યુએસ બોન્ડ યિલ્ડ્સમાં મજબૂતી પાછળ શેરબજારોમાં નરમાઈ
સેન્સેક્સ ફરી 60 હજાર નીચે ઉતર્યો
નિફ્ટીએ 17600નું સ્તર તોડ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા વધી 12.72ના સ્તરે
મેટલ સિવાય માર્કેટમાં સાર્વત્રિક મંદી
ઓટો, આઈટી, એફએમસીજી, બેંકિંગમાં વેચવાલી
અદાણી શેર્સમાં સુધારો અટક્યો
એનસીસી, આરઈસી, ક્યુમિન્સ નવી ટોચે,
આરતી ડ્રગ્ઝ, ફાઈઝર, બેયર ક્રોપ વાર્ષિક તળિયે
વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારમાં પણ ગુરુવારે ઘટાડો જળવાયો હતો. ટોચના બંને બેન્ચમાર્ક્સ લગભગ એક ટકા ઘસારા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 542 પોઈન્ટ્સ ગગડી 59806ની સપાટીએ જ્યારે એનએસઈ નિફ્ટી 165 પોઈન્ટ્સના ઘટાડે 17590ના સ્તરે બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં વ્યાપક વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 37 ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે માત્ર 13 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ નેગેટિવ જોવા મળતી હતી. જોકે લાર્જ-કેપ્સ કરતાં સ્થિતિ થોડી સારી હતી. બીએસઈ ખાતે કુલ 3615 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1921 ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે 1573 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. 90 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 86 કાઉન્ટર્સે 53-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 177 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં જ્યારે 159 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.12 ટકા વધી 12.72ની સપાટીએ બંધ રહ્યો હતો.
ભારતીય બજારમાં બુધવારે રજા હતી. જોકે મંગળવારે અને બુધવારે યુએસ બજારોમાં નરમાઈ પાછળ ગુરુવારે કામકાજની શરૂઆત ફ્લેટ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17754ના બંધ સામે 17772ની સપાટીએ ખૂલી તેને જ ટોચ બનાવી સતત ઘસાતો રહ્યો હતો. દિવસના આખરી ભાગમાં તે 17574ના ઈન્ટ્રા-ડે લો પર જોવા મળ્યો હતો અને લગભગ ત્યાં જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 49 પોઈન્ટ્સના પ્રિમીયમે 17638ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 69ના પ્રિમીયમની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. આમ લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. જે માર્કેટમાં મજબૂત બાઉન્સની ઓછી શક્યતાં સૂચવે છે. નિફ્ટી 17600ની નીચે ઉતરી જતાં તેના માટે 17400નું સ્તર એક સપોર્ટ લેવલ છે. જ્યારે ઉપરમાં ફરી 17700નો અવરોધ છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 17700ના સ્ટોપલોસે શોર્ટ પોઝીશન જાળવી રાખવા માટે જણાવે છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા અગ્રણી કાઉન્ટર્સમાં તાતા સ્ટીલ, લાર્સન, એપોલો હોસ્પિટલ, ભારતી એરટેલ, એક્સિસ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, સિપ્લા અને એનટીપીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ અદાણી એન્ટરપ્રાઈઝ 4.24 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેંક, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી અને ટેક મહિન્દ્રામાં ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એકમાત્ર મેટલ ઈન્ડેક્સ ગ્રીન બંધ દર્શાવતો હતો. જેમાં તાતા સ્ટીલ, મોઈલ, જેએસડબલ્યુ સ્ટીસ, હિંદુસ્તાન ઝીંક, જિંદાલ સ્ટીલ, સેઈલ વગેરે મજબૂત જોવા મળી રહ્યાં હતાં. ઓટો, આઈટી, એનર્જી, એફએમસીજી, રિઅલ્ટી ઈન્ડાઈસિસમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી ઓટો 1.8 ટકા સાથે સૌથી વધુ નરમ હતો. જેમાં એમએન્ડએમ 3.2 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જે ઉપરાંત બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, ટીવીએસ મોટર, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, તાતા મોટર્સ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ, હીરો મોટોકોર્પમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી આઈટી એક ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એલટીઆઈ મહિન્દ્રા, ઈન્ફોસિસ, વિપ્રો, કોફોર્જ, એચસીએલ ટેકમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં ગોદરેજ કન્ઝ્યૂમર, તાતા કન્ઝ્યૂમર, આઈટીસી, બ્રિટાનિયા, યુનાઈટેડ બ્રૂઅરિઝ અને ડાબર ઈન્ડિયામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી 1.2 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં ઘટાડો દર્શાવવામાં ફિનિક્સ મિલ્સ, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટી, સનટેક રિઅલ્ટી અને હેમિસ્ફિઅર મૂખ્ય હતાં. બેંક નિફ્ટી 0.8 ટકા ડાઉન જોવા મળતો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં આઈસીઆઈસીઆઈ બેંક 2 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત બેંક ઓફ બરોડા, બંધન બેંક, કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંક, પીએનબી, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક અને એસબીઆઈનો સમાવેશ થતો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં મણ્ણાપુરમ ફાઈનાન્સ 2.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એસબીઆઈ કાર્ડ, ડેલ્ટા કોર્પ, તાતા સ્ટીલ, શ્રીરામ ફાઈનાન્સ, એચપીસીએલ, ગુજરાત ગેસ, એફએસએલ, આરઈસી, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, લાર્સન, મહાનગર ગેસમાં મજબૂતી જોવા મળતી હતી. બીજી બાજુ અદાણી એન્ટરપ્રાઈઝિસ 4 ટકાથી વધુ નરમાઈ સાથે ઘટાડામાં ટોચ પર હતો. આ ઉપરાંત આરબીએલ બેંક, ડિક્સોન ટેક્નોલોજી, એમએન્ડએમ, એસબીઆઈ લાઈફ, એપોલો ટાયર્સ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડુસ ટાવર્સમાં નરમાઈ જોવા મળતી હતી. કેટલાંક વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં જેબીએમ ઓટો, સીસીએલ પ્રોડક્ટ્સ, એનસીસી, પીએનબી હાઉસિંગ, આરઈસી, મહાનગર ગેસ, ક્યુમિન્સ, બ્લ્યૂ સ્ટાર, પેટ્રોનેટ એલએનજી અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલનો સમાવેશ થતો હતો. જ્યારે 52-સપ્તાહનું તળિયું દર્શાવનાર કાઉન્ટર્સમાં આરતી ડ્રગ્ઝ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, રિલેક્સો ફૂટવેર, ફાઈઝર, બેયર ક્રોપસાઈન્સિઝ અને એબીએસએલ એએમસીનો સમાવેશ થતો હતો.
સતત 10મા મહિને ગ્લોબલ ગોલ્ડ ETFમાં આઉટફ્લો જળવાયો
જોકે વૈશ્વિક ટ્રેન્ડથી વિપરીત ભારતમાં ગોલ્ડ ઈટીએફ્સમાં 3.3 કરોડ ડોલરનો ઈનફ્લો નોંધાયો
વૈશ્વિક સ્તરે ટ્રેડ પામતાં ગોલ્ડ એસચેન્જ ટ્રેડેડ ફંડ(ઈટીએફ્સ)માંથી ફેબ્રુઆરીમાં સતત 10મા મહિને આઉટફ્લો જળવાયો હતો. જે જાન્યુઆરી 2014 પછી ગોલ્ડ ઈટીએફ્સમાં સતત જોવા મળેલો સૌથી લાંબો આઉટફ્લો પિરિયડ છે. યુએસ ફેડ તરફથી સતત હોકિશ વલણ પાછળ રોકાણકારો તેમનું ઈન્વેસ્ટમેન્ટ ગોલ્ડ સમર્થિત ઈન્સ્ટ્રુમેન્ટ્સમાંથી અન્યત્ર ખસેડી રહ્યાં છે. આગામી સપ્તાહે મળનારી બેઠકમાં ફેડ રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરે તેવી શક્યતાં છે. ગ્લોબલ ગોલ્ડ ઈટીએફમાંથી કુલ આઉટફ્લો 1.7 અબજ ડોલરનો જળવાયો હતો. જેમાં યુરોપ ખાતે સૌથી ઊંચો 1.24 અબજ ડોલરનો આઉટફ્લો જોવા મળ્યો હતો. જોકે ભારતે વૈશ્વિક વલણથી વિરુધ્ધ ગોલ્ડ ઈટીએફમાં ચોખ્ખો ઈનફ્લો નોંધાવ્યો હતો. ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં 3.3 કરોડ ડોલરનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જ્યારે તેમનું હોલ્ડિંગ પણ એક ટકા વધી 2.5 અબજ ડોલર પર રહ્યું હતું. વોલ્યુમ સંદર્ભમાં જોઈએ તો તે 0.5 ટકાના સાધારણ વધારે 38 ટન પર જોવા મળ્યું હતું. ચીન ખાતે ગોલ્ડ ઈટીએફમાં 4.5 કરોડ ડોલરનો આઉટફ્લો નોંધાયો હતો. વોલ્યુમ સંદર્ભમાં ત્યાં 0.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 47 ટન રહ્યં હતું. સમગ્રતયા તેનું હોલ્ડિંગ 2.78 અબજ ડોલરના મૂલ્ય સાથે 47 ટકા પર હતું. ઊંડી આર્થિક મંદીનો સામનો કરી રહેવા યુનાઈટેડ કિંગ્ડમ ખાતે આઉટફ્લો 74 કરોડ ડોલર જળવાયો હતો. જ્યારબાદ યુએસ તે 54.1 કરોડ ડોલર અને સ્વિટ્ઝર્લેન્ડ ખાતે 21 કરોડ ડોલરનો આઉટફ્લો નોંધાયો હતો. મજબૂત ડોલર અને વધતાં યિલ્ડ્સ વચ્ચે ગોલ્ડના ભાવમાં છેલ્લાં પાંચ સપ્તાહ દરમિયાન 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેણે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ માટે નિરાશા ઊભી કરી છે. સમગ્રતયા ગોલ્ડ ઈટીએફ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ એક ટકો ઘટી 200 અબજ ડોલર પર જોવા મળી હતી. જ્યારે વોલ્યુમના સંદર્ભમાં તે 34 ટન જેટલો ઘટાડો દર્શાવતી હતી. ચાલુ કેલેન્ડરના પ્રથમ બે મહિના દરમિયાન ગ્લોબલ ગોલ્ડ ઈટીએફ્સે 3.4 અબજ ડોલર મૂલ્યના 61 ટન જથ્થાને ગુમાવ્યો છે.
ડિફોલ્ટર્સને લઈ ટિપ્સ આપવા પર સેબી 20 લાખ સુધીનું ઈનામ આપશે
ઈનામની રકમ ઈન્વેસ્ટર પ્રોટેક્શન એન્ડ એજ્યૂકેશન ફંડમાંથી પૂરી પાડવામાં આવશે
માર્કટ રેગ્યુલેટરે 515 ડિફોલ્ટર્સની યાદી પણ જાહેર કરી છે, જેને લઈને કોઈપણ વ્યક્તિ માહિતી પૂરી પાડી શકે છે.
ગૂનેગારો પાસેથી દંડ વસૂલીના હેતુથી કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ રિવોર્ડ સિસ્ટમ(ઈનામ)ની રજૂઆત કરી છે. જે મુજબ ડિફોલ્ટર અથવા તો નાદાર વ્યક્તિની એસેટ્સને લઈને માહિતી પૂરી પાડનારને સેબી રૂ. 20 લાખ સુધીનું ઈનામ આપશે. આ ઈનામની ચૂકવણી વચગાળાના તથા આખરી એમ બે તબક્કામાં કરવામાં આવશે.
વચગાળાના ઈનામના ભાગરૂપે જે એસેટ માટે ટિપ પૂરી પાડવામાં આવી હતી તેને માટે નિર્ધારિત કરવામાં આવેલી રિઝર્વ પ્રાઈસના અઢી ટકા અથવા રૂ. 5 લાખથી વધુ નહિ હોય. બેમાંથી જે ઓછું હશે તેની ચૂકવણી કરવામાં આવશે. જ્યારે આખરી ઈનામની રકમ રિકવર થયેલા ડ્યૂસના 10 ટકાથી અથવા રૂ. 20 લાથી વધુ નહિ હોય. બેમાંથી જે નીચું હશે તે ચૂકવાશે.
રિકવરી પ્રક્રિયા હેઠળ ડિફોલ્ટરની એસેટ્સને લઈને વિશ્વસનીય માહિતી પૂરી પાડનારને ઈનામની મંજુરી અંગે માર્ગદર્શિકાઓની રજૂઆત સાથે સેબીએ જણાવ્યું છે કે માહિતી પૂરી પાડનારની ઓળખ અથવા તેને ચૂકવવામાં આવેલા ઈનામની રકમ અંગે ગુપ્તતા જાળવવામાં આવશે. સેબીના જણાવ્યા મુજબ જે ડિફોલ્ટરની બાકી નીકળતી રકમને ‘ડિફિકલ્ટ ટુ રિકવર’ તરીકે સર્ટિફાઈડ કરવામાં આવી હશે તેને લઈને મૂળભૂત માહિતી પૂરી પાડનારને ઈનામ માટે યોગ્ય ગણવામાં આવશે. ડિફિકલ્ટ-ટૂ-રિકવર ડ્યૂઝ એ એવી રિકવરી રકમ છે જે તમામ પ્રકારની રિકવરી પધ્ધતિ અપનાવ્યાં પછી પણ રિકવર થઈ શકી નથી એમ સેબીએ જણાવ્યું છે. આ સાથે રેગ્યુલેટરે 515 ડિફોલ્ટર્સની યાદી પણ જાહેર કરી છે. જેને લઈને કોઈપણ વ્યક્તિ માહિતી પૂરી પાડી શકે છે.
વધુમાં ઈનામની યોગ્યતાની ભલામણના હેતુ માટે સેબી ઈન્ફોર્મન્ટ રિવોર્ડ કમિટિની રચના કરશે. જેમાં રિકવરી એન્ડ રિફંડ ડિપાર્ટમેન્ટના ચીફ જનરલ મેનેજર સહિત સંબંધિત રિકવરી ઓફિસરનો સમાવેશ થતો હશે. સાથે તેમાં અન્ય અધિકારીઓ પણ સમાવિષ્ટ હશે. ઈન્ફોર્મન્ટ રિવોર્ડ કમિટી ઈનામ માટે યોગ્યતા ધરાવતાં ઈન્ફોર્મેન્ટ્સ સંબંધી ભલામણ સક્ષમ ઓથોરિટીને પૂરી પાડશે. સાથે તે ઈનામ તરીકે કેટલી રકમ ચૂકવવી તે પણ નિર્ધારિત કરશે. સેબીના જણાવ્યા મુજબ ઈનામની રકમ ઈન્વેસ્ટર પ્રોટેક્શન એન્ડ એજ્યૂકેશન ફંડમાંથી ચૂકવવામાં આવશે. નવી માર્ગદર્શિકા 8 માર્ચથી અમલી બની હોવાનું સેબીએ જણાવ્યું હતું. સેબીના 2021-22ના વાર્ષિક અહેવાલ મુજબ માર્કેટ રેગ્યુલેટરે લ રૂ. 67,228 કરોડની રકમને ‘ડિફિકલ્ટ ટુ રિકવર’ તરીકે અલગ તારવી હતી.
ઈન્ડિયા રેટિંગ્સે AEL, અદાણી ગ્રીન માટે આઉટલૂક ઘટાડ નેગેટિવ કર્યું
રેટિંગ એજન્સીએ ઈન્ટરેસ્ટ રેટને લઈ જોખમો અને કેશ ફ્લોને લઈ ચિંતા વ્યક્ત કરી
ઈન્ડિયા રેટિંગ્સે અદાણી જૂથની બે કંપનીઓ, અદાણી એન્ટરપ્રાઈઝિસ(એઈએલ) અને અદાણી ગ્રીન એનર્જી માટે આઊટલૂકને ‘સ્ટેબલ’માંથી ‘નેગેટિવ’ કર્યું છે. જોકે તેણે બંને કંપનીઓ માટે લોંગ-ટર્મ ઈસ્યુઅર રેટિંગ એપ્લસ જાળવ્યું છે.
રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે એઈએલનું નેગેટિવ આઊટલૂક સુધારેલા કેપેક્સ પ્લાન્સ અને પ્રાપ્ય ફંડિંગ સ્રોતને કારણે બે ગણાથી નીચા ઈક્વિટી કવરને જોતાં કેશ ફ્લોને લઈને જોવા મળી રહેલી અનિશ્ચિતતા દર્શાવે છે. અદાણી એન્ટરપ્રાઈઝિસે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ(એનસીડી) મારફતે રૂ. 1000 કરોડ સુધી નાણા ઊભા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અદાણી ગ્રીનને લઈને નેગેટિવ આઉટલૂક આગામી ડેટ મેચ્યોરિટીઝના રિફાઈનાન્સિંગ, ઈન્ટરેસ્ટ રેટ રિસ્ક્સ, ઈક્વિટી મારફતે નાણા મેળવવા કેપિટલ માર્કેટની એક્સેસ સંબંધી જોખમો દર્શાવે છે. ઉપરાંત વર્તમાન અનલેવર્ડ એસેટ્સને નવેસરથી બોરાઈંગ્સ મારફતે લેવરેજિંગનું જોખમ પણ સૂચવે છે. એક ઈન્ક્યૂબેટર હોવાના કારણે અદાણી એન્ટરપ્રાઈઝિસ વિવિધ બિઝનેસિસ માટે મોટી માત્રામાં કેપિટલ કમિટમેન્ટ્સ ધરાવે છે. જોકે હવે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. તેના નવા બિઝનેસિસમાં અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એરપોર્ટ્સ અને રોડ્સનો સમાવેશ પણ થાય છે. રેટિંગ એજન્સીના અગાઉના એસેસમેન્ટ મૂજબ અદાણી એન્ટરપ્રાઈઝિસ દ્વારા 2023-24 અને 2024-25માં કુલ રૂ. 1,17,200 કરોડનું કેપેક્સ થવાનું હતું. જેનું હવે પુનઃ મૂલ્યાંકન થઈ રહ્યું હોવાનું મેનેજમેન્ટ જણાવી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઈઝિસ રૂ. 45000 કરોડનું કમિટેડ કેપેક્સ ધરાવતી હતી. જે માટે ફાઈનાન્સિયલ ક્લોઝર હાંસલ થઈ ચૂક્યું હતું. એજન્સીએ જણાવ્યું છે કે તે જૂથની સ્પર્ધાત્મક રેટ પર સાતત્યપૂર્વક નવું ડેટ મેળવવાની ક્ષમતાનું મોનીટરીંગ કરતી રહેશે. યુએસ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ બૂટીક જીક્યુજી પાર્ટનર્સને સેકન્ડરી માર્કેટ વેચાણ બાદ કંપનીના પ્રમોટર પાસે વધારાનું લિક્વિડિટી બફર પ્રાપ્ય છે. જે જોખમને કેટલેક અંશે ટાળી રહી છે.
સ્ટોક એક્સચેન્જ મારફતે બાયબેક પર સેબીએ લાગુ પાડેલા અંકુશો
બુધવારે જાહેર કરાયેલા નવા નિયમો મુજબ કંપની બીડ્સ, પ્રાઈસ અને વોલ્યુમ પ્લેસમેન્ટ નહિ કરી શે
કંપનીઓએ એક્સચેન્જ મારફતે બાયબેકમાં કુલ રકમના લઘુત્તમ 75 ટકા રકમ ખર્ચ કરવાની રહેશે
એસ્ક્રો એકાઉન્ટમાં જરૂરી ડિપોઝીટ્સના પાલનની જવાબદારી મર્ચન્ટ બેંકર્સની રહેશે
માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્ટોક એક્સચેન્જ મારફતે બાયબેક હાથ ધરથી કંપનીઓ પર નિયંત્રણો લાગુ પાડ્યાં છે. બુધવારે સેબીએ એક સર્ક્યુલરમાં આવી કંપનીઓને બીડ્સ, પ્રાઈસ અને વોલ્યુમના પ્લેસમેન્ટ પર અંકુશ લગાવ્યો હતો.
નિયંત્રણો હેઠળ કંપની તેના શેર્સમાં છેલ્લાં 10 ટ્રેડિંગ સત્રોના સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ(વેલ્યૂ સંદર્ભમાં)ના 25 ટકાથી વધુની ખરીદી નહિ કરી શકે એમ સેબીએ સર્ક્યુલરમાં નોંધ્યું છે. આ ઉપરાંત કંપની પ્રિ-ઓપન માર્કેટમાં બીડ મૂકી શકશે નહિ. તેમજ નિયમિત ટ્રેડિંગ સત્રની છેલ્લી 30 મિનિટ્સમાં પણ તે બીડિંગ કરી શકશે નહિ. કંપનીનો પર્ચેઝ ઓર્ડર પ્રાઈસ છેલ્લે ટ્રેડ થયેલી પ્રાઈસના એક ટકાની રેંજમાં જ હોવી જોઈશે. સેબીએ કંપનીઓને તથા નિમાયેલા બ્રોકર્સને નવી જોગવાઈઓના પાલનની ખાતરી માટે જણાવ્યું છે. સ્ટોક એક્સચેન્જિસ તેમના કોમ્પ્લાયન્સ પર દેખરેખ રાખશે અને જો તેમને કોઈ જોગવાઈઓનું પાલન થતું નહિ જણાય તો યોગ્ય દંડ અથવા અન્ય દંડાત્મક પગલાઓ લેવામાં આવશે. હાલમાં, કંપનીઓને બાયબેક માટે બે વિકલ્પો પ્રાપ્ય છે. એક સ્ટોક એક્સચેન્જ અને બીજો ટેન્ડર ઓફર. એસ્ક્રો એકાઉન્ટમાં ડિપોઝીટ્સ માટે માર્જિનની જરૂરીયાત સંદર્ભમં સેબીએ જણાવ્યું હતું કે એસ્ક્રો એકાઉન્ટમાં કેશ અથવા કેશ સિવાય અન્ય ડિપોઝીટ હોવી જોઈએ. એસ્ક્રો એકાઉન્ટમાં કેશ સિવાયના અન્ય સ્વરૂપમાં રહેલી ડિપોઝીટ્સમાં યોગ્ય હેરકટ લાગુ પડશે એમ સેબીએ જણાવ્યું છે.
સેબીએ નોંધ્યું છે કે બાયબેક ઓફર માટેના મર્ચન્ટ બેંકરે જ્યાં સુધી બાયબેકની સમગ્ર ઔપચારિક્તાઓ પૂર્ણ થાય નહિ ત્યાં સુધી એસ્ક્રો એકાઉન્ટમાં હેરકટ માટે જરૂરી પૂરતી રકમ પ્રાપ્ય હોય તેની ખાતરી આપવાની રહેશે. ફેબ્રુઆરીમાં રેગ્યુલેટરે શેર્સ બાયબેકના નિયમોમાં સુધારો કર્યો હતો. જેનો હેતુ બાયબેકની પ્રક્રિયાને સ્ટ્રીમલાઈન કરવાનો, રોકાણકારો માટે લેવલ પ્લેઈંગ ફિલ્ડ ઊભું કરવાનો તથા ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસને પ્રમોટ કરવાનો હતો. વધુમાં કંપનીઓએ સ્ટોક એક્સચેન્જ મારફતે હાથ ધરેલા બાયબેકમાં બાયબેક હેઠળ ઉપયોગમાં લેવાની થતી 75 ટકા રકમનો ઉપયોગ કરવાનો રહેશે. હાલમાં તેમણે 50 ટકા રકમનો ઉપયોગ કરવાનો રહે છે. ઉપરાંત, બાયબેક ઓફર્સને જ્યાં સુધી એક્સચેન્જિસ પર બાયબેકની મંજૂરી છે ત્યાં સુધી તેમણે સ્ટોક એક્સચેન્જ પર અલગ વિંડો મારફતે બાયબેક હાથ ધરવાનું રહેશે. બાયબેક ઓફર બજારભાવે હાથ ધરાતી હોવાના કારણે મોટાભાગના શેરધારકો માટે ઓફર હેઠળ તેમના શેર્સ સ્વીકાર થવા એ તકની વાત હોય છે. જોકે એક જ વિન્ડોના કિસ્સામાં શેર્સ બાયબેક હેઠળ વેચાયા હતાં કે ઓપન માર્કેટ હેઠળ વેચાયા હતાં તે અંગે સ્પષ્ટતા નથી થતી. આમ શેરધારકો બાયબેક્સમાંથી મળનારા લાભનો દાવો કરી શકતાં નથી. સુધારેલા બાયબેક નિયમો 9 માર્ચથી અમલમાં આવશે એમ સેબીએ જણાવ્યું હતું.
મુદ્રા લોન નવો વિક્રમ બનાવવાના માર્ગે
નાણા વર્ષ 2022-23ને પૂરા થવામાં લગભગ ત્રણેક સપ્તાહ બાકી છે ત્યારે મુદ્રા લોનનો આંકડો ગયા વર્ષના વિતરણને પાર કરી ગયો છે અને નવો વિક્રમ બનાવવાનો માર્ગે છે. આરબીઆઈના તાજા આંકડા મુજબ 3 માર્ચ, 2023 સુધીમાં કુલ રૂ. 3.56 લાખ કરોડની લોન્સને મંજૂરી આપવામાં આવી હતી. જેમાંથી રૂ. 3.48 લાખ કરોડનું વિતરણ થઈ ચૂક્યું હતું. ગયા નાણાકિય વર્ષ દરમિયાન મુદ્રા લોન હેઠળ રૂ. 3.39 લાખ કરોડની મંજૂરી આપવામાં આવી હતી. જેમાંથી રૂ. 3.31 લાખ કરોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. 2022-23માં મુદ્રા લોન રૂ. 3.8 લાખ કરોડથી રૂ. 4 લાખ કરોડ વચ્ચે રહેવાનો અંદાજ છે. જે નવો વિક્રમ હશે એમ મુદ્રા અધિકારી જણાવે છે.
માર્ચ ક્વાર્ટરમાં શ્રેષ્ઠ IBC રિકવરી જોવા મળી
મહામારી પછીના સમયગાળામાં ચાલુ માર્ચ ક્વાર્ટરમાં ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્ટ્રપ્સી કોડ(આઈબીસી) હેઠળ સૌથી સારી રિકવરી જોવા મળી રહી છે. સિંટેક્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સને કારણે રિકવરી ઊંચી જળવાય છે. આ બંને કંપનીઓની રેઝોલ્યુશન પ્રક્રિયાને કારણે કુલ રૂ. 6600 કરોડની રકમ રિકવર થશે. આને કારણે બેંકિંગ કંપનીઓના પ્રોવિઝન્સમાં રિવર્સલ જોવા મળશે અને તેમની બોટમલાઈન મજબૂત બનશે. તેમજ તેમની એસેટ ક્વોલિટીમાં સુધારો જોવાશે. સિંટેક્સ ઈન્ડસ્ટ્રીઝમાં બેંકોને તેમના રૂ. 7800 કરોડના દાવા સામે 48 ટકા રકમ રિકવર થઈ રહી છે. જ્યારે રિલાયન્સ હોમ ફાઈનાન્સના કિસ્સામાં લેન્ડર્સ રૂ. 11,200 કરોડની દાવાની રકમમાંથી 26 ટકા મેળવી રહ્યાં છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ફ્યુચર એન્ટરપ્રાઈઝિસઃ મુંબઈ સ્થિત એનસીએલટી કોર્ટે ફ્યુચર એન્ટરપ્રાઈઝિસ સામે ઈન્સોલ્વન્સી પ્રક્રિયાની મંજૂરી આપી હતી. કંપનીના ટ્રેડ ક્રેડિટર તરફથી કરાયેલી અરજીને માન્ય રાખી એનસીએલટીએ આમ કર્યું હતું. કોર્ટે જિતેન્દ્ર કોઠારીને ઈન્ટરિમ ઈન્સોલ્વન્સી પ્રોફેશ્નલ તરીકે નીમ્યાં હતાં. કિશોર બિયાણી પ્રમોટેડ કંપનીએ કુલ રૂ. 6700 કરોડનો બોરોઈંગ્સ સામે રૂ. 3369 કરોડમાં સેટલમેન્ટ માટે ઓફર કરી હતી. જોકે લેન્ડર્સ અને બિયાણી વચ્ચે સેટલમેન્ટ માટેની મંત્રણા વધુ પ્રગતિ કરી શકી નહોતી.
એસબીઆઈઃ ટોચના લેન્ડરે એડિશ્નલ ટિયર-1 બોન્ડ્સ મારફતે રૂ. 3717 કરોડ ઊભાં કર્યાં છે. બેંકે રોકાણકારોને 8.25 ટકાનો કૂપર રેટ ઓફર કર્યો હતો. બોન્ડ્સ 10-વર્ષનો કોલ ઓપ્શન ધરાવે છે. બોન્ડ્સમાંથી મળેલી રકમનો ઉપયોગ એટી-વન કેપિટલ માટે તથા બેંકના સમગ્રતયા કેપિટલ બેઝ માટે કરવામાં આવશે. ઈસ્યુમાં કુલ રૂ. 4537 કરોડના બીડ્સ પ્રાપ્ત બન્યાં હતાં. આમ તે રૂ. 2000 કરોડ સામે 2.27 ગણો ભરાયો હતો.
આઈઓસીઃ પીએસયૂ રિફાઈનર અને ઓઈલ માર્કેટ રિટેલર પશ્ચિમ બંગાળમાં હલ્દિયા સ્થિત રિફાઈનરીને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ તરીકે વિકસાવવા વિચારી રહી છે. કંપની સાતત્યતા સાથે નફાકારી કામગીરી જાળવવા માટે આમ વિચારી રહી છે. કંપનીનો સ્ટેન્ડ અલોન રિફાઈનીંગ બિઝનેસ નફા-નુકસાન વચ્ચે જોવા મળી રહ્યો છે. જ્યારે પેટ્રોકેમિકલ બિઝનેસ ઉમેરાવાથી તેને પૂરક આવક મળી રહેશે. કંપનીએ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ માટે હલ્દિયા ફર્ટિલાઈઝર કોર્પોરેશન પાસે જમીનની માગણી કરી છે. જેની ફેક્ટરી હાલમાં નિશ્ક્રિય અવસ્થામાં પડેલી છે.
એપ્ટસ વેલ્યૂઃ એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ ફાઈનાન્સે મુરુગપ્પા જૂથની ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ તરફથી તેને ટેકઓવર કરવાની અટકળોને રદિયો આપ્યો છે. એક્સચેન્જને ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું છે કે કંપની આ પ્રકારની કોઈપણ મંત્રણાનો ભાગ નથી. એપ્ટસમાં પ્રમોટર્સ 62.21 ટકાનો બહુમતી હિસ્સો ધરાવે છે. જેમાં 37 ટકા હિસ્સો યુએસ સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી કંપની વેસ્ટબ્રિજ કેપિટલ પાસે રહેલો છે.
રિલાયન્સ જીઓઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરની સબસિડિયરી રેડિસિસ કોર્પોએ મીમોસા નેટવર્ક્સની ખરીદી કર્યાનું જાહેર કર્યું છે. તેણે 6 કરોડ ડોલરમાં આ ખરીદી કરી છે. અગાઉ એરસ્પાન નેટવર્ક્સે 2018માં મીમોસા નેટવર્ક્સને ટેકઓવર કરી હતી. જેનો હેતુ કોસ્ટ-ઈફેક્ટિવ નેટવર્ક્સ સોલ્યુશન્સનો હતો. કંપની વાઈફાઈ5 અને વાઈફાઈ6ઈ પર આધારિત નેટવર્ક પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો ધરાવે છે. રિલાયન્સ જીઓ મિમોસાનો અગ્રણી કસ્ટમર હતો.
શ્રીરામ ફાઈનાન્સઃ એનબીએફસીમાં સ્મોલ કેપ વર્લ્ડ ફંડ ઈન્ક અને ન્યૂ વર્લ્ડ ફંડ ઈન્કે 70.98 લાખ શેર્સની ખરીદી કરી છે.
ભારત ફોર્જઃ ટોચની ફોર્જિંગ કંપનીએ મહારાષ્ટ્રમાં એમઆઈડીસી ચાકણ ખાતે ઈ-બાઈક મેન્યૂફેક્ચરિંગ સુવિધા શરૂ કર્યાંની જાહેરાત કરી છે.
એલેમ્બિક ફાર્માઃ ફાર્મા કંપનીએ જણાવ્યું છે કે તેણે પ્રાઝોસિન હાઈડ્રોક્લોરાઈડ કેપ્સ્યૂલ્સ માટે યુએસએફડી પાસેથી આખરી મંજૂરી મેળવી લીધી છે.
અદાણી જૂનઃ અદાણી ટ્રાન્સમિશનમાં પ્રમોટરે એસબીઆઈકેપ ટ્રસ્ટીની ફેવરમાં તેમની પાસેના 0.76 ટકા હિસ્સાનું પ્લેજ ઊભું કર્યું છે. તેમણે 6 માર્ચે શેર્સ પ્લેજ કર્યાં હતાં. અદાણી ગ્રીનમાં પણ 6 માર્ચે પ્રમોટરે 0.99 ટકા પ્લેજ ઊભું કર્યું છે.
ગોકલદાસ એક્સપોર્ટઃ ગાર્મેન્ટ કંપનીમાં ક્લિઅલ વેલ્થ કન્સલ્ટન્સી એસવીસીએસ બ્લોક ડીલ મારફતે તેના 8.25 ટકા હિસ્સાનું વેચાણ કરે તેવી શક્યતાં છે. કંપનીમાં બહુમતી હિસ્સો બ્લેક સ્ટોન ધરાવે છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.