Categories: Market Tips

Market Summary 02/06/2023

યુએસ ડેટ સિલીંગ ડિલને મંજૂરી મળતાં શેરબજારોમાં સાર્વત્રિક મજબૂતીનો માહોલ
નિફ્ટીએ 18500ની સપાટી ફરી પરત મેળવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.2 ટકા ગગડી 11.12ના સ્તરે
મેટલ, ઓટો, ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી
આઈટી, એનર્જીમાં નરમાઈ
અદાણી એન્ટરપ્રાઈઝ 2 ટકા ઘટ્યો
સાયન્ટ, હૂડકો, પાવર ફાઈનાન્સ વાર્ષિક ટોચ પર
એડલવેઈસે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું
યુએસ ડેટ સિલિંગ ડીલને મંજૂરી મળતાં શેરબજારોને રાહત સાંપડી હતી. જેની પાછળ સપ્તાહના આખરી સત્રમાં સાર્વત્રિક ખરીદી જોવા મળતી હતી. ભારતીય બજાર પણ બે બાજુની ઊંચી વધ-ઘટ પછી પોઝીટીવ બંધ દર્શાવતું હતું. બીએસઈ સેન્સેક્સ 119 પોઈન્ટ્સ ઘટાડે 62,547.11ની સપાટીએ જ્યારે નિફ્ટી 46.35ના સુધારે 18,534.10ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં બ્રોડ બેઝ ખરીદી જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3675 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2181 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળતાં હતાં. જ્યારે 1364 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. 203 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 37 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. 12 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.2 ટકા ગગડી 11.12ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી શરૂઆતી તબક્કામાં ગગડ્યો હતો અને નેગેટિવ ઝોનમાં પ્રવેશ્યો હતો. જોકે પાછળથી બાઉન્સ પાછળ પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે 18574ની ટોચ જ્યારે નીચામાં 18478નું સ્તર દર્શાવી તે 18500 પર ટકી શક્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 99 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18633 પર બંધ રહ્યો હતો. આમ અગાઉના સત્રમાં જોવા મળતાં 87 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 12 પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવે છે. જે સૂચવે છે કે લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે અને માર્કેટમાં અન્ડરટોન મજબૂત છે. આગામી સપ્તાહે બેન્ચમાર્ક્સ સુધારો જાળવી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ ટૂંકમાં 18800 સુધીના સુધારાની શક્યતાં જોઈ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે યુએસ ડેટ સિલીંગનું કોકડું ઉકેલાઈ જવાથી શેરબજારોને મોટી રાહત મળી છે અને તેઓ આગામી સમયગાળામાં પોઝીટીવ મોમેન્ટમ દર્શાવી શકે છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં હિંદાલ્કો, હીરો મોટોકોર્પ, એપોલો હોસ્પિટલ, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એમએન્ડએમ, મારુતિ સુઝુકી, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટાઈટન કંપની, લાર્સન, સન ફાર્મા અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ઈન્ફોસિસ, બીપીસીએલ, એચડીએફસી લાઈફ, ટીસીએસ, વિપ્રો, આઈશર મોટર્સમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, ઓટો, ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી જળવાય હતી. જ્યારે આઈટી, એનર્જી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.22 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં હિંદાલ્કો 3.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત વેલસ્પન કોર્પ, જિંદાલ સ્ટીલ, તાતા સ્ટીલ, એનએમડીસી, જેએસડબલ્યુ સ્ટીલ, સેઈલ અને નાલ્કોનો સમાવેશ થતો હતો. નિફ્ટી ઓટો 0.92 ટકા મજબૂતી સૂચવતો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટર, એમએન્ડએમ, મારુતિ સુઝુકી, બોશ અને બજાજ ઓટોનો સમાવેશ થતો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સે નવી ટોચ દર્શાવી હતી. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત હેમિસ્ફિઅર, ડીએલએફ, સોભા, ઓબેરોય રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં પાવર ફાઈનાન્સ 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત હિંદાલ્કો, હીરો મોટોકોર્પ, એપોલો હોસ્પિટલ, એસ્ટ્રાલ, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન એરોનોટીક્સ, ટીવીએસ મોટર, આરઈસી અને ડીએલએફ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ મહાનગર ગેસ, ગુજરાત ગેસ, આઈજીએલ, બાયોકોન, અદાણી એન્ટરપ્રાઈઝિસ અને ઈન્ફોસિસ ઘટવામાં અગ્રણી જોવા મળતાં હતાં.

RBIએ PSO માટે ડિજીટલ પેમેન્ટ કંટ્રોલ્સ માટે ડ્રાફ્ટ રુલ્સ રજૂ કર્યાં
સેન્ટ્રલ બેંકે 8 એપ્રિલે આ નિર્દેશો જાહેર કરશે એમ જણાવ્યું હતું

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ(પીએસઓ) માટે માસ્ટર ડિરેક્શન્સ ઓફ સાયબર રેઝિલિઅન્સ અને ડિજીટલ પેમેન્ટ સિક્યૂરિટી કંટ્રોલ સંબંધી સૂચિત નિયમો રજૂ કર્યાં હતાં. મધ્યસ્થ બેંકરે તમામ ભાગીદારો પાસેથી આ નિયમો અંગે પ્રતિભાવો મંગાવ્યાં છે.
આરબીઆઈ તરફથી રજૂ કરવામાં આવેલા સૂચિત નિયમો સાયબરસિક્યૂરિટી રિસ્ક્સ જેવાકે ઈન્ફોર્મેન્શ સિક્યૂરિટી રિસ્ક્સ અને દયનીયતાઓના આઈડેન્ટિફિકેશન, એસેસમેન્ટ, મોનીટરિંગ એન્ડ મેનેજમેન્ટ માટે ગવર્નન્સ મિકેનીઝમને આવરી લે છે. તેમજ સુરક્ષિત અને ખાતરીદાયક ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ માટે બેઝલાઈન સિક્યૂરિટી ઉપાયો નિર્ધારિત કરે છે. આ નિર્દેશોનો હેતુ પીએસઓ તરફથી ચલાવવામાં આવતી પેમેન્ટ સિસ્ટમ્સની સુરક્ષિતતામાં સુધારાનો છે. સેન્ટ્રલ બેંકે અગાઉ 8 એપ્રિલના રોજ નાણા નીતિ સંબંધી સમીક્ષા દરમિયાન તે આ પ્રકારના નિર્દેશો રજૂ કરશે તેમ જણાવ્યું હતું. નિર્દેશઓ મુજબ પીએસઓના બોર્ડ ડિરેક્ટર્સ સાયબર રિસ્ક અને સાયબર રેઝિલિઅન્સ સહિતના ઈન્ફોર્મેશન સિક્યૂરિટી સંબંધી જોખમો પર પૂરતી નજર રાખવા માટે જવાબદાર રહેશે. પીએસઓએ સંભવિત ઈન્ફર્મેશન સિક્યૂરિટી જોખમોના સંચાલન માટે બોર્ડની મંજૂરી ધરાવતી ઈન્ફર્મેશન સિક્યૂરિટી(આઈએસ) પોલિસી ઘડવાની રહેશે. જે પેમેન્ટ સિસ્ટમ્સ સંબંધી તમામ એપ્લિકેશન્સ અને પ્રોડક્ટ્સને આવરી લેતી હશે. પીએસઓએ બોર્ડની મંજૂરી ધરાવતો સાયબર ક્રાઈસિસ મેનેજમેન્ટ પ્લાન(CCMP) પણ તૈયાર કરવાનો રહેશે. સાયબર પડકારો અને સાયબર હુમલાઓની શોધ, પ્રતિકાર અને રિકવરી જેવી કામગીરી ધરાવતો હશે.

કોલ ઈન્ડિયાનો ઈસ્યુ ઓવર-સબસ્ક્રાઈબ્ડ, સરકારને રૂ. 4K કરોડથી વધુ ઉપજ્યાં
સરકારે રૂ. 225ના ફ્લોર પ્રાઈસે 3 ટકા અથવા 18.48 કરોડ શેર્સ વેચ્યાં

ચાલુ નાણાકિય વર્ષમાં પ્રથમ એવી અગ્રણી જાહેર સાહસ કોલ ઈન્ડિયાની ફોલો-ઓન ઓફર ઓવર-સબસ્ક્રાઈબ્ડ થઈ હતી. રિટેલ અને ઈન્સ્ટીટ્યુશ્નલ બંને સેગમેન્ટમાં સારા પ્રતિભાવને કારણે સરકારને તેના હિસ્સા વેચાણ સામે રૂ. 4000 કરોડથી વધુની રકમ મળે તેવી અપેક્ષા છે. બે દિવસ ચાલેલી ઓફર હેઠળ સરકારે કોલ ઈન્ડિયાના કુલ 18.48 કરોડ અથવા 3 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. તેણે રૂ. 225ના ફ્લોર પ્રાઈસે આ વેચાણ કર્યું હતું. જે ભાવે સરકારી તિજોરીને રૂ. 4,158 કરોડનો લાભ મળ્યો છે. ગુરુવારે સંસ્થાકિય રોકાણકારો તરફથી 28.76 કરોડ શેર્સ માટે બીડીંગ જોવા મળ્યું હતું અને ઓફર 3 ગણાથી વધુ છલકાઈ હતી. જ્યારે શુક્રવારે રિટેલ ખરીદારો તરફથી 2.58 કરોડથી વધુ શેર્સ માટે બીડીંગ જોવા મળ્યું હતું. શુક્રવારે સંસ્થાકિય રોકાણકારોએ વધુ 5.12 કરોડ શેર્સ માટે બિડીંગ દર્શાવ્યું હતું. એટલેકે કુલ રૂ. 7623 કરોડના બીડ મળ્યાં હતાં. હાલમાં કોલ ઈન્ડિયામાં સરકારી હિસ્સો 66.13 કરોડ પર જોવા મળે છે. કોલ ઈન્ડિયાના હિસ્સા વેચાણને કારણે સરકારને ચાલુ નાણા વર્ષમાં રૂ. 51 હજાર કરોડનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવામાં સહાયતા મળશે. શુક્રવારે કોલ ઈન્ડિયાન શેર 0.24 ટકા સુધારે રૂ. 230.90ની સપાટીએ બંધ રહ્યો હતો.

NSEએ ગેરરિતી અટકાવવા બ્રોકર્સની જવાબદારીઓમાં કરેલો વધારો
ટોચના પ્લેટફોર્મે ક્લાયન્ટ્સની ટ્રેડિંગ પેટર્નનું એનાલિસીસ કરવા માટે ક્વોલિફાઈડ સ્ટોક બ્રોકર્સને જણાવ્યું

શેરબજારમાં ગેરરિતીઓ પર નિયંત્રણ માટે નેશનલ સ્ટોક એક્સચેન્જે સ્ટોક બ્રોકર્સની જવાબદારીઓમાં વૃદ્ધિ કરી છે. 2 જૂનના રોજ એક સર્ક્યુલરમાં એનએસઈએ જણાવ્યું છે કે ક્વોલિફાઈડ સ્ટોક બ્રોકર્સ(ક્યૂએસબી)ને ક્લાયન્ટ્સની ટ્રેડિંગ પેટર્નનું એનાલિસીસ કરી કોઈપણ પ્રકારની અસાધારણ પ્રવૃત્તિને ખ્યાલ મેળવવા જણાવ્યું છે. જેને ધ્યાનમાં રાખી ક્યૂએસબીએ માસિક ધોરણે ક્લાયન્ટ્સ્ તરફથી કરવામાં આવતી ડીપ ઓટીએમ(આઉટ ઓફ મની) કોન્ટ્રેક્ટ્સ ટ્રેડિંગ કામગીરી પર ચાંપતી નજર નાખવાની રહેશે. આવા કોન્ટ્રેક્ટ્સમાં ક્લાયન્ટ્સ નુકસાન ઉઠાવતો હોય છે.
આઉટ-ઓફ-ધ-મની(ઓટીએમ) ઓપ્શન્સ એ સસ્તાં ઓપ્શન્સ હોય છે. કેમકે તેમાં નફો મેળવવા માટે શેરના ભાવમાં તીવ્ર મૂવમેન્ટ અનિવાર્ય હોય છે. સાથે-સાથે બીજી બાજુ હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સ તેમની ટેક્સ જવાબદારીઓને ઘટાડવા માટે ઓટીએમ ઓપ્શન્સમાં સર્ક્યુલર ટ્રેડિંગ મારફતે બોગસ લોસ ઊભો કરતાં હોય છે. ઓટીએમમાં સામાન્યરીતે લિક્વિડીટી ઓછી હોય તે સ્વાભાવિક છે. જોકે, સર્ક્યુલર ટ્રેડિંગ મારફતે પ્લેટફોર્મ પર મ્યુચ્યુલ ટ્રેડ થઈ શકે છે. છેલ્લાં બે વર્ષોમાં ડેરિવેટીવ્સ ટ્રેડર્સ માટે તેમના નેટ માર્જિન ઓબ્લિગેશન્સને ઘટાડવા માટે ઓટીએમ ઓપ્શન્સ એક અનૂકૂળ અને નીચો ખર્ચ ધરાવતો વિકલ્પ બની રહ્યો છે. આમ કરવાથી તેઓ ઓછી રકમ સાથે તેમની પોઝીશનને સરભર કરી શકે છે. વધુમાં, ક્યૂએસબીએ પુનરાવર્તિત ડિલિવરી ડિફોલ્ટ ઉપર પણ નિયંત્રણ રાખવું પડશે. ઉપરાંત આવક સામે ઊંચું પે-ઈન ઓબ્લિગેશન રજૂ કરનાર ક્લાયન્ટ્સ પર પર નજર રાખવાની રહેશે. તથા કોમન નંબર, ડિવાઈસિસ અથવા ઈમેઈલ આઈડી ધરાવતાં અસંબંધિત ક્લાયન્ટ્સને પણ તેમણે વોચ હેઠળ રાખવા પડશે. દૈનિક ધોરણે બ્રોકર્સે પંપ એન્ડ ડંપ, સર્ક્યુલર ટ્રેડિંગ અને ફ્રન્ટ રનીંગ જેવી પેટર્ન્સ પર ધ્યાન રાખવાનું રહેશે. ફ્રન્ટરનીંગ એ બ્રોકર તરફથી થતી ગેરકાયદે નફાખોરીની પધ્ધતિ છે. મધ્યસ્થીઓ જાણીતા મોટા સંસ્થાકિય રોકાણકારના પ્રવેશની કેટલીક મિનિટ્સ અગાઉ સ્ટોક માર્કેટમાં પ્રવેશે છે અને પ્રોફિટ કરીને નીકળી જતી હોય છે. તેઓ ક્યાં તો શેર ખરીદે છે અથવા વેચે છે. ક્લાયન્ટ મોટા ઓર્ડર્સ મૂકીને તેને રદ કરે છે. જે મારફતે સ્ક્રિપ્સમાં કુત્રિમ માગની આભા ઊભી કરે છે. જેને પણ ક્યુએસબીના રડાર હેઠળ લાવવાનો રહેશે એમ સર્ક્યુલર જણાવે છે. આ ઉપરાંત મેનિપ્યૂલેટીવ ટ્રેડર્સ, ઓપ્શન કોન્ટ્રેક્ટ્સમાં માર્કેટ ઓપન ઈન્ટરેસ્ટનો મોટો હિસ્સો ધરાવતાં લિંક્ડ ક્લાયન્ટ્સને ફરજિયાત પણે ઓળખવાના રહેશે એમ એનએસઈ ઉમેરે છે. સર્ક્યુલર મુજબ ત્રિમાસિક રિપોર્ટને એક્સચેન્જના પોર્ટલ પર ક્વાર્ટર પૂરું થયાના 15-દિવસોમાં રજૂ કરવાનો રહેશે.

ડોલરમાં નરમાઈ પાછળ ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી
વૈશ્વિક ડોલરમાં નરમાઈ પાછળ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી છે. કોમેક્સ ગોલ્ડ વાયદો શુક્રવારે ઈન્ટ્રા-ડે 2000 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ 1997 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચાલુ સપ્તાહ ગોલ્ડ માટે છેલ્લાં ચાર સપ્તાહોમાં શ્રેષ્ઠ બની રહ્યું હતું. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 231ના સુધારે રૂ. 60150ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ સાથે ચાંદીમાં પણ સુધારો નોંધાયો હતો અને તે રૂ. 141ના સુધારે રૂ. 72735 પર ટ્રેડ થઈ રહી હતી. યુએસ ડેટ સિલીંગને લઈને ડીલને સંસદે બહાલી આપતાં ડોલર નરમ પડ્યો હતો. જ્યારે બુલિયન, બેઝ મેટલ્સમાં ખરીદી નીકળી હતી.

અદાણીએ મેક્વેરીના રોડ પ્રોજેક્ટ્સ ખરીદવાની યોજના પડતી મૂકી
અદાણી એન્ટરપ્રાઈઝિસની સબસિડીયરી અદાણી રોડ્સ અને મેક્વેરી એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ વચ્ચે મેક્વેરિના રોડ પોર્ટફોલિયોને ખરીદવાનો એગ્રીમેન્ટ અદાણ ગ્રૂપે રદ કર્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝિસે એક રેગ્યુલેટરી ફાઈલીંગમાં આમ જણાવ્યું છે. કંપની રૂ. 3110 કરોડમાં આ રોડ એસેટ્સ ખરીદવાની હતી. તેણે ઓગસ્ટ 2022માં સ્વર્ણ ટોલવે પ્રાઈવેટ(એસટીપીએલ) અને ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં 56.8 ટકા હિસ્સો ખરીદવા માટેની જાહેરાત કરી હતી. તેણે ફાઈલીંગમાં જણાવ્યું હતું કે વેચાણકાર તરફથી શેરખરીદ એગ્રીમેન્ટ હેઠળ સહમત થયેલી સમયમર્યાદામાં ક્લોઝીંગ માટે સંતોષકારક સ્થિતિના અભાવે આમ કરવામાં આવ્યું છે.

સરકાર તરફથી અત્યાર સુધીમાં 262 લાખ ટન ઘઉંની ખરીદી પૂર્ણ
ગયા વર્ષે કરેલી 188 લાખ ટનની ખરીદી કરતાં 74 લાખ ટન ઊંચી ખરીદી
કેન્દ્રિય પુલમાં ઘઉં અને ચોખા મળીને કુલ 579 લાખ ટનનો જથ્થો પ્રાપ્ય
લઘુત્તમ ટેકાના ભાવ પેટે ખેડૂતોને રૂ. 47000 કરોડની ચૂકવણી કરવામાં આવી

કેન્દ્ર સરકારની સંસ્થા તરફથી ચાલુ રવિ માર્કેટિંગ સિઝનમાં 262 લાખ ટન ઘઉંની ખરીદી થઈ ચૂકી છે. જે પેટે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ સ્વરૂપમાં રૂ. 47000 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. સરકારની ખરીદી શરૂઆતી ટાર્ગેટ કરતાં નીચે છે. જોકે ગયા વર્ષની ખરીદી કરતાં નોંધપાત્ર ઊંચી છે અને તે પર્યાપ્ત હોવાનું કેન્દ્રિય ખાદ્યાન્ન મંત્રાલયનું કહેવું છે.
ખાદ્યાન્ન મંત્રાલયના એક નિવેદનમાં એપ્રિલથી શરૂ થયેલી વર્તમાન રવિ માર્કેટિંગ સિઝન સારી રીતે આગળ વધી રહી છે. જેમાં 30 મે સુધીમાં 262 લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી 188 લાખ ટન ઘઉંની ખરીદીની સરખામણીમાં 74 લાખ ટન ઊંચી છે. સરકારની ચાલુ સિઝનની ખરીદીનો લાભ 21.27 લાખ ખેડૂતોને મળ્યો છે. એપ્રિલથી માર્ચ સુધી રવિ માર્કેટિંગ સિઝન ગણવામાં આવે છે. જોકે મોટાભાગની ઘઉંની ખરીદી એપ્રિલથી જૂન મહિના સુધીમાં એટલેકે શરૂઆતી ત્રણ મહિનામાં જ થતી હોય છે. ઘઉં અગ્રણી રવિ પાક છે. દેશમાં ઘઉંની ખરીદીમાં મુખ્ય યોગદાન પંજાબ તરફથી જોવા મળે છે. ત્યાંથી કુલ 121.27 લાખ ટન ઘઉં ખરીદવામાં આવ્યાં છે. બીજા ક્રમે મધ્ય પ્રદેશમાંથી 70.98 લાખ ટન ઘઉંની ખરીદી થઈ છે. જ્યારે હરિયાણા ખાતેથી 63.17 લાખ ટન ઘઉં ખરીદાયાં છે. મંત્રાલયના જણાવ્યા મુજબ ઘઉંની ખરીદીમાં વૃદ્ધિનું કારણ ક્વોલિટીને લઈને ધારા-ધોરણોમાં આપવામાં આવેલી છૂટછાટ હતી. કમોસમી વરસાદને કારણે દેશભરમાં ઊભા ઘઉંના પાક પર અસર થઈ હતી.
ચોખાની ખરીદી અંગે મંત્રાલયે જણાવ્યું હતું કે 30 મે સુધીમાં કુલ 385 લાખ ટન ચોખાની ખરીદી થઈ ચૂકી છે. જ્યારે ખરિફ માર્કેટિંગ સિઝન 2022-23 હેઠળ વધુ 110 લાખ ટન ચોખાની ખરીદી કરવામાં આવશે. ઉપરાંત રવિ ચોખાના પાકમાંથી પણ અંદાજે 106 લાખ ટનની ખરીદી કરવામાં આવશે. હાલમાં કેન્દ્રિય પુલમાં ઘઉં અને ચોખા મળીને કુલ 579 લાખ ટનનો જથ્થો પ્રાપ્ય છે. જેમાં 312 લાખ ટન ઘઉં અને 267 લાખ ટન ચોખાનો સમાવેશ થાય છે. જે દેશની ખાદ્યાન્નની માગને પહોંચી વળવા માટે પૂરતી હોવાનું મંત્રાલય જણાવે છે.

EV ટુ-વ્હીલર્સનું વેચાણ મેમાં પ્રથમવાર એક લાખનો આંક વટાવી ગયું
જૂન મહિનાથી સબસિડીમાં ઘટાડાની સરકારની જાહેરાત પાછળ વાર્ષિક ધોરણે 147 ટકા વૃદ્ધિ
સ્થાનિક ટુ-વ્હીલર ઉદ્યોગે મે મહિનામાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ પ્રથમવાર એક લાખનો આંક પાર કરી ગયાનું નોંધ્યું છે.સરકારે 1 જૂનથી ઈવી પર અસરકારક સબસિડીમાં ઘટાડાની જાહેરાત કરવાને પગલે મે મહિનાના આખરી દિવસોમાં જોવા મળતાં ધસારાને કારણે આમ બન્યું છે.
સરકારી પોર્ટલ વાહનના ડેટા મુજબ મે મહિનામાં ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સનું માસિક રિટેલ વેચાણ 1,04,845 યુનિટ્સ જોવા મળ્યું હતું. જે એપ્રિલ 2023માં જોવા મળતાં 66,727 યુનિટ્સના રજિસ્ટ્રેશનની સરખામણીમાં 57 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે વાર્ષિક ધોરણે તે 147 ટકાની તીવ્ર વૃદ્ધિ સૂચવે છે. મે 2022માં દેશમાં કુલ 42,415 ઈવીનું વેચાણ જોવા મળ્યું હતું. ઉદ્યોગના ખેલાડીઓના મતે ફેમ-2 સબસિડીમાં ઘટાડા પછી જૂન મહિનાથી ભાવમાં વધારો થશે. જેની પાછળ મે મહિનાના આખરી 10-દિવસોમાં ઊંચી ખરીદી જોવા મળી હતી. જૂનમાં 15-20 ટકા ભાવ વૃદ્ધિને જોતાં ખરીદારોએ ઊંચી ફેમ-2 સબસિડી સાથે નીચા ભાવે વેહીકલ્સ બુક કરાવ્યાં હતાં. એપ્રિલમાં ઈવી ટુ-વ્હીલર્સના વેચાણમાં 23 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. જેનું કારણ સબસિડી વિતરણમાં વિલંબ અને સપ્લાય શોર્ટેજ કારણભૂત હતું. એ વાત નોંધવી રહી કે વાહન માત્ર કુલ રજિસ્ટ્રેશન સંખ્યા સૂચવે છે અને તેમાં બુકિંગ થયેલા વાહનોની સંખ્યાનો સમાવેશ થતો નથી. ઉપરાંત, તેમાં નીચી ઝડપ ધરાવતાં ઈ2ડબલ્યુ વેચાણનો સમાવેશ પણ નથી થતો. તેમજ લક્ષદ્વિપ, મધ્ય પ્રદેશ અને તેલંગાણાના ડેટાનો સમાવેશ પણ નથી થતો. આમ વેચાણ ઉપરોક્ત આંક કરતાં પણ વધુ હશે તે સ્વાભાવિક છે.
સરકારે 21 મેના રોજ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે ફેમ ઈન્ડિયા સ્કીમમાં સુધારો કરવામાં આવ્યો છે અને 1 જૂનથી પ્રતિ કિલોવોટ અવર રૂ. 15000ના બદલે હવેથી રૂ. 10000ની સબસિડી મળવાપાત્ર રહેશે. ઉપરાંત ઈન્સેન્ટીવ માટેની મર્યાદાને પણ એક્સ-ફેક્ટરી પ્રાઈસના 40 ટકા પરથી ઘટાડી 15 ટકા કરવામાં આવી છે. માર્ચ 2023માં 86,289 યુનિટ્સના અત્યાર સુધીના સૌથી ઊંચા રજિસ્ટ્રેશનને મેમાં 19,303 યુનિટ્સથી પાછળ પાડવામાં આવ્યું હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ

આરસીએફઃ પીએસયૂ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 160 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 234 કરોડના નફાની સરખામણીમાં 30 ટકા નીચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4110 કરોડ સામે 15 ટકાથી વધુ વૃદ્ધિ સાથે રૂ. 4684 કરોડ પર જોવા મળી હતી.
લ્યૂમેક્સ ઈન્ડઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 24 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 25 કરોડના નફાની સરખામણીમાં સાધારણ નીચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 417 કરોડ સામે 20 ટકા વધી રૂ. 492 કરોડ પર જોવા મળી હતી.
ફિઆમ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 38 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 34 કરોડના નફાની સરખામણીમાં 10 ટકા નીચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 490 કરોડ સામે 10 ટકાથી વધુ ઘટાડે રૂ. 436 કરોડ પર જોવા મળી હતી.
આઈસ મેકઃ આઈસ મેક રેફ્રિજરેશને 2022-23માં 184 ટકા વૃદ્ધિ સાથે રૂ. 20.80 કરોડનો કોન્સોલિડેટેડ નફો દર્શાવ્યો છે. જ્યારે તેની આવક 51.5 ટકા વધી રૂ. 313.32 કરોડ પર રહી હતી. માર્ચ ક્વાર્ટરમાં તેણે રૂ. 8.63 કરોડનો નફો નોંધાવ્યો હતો. જ્યારે આવક રૂ. 114 કરોડ રહી હતી. કંપનીએ શેર દીઠ રૂ. 1.8ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
પતંજલિઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 264 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 234 કરોડના નફાની સરખામણીમાં 14 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 6664 કરોડ સામે 20 ટકાથી વધુ વૃદ્ધિ સાથે રૂ. 7873 કરોડ પર જોવા મળી હતી.
ગ્રેફાઈટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 29 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 95 કરોડના નફાની સરખામણીમાં 70 ટકા નીચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 844 કરોડ સામે 3.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 815 કરોડ પર જોવા મળી હતી.
IMFA: કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 64 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 142.6 કરોડના નફાની સરખામણીમાં 55.1 ટકા નીચો છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 757.7 કરોડ સામે 15.8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 636.9 કરોડ પર જોવા મળી હતી.
આઈબી રિઅલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 376 કરોડનો નેટ લોસ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 61 કરોડના લોસની સરખામણીમાં તીવ્ર વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 253 કરોડ સામે 57 ટકા ઘટાડા સાથે રૂ. 108 કરોડ પર જોવા મળી હતી.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

2 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

2 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

2 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

2 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

2 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

2 weeks ago

This website uses cookies.