Categories: Market TipsNEWS

Market Opening 18 Nov 2020

માર્કેટ ઓપનીંગ

યુએસ ખાતે નરમાઈ પાછળ એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુએસ ખાતે ડાઉજોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 167 પોઈન્ટ્સ ઘટી 27783ના સ્તરે બંધ આવ્યો હતો. ચીન અને તાઈવાન બજારો પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે ત્યારે કોરિયા, હોંગ કોંગ અને જાપાનના બજારોમાં સાધારણ નરમાઈ જોવા મળી રહી છે.

એસજીએક્સ નિફ્ટી

એસજીએક્સ નિફ્ટી 14 પોઈન્ટ્સના ઘટાડે 12883ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય બજાર તેની ટોચ પર જોવા મળી રહ્યું છે. નિફ્ટી મંગળવારે 12874 પર બંધ રહ્યો હતો. બુધવારે તે આ સ્તર આસપાસ ખૂલે તેવી શક્યતા છે.

મહત્વની હેડલાઈન્સ

·          આરબીઆઈએ લક્ષ્મી વિલાસ બેંકની મૂડી સંબંધી સમસ્યાના ઉકેલ માટે બેંકને ડીબીએસ સાથે ભેળવી દેવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

·         વોડાફોન કેસમાં આંતરરાષ્ટ્રીય લવાદે આપેલા ચૂકાદા સામે અપીલ અંગે નિર્ણય લેવા માટે કેન્દ્ર સરકારે વધુ સમય માગ્યો છે

·         મૂડીઝ બાદ ગોલ્ડમેન સેક્સે 2020-21 માટે ભારતીય જીડીપી વૃદ્ધિ દર અંગેની અગાઉની આગાહીમાં સુધારો કર્યો છે અને તે 10.3 ટકાનો ઘટાડો દર્શાવશે તેવું જણાવ્યું છે. અગાઉ તેણે 14.8 ટકા ઘટાડો થશે એમ જણાવ્યું હતું. અગાઉ મૂડીઝે 9.7 ટકા ઘટાડાની આગાહી સુધારીને 8.9 ટકા કરી હતી.  

·         દેશમાં ખાંડનું ઉત્પાદન ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં ત્રણ ગણુ વધ્યું હોવાનું ઈન્ડિયન સુગર મેન્યૂફેક્ચરિંગ એસોસિએશન જણાવે છે.

·         ટાટા સ્ટીલે ઓરિસ્સા સ્થિત એનઆઈએનએલની એસેટ્સમાં ઈન્ટરેસ્ટ દર્શાવ્યો છે.

·         વિપ્રો શેરધારકોએ પ્રતિ શેર રૂ. 400ના ભાવે બાયબેક માટે શેરધારકોની મંજૂરી મેળવી છે.

·         પિરામલ એન્ટરપ્રાઈઝે અદાણીની બીડના જવાબમાં ડીએચએફએલ માટે સુધારેલું બીડ રજૂ કર્યું છે.

·         એમ્બેસી આરઈઆઈટી બેંગલોર સ્થિત એમ્બેસી ટેક વિલેજને 1.3 અબજ ડોલરમાં ખરીદશે.

·         એનએસઈએ જણાવ્યું છે કે કાર્વી કેસમાં રૂ. 2300 કરોડની મૂલ્યના ફંડ્સ અને સિક્યૂરિટીઝનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે.

·         ઓઈલ પીએસયૂ ટૂંક સમયમાં જ મકાઈમાંથી બનેલા ઈથેનોલની ખરીદી શરૂ કરશે.

·         એનએસઈની કંપનીએ એજ્યૂકેશન ટેક કંપની ટેલેન્ટ સ્પ્રિન્ટમાં હિસ્સો ખરીદ્યો છે.

·         આઈઆઈએફએલ ફાઈનાન્સે એનસીડી મારફતે રૂ. 100 કરોડ ઊભા કર્યાં છે.

·         ડીએચએફએલ લેન્ડર્સ એફડી હોલ્ડર્સને રૂ. 55 હજાર કરોડના રિપેમેન્ટ માટે વિચારી રહ્યાં છે.

Investallign

Recent Posts

HOAC Foods India Limited IPO (Hariom Atta & Spices IPO) : Key Info.

HOAC Foods India Limited IPO is set to launch on 16 May, 2024. The company…

16 hours ago

Rulka Electricals Limited IPO : Key Highlights

Rulka Electricals Limited IPO begins for subscription from 16 May, 2024

16 hours ago

Go Digit General Insurance Limited IPO : Important Dates

Go Digit General Insurance Limited IPO is set to launch on 15 May, 2024. The…

6 days ago

Indian Emulsifier Limited IPO : Company Information

Indian Emulsifier Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

6 days ago

Quest Laboratories Limited IPO : Company Details

Quest Laboratories Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

6 days ago

Veritaas Advertising Limited IPO : Important Updates

Veritaas Advertising Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

1 week ago

This website uses cookies.