બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં સાધારણ નરમાઈ
કોવિડના નવા વેરિઅન્ટને લઈને ગયા સપ્તાહના આખરી ભાગમાં વિશ્વભરના શેરબજારોએ દર્શાવેલી પેનિક પ્રતિક્રિયા બાદ નવા સપ્તાહમાં બજારો સાધારણ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. એશિયન બજારોમાં સિંગાપુર માર્કેટ મહત્તમ 0.91 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યું છે. એ સિવાય જાપાન, કોરિયા, તાઈવાન અને ચીનના બજારો અડધા ટકાથી પણ ઓછા ઘટાડા સાતે ટ્રેડ થઈ રહ્યાં છે. જે સૂચવે છે કે હાલમાં આ ઘટનાને બજારો હાલ પૂરતી ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં છે. માધ્યમોના એક અહેવાલ મુજબ નવો વેરિઅન્ટ ઝડપી મ્યૂટેટ થાય છે પરંતુ તેને કારણે હોસ્પિટલાઈઝેશનની જરૂરિતાય ઓછી ઊભી થતી જોવા મળે છે. આમ નવો વાઈરસ જીવલેણ એવા ડેલ્ટા વેરિઅન્ટને રિપ્લેસ કરશે તો હોસ્પિટલાઈઝેશનમાંથી રાહત મળી શકે છે. જેને પોઝીટીવ બાબત તરીકે ગણવામાં આવે છે.
SGX નિફ્ટીની પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 106 પોઈન્ટ્સના સુધારા સાથે 17149ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર સાધારણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે તે કેટલો ટકાઉ બની રહે છે તે જોવાનું રહેશે. માર્કેટમાં ઈન્ટ્રા-ડે વોલેટિલિટી જોવા મળી શકે છે. જો માર્કેટ 17 હજારનું સાયકોલોજિકલ સ્તર ગુમાવશે તો નિફ્ટીમાં વધુ 100-200 પોઈન્ટ્સનો ઘટાડો સંભવ છે.
ક્રૂડના ભાવમાં તીવ્ર બાઉન્સ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં નવા સપ્તાહની શરૂઆતમાં તીવ્ર બાઉન્સ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ઓઈલ ફ્યુચર્સ 5.11 ટકા સુધારા સાથે 75.25 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે. આમ 10 ડોલરનો ઝડપી ઘટાડો દર્શાવ્યા બાદ તેમાં 4 ડોલરનું બાઉન્સ જોવા મળી ચૂક્યું છે.
ગોલ્ડ પણ મક્કમ
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં નવા સપ્તાહે સુધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ ડિસેમ્બર વાયદો 9 ડોલર મજબૂતી સાથે 1797 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. કોવિડના નવા વેરિઅન્ટ જેવી ઘટના ગોલ્ડ માટે પોઝીટીવ બની શકે છે. જો ગોલ્ડ 1820 ડોલરનું સ્તર પાર કરશે તો વધુ સુધારો શક્ય છે.
મહત્વની હેડલાઈન્સ
• સ્ટરલાઈટ ટેક્નોલોજિસે મેટિસ એડવેન્ચર્સમાં તેનો લઘુમતી હિસ્સો વેચવા માટે એગ્રીમેન્ટ કર્યાં છે.
• એનસીએલટીએ આઈએમએફએએલની કામગીરીને અવરોધ વિના જાળવી રાખવા માટે મૈથન એલોયઝને માગેલી વિવિધ રાહતોને મંજૂરી આપી છે.
• સલાસરે રાઈટ્સ પાસેથી રૂ. 170 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
• ફિનિક્સ મિલ્સ માટે ક્રિસિલે આઉટલૂકને નેગેટિવમાંથી સ્ટેબલ બનાવ્યું છે. તેણે રેટિંગને ક્રિસિલ એપ્લસ પર જાળવી રાખ્યું છે.
• રિલાયન્સ જીઓ યુકેની ટેલિકોમ જૂથ બીટી ગ્રૂપમાં મહત્તમ હિસ્સા માટે બીડ કરવાની તક શોધી રહ્યું છે. કંપનીએ 1 ડિસેમ્બરથી અમલી બને તે રીતે પ્રિપેઈડ ટેરિફમાં 20 ટકા વૃદ્ધિ કરી છે.
• પીએનબી હાઉસિંગ ફાઈનાન્સમાં બેરિંગ પ્રાઈવેટ ઈક્વિટી એશિયાએ કાર્લાઈલનો હિસ્સો ખરીદવા ઓફર કરી હોવાનું જાણવા મળે છે.
• જીએચસીએલે તમિલનાડુ સરકાર સાથે રાજ્યમાં રૂ. 500 કરોડના રોકાણ માટે એમઓયુ કર્યાં છે.
• આરબીઆઈએ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ પર પ્રોવિઝન સંબંધી ભૂલ માટે રૂ. એક કરોડની પેનલ્ટી લાગુ પાડી છે.
પેટીએમે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 64 ટકા આવક વૃદ્ધિ દર્શાવી
જોકે કંપનીનો નેટ લોસ 11 ટકા વધી રૂ. 482 કરોડ પર જોવા મળ્યો
ફિનટેક અગ્રણી પેટીએમે શનિવારે સપ્ટેમ્બર ક્વાર્ટર માટેના પરિણામો રજૂ કર્યાં હતાં. જેમાં વાર્ષિક ધોરણે 64 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1090 કરોડની આવક નોંધાવી હતી. વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ નોન-યૂપીઆઈ પેમેન્ટ વોલ્યુમ્સ(જીએમવી)માં જોવા મળેલી 52-ટકા વૃદ્ધિ હતું. જ્યારે ફાઈનાન્સિલ સર્વિસિઝ અને અન્ય સેગમેન્ટ્સની આવકમાં 3 ગણી વૃદ્ધિ નોંધાઈ હતી. કંપનીએ સપ્તાહ અગાઉ શેરબજાર પર લિસ્ટીંગ બાદ પ્રથમવાર પરિણામ જાહેર કર્યાં હતાં.
કંપનીએ બીજા ક્વાર્ટરમાં નેટ લોસમાં 11 ટકા વૃદ્ધિ દર્શાવી હતી અને તે રૂ. 482 કરોડ પર જોવા મળ્યો હતો. ત્રિમાસિક ધોરણે નુકસાનમાં 28 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીના લિસ્ટીંગ બાદ એનાલિસ્ટ્સ યૂપીઆઈ પેમેન્ટ્સ બિઝનેસ તરફથી ચિંતા સેવી રહ્યાં હતાં. કંપનીનો કોમર્સ અને ક્લાઉડ સર્વિસિસ રેવન્યૂ વાર્ષિક ધોરણે 47 ટકા વધી રૂ. 244 કરોડ રહી હતી. જ્યારે પેમેન્ટ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિસમાંથી આવક 69 ટકા વધી રૂ. 843 કરોડ પર રહી હતી. પેમેન્ટ સર્વિસિસ તરફથી રેવન્યૂ 54 ટકા વઘી રૂ. 354 કરોડ પર જોવા મળી હતી. જ્યારે મર્ચન્ટ્સને પેમેન્ટ સર્વિસિસમાંથી આવક 64 ટકા વધી રૂ. 400 કરોડ પર રહી હતી. કંપનીનો માર્કેટિંગ અને પ્રમોશ્નલ એક્સપેન્સ આવકના 9 ટકાના દરે સ્થિર રહેવા સાથે રૂ. 102 પર જોવા મળ્યો હતો. બીજા ક્વાર્ટરમાં કંપનીનો ઈસોપ્સ સિવાયનો કર્મચારી ખર્ચ રૂ. 367 કરોડ રહ્યો હતો. જે વાર્ષિક ધોરણે 37 ટકા ઉછળ્યો હતો.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.