બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ફેડ મિટિંગ પૂર્વે શેરબજારમાં સાવચેતીઃ ઊંચા મથાળે વેચવાલીનું દબાણ યથાવત
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ગગડી 13.47ના સ્તરે બંધ
પીએસઈ, એફએમસીજી, રિઅલ્ટી, ઓટોમાં મજબૂતી
મેટલ, ફાર્મા, બેંકિંગ, આઈટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં વેચવાલી ચાલુ
મારુતિ સુઝુકી, સીજી પાવર, સેફાયર ફૂડ નવી ટોચે
આઈઆઈએફએલ ફાઈનાન્સ, પેજ ઈન્ડ., એચયૂએલ નવા તળિયે
યુએસ ફેડ રિઝર્વની કેલેન્ડરની બીજી બેઠક અગાઉ શેરબજારમાં સાવચેતી જોવા મળી હતી. ભારતીય બજાર બે બાજુની વધ-ઘટ પછી સાધારણ પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 21800ની સપાટી સાચવી શક્યો હતો અને 22 પોઈન્ટ્સ મજબૂતી સાથે 21938ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ 90 પોઈન્ટ્સ સુધરી 72102ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થમાં સાધારણ સુધારો હતો. જોકે, સમગ્રતયા તે નેગેટિવ હતી. બીએસઈ ખાતે કુલ 3903 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2180 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં, જ્યારે 1609 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 86 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 79 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 4.54 ટકા ઘટાડે 13.47ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે યુએસ બજારો નવી ટોચ પર બંધ આવતાં એશિયન બજારોમાં ચીન અને હોંગ કોંગમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળતો હતો. જોકે, કોરિયન માર્કેટ નરમાઈ દર્શાવતું હતું. આ વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ આપ્યું હતું. જોકે, ત્યારપછી તે તરત ગબડ્યું હતું અને બેન્ચમાર્ક નિફટી ઈન્ટ્રા-ડે 21710ની સપાટીએ પટકાયો હતો. જ્યાંથી પરત થઈ 21931ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થઈ મોટાભાગનો સુધારો ગુમાવી સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. લોંગ ટ્રેડર્સ 21710ના નજીકના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે. જો ફેડની ટિપ્પણી પાછળ વૈશ્વિક બજારોમાં કોઈ મોટી વધ-ઘટ જોવાશે તો ભારતીય બજાર પણ વધુ ઘટાડો દર્શાવી શકે છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પોરેશન, નેસ્લે, ઓએનજીસી, એસબીઆઈ, બીપીસીએલ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એપોલો હોસ્પિટલ, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, તાતા સ્ટીલ, તાતા કન્ઝયૂમર પ્રોડક્ટ્સ, તાતા મોટર્સ, એક્સિસ બેંક, સિપ્લા, એચડીએફસી બેંક, યૂપીએલ, એચયૂએલ, હિંદાલ્કો, એચડીએફસી લાઈફ, એચસીએલ ટેક્નોલોજી, હીરોમોટોકોર્પમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો પીએસઈ, એફએમસીજી, રિઅલ્ટી, ઓટોમાં મજબૂતી જળવાય હતી. જ્યારે મેટલ, ફાર્મા, બેંકિંગ, આઈટીમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી પીએસઈ પોણો ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં ઓઈલ ઈન્ડિયા, એનએમડીસી, ભેલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈઓસી, એચપીસીએલ, ઓએનજીસી, બીપીસીએલ, ભારત ઈલેક્ટ્રીક, કોન્કોર, સેઈલ, ગેઈલ, નાલ્કો, એનએચપીસી, કોલ ઈન્ડિયા, એનટીપીસી પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. નિફ્ટી એફએમસીજી પણ અડધો ટકો સુધારો દર્શાવતો હતો. જેના ઘટકોમાં નેસ્લે, કોલગેટ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, આઈટીસી, યુનાઈટેડ સ્પિરિટ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર, મેરિકો, ડાબર ઈન્ડિયા, વરુણ બેવરેજિસ પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી ઓટો 0.25 ટકા સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ્સ, મધરસન, બોશ, એમએન્ડએમમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ઈન્ડસટાવર્સ 5 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત, આઈશર મોટર્સ, મારુતુ સુઝુકી, કમિન્સ, એનએમડીસી, ભેલ, ઓરોબિંદો ફાર્મા, આરબીએલ બેંક, ગ્લેનમાર્ક, મેટ્રોપોલીસ, પાવર ગ્રીડ કોર્પોરેશન, નેસ્લે, કોલગેટ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, આઈઓસી, એબીબી ઈન્ડિયામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, તાતા કેમિકલ્સ, હિંદુસ્તાન એરોનોટીક્સ, એસ્ટ્રાલ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા ફેશન, અબોટ ઈન્ડિયા, લૌરસ લેબ્સ, તાતા સ્ટીલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, તાતા મોટર્સ, આલ્કેમ લેબ, ભારત ફોર્જ, મેક્સ ફાઈનાન્સિયલ, હિંદ કોપરમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં મારુતિ સુઝુકી, સીજી પાવર, સેફાયર ફૂડનો સમાવેશ થતો હતો. જ્યારે આઈઆઈએફએલ ફાઈનાન્સ, પેજ ઈન્ડ., એચયૂએલ નવા તળિયા બનાવ્યાં હતાં.
મારુતિ સુઝુકીએ પ્રથમવાર રૂ. 12 હજારની સપાટી દર્શાવી
ટોચની કાર ઉત્પાદકનો શેર બુધવારે રૂ. 12025ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થઈ 3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 11941 પર બંધ રહ્યો
કંપનીનું માર્કેટ-કેપ રૂ. 3.75 લાખ કરોડે પહોંચ્યું
દેશમાં ટોચની કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીનો શેર બુધવારે પ્રથમવાર રૂ. 12000ની સપાટીને સ્પર્શ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે રૂ. 12025ની ટોચ દર્શાવી હતી. કામકાજની આખરમાં તે 2.97 ટકા સુધરી રૂ. 11941ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 3.75 લાખ કરોડ જોવા મળતું હતું. તાજેતરમાં વૈશ્વિક બ્રોકરેજ સીએલએસએના રિપોર્ટ મુજબ મારુતિ સીએનજી પીવી સેગમેન્ટમાં 72 ટકા હિસ્સા સાથે તેનું પ્રભુત્વ જાળવી રાખશે. સીએનજી પેસેન્જર વેહીકલ્સના વેચાણમાં વૃદ્ધિને કારણે મારુતિ અને તાત મોટર્સ જેવી કંપનીઓને લાભ થશે. 2023-24માં સીએનજી પીવી સેગમેન્ટનો બજાર હિસ્સો 15 ટકા પર હતો. જે 2029-30 સુધીમાં વધીને 22 ટકા પર પહોંચવાનો અંદાજ છે. જે મારુતિ સુઝુકી માટે લાભદાયી બની રહેશે.
નાણા વર્ષ 2023-24ના ડિસેમ્બર ક્વાર્ટરમાં મારુતિએ રૂ. 3130 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 33 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 15 ટકા વધી રૂ. 33310 કરોડ પર જોવા મળી હતી. જે અગાઉના વર્ષે રૂ. 29044 કરોડ પર હતી. કંપનીનો એબિટા 38 ટકા વધી રૂ. 3909 કરોડ પર રહ્યો હતો. કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં કુલ 4.66 લાખ વેહીકલ્સનું વેચાણ કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 8.2 ટકા ઊંચું હતું. આમાં સ્થાનિક ધોરણે 4.04 લાખ યુનિટ્સ જ્યારે નિકાસ બજારમાં 62 હજાર વેહીકલ્સનું વેચાણ કર્યું હતું.
ભારતી હેક્ઝાકોમ IPO મારફતે રૂ. 4300 કરોડ એકત્ર કરે તેવી શક્યતાં
કંપની રૂ. 28 હજાર કરોડના વેલ્યૂએશન સાથે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં બજારમાં પ્રવેશી શકે
ભારતી એરટેલની માલિકીની ભારતી હેક્ઝાકોમે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં આઈપીઓ સાથે બજારમાં પ્રવેશે તેવી શક્યતાં છે. કંપની રૂ. 28 હજાર કરોડના વેલ્યૂએશન સાથે આઈપીઓ મારફતે રૂ. 4300 કરોડ ઉઘરાવી શકે છે એમ વર્તુળો જણાવે છે. કંપનીને 19 માર્ચે માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી આઈપીઓ માટે મંજૂરી આપવામાં આવી હતી. કંપનીએ ફાઈલ કરેલા ડીઆરએચપી મુજબ ભારતી હેક્ઝાકોમમાં ભારતી એરટેલ 70 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે 30 ટકા હિસ્સો નોન-પ્રમોટર ટેલિકોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા પાસે છે. ટીસીઆઈએલ આઈપીઓમાં 10 ટકા હિસ્સાનું વેચાણ કરશે એમ વર્તુળોનું કહેવું છે. ભારતી હેક્ઝાકોમ કન્ઝ્યૂમર મોબાઈલ સર્વિસિઝ, ફિક્સ્ડ-લાઈન ટેલિફોન અને બ્રોડબેન્ડ સર્વિસિઝ ઓફર કરે છે. તે એરટેલ બ્રાન્ડ હેઠળ આ સેવા પૂરી પાડે છે. 2022-23માં કંપનીએ રૂ. 549.2 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 67.2 ટકાનો ઘટાડો સૂચવતો હતો. જોકે, કંપનીની આવક વાર્ષિક ધોરણે 21.7 ટકા વધી રૂ. 6579 કરોડ રહી હતી. 2023-24ના પ્રથમ છ મહિનામાં કંપનીનો નેટ પ્રોફિટ 64.6 ટકા ગગડી રૂ. 69.1 કરોડ પર નોંધાયો હતો. જે પાછળ ઊંચો ટેક્સ ખર્ચ અને અસાધારણ નુકસાન જવાબદાર હતું. કંપનીની આવક 8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3420.2 કરોડ પર રહી હતી.
જો ફેડ રેટ ઘટાડાને પાછો ઠેલશે તો બજારોમાં બાઉન્સની નહિવત શક્યતાં
ફેડ તરફથી હોકિશ ટોનના કિસ્સામાં શેરબજારમાં સેન્ટીમેન્ટ નરમ જળવાશે
યુએસ ફેડ એફઓએમસીની બેઠક બુધવારે પૂરી થશે. જ્યારપછી ફેડ ચેરમેન જેરોમ પોવેલ રેટને લઈને ટિપ્પણી કરશે. આજની બેઠકમાં ફેડ તરફથી રેટ સ્થિર જાળવવામાં આવશે તે નક્કી છે પરંતુ જો તે ચાલુ કેલેન્ડરના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રેટ ઘટાડાની શક્યતાં નકારશે તો શેરબજારોના સેન્ટીમેન્ટ પર નેગેટિવ અસર જોવા મળશે અને ભારતીય બજારમાં બાઉન્સની શક્યતાં ઘટશે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. હાલમાં ફેડના બેન્ચમાર્ક રેટ 5.25-5.5 ટકાની રેંજમાં જોવા મળી રહ્યાં છે. માર્કેટ વર્તુળો મેમાં અથવા જૂન બેઠકમાં રેટ ઘટાડાની અપેક્ષા રાખી રહ્યાં છે. જોકે, તાજેતરનો ઈન્ફ્લેશન ડેટા અપેક્ષાથી મજબૂત રહ્યો હોવાથી ફેડ તેના વલણને હોકિશ જાળવી શકે છે. ફેડના સભ્યો પણ 2 ટકાના ફુગાવાને ટાર્ગેટને મહત્વનો માની રહ્યાં છે.
એનાલિસ્ટ્સના મતે ફેડ રેટને લઈ નેગેટિવ સેન્ટીમેન્ટ ઉપરાંત સ્થાનિક સ્તરે ઊંચા વેલ્યૂએશન્સ, વર્ષાંતે પ્રોફિટ બુકિંગ, ટેક્સ બુકિંગ તથા સેબી તરફથી તાજેતરમાં આકરાં રેગ્યુલેટરી પગલાંઓ જેવી બાબતો પણ શેરબજારના સેન્ટીમેન્ટ પર અસરકર્તા રહેશે.
Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…
Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…
Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…
Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…
LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…
Did you know that starting your retirement planning in India before your 40s can make…
This website uses cookies.