બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં છ સત્રોની તેજી પર વિરામ, આખરી બે કલાકમાં વેચવાલી
વોલેટાલિટી ઈન્ડેક્સ એક ટકા ગગડી 15.92ના સ્તરે બંધ
પીએસયૂ બેંક ઈન્ડેક્સ, રિઅલ્ટી, મેટલમાં મજબૂતી
એનર્જી, પીએસઈ, આઈટી, ઓટોમાં વેચવાલી
એબીબી ઈન્ડિયા, ડીએલએફ, એલેમ્બિક ફાર્મા, ફિનિક્સ મિલ્સ, વરુણ બેવરેજિસ નવી ટોચે
વ્હર્લપુલ, પોલિપ્લેક્સ કોર્પ નવા તળિયે
ભારતીય શેરબજારમાં સતત છ સત્રોથી જોવા મળતી તેજી પર બ્રેક લાગી હતી. બુધવારે બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે ટોચ બનાવી ઊંધા માથે પટકાયો હતો અને નેગેટીવ બંધ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 434 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 142 પોઈન્ટ્સ ગગડી અનુક્રમે 72623 અને 22055ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી ફરી વળી હતી. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3942 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2451 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1391 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. 341 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક કે સર્વોચ્ચ બંધ દર્શાવ્યું હતું. જ્યારે 15 કાઉન્ટર્સે 52-સપ્તાહનું લો દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ એક ટકા ગગડી 15.92ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારે પોઝીટીવ નોંધ સાથે કામગીરીની શરૂઆત દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફઅટી 22249ની સર્વોચ્ચ ટોચ નજીક ખૂલ્યો હતો અને મોટાભાગનો સમય તેની આસપાસ ટ્રેડ દર્શાવતો જોવા મળ્યો હતો. જોકે, આખરી દોઢ કલાકમાં માર્કેટમાં ભારે વેચવાલી નીકળી હતી અને બેન્ચમાર્ક ઈન્ટ્રા-ડે 22 હજારની નીચે ઉતરી ગયો હતો. જોકે, આખરે તે 22 હજારની સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો. ટેકનિકલી માર્કેટને 22 હજારનો સપોર્ટ છે. જે અકબંધ છે ત્યાં સુધી માર્કેટમાં ઘટાડાની શક્યતાં ઓછી છે. લોંગ ટ્રેડર્સ 21850ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે. જેની નીચે માર્કેટ 21500 સુધી ઘટાડો દર્શાવી શકે છે. શોર્ટ માટે ઉતાવળ કરવી જોઈએ નહિ. એકવાર બેરિશ ટ્રેન્ડની ખાતરી પછી જ શોર્ટ પોઝીશન લઈ શકાય.
નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં તાતા સ્ટીલ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા કન્ઝ્યૂમર, એમએન્ડએમ, આઈસીઆઈસીઆઈ બેંક, સન ફાર્મા, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, નેસ્લે, એચયૂએલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, એનટીપીસી, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પોરેશન, વિપ્રો, ટેક મહિન્દ્રા, લાર્સન, એચડીએફસી લાઈફ, લાર્સન, એચડીએફસી લાઈફ, ઈન્ફોસિસ, ડિવિઝ લેબ્સ, એચસીએલ ટેકનોલોજીમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક ઈન્ડેક્સ, રિઅલ્ટી, મેટલમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, એનર્જી, પીએસઈ, આઈટી, ઓટોમાં વેચવાલી નીકળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 2 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સોભા, ડીએલએફ, ફિનિક્સ મિલ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, સનટેક રિઅલ્ટી, ગોજરેજ પ્રોપર્ટીઝમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક પણ 0.6 ટકા પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં યુનિયન બેંક, એસબીઆઈ, પંજાબ એન્ડ સિંધ, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક, યૂકો બેંક પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી મેટલ પણ પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. જોકે નિફ્ટી પીએસઈ 2.5 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં ભેલ, બીપીસીએલ, એચપીસીએલ, એનએમડીસી, આઈઓસી, પાવર ફાઈનાન્સ, ઓઈલ ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, આરઈસી, એનટીપીસી, આઈઆરસીટીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનએચપીસી, ગેઈલમાં નોંધપાત્ર વેચવાલી નીકળી હતી. નિફ્ટી એનર્જી પણ 1.7 ટકા ઘટાડો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી મિડિયા 5 ટકા જેટલો તૂટ્યો હતો. નિફ્ટી આઈટી 1.6 ટકા ગગડ્યો હતો. નિફ્ટી ઓટો 0.5 ટકાનો ઘટાડો સૂતવતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એબીબી ઈન્ડિયા 10 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, પિરામલ એન્ટરપ્રાઈઝ, ડીએલએફ, તાતા સ્ટીલ, ગોદરેજ પ્રોપર્ટી, ગુજરાત ગેસ, બર્ગર પેઈન્ટ્સ, ઈન્ડિયન હોટેલ્સ, જિંદાલ સ્ટીલ, એસબીઆઈ, હેવેલ્સ ઈન્ડિયા, જેકે સિમેન્ટ, ઓબેરોય રિઅલ્ટી, ઈન્ડસઈન્ડ બેંક, લ્યુપિનમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ઝી એન્ટરટેઈનમેન્ટ, જીએમઆર એરપોર્ટ્સ, એમ્ફેસિસ, ભેલ, વોડાફોન, બોશ, બીપીસીએલ, એચપીસીએલ, એનએમડીસી, આઈઓસી, પાવર ફાઈનાન્સ, કોલ ઈન્ડિયા, આરઈસી, એનટીપીસી, હીરો મોટોકોર્પમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એબીબી ઈન્ડિયા, ડીએલએફ, એલેમ્બિક ફાર્મા, ફિનિક્સ મિલ્સ, વરુણ બેવરેજિસ, સીએએમએસ, ઈન્ડિયન હોટેલ્સ, એસબીઆઈનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, વ્હર્લપુલ, પોલિપ્લેક્સ કોર્પ નવા તળિયા બનાવ્યાં હતાં.
ભારત એશિયન ઈક્વિટીઝ માટે નવા યુગનો સુકાનીઃ જોનાથન ગાર્નર
મોર્ગન સ્ટેનલીના ગાર્નરના મતે ભારતીય બજારની તેજીનું કારણ અર્નિંગ્સ ગ્રોથ અને જીડીપી ગ્રોથ
એશિયન તથા ઈમર્જિંગ માર્કેટ ઈક્વિટીઝ ભારત અને ત્યારપછી જાપાનના નેતૃત્વ હેઠળ એક નવા યુગમાં પ્રવેશ્યાં છે. આ બંને બજારો મજબૂત અર્નિંગ્સ ગ્રોથ અને નોમીનલ જીડીપી ગ્રોથના સહારે મજબૂત સેક્યૂલર બુલ માર્કેટમાં જોવા મળે છે એમ મોર્ગન સ્ટેનલીના એશિયા અને ઈમર્જિંગ માર્કેટના ચીફ ઈક્વિટી સ્ટ્રેટેજીસ્ટ જોનાથન ગાર્નરનું કહેવું છે.
જો ભારતીય કંપનીઓએ તાજેતરના ક્વાર્ટર માટે રજૂ કરેલા પરિણામો પર નજર કરીએ તો તે વાર્ષિક ધોરણે 23 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ મજબૂત ફંડામેન્ટલ્સ જ તેજીનું ચાલક બળ છે. જે ચીનથી તીવ્ર વિરોધાભાસ દર્શાવે છે. ચાઈનીઝ કંપનીઓ વર્તમાન ડિફ્લેશ્નરી માહોલમાં અર્નિંગ્સ વૃદ્ધિ દર્શાવવામાં નિષ્ફળ રહી છે એમ ગાર્નર ઉમેરે છે. ચીન સાથે સરખામણીના જવાબમાં ગાર્નરે જણાવ્યું હતું કે તે ભારતથી સંપૂર્ણપણે અલગ ચિત્ર દર્શાવે છે. ભારત હાલમાં મજબૂત જીડીપી ગ્રોથ અને મજબૂત કેપિટલ ફ્લોની સાઈકલમાંથી પસાર થઈ રહ્યો છે. ભારતમાં મેક્રો રિફોર્મ એજન્ડાને પરિણામે સ્થિર ઈન્ટરેસ્ટ રેટ અને એક્સચેન્જ રેટ્સ જોવા મળી રહ્યો છે. જેને કારણે ખૂબ મજબૂત મેક્રો બેલેન્સ ઊભું થયું છે. જે સાતત્યસભર તેજીનું માર્કેટ સર્જી રહ્યું છે.
2027 સુધીમાં ભારત 5 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશેઃ જેફરિઝ
યુએસ ડોલર સંદર્ભમાં ભારત છેલ્લાં 10 અને 20 વર્ષોમાં 10-12 ટકાના દરે વૃદ્ધિ દર્શાવી રહ્યું છે
2030 સુધીમાં શેરબજારનું માર્કેટ-કેપ 10 ટ્રિલિયન ડોલરને સ્પર્શશે
વૈશ્વિક બ્રોકરેજ જેફરિઝના મતે ભારત 2027 સુધીમાં 5 ટ્રિલીયન ડોલર સાથે વિશ્વમાં ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે. આ માટે મુખ્ય કારણોમાં સતત જીડીપી ગ્રોથ, સહાયકારી જીઓપોલિટીક્સ, વધતું માર્કેટ-કેપ, સતત આર્થિક સુધારા અને મજબૂત કોર્પોરેટ કલ્ચર કારણભૂત હશે.
જેફરિઝના રિપોર્ટ મુજબ છેલ્લાં 10 વર્ષોમાં ભારતીય જીડીપી સરેરાશ 7 ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ પામી 3.6 અબજ ડોલરે પહોંચી છે. જે સાથે તે આઁઠમા ક્રમેથી પાંચમા ક્રમે જોવા મળ છે. આગામી ચાર વર્ષોમાં ભારતનો જીડીપી 5 ટ્રિલીયન ડોલરને સ્પર્શે તેવી શક્યતાં છે. 2027 સુધીમાં તે ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે. તે જાપાન અને જર્મનીને પાછળ રાખશે એમ જેફરિઝના ઈન્ડિયા ઈક્વિટી એનાલિસ્ટ મહેશ નંદુરકર જણાવે છે. ભારત યુએસ ડોલરના સંદર્ભમાં પાછલા 10 અને 20 વર્ષોથી સતત 10-12 ટકાના દરે વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. હાલમાં ભારત વિશ્વમાં પાંચમા ક્રમનું મોટું ઈક્વિટી માર્કેટ છે અને 2030 સુધીમાં તેનું માર્કેટ-કેપ 10 ટ્રિલીયન ડોલર પર જોવા મળે તેવી શક્યતાં છે.
જેફરિઝના મતે સતત આર્થિક સુધારાઓને કારણે ભારતમાં ઊંચી વૃદ્ધિ જળવાય રહેવી જોઈએ. સ્થાનિક માર્કેટમાં ઊંચા મૂડી પ્રવાહને કારણે વોલેટિલિટી ઘટી છે. તેમજ ઈક્વિટી માર્કેટમાં વિદેશી માલિકી દાયકાના તળિયા પર જોવા મળે છે. જે વેલ્યૂએશનને એક સપોર્ટ પૂરો પાડી રહી છે. કોર્પોરેટ સેક્ટર પણ રિટર્ન ઓન એસેટ્સ પર ધ્યાન આપી રહ્યું છે. જે રોકાણકારો માટે સૌથી પોઝીટીવ બાબત છે.
ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મ પર રિટેલ પાર્ટિસિપેશનમાં 40 ટકા વૃદ્ધિ
ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મ્સ પર નાણા વર્ષ 2023-24માં રિટેલ પાર્ટિસિપેશન 30-40 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. જ્યારે તેમના તરફથી રોકાણ કરવામાં આવેલી કુલ રકમમાં 60-80 ટકાનો ઉછાળો નોંધાયો છે એમ એનાલિસીસ સૂચવે છે. આ માટેના મુખ્ય કારણ તરીકે ઈન્વેસ્ટમેન્ટમાં સરળતાને દર્શાવવામાં આવ્યું છે. તાજેતરના વર્ષોમાં ડેટ માર્કેટમાં રિટેલ અને એચએનઆઈ તરફથી રોકાણમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. ફિક્સ્ડ-ઈન્કમ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં તેમનો રસ વધ્યો છે. આ માટે નિયમનકારી પગલાઓ અને ડિજિટાઈઝેશન કારણભૂત હોવાનું નિષ્ણાતો જણાવે છે. ભારતમાં ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મ્સ કંપનીઓમાં વેબસાઈટ્સ અથવા મોબાઈલ એપ્લિકેશન્સ ધરાવતી કંપનીઓનો સમાવેશ થાય છે. જેઓ બોન્ડ્સ અથવા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનું વેચાણ કરે છે. ખાસ કરીને તેઓ રિટેલ ઈન્વેસ્ટર્સને વેચાણ કરે છે. આવા ડેટ સાધનોમાં બેંક બોન્ડ્સ, ગવર્મેન્ટ ગેરંટેડ બોન્ડ્સ, સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ, સોવરિન ગોલ્ડ બોન્ડ્સ, રિઅલ એસ્ટેટ બોન્ડ્સ અને પબ્લિક ઈસ્યુ બોન્ડ્સનો સમાવેશ થાય છે.
Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…
Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…
Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…
Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…
LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…
Did you know that starting your retirement planning in India before your 40s can make…
This website uses cookies.