Categories: Market TipsNEWS

Market Summary 1 November 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક સપોર્ટ વચ્ચે બેન્ચમાર્ક્સ 10-મહિનાની ટોચે બંધ આપવામાં સફળ
નિફ્ટી જાન્યુઆરી 2022 પછી પ્રથમવાર 18100 ઉપર બંધ જોવા મળ્યો
વૈશ્વિક સ્તરે હોંગ કોંગ માર્કેટમાં 5 ટકાથી વધુનો તીવ્ર બાઉન્સ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા વધી 16.13ની સપાટીએ
મેટલ, ફાર્મા, આઈટી, પીએસઈ ક્ષેત્રે જોવા મળેલી ખરીદી
બેંકિંગ ક્ષેત્રે ઊંચા સ્તરે વેચવાલીનું દબાણ
બ્રોડ માર્કેટમાં સાવચેતી સાથે ખરીદી જળવાઈ
એનટીપીસી, ભેલ, ટોરેન્ટ ફાર્માએ વાર્ષિક ટોચ બનાવી
ઈન્ટિલેક્ટ ડિઝાઈન, કેમપ્લાસ્ટ સાનમાર 52-સપ્તાહના તળિયે


વૈશ્વિક બજારોના સપોર્ટ પાછળ ભારતીય શેરબજારમાં ચોથા દિવસે સુધારો જળવાયો હતો. જેની પાછળ સ્થાનિક બેન્ચમાર્કસ તેમના 10 મહિનાની ટોચ પર બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 375 પોઈન્ટ્સ સુધારા સાથે 61290ની સપાટીએ જ્યારે નિફ્ટી 133 પોઈન્ટ્સ વધી 18145 પર બંધ રહ્યાં હતાં. છેલ્લાં ચાર ટ્રેડિંગ સત્રોમાં સેન્સેક્સમાં 1578 પોઈન્ટ્સનો ઉછાળો નોંધાયો છે. વિદેશી સંસ્થાકિય રોકાણકારો બજારમાં લગભગ ન્યૂટ્રલ બનતાં સુધારો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબરમાં તેમની વેચવાલી નગણ્ય જોવા મળી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓ ચોખ્ખી ખરીદી દર્શાવી રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે લેવાલીને કારણે નિફ્ટી કાઉન્ટર્સ પોઝીટીવ બ્રેડ્થ દર્શાવી રહ્યાં હતાં. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50માંથી 39 કાઉન્ટર્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 11 કાઉન્ટર્સ જ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જોકે મીડ અને સ્મોલ-કેપ્સમાં ખાસ ઉત્સાહના અભાવે બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળતી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ પણ 2.1 ટકા વધી 16.13ની સપાટી પર બંધ રહ્યો હતો.
સોમવારે નિફ્ટીએ 18000ની સપાટી પર બંધ દર્શાવ્યાં બાદ મંગળવારે પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી સુધારો જાળવ્યો હતો. બેન્ચમાર્ક અગાઉના 18012ના બંધ સામે 18131ની સપાટી પર ખૂલી ઈન્ટ્રા-ડે 18176ની ટોચ દર્શાવી એક તબક્કે 18060ના સ્તરે ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી પરત ફરી 10-મહિનાની ટોચ પર બંધ જોવા મળ્યો હતો. તેને માટે હવેનો અવરોધ 18300નો છે. જે જાન્યુઆરી 2022માં જોવા મળેલી ટોચ હતી. ત્યારબાદ બજાર 18100 પર બંધ આપવામાં નિષ્ફળ જોવા મળ્યું હતું. જોકે છેલ્લાં બે સપ્તાહથી માર્કેટ સતત સુધારાતરફી જોવા મળી રહ્યું છે. જેને કારણે ટેકનિકલ એનાલિસ્ટ્સ બુલીશ બન્યાં છે. તેમના મતે 17750ના સપોર્ટ સાથે માર્કેટમાં લોંગ રહેવું જોઈએ. કેમકે માર્કેટે મોટુ બ્રેકઆઉટ દર્શાવ્યું છે. મંગળવારે બજારમાં કામકાજ પણ સારા જોવા મળ્યાં હતાં. જો નિફ્ટી 18300ની સપાટી પાર કરશે તો 18600ની સર્વોચ્ચ સપાટી તરફની આગેકૂચ જાળવી રાખશે. જોકે 2 નવેમ્બરે ફેડ રિઝર્વની એફઓએમસીની બેઠકને જોતાં રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી બની જાય છે. ખાસ કરીને ડેરિવેટિવ્સ ટ્રેડર્સે હેજ પોઝીશન્સ જ જાળવવી જોઈએ એમ માર્કેટ એનાલિસ્ટ્સનું કહેવું છે. ફેડની બેઠકના બીજા જ દિવસે આરબીઆઈએ પણ તેની એમપીસીની બેઠક યોજી છે. જેમાં તે રેપો રેટમાં વૃદ્ધિ કરે તેવી શક્યતાં જોવાઈ રહી છે. ભારતીય બજાર વૈશ્વિક બજારોની સરખામણીમાં છેલ્લાં બે વર્ષો દરમિયાન નોંધપાત્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. તેને જોતાં સાવચેતી રાખવી જરૂરી છે એમ ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ માને છે.
મંગળવારે બજારને સપોર્ટ આપવામાં મેટલ, ફાર્મા, આઈટી અને પીએસઈ સેક્ટર્સ મુખ્ય હતાં. જ્યારે બેંકિંગમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એનએમડીસી 5 ટકા, વેદાંત 2 ટકા, હિંદાલ્કો 2 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 2 ટકા, સેઈલ 2 ટકા અને નાલ્કો એક ટકા સુધારો દર્શાવતાં હતાં. અગ્રણી મેટલ કાઉન્ટરમાં તાતા સ્ટીલ અપેક્ષાથી પ્રતિકૂળ પરિણામો પાછળ નરમાઈ દર્શાવતો હતો. ફાર્મા ક્ષેત્રે સતત ખરીદી પાછળ નિફ્ટી ફાર્મા 2.12 ટકા ઉછાળો સૂચવતો હતો. ઈન્ડેક્સના સુધારામાં મુખ્ય યોગદાન આપનારાઓમાં ડિવિઝ લેબ્સનો સમાવેશ થતો હતો. શેર 6.3 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ડો. રેડ્ડીઝ લેબ્સ, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા, લ્યુપિન, સિપ્લા અને બાયોકોન પણ મજબૂતી સૂચવતાં હતાં. આઈટી ઈન્ડેક્સે આગેકૂચ જાળવી રાખતાં 1.9 ટકાનો મજબૂત સુધારો નોંધાવ્યો હતો. ઈન્ડેક્સમાં મહત્વનું યોગદાન આપવામાં માઈન્ડટ્રી 3 ટકા, ઈન્ફોસિસ 2.3 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 2.3 ટકા, ટીસીએસ 2 ટકા, એલએન્ડટી ટેક્નોલોજી 2 ટકા અને એચસીએલ ટેક્નોલોજી પણ 2 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જાહેર સાહસોમાં ખરીદી પાછળ નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.52 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં એનટીપીસી 5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. એનટીપીસીનો શેર છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત એન્ય પીએસયૂમાં એનએમડીસી 5 ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન 3 ટકા, ભેલ 3 ટકા, સેઈલ 2 ટકા, બેલ 1.5 ટકા, નાલ્કો 1 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જોકે ઓઈલ માર્કેટિંગ કંપની એચપીસીએલમાં ઘટાડો આગળ વધ્યો હતો. ઓઈલ ઈન્ડિયા અને કોલ ઈન્ડિયા પર નરમાઈ દર્શાવતાં હતાં. બેંકિંગ શેર્સ મજબૂતી સાથે ખૂલ્યાં બાદ સતત ગગડતાં રહ્યાં હતાં. બેંક નિફ્ટી 41677ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી 41290ની સપાટી પર બંધ રહ્યો હતો. બેંકિંગ શેર્સમાં પીએસયૂ બેંક પીએનબીનું પરિણામ અપેક્ષાથી વિપરીત આવતાં 6 ટકાનો ઘટાડો નોઁધાયો હતો. પ્રાઈવેટ બેંક્સમાં એક્સિસ બેંકનો શેર 4 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત બંધન બેં, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પણ નરમાઈ દર્શાવતાં હતાં. બીજી બાજુ એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 4 ટકા સાથે સૌથી સારો સુધારો સૂચવતો હતો. આ ઉપરાંત એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, કોટક બેંક પણ ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં બલરામપુર ચીની, મેટ્રોપોલીસ, હનીવેલ ઓટોમેશન, વોલ્ટાસ, લૌરસ લેબ્સ, એબીબી ઈન્ડિયા, જેકે સિમેન્ટ, ટોરેન્ટ પાવર, આરતી ઈન્ડસ્ટ્રીઝ, બિરલા સોફ્ટ, પેટ્રોનેટ એલએનજી, મૂથૂત ફાઈનાન્સ, ગ્રાસિમ, પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝમાં 2 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ અશોક લેલેન્ડ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, યૂપીએલ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, એસ્કોર્ટ્સ કુબોટા, આઈડીએફસી, આઈશર મોટર્સ, એમસીએક્સ ઈન્ડિયા, એલઆઈસી હાઉસિંગ, બંધન બેંક, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, આઈજીએલમાં ઘટાડો જોવા મળતો હતો. ગોડફ્રે ફિલિપ્સ 7 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યારે એસ્ટ્રાઝેનેકા, ભેલ, ટોરેન્ટ ફાર્મા, ભારત ફોર્જ, ટ્રેન્ટે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી બીજી બાજુ ઈન્ટિલેક્ટ ડિઝાઈન અને કેમપ્લાસ્ટ સેનમારે વાર્ષિક તળિયા નોંધાવ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે 3582 કાઉન્ટર્સમાંથી 1827 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1616 કાઉન્ટર્સ રેડ ઝોનમાં બંધ રહ્યાં હતાં. 126 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 42 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.





પ્રથમ દિવસે રૂ. 275 કરોડની ડિજીટલ કરન્સીનો ઉપયોગ થયો
મંગળવારે RBIના ડિજીટલ કરન્સી પાયલોટ પ્રોગ્રામમાં કુલ ત્રણ સિક્યૂરિટીઝમાં કામ થયા
પસંદગીના લોકેશન્સ પર મહિનામાં રિટેલ યુઝ માટે ઈ-રૂપી લોંચ કરાશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ડિજીટલ કરન્સીના પ્રથમ દિવસે કુલ રૂ. 275 કરોડના ઈ-રૂપીન ઉપયોગ થયો હતો. ડોલર સંદર્ભમાં આ મૂલ્ય 3.32 કરોડ જેટલું થવા જતું હતું એમ આરબીઆઈનો ડેટા જણાવે છે. સેન્ટ્રલ બેંકે તેના ડિજીટલ કરન્સી પાયલોટ પ્રોગ્રામને મંગળવારે લોંચ કર્યો હતો. જેમાં નવ બેંક્સને ગવર્મેન્ટ સિક્યૂરિટીઝમાં સેકન્ડરી માર્કેટ ટ્રાન્ઝેક્શન્સના સેટલમેન્ટ માટે ડિજીટલ કરન્સીના ઉપયોગની છૂટ આપવામાં આવી હતી.
પાયલોટ પ્રોગ્રામ હેઠળ કુલ ત્રણ સિક્યૂરિટીઝમાં ટ્રેડ્સ થયા હતાં. જેમાં પાંચ વર્ષ માટે 7.38 ટકા 2027 ફોર્મર બેન્ચમાર્ક, 6.54 ટકા 2032 અને કરન્ટ બેન્ચમાર્ક 7.26 ટકા 2032 બોન્ડ્સમાં નવા રૂટ હેઠળ સેટલમેન્ટ હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર ક્ષેત્રની બેંકે જણાવ્યું હતું કે પ્રથમ દિવસ હોવાના કારણે સીબીડીસીનો ઉપયોગ કરીને માત્ર લિક્વિડ બોન્ડ્સમાં જ કેટલાંક ડિલ્સ હાથ ધરવામાં આવ્યાં હતાં. સાંજના 4 વાગે બજાર બંધ થતાં સુધી કુલ રૂ. 275 કરોડનું વોલ્યુમ નોંધાયું હતું. ઈ-રૂપીને કારણે ઈન્ટરબેંક માર્કેટ વધુ કાર્ચદક્ષ બનશે એમ આરબીઆઈનું માનવું છે. તેણે હાલમાં હોલસેલ સેગમેન્ટમાં સીબીડીસીના ઉપયોગ માટે પાયલોટ પ્રોજેક્ટ લોંચ કર્યો છે. ડિજીટલ કરન્સીને કારણે ટ્રાન્ઝેક્શન ખર્ચમાં પણ ઘટાડો જોવા મળે તેમ માનવામાં આવે છે. સેન્ટ્રલ બેંક એક મહિનામાં જ રિટેલ સેગમેન્ટ માટે પણ ઈ-રૂપી લોંચ કરવાનું વિચારી રહી છે. જે હેઠળ તે પસંદગીના લોકેશન્સ પર પાયલોટ પ્રોજેક્ટ લોંચ કરશે એમ બેંક જણાવે છે. હાલમાં હોલસેલ સેગમેન્ટમાં સેટલમેન્ટ માટે આરબીઆઈએ નવ બેંક્સને મંજૂરી આપી છે.


ડોલર સામે રૂપિયામાં 10 પૈસાનો સુધારો
મંગળવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 10 પૈસા સુધરી 82.71ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ સ્થાનિક ચલણમાં મજબૂતી જોવા મળી હતી. સોમવારે 82.81ની સપાટીએ 34 પૈસા નરમાઈ સાથે બંધ રહેલો રૂપિયો 82.74ની સપાટીએ મજબૂતી સાથે ખૂલ્યાં બાદ વધુ સુધારે 82.59ની સપાટીએ ટ્રેડ થયો હતો. જ્યાંથી ગગડી 82.79 થઈ આખરે 82.71 પર બંધ રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મજબૂતીને કારણે પણ રૂપિયાને સપોર્ટ સાંપડ્યો હતો. વિશ્વની છ મહત્વની કરન્સિઝ સામે ડોલર ઈન્ડેક્સ 0.6 ટકા ઘટાડે 110.87ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે ક્રૂડમાં મજબૂતી જોવા મળી રહી હતી અને તે 94.2 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ દર્શાવતું હતું.
રશિયાએ બ્લેક સી પેટ છોડતાં ઘઉંમાં ઉછાળો
રશિયાએ બ્લેક સી પોર્ટ એક્સપોર્ટ એગ્રીમેન્ટમાંથી પોતાને પરત ખેંચી લેતાં શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ ખાતે વ્હીટ ફ્યુચર્સમાં 6 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. સીબોટ ખાતે સૌથી વધુ એક્ટિવ વ્હીટ કોન્ટ્રેક્ટ 6.1 ટકા ઉછળી 8.79 પ્રતિ બૂશેલ પર જોવા મળ્યો હતો. તેણે 14 ઓક્ટોબર બાદ પ્રથમવાર 8.93 ડોલરની ટોચ દર્શાવી હતી. માર્ચ મહિનામાં રશિયા-યૂક્રેન યુધ્ધ બાદ વ્હીટ ફ્યૂચર્સે 13.64 ડોલરની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. સિંગાપુર સ્થિત ટ્રેડર્સના જણાવ્યા મુજબ આ એક ઈન્ફ્લેશ્નરી મૂવ છે. જે ઘઉં અને મકાઈના ભાવને સપોર્ટ કરી રહ્યો છે. પેરીસ સ્થિત યુરોનેક્સ્ટ ખાતે બેન્ચમાર્ક ડિસેમ્બર મીલીંગ વ્હીટ ફ્યુચર્સ 3.6 ટકા ઉછળી 349.50 યુરો પ્રતિ ટન પર જોવા મળ્યો હતો. તેણે 353.25 ડોલરની બે સપ્તાહની ટોચ દર્શાવી હતી.



ફુગાવા પાછળ ગ્રામીણ ખરીદી ઘટતાં સોનાની માગમાં ઘટાડો
દેશમાં ગોલ્ડની કુલ માગનો 65 ટકા હિસ્સો ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે
ડિસેમ્બર ક્વાર્ટરમાં માગ ગયા વર્ષના 344 ટન પરથી ગગડી 250 ટન રહેવાનો અંદાજ

ભારતની ગોલ્ડની માગ ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 25 ટકા જેટલો ઘટાડો દર્શાવે તેવી શક્યતાં જોવાઈ રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે ઊંચી મોંઘવારી પાછળ ગ્રામીણ માગ પર દબાણ જોવા મળી રહ્યું છે. જેને કારણે સમગ્રતયા માગ પર અસર પડી છે.
વિશ્વમાં બીજા ક્રમના સુવર્ણ વપરાશકારની નીચી ખરીદીની અસર ગોલ્ડના ભાવ પર પડી શકે છે. હાલમાં સોનું વૈશ્વિક બજારમાં તેના બે વર્ષ કરતાં પણ વધુ સમયના તળિયા પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. સોનાની આયાતમાં ઘટાડો ભારતની વેપાર ખાધને સાંકડી બનાવવામાં સહાયરૂપ બની શકે છે. જેને કારણે ડોલર સામે રૂપિયાને સપોર્ટ મળી શકે છે. ક્રૂડ બાદ દેશમાં ગોલ્ડ આયાતની બાબતમાં બીજા ક્રમે આવતી કોમોડિટી છે. સરકારે ગોલ્ડની આયાત પર અંકુશ માટે ઈમ્પોર્ટ ડ્યુટી પણ લાગુ પાડેલી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સ્થાનિક ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર સોમસુંદરમના જણાવ્યા અનુસાર ફુગાવો ઊંચો જળવાવાને કારણે ગ્રામીણ માગમાં ઘટાડો જોવા મળી શકે છે. કોવિડ બાદ આર્થિક રિકવરીને કારણે કેટલોક સમય માટે દેશમાં સોનાની માગમાં પણ સુધારો જોવા મળી રહ્યો હતો. જોકે હાલમાં તે ફરીથી નબળી રહી છે. સપ્ટેમ્બરમાં દેશનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ 7 ટકાથી ઉપર આવ્યો હતો. જે આરબીઆઈના કમ્ફર્ટ ઝોનથી ઉપર છે. છેલ્લાં છ મહિનાથી તે સતત ઊંચો જોવા મળી રહ્યો છે. જેને જોતાં આરબીઆઈ ચાલુ કેલેન્ડરમાં ચાર વાર રેપો રેટમાં વૃદ્ધિ કરી ચૂકી છે અને આગામી બેઠકમાં પણ તે વધુ એક રેટ વૃદ્ધિ કરે તેવી પૂરી શક્યતાં છે. ભારતી ગોલ્ડની 65 ટકા માગ ગ્રામીણ વિસ્તારોમાંથી જોવા મળે છે. કેમકે સોનાના દાગીનાને એક પ્રકારની સંપત્તિ તરીકે જોવામાં આવે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ગોલ્ડની માગ ગયા વર્ષે જોવા મળેલી 343.9 ટન પરથી ગગડી 250 ટનની રહે તેવો અંદાજ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મૂકે છે. જેની પાછળ કેલેન્ડર 2022માં ભારતનો ગોલ્ડ વપરાશ વાર્ષિક ધોરણે 6 ટકાનો ઘટાડો દર્શાવી શકે છે. ગયા વર્ષે 797.3 ટનની સામે ચાલુ કેલેન્ડરમાં ગોલ્ડ વપરાશ 750 ટન આસપાસ જોવા મળે તેવો અંદાજ છે. સપ્ટેબર ક્વાર્ટરમાં જોકે ભારતની ગોલ્ડની માગ 14 ટકા ઉછળી 191.7 ટન પર રહી હતી. તહેવારોને કારણે ગોલ્ડની માગ ઊંચી જળવાય હતી. સત્તાવાર ગોલ્ડ માગમાં ઘટાડાનું એક કારણ ફરીથી દાણચોરીમાં વૃદ્ધિને માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ થવાના કારણે બે વર્ષથી ઘટેલી ગોલ્ડ સ્મગલીંગ ફરીથી વધ્યું હોવાનું વર્તુળો જણાવે છે. દેશમાં ગોલ્ડ આયાત પર કુલ 18.5 ટકાની અસરકારક ડ્યૂટી ગોલ્ડની દાણચોરી માટે મોટું પ્રેરકબળ હોવાનું સોમસુંદરમ જણાવે છે.
ત્રીજા ક્વાર્ટરમાં વૈશ્વિક માગ કોવિડ અગાઉના સ્તરે પહોંચી
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજા ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર વર્ષ 2022ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સોનાની માંગ( OTC સિવાય) 1,181 ટન પર પહોંચી હતી. જે વાર્ષિક ધોરણે 28 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જે સાથે સોનાની કુલ માંગ કોવિડ અગાઉના સ્તરે પહોંચી ગઈ છે. રિટેલ કસ્ટમર્સ તથા સેન્ટ્રલ બેંકર્સ તરફથી સોનાની માંગમાં વધારો થયો હતો. જોકે ઈન્વેસ્ટમેન્ટરૂપી માંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ETF રોકાણકારો તરફથી 227 ટનનો આઉટફ્લો જોવા મળ્યો હતો. ઊંચા ઈન્ટરેસ્ટ રેટ અને ડોલરમાં મજબૂતી પાછળ વાર્ષિક ધોરણે રોકાણમાં 47 ટકા ઘટાડો નોંધાયો હતો.



‘સ્ટીલ મેન ઓફ ઈન્ડિયા’ જમશેદ જે ઈરાનીનું નિધન
ચાર દાયકાથી વધુ સમય સુધી તાતા સ્ટીલ સાથે જોડાયેલા રહેલા ઈરાની ભારતીય મેટલ ઉદ્યોગમાં આગવુ સ્થાન ધરાવતાં હતા
દેશમાં ટીક્યૂએમ મૂવમેન્ટની શરૂઆત કરનારાઓમાંના ડો. ઈરાનીનો સમાવેશ થતો હતો

‘સ્ટીલ મેન ઓફ ઈન્ડિયા’ના બિરુદથી જાણીતા જમશેદ જે ઈરાનીનું સોમવારે જમશેદપુર સ્થિત તાતા મેઈન હોસ્પિટલમાં 85 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ તાતા સ્ટીલ કંપની સાથે ચાર દાયકાથી પણ વધુ સમયથી જોડાયેલાં રહ્યાં હતાં. તાતા સ્ટીલે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે પદ્મ ભૂષણ ડો. જમશેદ જે ઈરાનીના નિધનથી અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ.
ઈરાનીએ જૂન 2011માં તાતા સ્ટીલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી નિવૃત્તિ લીધી હતી. તાતા સ્ટીલના સીઈઓ અને એમડી જણાવે છે કે ડો. ઈરાનીએ નેવુના દાયકામાં તાતા સ્ટીલને ટ્રાન્સફોર્મ કરી હતી અને કંપનીને વિશ્વમાં સૌથી સસ્તી સ્ટીલ ઉત્પાદક કંપનીઓમાંની એક બનાવી હતી. તેઓ એક મજબૂત પાયો બાંધવામાં સહાયરૂપ બન્યાં હતાં. જેના પર પછીના દાયકાઓમાં અમે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી હતી. દેશમાં ટીક્યૂએમ મૂવમેન્ટની શરૂઆત કરનારાઓમાંના તેઓ એક હતાં. તેમણે હિંમત અને વિશ્વાસ સાથે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. તાતા સ્ટીલમાં અનેક કર્મચારીઓ માટે તેઓ એક આદર્શ ઉપરાંત મેન્ટર પણ હતાં. તાતા સ્ટીલના જૂના તેમજ વર્તમાન કર્મચારીઓ તેમના સદાય ઋણી બની રહેશે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ડો. જેજે ઈરાની એક સર્વોત્કૃષ્ટ તાતા મેન હતાં. સ્ટીલ ઉદ્યોગ ક્ષેત્રે ઊંચું યોગદાન ધરાવતાં તેઓ એક ઊચ્ચ દરજ્જાનું કોર્પોરેટ વ્યક્તિત્વ હતાં. હરિફ સ્ટીલ ઉત્પાદક જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન અને એમડી સજ્જન જિંદાલે જણાવ્યું હતું કે ડો. ઈરાની એક ઉત્તમ મનુષ્ય હતાં.
જમશેદ જે ઈરાની કોણ હતાં?
ઈરાનીનો જન્મ નાગપુરમાં જીજી અને ખોર્શાદ ઈરાનીને ત્યાં 2 જૂન, 1936માં થયો હતો. તેમણે 1956માં બીએસઈનો અભ્યાસ પૂરો કર્યો હતો. જ્યારે 1958માં નાગપુર યુનિવર્સિટીમાંથી જ જીઓલોજી સાથે એમએસસી થયાં હતાં. ત્યારબાદ તેઓ જેએન તાતા સ્કોલર તરીકે યૂકેની યુનિવર્સિટી ઓફ શેફ્ફિલ્ડ ઊચ્ચ અભ્યાસ માટે ગયા હતા. તેણે 1060માં મેટલર્જિમાં માસ્ટર્સની પદવી મેળવી હતી અને 1963માં મેટલર્જીમાં જ પીએચડી પણ કર્યું હતું. તેમણે શેફ્ફિલ્ડ ખાતે જ બ્રિટીશ આયર્ન એન્ડ સ્ટીલ રિસર્ચ એસોસિએશનમાં 1963માં કારકિર્દીની શરુઆત કરી હતી. જોકે તેઓ શરૂઆતથી જ ભારતના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપવાની ઈચ્છા ધરાવતાં હતાં. તેઓ 1968માં ભારત પરત ફર્યાં હતાં અને તાતા સ્ટીલ અથવા તો તે વખતે તાતા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિરેક્ટરના આસિસ્ટન્ટ તરીકે જોડાયાં હતાં. 1978માં ઈરાની કંપનીના જનરલ સુપ્રિટેન્ડન્ટ બન્યાં હતાં. 1979માં તેમને જનરલ મેનેજરનું પ્રમોશન મળ્યું હતું. જ્યારે 1985માં તેઓ તાતા સ્ટીલના પ્રેસિડેન્ટ બન્યાં હતાં. 1988માં તેઓ કંપનીના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર બન્યાં હતાં અને 1992માં મેનેજિંગ ડિરેક્ટર બન્યાં હતાં. 2011માં નિવૃત્તિ સુધી આ હોદ્દા પર સેવા બજાવી હતી. તેમણે કુલ 43 વર્ષ સુધી તાતા સ્ટીલમાં સેવા બજાવી હતી.



કોર્પોરેટ હેડલાઈન્સ
લાર્સન એન્ડ ટુબ્રોઃ ટોચની એન્જિનીયરીંગ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2229 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે રૂ. 2185 કરોડના અંદાજની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો છે. કંપનીની આવક પણ રૂ. 38500 કરોડના અંદાજની સરખામણીમાં રૂ. 42763 કરોડ પર નોંધાઈ હતી.
ભારતી એરટેલઃ બીજા ક્રમના ટેલિકોમ પ્લેયરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2979 કકરોડનો નફો દર્શાવ્યો છે. જે રૂ. 2396 કરોડની અપેક્ષા કરતાં ઊંચો છે. કંપનીની આવક રૂ. 33800 કરોડની અપેક્ષા સામે રૂ. 34530 કરોડ પર રહી હતી.
આસાહી ઈન્ડિયાઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 105 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 81 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 795 કરોડ પરથી 27 ટકા વધી રૂ. 1013 કરોડ પર જોવા મળી હતી.
જીએચસીએલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 289 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 93 કરોડની સરખામણીમાં 212 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું વેચાણ રૂ. 983 કરોડ પરથી 41 ટકા વધી રૂ. 1381 કરોડ પર જોવા મળ્યું હતું.
ગ્લોબલ હેલ્થ લિમિટેડઃ મેદાન્તા બ્રાન્ડ નામ હેઠળ પાંચ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ ચલાવતી ગ્લોબલ હેલ્થ લિમિટેડ રૂ. 2205 કરોડ એકત્ર કરવા માટે આઈપીઓ સાથે પ્રવેશી રહી છે. કંપની રૂ. 2ની ફેસ વેલ્યૂનો શેર રૂ. 319થી રૂ. 336ની પ્રાઈસ બેન્ડમાં ઓફર કરશે. આઈપીઓ 3 નવેમ્બરે ખૂલી 7 નવેમ્બરે બંધ થશે. લઘુત્તમ બીડ 44 શેર્સનું રહેશે. ઓફર-ફોર-સેલમાં કાર્લાઈલ જૂથની કંપની તેનો હિસ્સો વેચશે.
બિરલા કેબલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 17 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 83 કરોડની સરખામણીમાં 105 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું વેચાણ રૂ. 138 કરોડ પરથી 45 ટકા વધી રૂ. 199 કરોડ પર જોવા મળ્યું હતું.
ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સઃ માઈક્રો ફાઈનાન્સ કંપની રૂ. 1103 કરોડ એકત્ર કરવા માટે 2 નવેમ્બરે આઈપીઓ સાથે પ્રવેશશે. કંપની રૂ. 10નો શેર રૂ. 350થી રૂ. 368ના ભાવે ઓફર કરશે. લઘુત્તમ 40 શેર્સનું બિડીંગ કરવાનું રહેશે. ઓફર ફોર સેલમાં ક્રિએશન ઈન્વેસ્ટમેન્ટ્સ તથા પ્રમોટર્સ તેમનો કેટલોક હિસ્સો વેચી રહ્યાં છે. કંપની રૂ. 7400 કરોડનું AUM ધરાવે છે.
જય ભારત મારુતિઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 43 કરોડનો એબિટા દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 32 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 468 કરોડ પરથી 24 ટકા વધી રૂ. 581 કરોડ પર જોવા મળી હતી.
વિષ્ણુ કેમિકલ્સઃ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 35 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 17 કરોડ સામે 111 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક રૂ. 242 કરોડ પરથી 55 ટકા વધી રૂ. 375 કરોડ રહી હતી. એબિટા રૂ. 35 કરોડથી વધી રૂ. 63 કરોડ થયો હતો. કંપનીના બોર્ડે 1:5ના સ્પ્લિટ માટે મંજૂરી આપી છે.
કેસ્ટ્રોલ ઈન્ડિયાઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 187 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષ જેટલો જ છે. જ્યારે કંપનીની આવક 4 ટકા વધી રૂ. 1121 કરોડ પર જોવા મળી હતી.
ટિમકેન ઈન્ડિયાઃ કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં રૂ. 98 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 79 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 558 કરોડ પરથી વધી રૂ. 695 કરોડ થઈ હતી.
ટીસીઆઈ એક્સપ્રેસઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 38 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 34 કરોડની સરખામણીમાં 11 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું વેચાણ રૂ. 273 કરોડ પરથી 13 ટકા વધી રૂ. 310 કરોડ પર જોવા મળ્યું હતું.

Rushit Parmar

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

3 months ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

3 months ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

3 months ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

3 months ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

3 months ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

3 months ago

This website uses cookies.