્ચે કો-રિલેશનશીપ ઓછી થઈ છે. જેમકે હોંગ કોંગ હવે ચીનના બજાર સાથે વધુ સમાંતર ટ્રેડ દર્શાવતું થયું છે. જ્યારે કોરિયા અને તાઈવાન સામાન્યરીતે સાથે જોવા મળે છે. જાપાન અને ચીન હંમેશા પોતાની આગવી ચાલ દર્શાવતાં રહ્યાં છે. મંગળવારે જાપાનનો નિક્કાઈ 0.73 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે હોંગ કોંગ 1.3 ટકાનો ઘટાડો સૂચવે છે. તાઈવાન 0.6 ટકા મજબૂતી દર્શાવે છે. જ્યારે ચીન 0.9 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી સાધારણ ગેપ-અપ ઓપનીંગનો સંકેત આપી રહ્યો છે. તે 19 પોઈન્ટ્સના સુધારે 15855 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તેજીવાળાઓનો હાથ ઉપર રહ્યો અને તેઓ બજારને 15850 પર ટકાવવામાં સફળ રહેશે તો નજીકના સત્રોમાં 16 હજારનું સ્તર નક્કી જણાય છે. જોકે સોમવારે બજારમાં લાંબો સમય નરમાઈ જળવાય હતી. તેમજ બેંકિંગ ક્ષેત્ર ઘટાડા સાથે જ બંધ રહ્યું હતું અને તેથી બેંક શેર્સમાં નરમાઈ જોવા મળે તેવી શક્યતા છે.
ક્રૂડ નવી ટોચ પર
વિશ્વ બજારમાં ક્રૂડમાં ધીમો સુધારો જળવાયો છે. બ્રેન્ટ ક્રૂડ સોમવારે 73.55 ડોલરની દોઢ વર્ષની ટોચ પર પહોંચી 73.01 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્રમાં અપેક્ષાથી ઊંચી રિકવરીની આશાએ ક્રૂડ અન્ય કોમોડિટીઝને અનુસરી રહ્યું છે. નજીકમાં ક્રૂડમાં ઘટાડાની શક્યતા જોવા મળી રહી નથી.

ગોલ્ડ-સિલ્વરમાં વેચવાલી

કિંમતી ધાતુઓ ઊંચા સ્તરે ટકવામાં તકલીફનો સામનો કરી રહી છે. કોમેક્સ ગોલ્ડ 1900 ડોલર પરની સપ્તાહાંતની ટોચ પરથી 50 ડોલર જેટલું ગગડી 1864 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. ગયા ગુરુવારે યુએસ ખાતે ઈન્ફ્લેશનનો ડેટા અપેક્ષા કરતાં ઊંચો આવ્યાં છતાં ગોલ્ડમાં સુધારો ટક્યો નથી. બજારની નજર હવે બુધવારે ફેડની બેઠક પર છે. જો તે એકોમોડેટીવ બની રહેવાની વાત કરશે તો ગોલ્ડ સહિતના એસેટ ક્લાસિસમાં મજબૂતી જોવા મળી શકે છે. ચાંદી પણ 28 ડોલરના સપોર્ટ નીચે 27.13 ડોલર પર એક ટકાથી વધુ ઘટાડા સાથે ટ્રેડ દર્શાવી રહી છે.

મહત્વની હેડલાઈન્સ
• મે મહિના માટે રિટેલ ઈન્ફ્લેશન અપેક્ષા કરતાં વધુ ઊંચકાઈ 6.3 ટકા પર જોવા મળ્યું. એનાલિસ્ટ્સ 5.4 ટકા સીપીઆઈની અપેક્ષા રાખી રહ્યાં હતાં.
• યુબીપી ફંડને ઈમર્જિંગ અર્થતંત્રોમાં રિઓપનીંગ પ્લે તરીકે એજ્યૂકેશન, માઈક્રો ફાઈનાન્સ સારા પ્લે જણાય રહ્યાં છે.
• બીપીસીએલના વેચાણની સહાયતા માટે સરકાર વિદેશી રોકાણની મર્યાદામાં વૃદ્ધિ કરે તેવી શક્યતા.
• ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સમાં સતત 32મા સપ્તાહ દરમિયાન જોવા મળેલો ઈનફ્લો.
• માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફ્રેન્કલીન એસેટ્સના અધિકારીઓ પર લાગુ પાડેલી પેનલ્ટી.
• આરબીઆઈએ માઈક્રોફાઈનાન્સ લોન્સ પર પ્રાઈસિંગ મર્યાદાને દૂર કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો.
• 14 જૂન સુધીમાં દેશમાં ચાલુ ચોમાસાનો સરેરાશ વરસાદ 28 ટકા વધુ નોંધાયો.
• વૈશ્વિક ફંડ્સ સોમવારે ભારતીય બજારમાં રૂ. 504 કરોડની વેચવાલી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે સોમવારે સ્થાનિક બજારમાં રૂ. 544 કરોડની ખરીદી કરી.
• ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એફઆઈઆઈની રૂ. 2260 કરોડની ચોખ્ખી ખરીદી.
• વ્હાઈટ ગુડ્ઝ માટે પીએલ સ્કીમને લઈને એપ્લિકેશન વિન્ડો મંગળવારથી ખૂલશે.
• કોલ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4590 કરોડનો નફો દર્શાવ્યો. જે ગયા વર્ષે સમાનગાળાના રૂ. 4841 કરોડની સરખામણીમાં 1.1 ટકાનો ઘટાડો દર્શાવે છે. આવક રૂ. 26700 કરોડ જોવા મળી હતી. તેણે પ્રતિ શેર રૂ. 3.5ના ડિવિડન્ડની ભલાણ કરી છે.

Rushit Parmar

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

4 months ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

4 months ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

4 months ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

4 months ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

4 months ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

4 months ago

This website uses cookies.