Categories: Market TipsNEWS

Market Opening 26 August 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ બજારો મક્કમ, એશિયામાં નરમાઈ

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ અને નાસ્ડેક સાધારણ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જોકે એશિયન બજારો બે દિવસના બાઉન્સ બાદ ફરી નરમાઈમાં સરી પડ્યાં છે. જાપાન, હોંગ કોંગ, ચીન, તાઈવાન અને કોરિયાના બજારો એક ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં હોંગ કોંગ 1.01 ટકા સાથે સૌથી વધુ નરમાઈ દર્શાવે છે.

SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 25 પોઈન્ટ્સ નરમાઈ સાથે 16599ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ફ્લેટ અથવા સાધારણ ઘટાડા સાથે કામકાજની શરૂઆત દર્શાવી શકે છે. નિફ્ટીએ બુધવારે 16712ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે તે નવી ટોચ પર ટકી શક્યો નહોતો.

ક્રૂડમાં સાધારણ નરમાઈ

બે દિવસથી બાઉન્સ દર્શાવી રહેલા વૈશ્વિક ક્રૂડમાં ફરી નરમાઈ જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.52 ટકાના ઘટાડે 70.91 ટકા પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે 70 ડોલર ઉપર તે ટેકનિકલી મજબૂત જણાય છે. ક્રૂડ તાજેતરમાં 65 ડોલર નીચે ઉતરી ગયા બાદ 6 ડોલરથી વધુનો ઉછાળો દર્શાવી ચૂક્યું છે.

ગોલ્ડમાં તેજીવાળાઓ ફરી નબળા પુરવાર થયાં

ગોલ્ડમાં સુધારો ટકી શકતો નથી. સપ્તાહની શરૂઆતમાં 1800 ડોલરની સપાટી પાર કરી ગયેલો કોમેક્સ ગોલ્ડ વાયદો બે દિવસ સુધી ટક્યાં બાદ ફરી આ સ્તર નીચે ઉતરી ગયો હતો. આજે સવારે તે 1 ડોલરની સાધારણ નરમાઈ વચ્ચે 1790 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે ફરી નરમાઈ દર્શાવી રહ્યો છે. તેને 1770 ડોલરનો સપોર્ટ છે. જે તૂટશે તો તે વધુ ઘટી શકે છે.

મહત્વની હેડલાઈન્સ

· સરકાર ઈન્ફ્લેશનને ચિંતાનું કારણ નહિ બનવા દેઃ નાણાપ્રધાન સીતારામન.

· મારુતિના જણાવ્યા મુજબ દેશમાં ઊંચા ટેક્સ રેટને કારણે ઓટો માર્કેટ પર વિપરીત અસર.

· દેશની ડિઝલ નિકાસમાં વૃદ્ધિ. એચએસએફઓ માર્જિન્સમાં વૃદ્ધિ.

· આરબીઆઈના ચેરમેનના જણાવ્યા મુજબ દેશમાં મોનેટરી સ્ટીમ્યુલસ પરત ખેંચવાનો હજુ યોગ્ય સમય નથી.

· 25 ઓગસ્ટે દેશમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં 10 ટકા નીચું જોવા મળ્યું.

· સરકાર 2021-22 માટે ખેડૂતો માટે શેરડીના બેન્ચમાર્ક ભાવમાં વૃદ્ધિ કરશે.

· બુધવારે વિદેશી ફંડ્સે દેશના શેરબજારમાં રૂ. 1070 કરોડની વેચવાલી કરી હતી.

· સ્થાનિક ફંડ્સે પણ બજારમાં રૂ. 151 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું.

· વિદેશી રોકાણકારોએ ડેરિવેટિવ્સમાં રૂ. 3350 કરોડની ખરીદી દર્શાવી હતી.

· આરબીઆઈ સરકારી સિક્યૂરિટીઝમાં ખરીદીના બીજા રાઉન્ડમાં રૂ. 25000 કરોડનું ઓપન માર્કેટ પરચેઝ હાથ ધરશે.

· ભારતી એરટેલ 29 ઓગસ્ટે મૂડી ઊભી કરવા માટેની વિચારણા કરશે.

· ઈન્ફોસિસ કેનેડામાં ટોરેન્ટો ખાતે ડિજિટલ ડેવલપમેન્ટ સેન્ટર ઊભું કરશે. ત્રણ વર્ષમાં 500 જોબ્સ ઊભી કરશે.

· બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 3000 કરોડના ક્વિપ ઈસ્યુને મંજૂરી આપી. બેંક રૂ. 66.19 પ્રતિ શેરના ભાવે શેર્સ ઓફર કરશે.

· કોટક બેંક બિઝનેસ અથવા એસેટ્સમાં ઈનઓર્ગેનિક ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ માટે સક્રિયપણે વિચારી રહી છે.

· મેક્સ હેલ્થકેર આલ્પ્સ હોસ્પિટલ્સમાં રૂ. 50 કરોડનું રોકાણ કરશે.

· પીએન્ડજી હાઈજીને ચોથા ક્વાર્ટરમાં રૂ. 48.89 કરોડનો નફો દર્શાવ્યો. જે ગયા વર્ષે રૂ. 69.21 કરોડ પર હતો.

Rushit Parmar

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

4 months ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

4 months ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

4 months ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

4 months ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

4 months ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

4 months ago

This website uses cookies.