Categories: Market TipsNEWS

Market Summary 3 August 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીએ 16000 પાર કરી રચ્યો નવો વિક્રમ
ભારતીય બજાર મંગળવારે તેની નવી ટોચ પર જોવા મળ્યું હતું. તેજીવાળાઓની મજબૂત પકડ વચ્ચે બેન્ચમાર્ક નિફ્ટી 246 પોઈન્ટ્સના સુધારે 16131ના સ્તરે બંધ રહેવામાં સફળ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 873 પોઈન્ટ્સ ઉછળ્યો હતો અને 53823 પર બંધ રહ્યો હતો. બજારને મેટલ્સ સિવાય ચોમેરથી સપોર્ટ પ્રાપ્ય બન્યો હતો. તેણે વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું.
નિફ્ટી બેંક પણ ફરી 35000ને કૂદાવી ગયો
નિફ્ટીને ઉપર લઈ જવામાં બેંક નિફ્ટીનું મહત્વનું યોગદાન હતું. બેંક નિફ્ટી 497 પોઈન્ટ્સ ઉછળી 35207 પર બંધ રહ્યો હતો. પ્રાઈવેટ બેંક શેર્સમાં આરબીએલને બાદ કરતાં અન્ય તમામ કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. આઈસીઆઈસીઆઈ બેંકે નવી ટોચ દર્શાવી હતી. જ્યારે ઈન્ડસઈન્ડ અને ફેડરલ બેંક નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં.
ઈન્ફોસિસે રૂ. 7 લાખ કરોડનું એમ-કેપ નોંધાવ્યું
આઈટી કંપની ઈન્ફોસિસ ટેક્નોલોજી રૂ. 7 લાખ કરોડનું માર્કેટ-કેપ નોંધાવનાર ચોથી આઈટી કંપની બની છે. મંગળવારે રૂ. 7.05 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ અને એચડીએફસી બેંકની સાથે જોડાઈ ગઈ હતી. કંપનીનો શેર 1.45 ટકા સુધારા સાથે રૂ. 1655.20ની સર્વોચ્ચ સપાટી પર બંધ આવ્યો હતો. જ્યારે તેણે ઈન્ટ્રા-ડે રૂ. 1659ની ઓલ-ટાઈમ હાઈ દર્શાવી હતી. સારા પરિણામો પાછળ શેરના ભાવમાં ધીમો સુધારો જળવાયો છે અને તે 7 ટકા જેટલો સુધર્યો છે. 52-સપ્તાહના રૂ. 912.10ના તળિયાથી તે 70 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે.
એક દિવસે ચાર આઈપીઓનો વિક્રમ
બુધવારે એક જ દિવસે ચાર આઈપીઓ ઓપન થવાનો નવો વિક્રમ બનશે. જેઓ બજારમાંથી કુલ રૂ. 4 હજાર કરોડનું ભરણુ એકત્ર કરશે. આ ચાર આઈપીઓમાં દેવયાની ઈન્ટરનેશનલ રૂ. 1838 -સેલ છે. કરોડનું કદ ધરાવે છે. તે કેએફસી, કોસ્ટા કોફી અને પિઝ્ઝા હટ જેવી બ્રાન્ડસની ઓપરેટર છે અને રૂ. 86-90ના પ્રાઈસ બેંડમાં શેર્સ ઓફર કરી રહી છે. જેમાં રૂ. 1398 કરોડ ઓફર-ફોર-સેલ છે. અન્ય ત્રણ કંપનીઓમાં વિન્ડલાસ બાયોટેક રૂ. 402 કરોડ ઊભા કરવા ધારે છે. કંપની રૂ. 448-460ની પ્રાઈસ બેંડમાં શેર્સ ઓફર કરશે. ક્રસ્ના ડાયગ્નોસ્ટીક્સ રૂ. 933-954ના પ્રાઈસ બેંડમાં શેર્સ ઓફર કરીને રૂ. 1213 કરોડ એકત્ર કરવા ધારે છે. જેમાં 800 કરોડ ઓફર-ફોર-સેલ છે. એક્સારો ટાઈલ્સનો આઈપીઓ રૂ. 161.08 કરોડ સાથે સૌથી નાનું કદ ધરાવે છે અને તે રૂ. 118-120ની બેન્ડમાં શેર્સ ઓફર કરશે. ચારેય આઈપીઓ 6 ઓગસ્ટના રોજ બંધ થશે. દરમિયાનમાં ચાલુ સપ્તાહે બે આઈપીઓનું બજાર પર લિસ્ટીંગ થશે.
ભારતી એરટેલે રૂ. 284 કરોડનો નફો નોંધાવ્યો
દેશમાં બીજા ક્રમની ટેલિકોમ કંપની ભારતી એરટેલે જૂન ક્વાર્ટરમાં રૂ. 284 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 15933 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક રૂ. 26853 કરોડ પર રહી હતી. એનાલિસ્ટ્સ રૂ. 25800 કરોડની આવકનો અંદાજ રાખી રહ્યાં હતાં. જેના કરતાં આવક ઊંચી જોવા મળી હતી. કંપનીનો એબિટા રૂ. 13189 કરોડ પર જોવા મળ્યો હતો. જ્યારે એબિટા માર્જિન 49.1 ટકા પર રહ્યું હતું. ભારતીનો શેર પરિણામની જાહેરાત અગાઉ મંગળવારે 2.6 ટકાથી વધુના સુધારે છેલ્લા ત્રણ મહિનાની ટોચ પર બંધ જોવા મળ્યો હતો.
રૂપિયામાં વધુ 6 પૈસાનો સુધારો નોંધાયો
ઈક્વિટી માર્કેટમાં મજબૂત સેન્ટિમેન્ટ પાછળ રૂપિયામાં સતત બીજા દિવસે સુધારો જળવાયો હતો. રૂપિયો ગ્રીનબેક સામે 6 પૈસા સુધરી 74.28ના સ્તરે બંધ રહ્યો હતો. સોમવારે તે 74.34ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે 74.30ના મહત્વના અવરોધને પાર કર્યો હતો. આમ આગામી સત્રોમાં તે વધુ સુધારો દર્શાવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જોકે વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી જોતાં આ સુધારો અગાઉ મે મહિનામાં દર્શાવેલા બાઉન્સ જેટલો તીવ્ર નહિ હોય એમ પણ મનાય રહ્યું છે.


નિફ્ટીને 15-16 હજારના સ્તરે પહોંચવામાં છ મહિના લાગ્યાં
16 ફેબ્રુઆરીએ પ્રથમવાર 15000નું સ્તર દર્શાવ્યા બાદ 179 દિવસો બાદ નિફ્ટીએ 16000નું લેવલ પાર કર્યું
છેલ્લા દોઢ વર્ષની તેજીમાં 12 હજારથી 13 હજારનું સ્તર માત્ર 19 દિવસોમાં જોવા મળ્યું હતું

મંગળવારનો દિવસ તેજીવાળાઓ માટે મોટી રાહતનો દિવસ હતો. છેલ્લા દોઢ મહિનાથી 300 પોઈન્ટ્સની રેંજમાં અથડાય રહેલાં નિફ્ટીએ મોટુ બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. જોકે નિફ્ટીએ આમ કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. 16 ફેબ્રુઆરીએ બજેટ બાદ પ્રથમવાર 15 હજારનું સ્તર દર્શાવનાર બેન્ચમાર્ક નિફ્ટીએ એક હજાર પોઈન્ટસના સુધારા માટે 179 દિવસોનો લાંબો સમય કાપવો પડ્યો હતો. જે છેલ્લા દોઢ વર્ષમાં કોઈપણ સહસ્ત્ર પોઈન્ટ્સને હાંસલ કરવામાં લાગેલો સૌથી મોટા સમય હતો.
નિફ્ટીએ માર્ચ 2020ની આખરમાં 7500ની સપાટીનું તળિયું દર્શાવ્યું ત્યારથી મંગળવારે 16000ની સપાટી પાર થઈ તે દરમિયાનના દરેક 1000 પોઈન્ટ્સને પાર કરવામાં લાગેલા દિવસોનો અભ્યાસ કરીએ તો જણાય છે કે નિફ્ટીની છેલ્લા હજાર પોઈન્ટસની મુસાફરી સૌથી વધુ કપરી રહી હતી. લગભગ છ મહિના લાંબા એવા આ સમયગાળામાં તેજી અને મંદીવાળાઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. જેમાં અનેકવાર એવું થયું હતું કે મંદીવાળાઓ બાજી મારી જઈ રહ્યાં છે. જોકે આખરે તેજીવાળાઓ વિજય મેળવવામાં સફળ રહ્યાં હતાં અને તેમણે બજારને એક મહત્વનું સીમાચિહ્ન હાંસલ કરાવ્યું હતું. 7500-16000ની સફરમાં નિફ્ટીને 12000થી 15000 સુધીના 3000 પોઈન્ટ્સ હાંસલ કરવામાં સૌથી ઔછો સમય લાગ્યો હતો. 5 નવેમ્બરે દિવાળી અગાઉ 12000નું સ્તર દર્શાવ્યાં બાદ નિફ્ટી 92 દિવસોમાં તો ફેબ્રુઆરીમાં 15000ના સ્તર પર ટ્રેડ થયો હતો. જેમાં 12થી 13 હજાર પર તો તે માત્ર 19 દિવસોમાં પહોંચ્યો હતો. જ્યારે 13થી 14 હજારનો પ્રવાસ 37 દિવસોમાં પૂરો કર્યો હતો. જ્યારે 14 હજારથી 15 હજારમાં તેને 36 દિવસો લાગ્યાં હતાં. આ અગાઉ 11 હજારના સ્તરેથી 12 હજાર પર પહોંચવામાં તેણે 108 સત્રોનો બીજો સૌથી મોટો સમયગાળો લીધો હતો. અલબત્ત, 12 હજારનું સ્તર પાર કર્યાં બાદ તે નવી ટેરિટરીમાં પ્રવેશ્યો હતો અને તેથી તેના માટે મોકળુ મેદાન હતું. કોઈ અવરોધ નડી રહ્યાં નહોતાં અને તેથી તે 15 હજાર સુધી ઝડપી ગતિ દર્શાવી શક્યો હતો. એમાં પણ 1 ફેબ્રુઆરીએ પોઝીટીવ બજેટ બાદ તે ટૂંકાગાળામાં 13600 પરથી 15100 સુધી ઊંચકાયો હતો. જોકે ત્યારબાદ વૈશ્વિક બજારોમાં બોન્ડ યિલ્ડ્સમાં તીવ્ર વૃદ્ધિ, સ્થાનિક સ્તરે કોવિડનો બીજો રાઉન્ડ અને છેલ્લે ફેડની ટેપરિંગની વાતોને કારણે 16 હજારને સ્પર્શવામાં તેણે લાંબો સંઘર્ષ કરવાનો થયો હતો. આ સંઘર્ષ કાળ દરમિયાન જોકે મીડ અને સ્મોલ-કેપ્સમાં તેજી જળવાયેલી રહી હતી અને નિફ્ટી આ સમયગાળામાં ભલે માત્ર 3.72 ટકા જેટલો સુધર્યો છે પરંતુ સ્મોલ-કેપ ઈન્ડેક્સ 37.46 ટકા જેટલો તીવ્ર ઉછાળો દર્શાવી રહ્યો છે. જ્યારે એનએસઈ-500ના શેર્સમાં સરેરાશ 33.4 ટકાનું રિટર્ન મળ્યું છે. એનએસઈ-500 જૂથના ટોચના 25 પર્ફોર્મર્સે 150 ટકાનું તીવ્ર રિટર્ન આ સમયગાળામાં દર્શાવ્યું છે.

નિફ્ટીને પ્રતિ હજાર પોઈન્ટ્સ વૃદ્ધિમાં લાગેલા દિવસો

નિફ્ટીના લેવલ્સ પહોંચવામાં લાગેલા દિવસો
7511 –
9000 3
10000 68
11000 47
12000 108
13000 19
14000 37
15000 36
16000 179

Rushit Parmar

Recent Posts

Go Digit General Insurance Limited IPO : Important Dates

Go Digit General Insurance Limited IPO is set to launch on 15 May, 2024. The…

4 days ago

Indian Emulsifier Limited IPO : Company Information

Indian Emulsifier Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

4 days ago

Quest Laboratories Limited IPO : Company Details

Quest Laboratories Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

4 days ago

Veritaas Advertising Limited IPO : Important Updates

Veritaas Advertising Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

6 days ago

Mandeep Auto Industries Limited IPO : Key Highlights

Mandeep Auto Industries Limited IPO is set to launch on 10 May, 2024. The company…

6 days ago

Premier Roadlines Limited IPO : Company Information

Premier Roadlines Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

1 week ago

This website uses cookies.