બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
જૂનમાં રેટ કટના આશાવાદે શેરબજારોમાં બાઉન્સ
તાઈવાન, કોરિયા, હોંગ કોંગ જેવા બજારોમાં 2 ટકાની મજબૂતી
જાપાનનો નિક્કાઈ 40823ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 7.1 ટકા ગગડી 12.51ના સ્તરે બંધ
જાહેર સાહસો, મેટલ, રિઅલ્ટી, એનર્જી, ઓટો, બેંકિંગમાં મજબૂતી
બ્રોડ માર્કેટમાં ખરીદી પરત ફરી
હિતાચી એનર્જી, સીજી પાવર, થર્મેક્સ, કમિન્સ ઈન્ડિયા નવી ટોચે
આઈઆઈએફએલ ફાઈનાન્સ, એચયૂએલ નવા તળિયે
યુએસ ફેડ રિઝર્વ ચેરમેન જેરોમ પોવેલે બુધવારે માર્ચ મહિનાની પોલિસી બેઠકમાં ચાલુ કેલેન્ડરમાં ત્રણ રેટ કટની શક્યતાં ઊભી હોવાનું જણાવતાં શેરબજારોમાં તેજી જોવા મળી હતી. યુએસ બજારો તેમની સર્વોચ્ચ ટોચ પર બંધ આવ્યાં હતાં. જેની પાછળ એશિયન બજારોમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય બેન્ચમાર્ક્સ પોણા ટકા મજબૂતી સાથે બંધ રહ્યાં હતાં. બેન્ચમાર્ક સેન્સેક્સ 540 પોઈન્ટ્સ ઉછળી 72641ની સપાટીએ જ્યારે નિફ્ટી 173 પોઈન્ટ્સ ઉછળી 22012ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ તેજી પરત ફરી હતી. બીએસઈ ખાતે કુલ 3926 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2758 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1061 કાઉન્ટર્સમાં વેચવાલી જોવા મળી હતી. 101 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 54 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7.1 ટકા ગગડી 12.51ના સ્તરે બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં મજબૂતી પાછળ ભારતીય બેન્ચમાર્ક્સ ગેપ-અપ ઓપનીંગ પછી વધુ સુધર્યાં હતાં. જોકે દિવસની મધ્યમાં તેઓ વેચવાલી પાછળ થોડા દબાયા હતાં પરંતુ તેજીવાળાઓનો હાથ ઉપર રહેતાં કામકાજની આખરમાં 0.8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી 22081ની સર્વોચ્ચ ટોચ દર્શાવી 22 હજાર પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફયુચર 117 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22119ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રના 80 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 37 પોઈન્ટ્સ વૃદ્ધિ સૂચવે છે. જે માર્કેટમાં લોંગ પોઝીશનમાં વૃદ્ધિ થયાનું સૂચવે છે. અલબત્ત, માર્કેટમાં સુધારો એક દિવસીય હોય શકે છે. ફોલો-અપ બાઈંગના અભાવે માર્કેટ ફરી ઘસારો દર્શાવી શકે છે. હાલમાં, 21800ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં બીપીસીએલ, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, તાતા મોટર્સ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, સિપ્લા, ગ્રાસિમ, ટેક મહિન્દ્રા, લાર્સન, વિપ્રો, અદાણી પોર્ટ્સ, આઈટીસી, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, એલટીઆઈમાઈન્ડટ્રી, એસબીઆઈ લાઈફ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, કોટક બેંક વગેરેનો સમાવેશ થતો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી માત્ર સાત કાઉન્ટર્સ જ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જેમાં ભારતી એરટેલ, એચડીએફસી લાઈફ, ઓએનજીસી, મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઈન્ટ્સ અને ઈન્ફોસિસનો સમાવેશ થતો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો જાહેર સાહસો, મેટલ, રિઅલ્ટી, એનર્જી, ઓટો, બેંકિંગમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 3.51 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં પાવર ફાઈનાન્સ 7 ટકા ઉછળ્યો હતો. બીજી બાજુ, આરઈસી, નાલ્કો, ભેલ, ભારત ઈલે., હિંદુસ્તાન એરોનોટીક્સ, ઓઈલ ઈન્ડિયા, સેઈલ, એચપીસીએલ, કોન્કોર, આઈઓસી, બીપીસીએલ, એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઈન્ડિયા, એનએચપીસી, એનએમડીસીમાં ભારે ખરીદી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ત્રણ ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં સોભા, ગોદરેજ પ્રોપર્ટી, ડીએલએફ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ઓબેરોય રિઅલ્ટી, હેમિસ્ફીઅર, સનટેક રિઅલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટમાં ખરીદી નીકળી હતી. નિફ્ટી મેટલ 2.5 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં મોઈલ, નાલ્કો, જિંદાલ સ્ટીલ, સેઈલ, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાંત, એનએમડીસીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 1.5 ટકા સુધારો દર્શાવતો હતો. જેના ઘટકોમાં અશોક લેલેન્ડ, મધરસન સુમી, તાતા મોટર્સ, બજાજ ઓટો, આઈશર મોટર્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક 2.1 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં ઈન્ડિયન બેંક 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સેન્ટ્રલ બેંકમાં મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો મૂથૂત ફાઈનાન્સ 7.1 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત, પાવર ફાઈનાન્સ, હિંદ કોપર, આરઈસી, જીએમઆર એરપોર્ટ્સ, નાલ્કો, ભેલ, એલએન્ડટી ટેક્નોલોજી, પોલીકેબ, ભારત ઈલે., જિંદાલ સ્ટીલ, સિમેન્સ, એલએન્ડટી ફાઈ., સેઈલ, એચપીસીએલ, નવીન ફ્લોરિન, આઈઓસી, આરબીએલ બેંક, ઈન્ફો એજ, ગોદરેજ પ્રોપર્ટીઝમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, પેટ્રોનેટ એલએનજી, ભારતી એરટેલ, એચડીએફસી લાઈફ, ઓએનજીસી, મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસ ટાવર્સ, શ્રીરામ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, અબોટ ઈન્ડિયા, ઈન્ફોસિસમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં હિતાચી એનર્જી, સીજી પાવર, થર્મેક્સ, કમિન્સ ઈન્ડિયા, એવન્યૂ સુપરમાર્ટ, ભારતી એરટેલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આઈઆઈએફએલ ફાઈનાન્સ, એચયૂએલ નવા તળિયે ટ્રેડ થયાં હતાં.
સેબીએ T+0 સેટલમેન્ટ માટેનું ફ્રેમવર્ક રજૂ કર્યું
શરૂઆતમાં 25 સ્ક્રિપ્સ અને મર્યાદિત ટ્રેડ ટાઈમિંગ સાથે આરંભ કરાશે
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ગુરુવારે ટીપ્લસઝીરો(T+0) સેટલમેન્ટ માટેના બેટા વર્ઝનના ફ્રેમવર્કને રજૂ કર્યું હતું. જેમાં T+0 સેટલમેન્ટની શરૂઆત 25 સ્ક્રિપ્સ સાથે કરવામાં આવશે. તેમજ મર્યાદિત સ્ટોક બ્રોકર્સ સાથે તેને રજૂ કરાશે. તમામ રોકાણકારોને આ સેગમેન્ટમાં ભાગ લેવાની છૂટ હશે. જે માટેનો સમયગાળો 9-15થી 1-30 સુધીનો રહેશે. સેબીના બોર્ડે 15 માર્ચે તેના નિર્ણયને મંજૂરી આપી હતી.
21 માર્ચે એક સર્ક્યુલરમાં સેબીએ જણાવ્યું હતું કે બોર્ડની મંજૂરીને આધીન ટીપ્લસઝીરો સેટલમેન્ટના બીટા વર્ઝનના ફ્રેમવર્કને રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે. શરૂમાં આ સેટલમેન્ટ વૈકલ્પિક બની રહેશે. અને ઈક્વિટી કેશ સેગમેન્ટની 25 સ્ક્રિપ્સનો તેમાં સમાવેશ કરાશે. સર્ક્યુલરમાં માર્કેટ ઝડપી સેટલમેન્ટ સાઈકલ માટે તૈયાર છે તેની વિગતો આપવામાં આવી હતી. તેમજ તે રોકાણકારોને કેવી રીતે સહાયરૂપ થશે તે પણ જણાવવામાં આવ્યું હતું.
સેબીએ વિદેશી બજારમાં રોકાણ કરતાં ETFsમાં MFને નવા નાણા સ્વીકારવા ના પાડી
વિદેશમાં રોકાણ કરતાં મ્યુચ્યુલ ફંડ્સની ઉપરી મર્યાદા 7 અબજ ડોલરની છે. જ્યારે ઓવરસીઝ ઈટીએફ્સ માટે અલગથી એક અબજ ડોલરની મર્યાદા છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઓફ ઈન્ડિયા(એમ્ફી)ને ઓવરસિઝ ઈટીએફ્સમાં રોકાણ કરતાં ફંડ્સને નવો ઈનફ્લો નહિ સ્વીકારવા જણાવ્યું છે. આમ કરવા પાછળનું કારણ વિદેશી બજારમાં રોકાણ કરતાં ઈટીએફ્સ માટેની એક અબજ ડોલરની મર્યાદા પૂરી થવામાં હોવાનું છે. લગભગ બે વર્ષ અગાઉ વિદેશ બજારમાં રોકાણ કરતાં મ્યુચ્યુલ ફંડ્સ માટેની સાત અબજ ડોલરની મર્યાદા પણ પૂરેપૂરી વપરાઈ ચૂકી હતી. જેને કારણે સેબીએ ફંડ્સને નવો ફ્લો સ્વીકારવા પર રોક લગાવી પડી હતી.
સેબીએ એમ્ફીને 20 માર્ચે આ અંગેનો પત્ર પાઠવ્યો હતો. હાલમાં વિદેશી શેરબજારમાં બે પ્રકારની ફંડ સ્કિમ્સ રોકાણ કરે છે. એક તો વિદેશી બજાર માટેના મ્યુચ્યુલ ફંડ્સ બહારના બજારોમાં સીધું રોકાણ કરે છે. જેમની કુલ મળીને સાત અબજ ડોલરની મર્યાદા છે. જ્યારે અન્ય વિકલ્પ ઓવરસીઝ ઈટીએફ્સનો છે. જેઓ એક અબજ ડોલરની મર્યાદામાં રોકાણ કરી શકે છે. આ ઈટીએફ્સ ફંડ ઓફ ફંડ્સ હોય છે. જેઓ વિદેશમાં ઈટીએફ્સના યુનિટ્સમાં રોકાણ કરે છે.
હાલમાં દેશમાં 77 મ્યુચ્યુલ ફંડ્સ સ્કિમ્સ છે. જે વિદેશી બજારમાં રોકાણ કરે છે. સેબીએ 2023માં એક રાહતમાં ફંડ હાઉસિસને તેમનું એસેટ અન્ડર મેનેજમેન્ટ મહત્તમ મર્યાદાથી ઘટે તો નવો ઈનફ્લો સ્વિકારવાની છૂટ આપી હતી. આમ, મહત્તમ મર્યાદાને આધારે તેઓ નવા નાણા સ્વિકારી શકતાં હોય છે.
શાપૂરજી પાલોનજી જૂથ બેંક્સ પાસેથી 2.4 અબજ ડોલરનું ડેટ મેળવશે
જૂથ આ નાણાનો ઉપયોગ જૂના ડેટના રિફાઈન્સિંગમાં કરશે
જૂથ પીએસયૂ કંપની પાવર ફાઈનાન્સ પાસેથી રૂ. 15 હજાર કરોડ સુધીનું ડેટ મેળવે તેવી શક્યતાં
શાપૂરજી પાલોનજી જૂથ લેન્ડર્સ પાસેથી 2.4 અબજ ડોલર(રૂ. 20 હજાર કરોડ) સુધીનું ઋણ મેળવવા માટેની વિચારણા ચલાવી રહ્યું છે. આ લેન્ડર્સમાં જાહેર સાહસ પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનો સમાવેશ પણ થાય છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. વર્તુળોના મતે પાવર ફાઈનાન્સ કોર્પોરેશન પાસેથી રૂ. 15 હજાર કરોડના જંગી ડેટ માટે વિચારણા ચાલી રહી છે. હાલમાં, આ અંગે આખરી નિર્ણય નથી લેવાયો અને તેમાં ફેરફાર સંભવ છે. જૂથ ડેવિડનસ કેમ્પનેર કેપિટલ મેનેજમેન્ટ અને સર્બેરસ કેપિટલ મેનેજમેન્ટ પાસેથી નાણા લેવા માટે પણ શક્યતાં ચકાસી રહ્યું છે એમ વર્તુળો ઉમેરે છે. આ નવું ઋણ મુખ્યત્વે ખાનગીરીતે ફાળવાયેલા રૂપી-બોન્ડ સ્વરૂપનું હશે. લેન્ડર્સ પાસેથી મેળવવામાં આવનારા નાણાનો ઉપયોગ એસપી જૂથના મુખ્ય ઈન્વેસ્ટમેન્ટ વેહીકલ સ્ટર્લીંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પના ડેટને આંશિક રીતે રિફાઈનાન્સ કરવામાં કરાશે. જૂથે તાતા સન્સના શેર્સ સામે આ ડેટ લીધું હતું. સ્ટર્લિંગ તાતા સન્સમાં 9.1 ટકા હિસ્સો ધરાવે છે. ગયા વર્ષે એસપી જૂથની અન્ય કંપની ગોસ્વામી ઈન્ફ્રાટેકે રૂ. 14300 કરોડ ઊભા કર્યાં હતાં. જે સૌથી મોટા લો-રેટેડ લોકલ કરન્સી બોન્ડ હતાં.
Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…
Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…
Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…
Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…
LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…
Did you know that starting your retirement planning in India before your 40s can make…
This website uses cookies.