માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં મજબૂતી છતાં એશિયામાં મહદઅંશે નરમાઈ
વિતેલા સપ્તાહે યુએસ બજાર નોંધપાત્ર સુધારા સાથે બંધ આવવા છતાં નવા સપ્તાહની શરૂઆતમાં એશિયન બજરોમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સિંગાપુર અને તાઈવાનને બાદ કરતાં અન્ય મહત્વના બેન્ચમાર્ક્સ 0.5થી 1 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. શુક્રવારે રાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીલ એવરેજ 572 પોઈન્ટ્સ ઉછળી 31496 પર સર્વોચ્ચ ટોચ નજીક બંધ આવ્યો હતો. નાસ્ડેક પણ દિવસ દરમિયાન મોટી વધ-ઘટ બાદ 197 પોઈન્ટ્સ ઉછળ્યો હતો અને 12920 પર બંધ રહ્યો હતો. જોકે યુરોપ બજારો ઈન્ટ્રા-ડે વધ-ઘટ બાદ પણ લગભગ તળિયા નજીક બંધ રહ્યાં હતાં.
યુએસ ખાતે જો બાઈડનના 1.9 ટ્રિલિયન ડોલરના સ્ટીમ્યુલસને સેનેટની મંજૂરી
યુએસ ખાતે નવા પ્રમુખ જો બાઈડને મૂકેલા 1.9 ટ્રિલીયન ડોલરના સ્ટીમ્યુલસને સેનેટે મંજૂરી આપી હતી. જોકે બજારો આ ઘટનાને અગાઉ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં હોવાથી તેને કોઈ પોઝીટીવ અસર બજારો પર જોવા મળી નથી
SGX નિફ્ટીમાં સાધારણ મજબૂતી
એશિયન બજારોમાં હોંગકોંગ એક ટકો, કોસ્પી 0.3 ટકા, ચીન 0.5 ટકા નરમ ટ્રેડ રહ્યાં હોવા છતાં એસજીએક્સ નિફ્ટી 21 પોઈન્ટ્સ સુધારા સાથે 14975 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ 15000ની નીચે જ કામકાજની શરૂઆત દર્શાવશે.
ક્રૂડમાં ભડકો
વૈશ્વિક ક્રૂડ બજારમાં અવિરત તેજી જોવા મળી રહી છે. અગ્રણી બેંક્સે તેમના ક્રૂડ માટેના ટાર્ગેટ્સમાં સુધારો કર્યાં બાદ આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 70 ડોલરની સપાટી પાર કરી ગયો છે. હાલમાં તે 2.3 ટકાના સુધારા સાથે 70.94 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે.
ગોલ્ડ-સિલ્વરમાં સુધારો
નવા સપ્તાહની શરૂઆત બુલિયનમાં પોઝીટીવ જોવા મળી છે. વૈશ્વિક બજારમાં ગોલ્ડ વાયદો 6 ડોલર સુધારે 1705 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 1.4 ટકા મજબૂતી સાથે 25.65 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર ખાતે પણ બંને ધાતુઓ પોઝીટીવ ટ્રેડ દર્શાવશે.
મહત્વની હેડલાઈન્સ
Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…
Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…
Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…
Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…
LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…
Did you know that starting your retirement planning in India before your 40s can make…
This website uses cookies.