Categories: Market Tips

Market Summary 24/05/2023

વૈશ્વિક બજારો પાછળ એકાંતરે દિવસે તેજી-મંદીના ખેલ
નિફ્ટીએ ફરી 18300ની સપાટી ગુમાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 13.11ની સપાટીએ
ફાર્મા અને એનર્જીમાં મજબૂતી
મેટલ, બેંકિંગમાં નરમાઈ
અદાણી જૂથ શેર્સમાં નોંધપાત્ર ઘટાડો
એન્જીનીયર્સ ઈન્ડિયા, એલ્ગી ઈક્વિપમેન્ટ નવી ટોચે
સારેગામા ઈન્ડિયા, આવાસ ફાઈ. નવા તળિયે
અમદાવાદ

વૈશ્વિક બજારોમાં વેચવાલી પાછળ સ્થાનિક બજારમાં એકાંતરે દિવસે તેજી-મંદી જોવા મળી રહી છે. બુધવારે ભારતીય બજાર એક તબક્કે પોઝીટીવ ટ્રેડ દર્શાવ્યાં બાદ નરમાઈમાં સરી પડ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 208 પોઈન્ટ્સ ગગડી 61,774ની સપાટીએ જ્યારે નિફ્ટી 63 પોઈન્ટ્સના ઘટાડે 18,285ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3602 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1863 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1614 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. 116 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 146 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા ઉછળી 13.11ની સપાટીએ બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બેન્ચમાર્કે નરમાઈ સાથે કામકાજની શરૂઆત કર્યાં પછી સુધારો દર્શાવ્યો હતો અને ગ્રીન ઝોનમાં પ્રવેશ કર્યો હતો. જોકે, ત્યાં ટકી શક્યો નહોતો અને બજારમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી 18348ના અગાઉના બંધ સામે 18295 પર ખૂલી ઉપરમાં 18393 પર ટ્રેડ થઈ નીચે 18263 પર પટકાયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 15 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18300 પર બંધ રહ્યો હતો. આમ પ્રિમીયમમાં અગાઉ સત્ર કરતાં વૃદ્ધિ જોવા મળી હતી. ગુરુવારે મે એક્સપાયરીનો દિવસ હોવાથી માર્કેટમાં બે બાજુની વધ-ઘટની સંભાવના છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 18060નો સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ જાળવી શકાય છે. ઉપરમાં 18400નું સ્તર અવરોધ બની રહ્યું છે, જે પાર થશે તો બેન્ચમાર્ક નવી ટોચ સુધી ગતિ દર્શાવી શકે છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં સન ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, હીરો મોટોકોર્પ, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેંક, ટાઈટન કંપની, એસબીઆઈ લાઈફ, સિપ્લા, મારુતિ સુઝુકી અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, તાતા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી, જેએસડબલ્યુ સ્ટીલ, બીપીસીએલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા અને એનર્જીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મેટલ, બેંકિંગમાં નરમાઈ જોવા મળી હતી. આ સિવાયના સેક્ટર સાધારણ પોઝીટીવ અથવા નેગેટિવ બંધ જોવા મળતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ એક ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સન ફાર્મા 2.21 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આલ્કેમ લેબ, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, બાયોકોન, લ્યુપિનમાં સુધારો જોવા મળતો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 0.24 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં ઓએનજીસી, આઈઓસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. નિફ્ટી એફએમસીજી પણ 0.5 ટકા પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેના મુખ્ય ઘટકોમાં વરુણ બેવરેજીસ, યુનાઈટેડ સ્પિરિટ્સ, આઈટીસી, મેરિકોમાં મજબૂતી જોવા મળતી હતી. બીજી બાજુ બેંકનિફ્ટી 0.6 ટકા ગગડ્યો હતો. જેમાં ફેડરલ બેંક, પીએનબી, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક નરમાઈ દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં દિપક નાઈટ્રેટ 9.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ડિક્સોન ટેક્નોલોજી, લૌરસ લેબ્સ, સીજી કન્ઝ્યૂમર, બંધન બેંક, એલએન્ડટી ફાઈનાન્સ, સન ફાર્મા, હેવેલ્સ ઈન્ડિયા અને આદિત્ય બિરલા ફેશનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ક્યુમિન્સ, શ્રી સિમેન્ટ્સ, ઈન્ડિયા સિમેન્ટ્સ, એલએન્ડટી ટેક્નોલોજી, એમસીએક્સ ઈન્ડિયા, મૂથૂત ફાઈનાન્સ અને અદાણી પોર્ટ્સ ઘટવામાં ટોચ પર હતાં.

કેન્દ્ર સરકારની પોર્ટ લીઝને 30-વર્ષોથી વધુ લંબાવવા માટે વિચારણા
કેન્દ્ર સરકાર પોર્ટ ટર્મિનલ કોન્ટ્રેક્ટ્સને 30-વર્ષોથી વધુ મુદત માટે લંબાવી શકાય તે માટેની નીતિ તૈયાર કરી રહી છે એમ એક અહેવાલ જણાવે છે. જોકે, આ લંબાણ કેટલીક શરતોને આધીન જ આપવામાં આવશે.
શીપીંગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને રિપોર્ટ જણાવે છે કે આ પોલિસી દેશમાં મોટા પોર્ટ્સનું સંચાલન કરશે અને વર્તમાન ટર્મિનલ ઓપરેટર્સને લીઝ એક્સટેન્શન ઓફર કરવાની છૂટ આપશે. જોકે, આ મંજૂરી કેટલીક શરતોને આધીન રહેશે. ભારતમાં અગ્રણી પોર્ટ્સનું સંચાલન કેન્દ્રિય પોર્ટ્સ, શીપીંગ અને વોટરવેય્ઝ મંત્રાલય મારફતે કરવામાં આવે છે. હાલના નિયમો મુજબ 1990ની આખરમાં અને 2000ની શરૂઆતના વર્ષોમાં સાઈન કરવામાં આવેલા પોર્ટ ઓપરેટિંગ એગ્રીમેન્ટ્સને લંબાવવા માટે કોઈ જોગવાઈ નથી. આને કારણે પોર્ટ ટર્મિનલ ઓપરેટર્સમાં ચિંતા જોવા મળી રહી છે કે તેઓ તેમની એસેટ્સને લાંબા સમયગાળા માટે જાળવી શકવામાં સક્ષમ છે કે નહિ એમ રિપોર્ટ નોંધે છે. પ્રાઈવેટ પોર્ટ ટર્મિનલ ઓપરેટરના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ પોર્ટ કન્સેશન્સની વાત આવે છે ત્યારે ભારતીય પોર્ટ સેક્ટરમાં રોકાણકારો મુજબ કંપનીઓ સાતત્ય અને સ્થિરતા ધરાવતી પોલિસી માટેનો આગ્રહ રાખી રહ્યાં છે. પોર્ટ બિઝનેસમાં સક્રિય ઓપરેટર્સે ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ વિસ્તરણને લઈને તેમની ચિંતા વ્યક્ત કરી છે. ક્ષમતા વિસ્તરણ માટે નોંધપાત્ર નાણાકિય પ્રતિબધ્ધતાની જરૂર રહેતી હોય છે.તથા પ્રાઈવેટ સેક્ટર લાંબા સમયગાળા માટે વિઝિબિલિટીની અપેક્ષા રાખે છે. જે તેમને તેમણે કરેલું નાણાકિય રોકાણ યોગ્ય છે કે નહિ તેનો ખ્યાલ આપે છે. પોર્ટ બિઝનેસમાં પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે સરકાર અગ્રણી પોર્ટ્સ માટે 100 ટકા લેન્ડલોન્ડ પોર્ટ મોડેલની જોગવાઈ લાગુ પાડવા વિચારી રહી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે રૂટિન પોર્ટ ઓપરેશન્સ ખાનગી પ્લેયર્સ માટે રાખવામાં આવ્યાં છે. જેઓ આ ઓપરેશન્સ પર્ફોર્મ કરે છે.

ગો ફર્સ્ટને ઉડાનની છૂટ પહેલાં DGCA ઓડિટ હાથ ધરશે
ઉડ્ડયન કંપનીએ સ્ટાફને કામગીરી શરૂ કરતાં અગાઉ એપ્રિલનું વેતન ચૂકવવાની ખાતરી આપી

ઉડ્ડયન રેગ્યુલેટર ડીજીસીએએ ગો ફર્સ્ટને ફરીથી ઉડાન માટેની મંજૂરી આપતા અગાઉ તેની તૈયારીઓનો કયાસ મેળવવા માટે ઓડિટ કરવાનું નક્કી કર્યું છે એમ જાણવા મળે છે. કેશની તંગીથી પરેશાન ગો ફર્સ્ટે 3 મેથી ઉડાન બંધ કર્યું છે. તેણે 2 મેના રોજ સ્વૈચ્છિક રીતે ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રક્રિયા માટે અરજી કરી હતી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ એવિએશનના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે તેના તરફથી મોકલવામાં આવેલી શો કોઝ નોટિસના જવાબમાં એરલાઈને જણાવ્યું છે કે તે બને તેટલી ઝડપે ફ્લાઈટ્સ શરૂ કરવા માટેની વિગતો પર કામ કરી રહી છે. એરલાઈને મંગળવારે તેના સ્ટાફને એક કોમ્યુનિકેશનમાં જણાવ્યું હતું કે ડીજીસીએ આગામી દિવસોમાં આપણી તૈયારીની ચકાસણી માટે ઓડીટ હાથ ધરશે. એકવાર રેગ્યુલેટરની મંજૂરી મળ્યાં પછી આપણે ફરીથી કામગીરી ચાલુ કરીશું. તેણે ઉમેર્યું હતું કે સરકાર તરફથી ખૂબ સપોર્ટ સાંપડી રહ્યો છે અને તેણે એરલાઈનને બને તેટલી ઝડપે કામગીરી શરૂ કરવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત, કંપનીના સીઈઓ સ્ટાફને કામગીરીની શરૂઆત અગાઉ કર્મચારીઓના ખાતામાં એપ્રિલ માટેની સેલરી પણ જમા થઈ જશે એ પ્રકારની ખાતરી આપી હતી. ઉપરાંત આગામી મહિનેથી દર મહિનાના પ્રથમ સપ્તાહમાં સેલરી જમા થશે એમ પણ જણાવ્યું હતું. ગો ફર્સ્ટના ઓપરેશન્સ હેડ રજીત રંજને આ કોમ્યુનિકેશન્સ મોકલ્યું હતું. ડીજીસીએ તરફથી બજેટ કેરિયરને 8 મેના રોજ શો કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. એરક્રાફ્ટ રુલ્સ 1937 હેઠળ સંબંધિત જોગવાઈઓ હેઠળ આમ કરાયું હતું. એરલાઈને અગાઉ 26 મે સુધી તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી હતી. સોમવારે એનસીએએલટીએ એનસીએલટીના ગો ફર્સ્ટના સ્વૈચ્છિક ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રક્રિયાની અરજીને દાખલ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

2022-23માં FDI 16.3 ટકા ઘટી 71 અબજ ડોલર રહ્યું
ગયા નાણા વર્ષ દરમિયાન દેશમાં કુલ ફોરેન ડિરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ(એફડીઆઈ) અથવા તો સીધું પ્રત્યક્ષ રોકાણ 16.3 ટકા ઘટાડા સાથે 71 અબજ ડોલર પર જળવાયું હતું. 2021-22માં તે 84.8 અબજ ડોલર પર હતું એમ આરબીઆઈ ડેટા સૂચવે છે. જોકે નેટ એફડીઆઈ ઘટીને 28 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. જે અગાઉના વર્ષે 38.6 ટકા પર જળવાયું હતું. મેન્યૂફેક્ચરિંગ, કોમ્પ્યુટર સર્વિસિઝ અને કોમ્યુનિકેશન સર્વિસિઝ સેક્ટરમાં એફડીઆઈમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. જ્યારે યુએસ, સ્વિટ્ઝર્લેન્ડ અને મોરેશ્યસ ખાતેથી ફ્લોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. સત્તાવાર ડેટા મુજબ 2022માં ભારત યુએસ પછી સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રીમાં 26.2 અબજ ડોલર સાથે સૌથી મોટો એફડીઆઈ મેળવનાર દેશ હતો. યુએસે 33.8 અબજ ડોલરનું એફડીઆઈ મેળવ્યું હતું. જ્યારે ચીને માત્ર 0.5 અબજ ડોલરનું એફડીઆઈ જ મેળવ્યું હતું.

2022-23માં ડુંગળીની નિકાસ 64 ટકા ઉછળી 6-વર્ષની ટોચે રહી
મૂલ્યની રીતે નિકાસ 22 ટકા વધી 56.1 કરોડ ડોલર પર પહોંચી

દેશમાંથી ડુંગળીની નિકાસમાં 2022-23માં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો અને તે વાર્ષિક ધોરણે 64 ટકા વૃદ્ધિ સાથે 6-વર્ષની ટોચ પર રહી હતી. ગયા નાણા વર્ષમાં ડુંગળીની કુલ નિકાસ 25.25 લાખ ટન પર રહી હતી. જેની પાછળ વિદેશની ઊંચી માગ સાથે સ્થાનિક સ્તરે ઊંચો સપ્લાય જવાબદાર હતો. મૂલ્યના સંદર્ભમાં જોઈએ તો ડુંગળીની નિકાસ 22 ટકા વધી 56.1 કરોડ ડોલર પર રહી હતી.
હોર્ટીકલ્ચર પ્રોડ્યૂસ એક્સપોર્ટર્સ એસોસિએશનના ડેટા મુજબ પડોશી દેશો તથા ગલ્ફ દેશો તરફથી ઊંચી માગને કારણે ડુંગળીના શીપમેન્ટ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં બાંગ્લાદેશ, મલેશિયા, યુનાઈટેડ આરબ અમિરાત અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. તેમના મતે છેલ્લાં કેટલાંક મહિનાઓથી સ્પર્ધાના અભાવ વચ્ચે વિદેશની ઊંચી માગને કારણે નિકાસ સારી રહી છે. જોકે, ફિલિપિન્સ જેવા દેશે ભારતીય ઉત્પાદન માટે બજાર નહિ ખોલતાં સ્થિતિનો પૂરો લાભ મેળવી શકાયો નહોતો. ફિલિપિન્સ ચીનની ઉપજ ખરીદી રહ્યું છે. ચાલુ વર્ષ માટે પણ નિકાસનું ભાવિ ઉજળું જણાય રહ્યું છે. જોકે, કમોસમી વરસાદને કારણે કાર્ગોને પુષ્કળ નુકસાન થયું છે. હાલમાં દેશમાં પુષ્કળ પ્રમાણમાં ડુંગળી પ્રાપ્ય છે પરંતુ તેમાં સારી ગુણવત્તા ધરાવતી ઉપજનું પ્રમાણ ઓછું છે. બજારમાં ભાવ નીચા હોવાનું કારણ નબળી ક્વોલિટી ધરાવતાં માલની જંગી ઉપલબ્ધિ છે. આમાંથી કેટલાની નિકાસ થઈ શકે છે તે જોવાનું રહેશે એમ સંસ્થાના પ્રમુખ જણાવે છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં બલુચિસ્તાન ખાતેથી નવો પાક પણ વૈશ્વિક બજારમાં પ્રવેશી રહ્યો છે. જેને કારણે ભારતીય નિકાસકારોને થોડી સ્પર્ધાનો સામનો કરવાનો થઈ શકે છે. તેમનું ચલણ નબળું હોવાના કારણે તેમને માટે નિકાસમાં અનૂકૂળતા ઊભી થઈ છે. 2022-23માં બાંગ્લાદેશ ભારતીય ડુંગળીનો સૌથી મોટો ખરીદાર બની રહ્યો હતો. તેણે 6.7 લાખ ડુંગળી ખરીદી હતી. જ્યારપછી યૂએઈએ 4.03 લાખ ડુંગળી માલ ખરીદ્યો હતો.

કપાસના ભાવ દોઢ-વર્ષના તળિયે પટકાતાં ખેડૂતોમાં ‘પેનિક’ સેલીંગ
મણના ભાવ પખવાડિયામાં રૂ. 1600 પરથી ગગડી રૂ. 1300-1400 પર બોલાયાં
ખાંડીનો ભાવ રૂ. 61 હજાર પરથી ગગડી રૂ. 56000 પર પટકાયો

કોટનમાં માગના અભાવ પાછળ ભાવમાં નરમાઈને પગલે માલ પકડીને બેઠેલા ખેડૂતો તરફથી પેનિક સેલીંગ જોવા મળી રહ્યું છે. સિઝનની શરૂમાં રૂ. 1900-2000 પ્રતિ મણના ભાવે માલ નહિ વેચનારા ખેડૂતો હવે રૂ. 1400નો ભાવ મેળવવા માટે જથ્થામાં તેમનો માલ બજારમાં ઠાલવી રહ્યાં છે. જોકે, બીજી બાજુ માગ નીચી હોવાથી તેમની ગરજે માલ વેચવાની નોબત આપી છે.
માર્કેટ વર્તુળોના મતે ખેડૂતોને હવે ભાવ ઘટી જવાનો ડર સતાવી રહ્યો છે. જેને કારણે મે મહિનામાં હાલમાં દૈનિક 1 લાખ ગાંસડીની આવકો જોવા મળી રહી છે. સામાન્યરીતે મે મહિનો ઓફ સિઝન ગણાય છે અને તેથી આટલી ઊંચી આવકો જોવા મળતી હોતી નથી. જોકે, આ વખતે ડિસેમ્બર-જાન્યુઆરી જેવા પીક સમયગાળામાં ખેડૂતોએ માલ નહિ છોડતાં આવકો ઓછી રહી હતી. તેઓએ ઓફ સિઝનમાં ઊંચા ભાવની અપેક્ષામાં ઉપજ પકડી રાખી હતી. ગયા વર્ષે જૂન મહિનામાં ખેડૂતોને રૂ. 2900 પ્રતિ મણના વિક્રમી ભાવ સાંપડ્યાં હતાં. જોકે, આ વખતે વૈશ્વિક બજારમાં મંદી પાછળ યાર્નના ભાવમાં નરમાઈને કારણે સ્પીનીંગ મિલ્સની માગ ખૂબ પાંખી જોવા મળી રહી છે. જેને પગલે કોટનના ભાવ પણ છેલ્લાં પખવાડિયામાં ખાંડીએ રૂ. 5000નો ઘટાડો દર્શાવી રહ્યાં છે. 10 મેના રોજ રૂ. 61000 પર બોલાતી ખાંડી બુધવારે રૂ. 56000 પર ટ્રેડ થઈ હતી. આમ તે સિઝનના તળિયા પર જોવા મળી હતી. ઓક્ટોબર 2021માં નવી સિઝનની શરૂઆતમાં આ ભાવ સપાટી જોવા મળી હતી. આમ દોઢ વર્ષથી વધુ સમયગાળા પછી કોટનના ભાવ ફરી આ લેવલ પર પરત ફર્યાં છે. દેશમાં જોવા મળતી એક લાખ ગાંસડીમાંથી 35-38 હજાર ગાંસડી આવકો માત્ર ગુજરાતમાંથી જોવા મળે છે. આમ રાજ્યમાં ખેડૂતો પાસે નોંધપાત્ર પ્રમાણમાં માલ પડ્યો હોય તેમ જણાય રહ્યું છે. સૌરાષ્ટ્ર સ્થિત જિનરના મતે મે મહિનામાં આવી રહેલી આવકોને જોતાં લાગે છે કે કોટનનો પાક 3.1-3.2 કરોડ ગાંસ પર પહોંચી જવાની જાય તો નવાઈ નહિ. અગાઉ કોટન એડવાઈઝરી બોર્ડે સતત પાકને ઘટાડતાં રહી ત્રણ કરોડ ગાંસડી આસપાસ પાકનો અંદાજ રાખ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં 2.7 કરોડ ગાંસડીનો માલ આવી ગયો છે. જ્યારે મે મહિનામાં અત્યાર સુધીમાં દેશના યાર્ડ્સમાં 12 લાખ ગાંસડી માલ આવ્યો છે. જ્યારે એ સિવાય અન્ય 4 લાખ ગાંસડીની આવકો ગણીએ તો 16 લાખ ગાંસડીની આવકો ગણી શકાય. જેને જોતાં બે મહિનામાં વધુ 30-35 લાખ ગાંસડી આવકોની શક્યતાં રહે છે.
કોટનના ભાવમાં ઘટાડા પછી ભારતીય માલ વૈશ્વિક પેરિટીમાં જોવા મળી રહ્યો છે અને તેને કારણે નિકાસ પૂછપરછો ચાલુ થાય તેમ જણાય રહ્યું છે. જો આમ થશે તો ભાવને વર્તમાન સપાટીએ સપોર્ટ મળી શકે છે અને તે બાઉન્સ દર્શાવી શકે છે. જોકે, સ્થાનિક સ્તરે માગ પાંખી હોવાથી કોઈ નોંધપાત્ર સુધારાની અપેક્ષા હાલમાં નથી જણાતી. નવી સિઝન સુધીમાં કોટનના ભાવ રૂ. 55 હજારથી રૂ. 62000ની રેંજમાં જળવાય એમ વર્તુળો માને છે. ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે પણ કોટનને સપોર્ટ મળી શકે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

HEG: કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 99.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 129.3 કરોડના પ્રોફિટ સામે 22.9 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 673.1 કરોડની સરખામણીમાં 8.3 ટકા વધી રૂ. 616.9 કરોડ પર જોવા મળી હતી.
ગોદાવરી પાવરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 169.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 407 કરોડના નફાની સરખામણીમાં 58.3 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1438 કરોડની સરખામણીમાં 8.4 ટકા ગગડી રૂ. 1316.6 કરોડ રહી હતી.

ગરવારે ટેકનીકલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ 59.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 53.9 કરોડની સરખામણીમાં 10.7 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 356.3 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 4 ટકા વધી રૂ. 370.5 કરોડ રહી હતી.
ડોડલા ડેરીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 22.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 40 કરોડના નફાની સરખામણીમાં 44.3 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 589.7 કરોડની સરખામણીમાં 22.8 ટકા ગગડી રૂ. 724.2 કરોડ રહી હતી.
વિસાકા ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 30 કરોડના નફાની સરખામણીમાં 85.5 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 420.2 કરોડની સરખામણીમાં 7.7 ટકા ગગડી રૂ. 452.5 કરોડ રહી હતી.
ગોલ્ડિયમ ઈન્ટરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 16.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 23 કરોડના નફાની સરખામણીમાં 29 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 152.4 કરોડની સરખામણીમાં 11.5 ટકા ગગડી રૂ. 135 કરોડ રહી હતી.
બોરોસીલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 22.1 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 34.5 કરોડના પ્રોફિટ સામે 35.9 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 220.1 કરોડની સરખામણીમાં 17.6 ટકા વધી રૂ. 259 કરોડ પર જોવા મળી હતી.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

2 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

2 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

2 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

2 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

2 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

2 weeks ago

This website uses cookies.