Categories: Market TipsNEWS

Market Summary 25 July 2022

વૈશ્વિક બજારોમાં નરમાઈ પાછળ છ સત્રોની તેજીને વિરામ
નિફ્ટી 16600નું સ્તર જાળવી રાખવામાં સફળ
વોલેટાલિટી ઈન્ડેક્સ 6.2 ટકા ઉછળી 17.68ની સપાટીએ
પરિણામ સારા કે નરસા બજારમાં માત્ર વેચવાલી
RIL 3 ટકાથી વધુ તૂટ્યો
મેટલ, આઈટી અને પીએસઈમાં પોઝીટીવ ચાલ
ઓટો, એનર્જી અને ફાર્મામાં નરમાઈ
ઝોમેટો રૂ. 50ની નીચે ઉતરી ગયો, પીબી ઈન્ફોટેક પણ નવા તળિયે

ભારતીય શેરબજારમાં સતત છ ટ્રેડિંગ સત્રોથી જોવા મળી રહેલો તેજીના દોર પર નવા સપ્તાહના પ્રથમ સત્રમાં વિરામ લાગ્યો હતો. શુક્રવારે યુએસ બજાર ખાતે નરમાઈ પાછળ એશિયાઈ બજારોમાં સુસ્તી વચ્ચે સ્થાનિક બજાર મોટેભાગે રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવતું જોવા મળ્યું હતું. કામકાજની આખરમાં બીએસઈ સેન્સેક્સ 306 પોઈન્ટ્સના ઘટાડે 55766ની સપાટીએ જ્યારે નિફ્ટી 88 પોઈન્ટ્સ ઘટાડા સાથે 16631ના સ્તરે બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 30 નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે 20માં સુધારો જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ સુસ્તી વચ્ચે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.2 ટકા ઉછળી 17.68ની સપાટીએ બંધ રહ્યો હતો.
સોમવારે ભારતીય બજારે કામકાજની શરૂઆત ગેપ-ડાઉન દર્શાવી હતી. નિફ્ટી તેના ગયા સપ્તાહાંતે 16719.45ના બંધ ભાવ સામે 16662.55ના સ્તરે ખૂલ્યા બાદ ગગડી 16564.25ના તળિયા પર ટ્રેડ થયો હતો. જોકે બેંકિંગ કાઉન્ટર્સમાં ઈન્ટ્રા-ડે સુધારા પાછળ એક તબક્કે તેણે તમામ ઘટાડો ભૂંસ્યો હતો. જોકે તે અલ્પજીવી નીવડ્યો હતો અને આખરે તે અડધો ટકો નીચે બંધ દર્શાવતો હતો. નિફ્ટીએ 16600નું સ્તર જાળવી રાખ્યું હતું. એનાલિસ્ટ્સના મતે જ્યાં સુધી બેન્ચમાર્કને 16500-16600ની રેંજમાં સપોર્ટ છે. આ સ્તર જળવાશે ત્યાં સુધી તે કોન્સોલિડેશન બાદ સુધારાતરફી ચાલ જાળવી શકે છે. ઉપરમાં 16800નું સ્તર અવરોધક છે. સોમવારે માર્કેટને મેટલ તરફથી એકલે હાથે સપોર્ટ સાંપડ્યો હતો. સરવાળે બેંક નિફ્ટીએ નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. નિફ્ટી મેટલ 1.5 ટકા મજબૂતી સાથે બંધ આવ્યો હતો. જેને સપોર્ટ આપવામાં સ્ટીલ કાઉન્ટર્સ અગ્રણી હતા. જિંદાલ સ્ટીલ 2.76 ટકા સુધારો સૂચવતો હતો. જ્યારે ટાટા સ્ટીલ, એપીએલ એપોલો, કોલ ઈન્ડિયા, એનએમડીસી, હિંદાલ્કો અને સેઈલ એક ટકાથી 3 ટકા સુધી સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી પીએસઈ સાધારણ પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેમાં ગેઈલનું 4 ટકા સુધારા સાથે મોટું યોગદાન હતું. આ સિવાય એચએએલ, પાવર ફાઈનાન્સ, આરઈસી પણ 1.5 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. મીડ-કેપ કાઉન્ટર્સ પાછળ નિફ્ટી આઈટી પણ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. જેમાં એમ્ફેસિસ 2 ટકા, કોફોર્જ 1.7 ટકા અને એચસીએલ ટેક એક ટકા સુધારો સૂચવતાં હતાં. ટેક મહિન્દ્રા 1.1 ટકા સાથે જ્યારે ઈન્ફોસિસ સાધારણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
ઘટાડો દર્શાવવામાં ઓટોમોબાઈલ અગ્રણ હતું. નિફ્ટી ઓટો 1.7 ટકા ઘટાડો સૂચવતો હતો. જેમાં એમએન્ડએમ 3.8 ટકા, મારુતિ સુઝુકી 2.4 ટકા, આઈશર મોટર્સ 2 ટકા, બોશ 2 ટકા અને ટીવીએસ મોટર 1.7 ટકા ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. માત્ર બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ અને એમઆરએફ ટાયર્સ અનુક્રમે 4 ટકા અને 2 ટકા સુધારે બંધ જોવા મળ્યાં હતાં. બેંકિંગ શેર્સમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી હતી. મજબૂતી સાથે ઓપનીંગ દર્શાવનારા કાઉન્ટર્સ પાછળથી ઘટાડાતરફી જળવાયાં હતાં અને નેગેટિવ બંધ જોવા મળતાં હતાં. જ્યારે બપોર બાદ લેવાલી દર્શાવનારા કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મામાં પણ એક ટકા ઘટાડો જોવા મળતો હતો. જેમાં આલ્કેમ લેબ 2 ટકા, બાયોકોન 1.5 ટકા, ઓરોબિંદો ફાર્મા 1.3 ટકા, સિપ્લા 1.3 ટકા, લ્યુપિન એક ટકા અને ડો. રેડ્ડીઝ પણ એક ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જીમાં એક ટકા ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામો અપેક્ષાથી ઊણા હોવાના કારણ પાછળ શેર 3.3 ટકા જેટલો ગગડ્યો હતો. આ સિવાય ઓએનજીસી 2 ટકા ઘટાડો સૂચવતો હતો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેરમાં પણ નરમાઈ જોવા મળી હતી. એફએમસીજી, રિઅલ્ટી, મિડિયા સહિતના સેક્ટર્સ ઘટાડો દર્શાવતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો નવીન ફ્લોરિન 11 ટકા ઉછાળા સાથે રૂ. 4200ની સપાટી પાર કરી ગયો હતો. કેટલાક અન્ય કાઉન્ટર્સમાં એસઆરએફ 4 ટકા, ડેલ્ટા કોર્પ 3.5 ટકા, ઈન્ડિયન હોટેલ્સ 3.2 ટકા, આરબીએલ બેંક 2.7 ટકા અને યુનાઈટેડ સ્પિરિસ્ટ 2.52 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ જીએસપીસી 4.55 ટકા, બંધન બેંક 4.3 ટકા, આઈડીએફસી 3.8 ટકા, દાલમિયાન ભારત 2.9 ટકા, કોલગેટ 2.6 ટકા અને પિરામલ એન્ટરપ્રાઈઝ 2.5 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ પાંચ સત્રો બાદ સુસ્તી જોવા મળી હતી. રિટેલ તરફથી મોટેભાગે ગેરહાજરી વચ્ચે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નરમ જળવાય હતી. પ્લેટફોર્મ ખાતે કુલ 3598 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1513 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1909 નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. મંદીના ટ્રેડિંગ સત્રમાં પણ 122 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 38 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 8 કાઉન્ટર્સ ઉપલી સર્કિટમાં જ્યારે 5 કાઉન્ટર્સ નીચલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. 177 કાઉન્ટર્સ અગાઉના સ્તરે ફ્લેટ બંધ દર્શાવી રહ્યાં હતાં.


કેલેન્ડરના પ્રથમ છ મહિનામાં PE ઈનફ્લો 28 અબજ ડોલરના વિક્રમી સ્તરે
વાર્ષિક ધોરણે પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટમાં 15 ટકાની વૃદ્ધિ નોંધાઈ
પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી જોવા મળેલા લગભગ 29 અબજ ડોલરનો આઉટફ્લો સરભર થયો

પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સનો ભારતીય અર્થતંત્રમાં અડગ વિશ્વાસ જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીથી જૂન સુધીના 2022ના પ્રથમ છ મહિના દરમિયાન દેશમાં પીઈ ઈન્વેસ્ટર્સ તરફથી 27.6 અબજ ડોલરનો ઈનફ્લો જોવા મળ્યો છે. જે સ્થાનિક શેરબજારમાંથી પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેર્સ તરફથી જોવા મળેલા લગભગ 29 અબજ ડોલરના આઉટફ્લોને સરભર કરી રહ્યો છે. વર્તુળોના મતે પીઈ તરફથી ફ્લોમા વૃદ્ધિ દર્શાવે છે કે ટૂંકાગાળામાં કેટલીક અડચણોનો સામનો કરી રહ્યું છે પરંતુ લાંબાગાળા માટે ગ્રોથ એન્જિન તરીકેની તેની છાપ અકબંધ છે. સીધા વિદેશી રોકાણ(એફડીઆઈ) તરફથી આવતાં પ્રાઈવેટ ઈક્વિટી કેપિટલ ફ્લોને પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ્સ તરફથી આવતાં નાણા પ્રવાહ કરતાં વધુ સ્થિર માનવામાં આવે છે.
ઈન્ડિયન વેન્ચર કેપિટલ એસોસિએશન(આઈવીસીએ)એ તૈયાર કરેલા ડેટા મુજબ બિગ-ટિકિટ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટાલિસ્ટ્સ તરફથી થનારા રોકાણમાં કેલેન્ડરના પ્રથમ છ મહિના દરમિયાન વાર્ષિક ધોરણે 15.5 ટકા વૃદ્ધિ જોવા મળી રહી છે. જાન્યુઆરી 2022થી જૂન 2022 સુધીમાં લગભગ 713 ડિલ્સ થયાં હતાં. ગયા વર્ષે સમાનગાળામાં આ સંખ્યા 526 પર હતી. રિલાયન્સ ગ્રૂપનનો અંકુશ ધરાવતી વાયાકોમે 1.8 ટકા સાથે સૌથી મોટું પીઈ રોકાણ મેળવ્યું હતું. આ ફંડ ફ્લો મર્ડોકનો બહુમતી હિસ્સો ધરાવતી બોધીટ્રી સિસ્ટમ્સ તરફથી જોવા મળ્યો હતો. વિશ્વમાં અગ્રણી પીઈ ઈન્વેસ્ટર કેકેઆરની ભારતીય પાંખના સિનિયર એડવાઈઝરના જણાવ્યા મુજબ પીઈ અને વીસી તરફથી જોવા મળેલો ફ્લો ભારતીય અર્થતંત્ર તરફથી લાંબાગાળા માટે ગ્રોથને લઈને આપવામાં આવી રહેલી ખાતરીનું પ્રમાણ છે. ગવર્નન્સ ફ્રેમવર્ક્સમાં થઈ રહેલા સુધારા અને સરકાર-ચલિત સુધારાઓને કારણે બિઝનેસ એન્વાર્યન્મેન્ટને લઈને આગાહી કરવી સરળ બની છે. પીઈ અને એફઆઈઆઈ ફ્લોની સરખામણી કરી શકાય નહિ. કેમકે તે બંને અલગ પ્રકારની મૂડી ધરાવે છે. વૈશ્વિક સ્તરે ડિસ્કાઉન્ટ રેટ્સમાં ફેરફાર જોવા મળ્યો છે પરંતુ ઉપરોક્ત દર્શાવેલા પરિબળોને ધ્યાનમાં રાખીને પીઈ અને વીસી ફંડ્સ ભારત માટે મજબૂત લોંગ-ટર્મ ગ્રોથ રેટ્સ અન્ડરરાઈટ કરી રહ્યાં છે.
કેટલાંક મોટા પીઈ ડિલ્સમાં બેરિંગ એશિયા તરફથી આઈજીટી સોલ્યુશન્સની ખરીદી તથા આઈઆઈએફએલ વેલ્થમાં બેઈન કેપિટલના ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે. એક અન્ય ટ્રાન્ઝેક્શન્સમાં વેલસ્પન એન્ટરપ્રાઈઝિસે ઈમર્જિંગ માર્કેટ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ એક્ટિસ તરફથી 77.5 કરોડ ડોલર ઊભા કર્યાં હતાં. ન્યૂઝ એગ્રીરેટર ડેઈલીહંટે પણ ઓન્ટેરિયો ટિચર્સ પેન્શન પ્લાન અને સીપીપીઆઈબી સહિતના ઈન્વેસ્ટર્સ તરફથી 80.5 કરોડ ડોલરનું ફેડ મેળવ્યું હતું. આ રોકાણો ભારતની લોંગ-ટર્મ સ્ટોરી અકબંધ છે એમ સૂચવતું હોવાનું નોમુરાના એમડી અને ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ હેડ ઉત્પલ ઓઝા જણાવે છે. તેમના મતે હવે એશિયાના અન્ય ભાગો તરફથી ફ્લો ભારત તરફ સરકી રહ્યો છે.


L&T આંઠ રોડ તથા પાવર ટ્રાન્સમિશન એસેટ્સનું સાત હજાર કરોડમાં વેચાણ કરશે
એસેટ લાઈટ સ્ટ્રેટેજીના ભાગરૂપે કંપની એડલવેઈસ ઈન્ફ્રા યિલ્ડ પ્લસને એસેટ્સ વેચશે
એન્જિનીયરીંગ જાયન્ટ લાર્સન એન્ડ ટુબ્રો હાલમાં કાર્યરત એવી તેની આંઠ રોડ એસેટ્સને એડલવેઈસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યિલ્ડ પ્લસને વેચાણ કરી રહી છે. એલએન્ડટીએ બાંધેલી તથા અત્યાર સુધી ચલાવેલી આ એસેટ્સ એડલવેઈસ અલ્ટરનેટીવ એસેટ એડવાઈઝર્સ દ્વારા મેનેજ કરવામાં આવી રહેલા ઈન્ફ્રાસ્ટ્રચર ફંડને વેચાણ કરવામાં આવશે એમ વર્તુળો જણાવે છે. લાર્સને ચાલુ મહિનાની શરૂમાં રૂ. 7 હજાર કરોડમાં આ એસેટ વેચાણ માટેનું ડીલ કર્યું હોવાનું તેઓ ઉમેરે છે. હજુ સુધી જાહેર કરવામાં નહિ આવેલા આ ડીલ માટે નેશલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને સેબીની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. આઁઠ રોડ એસેટ્સ ઉપરાંત લાર્સન એક પાવર ટ્રાન્સમિશન એસેટનું પણ વેચાણ કરશે એમ વર્તુળો જણાવે છે.
એલએન્ડટી દ્વારા એસેટ વેચાણ તેની એસેટ લાઈટ સ્ટ્રેડેજીનો એક ભાગ હોવાનું જાણકારોનું કહેવું છે. જેને કારણે છેલ્લાં કેટલાંક સમયગાળા દરમિયાન ગ્રૂપે કેટલીક નોન-કોર એવી એસ્ટ્સમાંથી એક્ઝિટ લીધી છે. એલએન્ડટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ(એલએન્ડટી આઈડીપીએલ) કન્સેશન્સ પણ આ લિસ્ટમાં સામેલ છે. એડલવેઈસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ બે ઓપરેટિંગ પ્લેટફોર્મ્સ ધરાવે છે. એક સેકૂરા રોડ્સ અને બીજુ સેકૂરા એનર્જિ. આ બંનેનો ઉપયોગ આ ખરીદી માટે થઈ રહ્યો છે. રોડ કન્સેશન્સ અને પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સની ઈક્વિટી વેલ્યૂ રૂ. 3 હજાર કરોડ બેસે છે. એલએન્ડટીની રોડ અને પાવર ટ્રાન્સમિશન એસેટ્સ 51:49% સબસિડિયરી એલએન્ડટી આઈડીપીએલ પાસે છે. આમાં 49 ટકા હિસ્સો કેનેડિયન પેન્શનફંડ કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ પાસે છે. 2018માં એલએન્ડટી આઈડીપીએલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ(ઈન્વિટ) લોંચ કર્યું હતું. જેમાં એલિઆન્ઝ કેપિટલ પાર્ટનર્સ, કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ અને ઓમેર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મુખ્ય યુનિટ હોલ્ડર્સ બનાવ્યાં હતાં. ઈન્ડઈન્ફ્રાવિટ હાલમાં 12 જેટલાં ઓપરેશ્નલ રોડ કન્સેશન્સનો પોર્ટફોલિયો ધરાવે છે. જે પાંચ રાજ્યોમાં 5 હજાર કિમી રોડ ધરાવે છે.


રૂપિયો મજબૂત-ક્રૂડ, ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ
નવા સપ્તાહે ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂતી દર્શાવી રહ્યો હતો. છેલ્લાં બે સપ્તાહથી નવું બોટમ દર્શાવતો રહેલો રૂપિયો સોમવારે 14 પૈસા સુધરી 79.76ની સપાટી પર બંધ રહ્યો હતો. વૈશ્વિક રોકાણકારો તરફથી ચોખ્ખા ફંડ ફ્લો અને ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ રૂપિયામાં બાઉન્સ જોવા મળી રહ્યું છે. ગયા સપ્તાહે તેણે 80.06નું ઐતિહાસિક તળિયું દર્શાવ્યું હતું. વૈશ્વિક બજારમાં ક્રૂડ અને ડોલર ઈન્ડેક્સમાં અન્ડરટોન નરમ જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો અગાઉના 98.38 ડોલરના બંધ ભાવ સામે નરમ ઓપનીંગ સાથે ગગડી 96.74 ડોલરના તળિયા પર ટ્રેડ થયા બાદ 99 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. કોમોડિટી એનાલિસ્ટના મતે ઈસીબીએ રેટ વૃદ્ધિ કર્યાં બાદ ક્રૂડમાં સેન્ટિમેન્ટ નરમ પડ્યું છે અને 95 ડોલર નીચે તે ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. છેલ્લાં બે મહિનામાં અનેકવાર 100 ડોલરની નીચે ઉતરી જઈ પરત ફર્યું છે. ડોલર ઈન્ડેક્સ પણ સોમવારે નરમાઈ દર્શાવતો હતો. આ લખાય છે ત્યારે તે 0.44 ટકા ઘટાડે 106.175ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 106.065નું તળિયું દર્શાવ્યું હતું. સતત બીજા સપ્તાહે તે નરમાઈ તરફી જોવા મળી રહ્યો છે.

જૂન ક્વાર્ટરના શરૂઆતી પરિણામો પર ફુગાવાની અસર જોવા મળી
અત્યાર સુધીમાં પરિણામો જાહેર કરનારી 231 કંપનીઓનો કુલ નફો માર્ચ ક્વાર્ટરના રૂ. 86817 કરોડ સામે 9.2 ટકા ગગડી રૂ. 78825 કરોડ રહ્યો
જૂન 2021 ક્વાર્ટરમેં 76 ટકા પ્રોફિટ વૃદ્ધિ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 20.3 ટકા વૃદ્ધિ દર
કંપનીઓએ છેલ્લાં ત્રણ ક્વાર્ટર્સમાં ચાલુ ક્વાર્ટર્સમાં સૌથી નીચો નફો દર્શાવ્યો
બેંકિંગ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નફામાં વૃદ્ધિ દર્શાવી, આઈટી કંપનીઓએ નિરાશ કર્યાં

એપ્રિલ-જૂન 2022ના સમયગાળા માટે અત્યાર સુધીમાં રજૂ થયેલા પરિણામોમાં સ્પષ્ટપણે જણાય આવે છે કે કોર્પોરેટ અર્નિંગ્સ પર ફુગાવાની અસર પડી છે. કંપનીઓના પરિણામો સૂચવે છે કે આવકમાં ઝડપી વૃદ્ધિ દર ચાલુ રહ્યો છે પરંતુ કોમોડિટીઝના ઊંચા ભાવ પાછળ તીવ્ર ફુગાવા વૃદ્ધિને કારણે પ્રોફિટ માર્જિન ઘસાયા છે.
રવિવાર સુધીમાં 231 જેટલી કંપનીઓ જૂન ક્વાર્ટર અર્નિંગ્સ રજૂ કરી ચૂકી છે. જેમાં અગ્રણી હેવીવેઈટ્સ જેવાકે ટીસીએસ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચયૂએલ, ઈન્ફોસિસ સહિતના નામોનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ-100 માર્કેટ-કેપ ધરાવતી અનેક કંપનીઓ પણ સમાવિષ્ટ છે. જોકે આ કંપનીઓમાં વાર્ષિક અને ત્રિમાસિક ધોરણે અર્નિંગ્સ વૃદ્ધિ દર્શાવવામાં બેંકિંગ સંસ્થાઓ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝું યોગદાન ઊંચું જોવા મળ્યું છે. કંપનીઓના કુલ નફામાં વૃદ્ધિ આ કંપનીઓના કારણે જ છે. જ્યારે બીજી બાજુ ટીસીએસ જેવી આઈટી કંપની અને માઈનીંગ અને મેટલ કંપનીઓ તરફથી નિરાશા સાંપડી છે. દેશના શેરબજારોમાં લિસ્ટેડ લગભગ 4 હજારથી વધુ કંપનીઓમાં શરૂઆતી પરિણામો દર્શાવનાર 231 કંપનીઓએ જૂન ક્વાર્ટરના નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 20.4 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જે 2021-22ના ચોથા ક્વાર્ટરમાં તેમણે દર્શાવેલી 32 ટકા પ્રોફિટ વૃદ્ધિની સરખામણીમાં ઘટાડો સૂચવે છે. જ્યારે 2020-21ના જૂન ક્વાર્ટરમાં તેમણે દર્શાવેલા વાર્ષિક 76 ટકા વૃદ્ધિની સરખામણીમાં તે વૃદ્ધિ દરમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. અભ્યાસમાં આવરી લેવામાં આવેલી કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કુલ રૂ. 78825 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા માર્ચ ક્વાર્ટરમાં તેમણે નોંધાવેલા રૂ. 86817 કરોડના નેટ પ્રોફિટની સરખામણીમાં 9.2 ટકાનો ઘટાડો દર્શાવે છે. છેલ્લાં ત્રણ ક્વાર્ટર્સમાં તેમણે દર્શાવેલો આ સૌથી નીચો નેટ પ્રોફિટ છે. સાથે ત્રિમાસિક ધોરણે ભારતીય કોર્પોરેટ્સના નેટ પ્રોફિટમાં ચાર ક્વાર્ટર્સ પછી પ્રથમવાર ઘટાડો જોવા મળ્યો છે.
જો સેક્ટર મુજબ પરિણામોનું એનાલિસિસ કરીએ તો બીએફએસઆઈ(બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને ઈન્શ્યોરન્સ) સેક્ટરનો નેટ પ્રોફિટ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 44.3 ટકા જેટલો ઉછાળો દર્શાવે છે. અત્યાર સુધીમાં પરિણામો જાહેર કરનારી બેંકિંગ કંપનીઓનો કુલ પ્રોફિટ રૂ. 25835 કરોડ પર જોવા મળ્યો છે. જ્યારે હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો તેણે વાર્ષિક ધોરણે નેટ પ્રોફિટમાં 46.3 ટકા વૃદ્ધિ દર્શાવી છે અને તે રૂ. 17995 કરોડ પર રહ્યો છે. જો બીએફએસઆઈ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને બાકાત રાખીએ તો જૂન ક્વાર્ટરમાં અન્ય કંપનીઓનો ચોખ્ખો નફો 0.7 ટકા ઘટાડા સાથે રૂ. 35036 કરોડ પર રહ્યો છે. જે તેમના તરફથી છેલ્લાં સાત ક્વાર્ટર્સમાં સૌથી ઓછો ત્રિમાસિક નફો છે.
વેચાણની વાત કરીએ તો 291 કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક 33 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6.5 લાખ કરોડનું વેચાણ દર્શાવ્યું છે. તમામ કંપનીઓએ તેમના વેચાણમાં વૃદ્ધિ નોંધાવી હતી. જોકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મેટલ તથા માઈનીંગ કંપનીઓએ વેચાણમાં નોંધપાત્ર ઊછાળો દર્શાવ્યો હતો. જોકે આઈટી કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં નેટ સેલ્સમાં ઘટાડો દર્શાવ્યો છે. ઓપરેટિંગ માર્જિન્સની વાત કરીએ તો પરિણામ જાહેર કરી ચૂકેલી મોટાભાગની કંપનીઓના કામકાજી માર્જિન્સ અગાઉ કરતાં ઘટ્યાં છે. જેમાં માઈનીંગ એન્ડ મેટલ્સ અને આઈટી કંપનીઓ અગ્રણી છે. કંપનીઓના સરેરાશ ઓપરેટિંગ અથવા એબિટા માર્જિન વાર્ષિક ધોરણે 1.5 ટકા ઘટી 28 ટકા પર જોવા મળ્યાં છે. માઈનીંગ અને મેટલ્સ કંપનીઓના માર્જિન તો લગભગ અડધાં થઈ ગયા છે. ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં 33.7 ટકાની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં તે 19.8 ટકા પર રહ્યાં છે. એબિટા માર્જિન વાર્ષિક ધોરણે 411 બેસીસ પોઈન્ટ્સ મજબૂત થઈ 23.7 ટકા પર રહ્યાં છે. જે વર્ષ અગાઉ 26.8 ટકા પર હતાં. બેંકિંગ કંપનીઓએ તેમની ઊંચી ઈન્ટરેસ્ટ ઈન્કમને કારણે તથા પ્રોવિઝન્સમાં તીવ્ર ઘટાડા પાછળ સારા માર્જિન્સ દર્શાવ્યાં છે. અભ્યાસમાં સમાવિષ્ટ 23 જેટલી આઈટી કંપનીઓનો સંયુક્ત નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 1.9 ટકા સુધરી રૂ. 18384 કરોડ પર રહ્યો છે. જે છેલ્લાં ચાર ક્વાર્ટર્સમાં સૌથી નીચો છે.


કોર્પોરેટ હેડલાઈન્સ
આઈસીઆઈસીઆઈ બેંકઃ દેશમાં બીજા ક્રમની પ્રાઈવેટ બેંકે જૂન ક્વાર્ટરમાં વાર્ષિક 50 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6905 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 4616 કરોડ પર હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 21 ટકા વધી રૂ. 13210 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 10936 કરોડ પર હતી. બેંકના નિમ્સ 3.89 ટકાથી સુધરી 4.01 ટકા પર રહ્યાં હતાં.
બંધન બેંકઃ પ્રાઈવેટ બેંકે જૂન ક્વાર્ટરમાં 137 ટકા વૃદ્ધિ સાથે રૂ. 886.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 373 કરોડની ખોટ દર્શાવી હતી. બેંકની લોન બુક વાર્ષિક 20 ટકા વૃદ્ધિ સાથે રૂ. 96649 કરોડ પર રહી હતી. જ્યારે ડિપોઝીટ્સ પણ 20 ટકા વધી રૂ. 93057 કરોડ પર રહી હતી. બેંકના કાસા રેશિયોમાં વાર્ષિક 21 ટકા ઉછાળો નોંધાયો હતો. બેંક નવી 500થી વધુ શાખાઓ ખોલશે.
સાંઈ સિલ્ક્સઃ દેશમાં સૌથી મોટી સાડી રિટેલ બ્રાન્ડ સાંઈ સિલ્ક્સે આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપની મૂડીબજારમાંથી રૂ. 1200 કરોડ એકત્ર કરવા ધારે છે. સાઉથ ઈન્ડિયામાં વ્યાપક હાજરી ધરાવતી કંપની કલામંદિર નામે સાડી રિટેલ શોપ્સ ધરાવે છે. ફ્રેશ ઈસ્યુ મારફતે રૂ. 600 કરોડ જ્યારે બાકીનો હિસ્સો ઓફર ફોર સેલનો હશે. મૂડીનો ઉપયોગ હૈદરાબાદમાં 25 નવા સ્ટોર્સ માટે તથા કામકાજી આવક માટે કરાશે.
મહિન્દ્રા સીઆઈઈઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 2707 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2042 કરોડની સરખામણીમાં 33 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો નફો ગયા વર્ષે રૂ. 136 કરોડ સામે 39 ટકા વધી રૂ. 189 કરોડ પર રહ્યો હતો.
કોટક બેંકઃ પ્રાઈવેટ બેંકે જૂન ક્વાર્ટરમાં વાર્ષિક 19 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4698 કરોડના નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ નોંધાવી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 3942 કરોડ પર હતી. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ ગયા વર્ષે રૂ. 2890 કરોડના સ્તરેથી 8 ટકા ઘટી રૂ. 2783 કરોડ પર રહ્યો હતો.
જેએસડબલ્યુ સ્ટીલઃ અગ્રણી સ્ટીલ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 38086 કરોડની આવક દર્શાવી હતી. જે ગયા વર્ષે રૂ. 28902 કરોડની સરખામણીમાં 32 કરોડની વૃદ્ધિ સૂચવે છે. જ્યારે તેનો એબિટા ગયા વર્ષે રૂ. 10274 કરોડની સરખામણીમાં 58 ટકા ગગડી રૂ. 4309 કરોડ પર રહ્યો હતો.
યસ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 1825 કરોડની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1402 કરોડ પર હતી. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ ગયા વર્ષે રૂ. 733 કરોડની સરખામણીમાં રૂ. 590 કરોડ પર રહ્યો હતો.
સિગાચી ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 78 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 55 કરોડની સરખામણીમાં 42 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો નફો ગયા વર્ષે રૂ. 9 કરોડ સામે 44 ટકા વધી રૂ. 13 કરોડ પર રહ્યો હતો.

Rushit Parmar

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

3 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

3 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

4 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

4 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

4 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

4 weeks ago

This website uses cookies.