બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં બુલ્સ પરત ફર્યાઃ સેન્સેક્સ 526 પોઈન્ટ્સ મજબૂતી સાથે બંધ
RIL, મારુતિ સુઝુકી, બજાજ ઓટોએ તેજીની આગેવાની લીધી
વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકા ઘટી 12.70ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં જોકે વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટીવ
એનર્જી, રિઅલ્ટી, ઓટો, પ્રાઈવેટ બેંકિંગમાં મજબૂતી
પીએસયૂ બેંકિંગ, આઈટી, ફાર્મા, એફએમસીજીમાં નરમાઈ
એબીબી ઈન્ડિયા, સિમેન્સ, મારુતિ સુઝુકી, બજાજ ઓટો નવી ટોચે
ડેલ્ટા કોર્પ, શારડા કોર્પ, આલ્કિલ એમાઈન્સમાં વાર્ષિક તળિયું
માર્ચ ડેરિવેટીવ્સ સિરિઝ એક્સપાયરીના આગલા દિવસે શેરબજારમાં તેજીવાળાઓ પરત ફર્યાં હતાં. વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજાર નોંધપાત્ર મજબૂતી સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 526 પોઈન્ટ્સની વૃદ્ધિ સાથે 72996ની સપાટીએ જ્યારે નિફ્ટી 119 પોઈન્ટ્સ મજબૂતી સાથે 22124ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે વેચવાલી જળવાય હતી અને બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3949 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2311 નેગેટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1526 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. 129 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 153 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ એક ટકા ઘટાડે 12.70ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળતો હતો. જાપાન, સિંગાપુરના બજારો મજબૂત હતાં. જ્યારે ચીન અને હોંગ કોંગ નરમાઈ દર્શાવતાં હતાં. તેની વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું અને ઈન્ટ્રા-ડે 22194ની ટોચ બનાવી 22100 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર 22194ની સપાટીએ બંધ રહ્યો હતો. જે 60 પોઈન્ટ્સનું પ્રિમીયમ સૂચવે છે. જે અગાઉ સત્રના 90 પોઈન્ટ્સ પ્રિમીયમની સરખામણીમાં 30 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. જેનો અર્થ એવો થાય છે કે લોંગ પોઝીશનમાં ઘટાડો થયો છે. આમ, માર્કેટમાં બે બાજુની વઘ-ઘટ જળવાય રહેવાની શક્યતાં છે. બુધવારે આખરી અડધો કલાકમાં ઊંચી વેચવાલી પાછળ બેન્ચમાર્ક ટોચ પરથી 100 પોઈન્ટ્સ ગગડ્યો હતો.
નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુખ્ય હતો. તે 3.5 ટકા મજબૂતી દર્શાવતો હતો. આ ઉપરાંત, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, ટાઈટન કંપની, બજાજ ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ, એચડીએફસી બેંક, એમએન્ડએમ, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, ભારતી એરટેલ, લાર્સન, ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસમાં પણ મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, તાતા કન્ઝ્યૂમર, અપોલો હોસ્પિટલ, વિપ્રો, ડો. રેડ્ડીઝ લેબ્સ, કોલ ઈન્ડિયા, ગ્રાસિમ, એલટીઆઈમાઈન્ડટ્રી, એચસીએલ ટેક્નોલોજીમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો એનર્જી, રિઅલ્ટી, ઓટો, પ્રાઈવેટ બેંકિંગમાં મજબૂતી જોવા મળી હતી. નિફટી એનર્જી 0.7 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એકમાત્ર સુધારો દર્શાવતો હતો. નિફ્ટી રિઅલ્ટી પણ 0.9 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જેના ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ 2 ટકા, ઓબેરોય રિઅલ્ટી 1.2 ટકા, બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ એક ટકા, ફિનિક્સ મિલ્સ એક ટકા, ડીએલએફ 1 ટકા પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. પીએસયૂ બેંકિંગ ઈન્ડેક્સ એક ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં પંજાબ એન્ડ સિંધ બેંક, આઈઓબી, ઈન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક, યૂકો બેંક, કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા, પીએનબી, બેંક ઓફ બરોડામાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી આઈટી પણ 0.65 ટકા તૂટ્યો હતો. જેના ઘટકોમાં વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસ, ઈન્ફોસિસમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો એબીબી ઈન્ડિયા 6 ટકા ઉછળી સૌથી ઊંચી વૃદ્ધિ દર્શાવતો હતો. આ ઉપરાંત મેટ્રોપોલીસ, ઈન્ફો એજ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સિમેન્સ, ઈન્ડિયન હોટેલ્સ, મેક્સ ફાઈનાન્સિયલ, ગોદરેજ કન્ઝ્યૂમર, સેઈલ, મારુતિ સુઝુકી, ડિક્સોન ટેક્નોલોજી, બિરલાસોફ્ટ, બજાજ ઓટો, ટીવીએસ મોટર, તાતા કેમિકલ્સ, ટાઈટન કંપની, સન ટીવી નેટવર્કમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, કોલગેટ, આરઈસી, પાવર ફાઈનાન્સ, જ્યુબિલિઅન્ટ ફૂડ, યૂપીએલ, હીરો મોટોકોર્પ, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, એનએમડીસી, એસઆરએફ, ભારત ફોર્જ, સીજી કન્ઝયૂમરમાં ઘટાડો નોંધાયો હતો.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એબીબી ઈન્ડિયા, સિમેન્સ, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, મેનકાઈન્ડ ફાર્મા, લક્ષઅમી મશઈન, ડિક્સોન ટેક્નોલોજી, થર્મેક્સ, ઈન્ટરગ્લોબ એવિએશન, ત્રિવેણી ટર્બાઈનનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ડેલ્ટા કોર્પ, શારડા કોર્પ, આલ્કિલ એમાઈન્સમાં વાર્ષિક તળિયું જોવા મળ્યું હતું.
BSEએ ગુરુવારથી T+0 સેટલમેન્ટ માટે 25 શેર્સને યોગ્ય ઠેરવ્યાં
આ શેર્સમાં અંબુજા સિમેન્ટ્સ, અશોક લેલેન્ડ, બેંક ઓફ બરોડા, સિપ્લાનો સમાવેશ
સ્ટોક એક્સચેન્જ બીએસઈએ ગુરુવારથી T+0 સેટલમેન્ટ માટે 25 શેર્સને યોગ્ય ઠેરવ્યાં છે. તેણે માર્કેટ રેગ્યુલેટર સેબીના નિર્ણયને આધારે આ પગલું ભર્યું છે. સેબીએ ચાલુ મહિનાની શરૂમાં ટીપ્લસઝીરો સેટલમેન્ટ માટે મંજૂરી આપી હતી. ગુરુવારથી T+0 સેટલમેન્ટમાં સામેલ થનારા કાઉન્ટર્સમાં અંબુજા સિમેન્ટ્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેંક ઓફ બરોડા, બીપીસીએલનો સમાવેશ થાય છે.
શરૂઆતમાં T+0 સેટલમેન્ટ આ 25 સ્ક્રિપ્સમાં જ પ્રાપ્ય હશે. તેમજ આ સુવિધા મર્યાદિત બ્રોકર્સને જ પૂરી પાડવામાં આવશે. આ પગલાનો હેતુ વર્તમાન ટી પ્લસ વન સેટલમેન્ટ ઉપરાંત એક અધિક સેટલમેન્ટ સાઈકલ પૂરી પાડવાનો છે. માર્કેટ રેગ્યુલેટર તબક્કાવાર રીતે સમગ્ર માર્કેટ માટે આ પ્રકારની યંત્રણા માટે વિચારી રહી છે. આ માટે માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂરી ફેરફાર કરવાના રહે છે. ઉપરાંત, વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી કેટલીક મંજૂરી લેવાની પણ રહે છે.
બીએસઈએ નિર્ધારિત કરેલા 25 કાઉન્ટર્સમાં બિરલાસોફ્ટ, સિપ્લા, કોફોર્જ, ડિવિઝ લેબોરેટરીઝ, હિંદાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટેલ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, એલઆઈસી હાઉસિંગ, એલટીઆઈ માઈન્ડટ્રી, એમઆરએફ નેસ્લે, એનએમડીસી, ઓએનજીસી, પેટ્રોનેટ એલએનજી, સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ, એસબીઆઈ, તાતા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ, યુનિયન બેંક અને વેદાંતનો સમાવેશ થાય છે.
છેલ્લાં 10-વર્ષોમાં ભારતીય બેંક્સ સાથે રૂ. 5.3 લાખ કરોડની છેતરપિંડી આચરાઈ
RBI પાસેથી RTI હેઠળ મેળવેલી માહિતીમાં મહારાષ્ટ્રમાંથી સૌથી મોટી છેતરપિંડી આચરાઈ
જ્યારપછીના ક્રમે દિલ્હી, હરિયાણા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશનો ક્રમ
ભારતીય બેંક્સે છેલ્લાં 10-વર્ષોમાં રૂ. 5.3 લાખ કરોડની છેતરપિંડીનો ભોગ બની છે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા જણાવે છે. રાઈટ-ટુ-ઈન્ફર્મેશન હેઠળ મેળવેલી માહિતી મુજબ 2013-2014થી લઈ 2022-23 સુધીમાં પ્રાઈવેટ તથા પબ્લિક સેક્ટર બેંક્સ સાથે કુલ 4,62,733 ફ્રોડ્સ આચરવામાં આવ્યાં હતાં.
બેંક્સ સાથે છેતરપિંડી આચરવામાં મહારાષ્ટ્ર ટોચ પર જોવા મળે છે. જ્યારપછીના ક્રમે દિલ્હી, હરિયાણા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશનો ક્રમ આવે છે. જ્યારે પછીના ક્રમે કર્ણાટક, ગુજરાત, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન આવે છે. નાણા વર્ષ 2022-23ની વાત કરીએ તો મહત્તમ ફ્રોડ્સ કાર્ડ્સ અને ઈન્ટરનેટ બેંકિંગ મારફતે આચરવામાં આવ્યાં હતાં. કાર્ડ્સમાં ક્રેડિટ તથા ડેબિટ, બંને પ્રકારના કાર્ડ્સનો સમાવેશ થતો હતો. 2022-23માં કુલ 13,530 ગુનાઓમાંથી 6659 ગુનાઓ કાર્ડ્સ અને ઈન્ટરનેટ બેંકિંગ મારફતે આચરાયાં હતાં. એડવાન્સિસ સામેના ગુનાઓની સંખ્યા પણ 4109 પર ઊંચી જોવા મળી હતી. 2021-22માં કુલ 9097 ફ્રોડ્સ જોવા મળ્યાં હતાં. જેમાં એડવાન્સિસ સામે 3833 ફ્રોડ્સ નોંધાયા હતા. 2020-21માં એડવાન્સિસ સામે 3476 ફ્રોડ્સ જ્યારે કાર્ડ્સ અને ઈન્ટરનેટ મારફતે 2545 ફ્રોડ્સ સાથે કુલ 7338 ફ્રોડ્સ ઘટ્યાં હતાં.
પેટીએમ હવે મર્ચન્ટ એક્વાયરિંગ પાર્ટનર તરીકે HDFC બેંકને એડ કરશે
યસ બેંક અને એક્સિસ બેંક અગાઉથી તેના પાર્ટનર છે
મોબાઈલ પેમેન્ટ્સ કંપની વન97 કોમ્યુનિકેશન્સ ચાલુ સપ્તાહે ટોચની પ્રાઈવેટ બેંક એચડીએફસી બેંક સાથે મર્ચન્ટ એક્વાયરિંગ પાર્ટનર માટે જોડાણ કરે તેવી શક્યતાં હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. આ મર્ચન્ટ્સને હાલમાં સંઘર્ષ કરી રહેલી પેટીએમ પેમેન્ટ્સ બેંક લિ.(પીબીબીએલ) તરફથી પેટીએમ એપ પર યૂપીઆઈ મર્ચન્ટ્સ તરીકે ઓનબોર્ડ કરવામાં આવતાં હતાં. આરબીઆઈએ પીપીબીએલને 15 માર્ચથી તેની બેંકિંગ સર્વિસિઝ બંધ કરવા જણાવ્યું હતું.
એક્સિસ બેંક અને યસ બેંક અગાઉથી જ પેટીએમ પ્લેટફોર્મ પર લાઈવ છે. હાલમાં ઓસીએલ પ્લેટફોર્મ પર અંદાજે ત્રણ કરોડ મર્ચન્ટ્સ છે. પેટીએમ અન્ય બેંક્સ જેવીકે કેનેરા બેંક અને કોટક બેંક સાથે પણ ચર્ચા-વિચારણા કરી રહી છે. પેટીએમ, એચડીએફસી બેંક, કેનેરા બેંક અને કોટક બેંક તરફથી જોકે આ અંગે કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નહોતો.
Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…
Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…
Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…
Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…
LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…
Did you know that starting your retirement planning in India before your 40s can make…
This website uses cookies.