બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં અન્ડરટોન મજબૂતઃ તેજીવાળાઓની પકડ મજબૂત
નિફ્ટી 22400 પર બંધ આપવામાં નિષ્ફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 20 ટકા ગગડી 10.19ના સ્તરે બંધ
ઓટો, આઈટી, એફએમજીસી સહિતના ક્ષેત્રોમાં મજબૂતી
બ્રોડ માર્કેટમાં ખરીદી પાછળ બીજા દિવસે પોઝીટીવ બ્રેડ્થ જોવાઈ
તેજસ નેટવર્ક્સ, કોચીન શીપયાર્ડ, બીએસઈ, અમરારાજા, એબી કેપિટલ નવી ટોચે
ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે પોઝીટીવ સેન્ટીમેન્ટ જોવા મળ્યું હતું. સાંકડી રેંજમાં અથડાયાં પછી બેન્ચમાર્ક્સે ગ્રીન ઝોનમાં બંધ દર્શાવ્યું હતું. સેન્સેક્સ 90 પોઈન્ટ્સ સુધરી 73738ની સપાટીએ જ્યારે નિફ્ટી 32 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 22368 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સતત બીજા સત્રમાં ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3934 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2338 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1475 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 257 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 9 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 20 ટકા ગગડી 10.19ના છેલ્લાં ઘણા મહિનાઓના તળિયે બંધ જોવા મળ્યો હતો.
એશિયન બજારોમાં ચીન સિવાયના બજારોમાં મજબૂતી જોવા મળી હતી. જેની વચ્ચે ભારતીય બજારે પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 22336ના બંધ સામે 22447ની સપાટીએ ખૂલ્યાં પછી સાંકડી રેંજમાં અથડાતો રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 22349નું તળિયું બનાવ્યું હતું અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી સ્પોટની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 22355 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જે 13 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટ સૂચવે છે. આમ, અગાઉના સત્રની સરખામણીમાં પ્રિમીયમમાં 35 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો. જે લોંગ પોઝીશનમાં ઘટાડાનો સંકેત છે. આમ, માર્કેટમાં સાવચેતી દાખવવી જરૂરી છે. બેન્ચમાર્કને 22400નો નજીકનો અવરોધ છે. જેના સ્ટોપલોસે શોર્ટ પોઝીશન જાળવી શકાય. જ્યારે લોંગ ટ્રેડર્સે 22200નો સ્ટોપલોસ જાળવવાનો રહેશે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં ગ્રાસિમ, ભારતી એરટેલ, નેસ્લે, મારુતુ સુઝુકી, એચસીએલ ટેક્નોલોજી, તાતા મોટર્સ, એનટીપીસી, આઈશર મોટર્સ, એશિયન પેઈન્ટ્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, એચયૂએલ, બ્રિટાનિયા, આઈટીસી, એસબીઆઈ, ડિવિઝ લેબ્સ, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પોરેશનનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, સન ફાર્મા, બીપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, હિંદાલ્કો, ડો. રેડ્ડીઝ લેબ્સ, એચડીએફસી લાઈફ, એપોલો હોસ્પિટલમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો તમામ સેક્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જેમાં એફએમસીજી, આઈટી, ઓટો મુખ્ય હતાં. એફએમસીજી ઈન્ડેક્સના ઘટકોમાં નેસ્લે, કોલગેટ, એચયૂએલ, બ્રિટાનિયા, આઈટીસી, યુનાઈટેડ સ્પિરિટ્સ નોંધપાત્ર ખરીદી સૂચવતાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.52 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં કોફોર્જ, એચસીએલ ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, પર્સિસ્ટન્ટ, એલએન્ડટી ટેક્નોલોજી, એમ્ફેસિસ, ટીસીએસ, વિપ્રોમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો પણ અડધો ટકો સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં મારુતુ સુઝુકી, તાતા મોટર્સ, આઈશર મોટર્સ, અશોક લેલેન્ડ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટરમાં સુધારો નોંધાયો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટન વાત કરીએ તો વોડાફોન આઈડિયા 12 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત, આદિત્ય બિરલા ફાઈનાન્સ, એબી કેપિટલ, ગ્રાસિમ, ઓબેરોય રિઅલ્ટી, ભારતી એરટેલ, બાયોકોન, અંબુજા સિમેન્ટ્સ, ઈન્ડિયન હોટેલ્સ, એમસીએક્સ ઈન્ડિયા, દિપક નાઈટ્રેટ, નવીન ફ્લોરિન, આરતી ઈન્ડસ્ટ્રીઝ, આઈઈએક્સ, ઈન્ડુસ ટાવર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, એમએન્ડએમ ફાઈ., સન ફાર્મા, એબીબી ઈન્ડિયા, ઓરેકલ ફાઈ., અબોટ ઈન્ડિયા, હિંદ કોપર, એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી, લ્યુપિનમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં તેજસ નેટવર્ક્સ, કોચીન શીપયાર્ડ, બીએસઈ, અમરારાજા, એબી કેપિટલ, સોભા, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, લિંડે ઈન્ડિયા, સીડીએસએલ, અપાર ઈન્ડ., ગ્રાસિમ, ભારતી એરટેલ, એમસીએક્સ ઈન્ડિયા, ઈન્ડુસ ટાવર્સ, સ્ટર્લિંગ વિલ્સન, મેટ્રોપોલીસનો સમાવેશ થતો હતો.
ગીગાવોટ બેટરી પ્રોડક્શન માટે RIL, JSW નીઓ સહિત સાતનું બીડીંગ
કેન્દ્રિય હેવી ઈલેક્ટ્રીકલ્સ મંત્રાલયના મતે સાત કંપનીઓએ કુલ 70 ગીગાવોટની ક્ષમતા માટે કરેલી અરજી
કેન્દ્રિય હેવી ઈલેક્ટ્રીકલ્સ મંત્રાલયે ઈલેક્ટ્રીક વેહીકલ(ઈવી) બેટરીના ઉત્પાદન માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ્સ(પીએલઆઈ)ના રિબિડીંગ માટેના વૈશ્વિક ટેન્ડર હેઠળ સાત બીડ્સની જાહેરાત કરી હતી. આ બેટરીઝમાં 10 ગીગાવોટ અવર્સ એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ્સ(એસીસી)નો સમાવેશ થાય છે.
બીડર્સમાં એસીએમઈ ક્લિનટેક સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, અમર રાજા એડવાન્સ્ડ સેલ ટેક્નોલોજિસ પ્રાઈવેટ, એન્વી પાવર ઈન્ડસ્ટ્રીઝ, જેએસડબલ્યુ નીઓ એનર્જી, રિલાયન્સ એનર્જી, લૂકાસ ટીવીએસ લિમિટેડ અને વારી એનર્જિસ લિમિટેડનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ મળી કુલ 70 ગીગાવોટ અવર્સની ક્ષમતા માટે અરજી કરી છે.
આ કામગીરી નેશનલ પ્રોગ્રામ ઓન એસીસી બેટરી સ્ટોરેજ પીએલઆઈ સ્કીમ હેઠળ આવે છે. જેને જાન્યુઆરી 2024માં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મહત્તમ રૂ. 3620 કરોડની અંદાજપત્રીય ફાળવણી કરવામાં આવી હતી. સ્કીમને મે 2021માં કેબિનેટે મંજૂરી આપી હતી. જેનો હેતુ રૂ. 18,100 કરોડના ખર્ચે 50 ગીગાવોટ જીડબલ્યએચ એસીસી ક્ષમતા હાંસલ કરવાનો હતો.
તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સનો માર્ચ ક્વાર્ટર નફો 19 ટકા ગગડી રૂ. 217 કરોડ નોંધાયો
વાર્ષિક ધોરણે કંપનીની આવક 8.5 ટકા વૃદ્ધી સાથે રૂ. 3927 કરોડ જોવા મળી
તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સે મંગળવારે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં હતાં. જેમાં તેણે રૂ. 217 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 19.3 ટકા ઘટાડો સૂચવતો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 269 કરોડનો નફો નોંધાવ્યો હતો.
કંપનીની આવક રૂ. 3927 કરોડ રહી હતી. જે વાર્ષિક ધોરણે 8.5 ટકા વૃદ્ધિ સૂચવતી હતી. ગયા વર્ષે કંપનીએ રૂ. 3619 કરોડની આવક નોંધાવી હતી. કંપનીનો એબિટા રૂ. 631 કરોડ જોવા મળ્યો હતો. જે વાર્ષિક ધોરણે 22 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. સમગ્ર વર્ષ માટેનો એબિટા 24 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2323 કરોડ રહ્યો હતો. કંપનીનો ખર્ચ વાર્ષિક ધોરણે 7.4 ટકા વધી રૂ. 3456 કરોડ રહ્યો હતો. ગયા વર્ષે તે રૂ. 3217 કરોડ પર હતો. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 22 ટકા ઘટાડો સૂચવતો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેણે રૂ. 279 કરોડનો નફો રળ્યો હતો. ત્રિમાસિક ધોરણે આવક 1.65 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી.
2024ના પ્રથમ ક્વાર્ટરમાં પાંચ વર્ષોમાં સૌથી ઊંચું ઓફિસ લિઝીંગ નોંધાયું
બેંગલૂરૂ ખાતે ટેક્નોલોજી સેક્ટરને પાછળ રાખી એન્જિનીયરીંગ અને મેન્યૂફેક્ચરિંગ સેક્ટર આગળ નીકળી ગયા
ચાલુ કેલેન્ડર 2024ના પ્રથમ ક્વાર્ટરમાં ઓફિસ લિઝીંગમાં વાર્ષિક ધોરણે 20 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. જાન્યુઆરીથી માર્ચના સમયગાળામાં દેશમાં 1.67 કરોડ ચોરસ ફૂટ જમીનની માગ જોવા મળી હતી એમ એક અભ્યાસ જણાવે છે. છેલ્લાં પાંચ વર્ષોમાં કેલેન્ડરના પ્રથમ ક્વાર્ટરમાં આ સૌથી ઊંચી માગ હતી.
દેશમાં કુલ લિઝીંગમાં બેંગલૂરુંનું યોગદાન સૌથી ટોચ પર હતું. કુલ લિઝીંગમાં તેનો હિસ્સો 27 ટકા હતો. ત્યારપછીના ક્રમે 20 ટકા સાથે હૈદરાબાદ અને 19 ટકા સાથે મુંબઈનો ક્રમ આવતો હતો. બેંગલૂરૂ ખાતે એન્જીનીયરીંગ અને મેન્યૂફેક્ચરિંગ સેક્ટર્સ તરફથી ઊંચી માગ જોવા મળી હતી. જ્યારપછીના ક્રમે ટેક્નોલોજી સેક્ટરનો ક્રમ જોવા મળ્યો હતો. અગાઉ, ટેક્નોલોજી સેક્ટરનું પ્રભુત્વ જોવા મળતું હતું.
હૈદરાબાદ ખાતે ઓફિસ સ્પેસની માગમાં હેલ્થકેર અને ફાર્મા સેક્ટરની માગ ઊંચી હતી. તેઓ 32 ટકાનો ઊંચો હિસ્સો ધરાવતાં હતાં. જ્યારપછીના ક્રમે ટેક અને ફ્લેક્સિબલ વર્કસ્પેસની માગ જોવા મળી હતી. મુંબઈ ખાતે બીએફએસએફ સેક્ટરની માગ ઊંચી જોવા મળી હતી. જેનો હિસ્સો 39 ટકા જેટલો હતો. ત્યારપછીના ક્રમે 13 ટકા સાથે ટેક્નોલોજી સેક્ટર રહ્યું હતું.
દિલ્હી-એનસીઆર ખાતે ઓફિસ લીઝીંગમાં સૌથી ઊંચું યોગદાન ઈન્ફર્મેશન ટેક્નોલોજીનો અને બીપીઓ સેક્ટર્સનો જોવા મળતું હતું. જેને હવે ફ્લેક્સિબલ વર્કપ્લેસ ઓક્યૂપાયર્સે છીનવું લીધું છે. ચાલુ વર્ષે તેનો હિસ્સો 35 ટકા જોવા મળ્યો છે.
સમગ્ર દેશની વાત કરીએ તો ટેક સેક્ટર 26 ટકા લિઝીંગ એક્ટિવિટી સાથે ટોચ પર રહ્યું હતું. બીજા ક્રમે 18 ટકા સાથે એન્જીનીયરીંગ અને મેન્યૂફેક્ચરિંગ જોવા મળ્યું હતું. જ્યારે બીએફએસઆઈ 15 ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.
Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…
Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…
Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…
Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…
LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…
Did you know that starting your retirement planning in India before your 40s can make…
This website uses cookies.