Categories: Market TipsNEWS

Market Summary 6 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટી 17800 પર ટકવામાં નિષ્ફળ
સપ્તાહના શરૂઆતી બે દિવસમાં જોવા મળેલો સુધારાતરફી ટ્રેન્ડ અટક્યો હતો અને મંદીવાળાઓએ પકડ મજબૂત બનાવી હતી. નિફ્ટી દિવસની 17885ની ટોચ બનાવી નીચામાં 17613 થઈ 17646 પર બંધ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સ 35 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 17611ના સ્તરે બંધ રહ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન તે કેશ નિફ્ટીની સરખામણીમાં ડિસ્કાઉન્ટમાં ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. મેટલ શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેમાં એલ્યુમિનિયમ શેર્સ અગ્રણી હતાં. આ સિવાય આઈટી, બેંકિંગ, ફાર્મા, એફએમસીજી સહિતના ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી.
એશિયા-યુરોપના બજારોમાં 2 ટકાથી વધુનો ઘટાડો
બુધવારે એશિયા અને યુરોપના બજારોમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળતો હતો. યુએસ બજારમાં મજબૂતી વચ્ચે કોરિયા, જાપાન અને હોંગ કોંગના બજારો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. ચીનના બજારમાં છેલ્લાં સપ્તાહથી રજા જોવા મળે છે. કોરિયાનો બેન્ચમાર્ક 1.9 ટકા સાથે બંધ રહ્યો હતો. બપોરે યુરોપના બજારો પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જેમાં જર્મનીનો ડેક્સ 2.3 ટકા ઘટાડા સાથે ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે યુકે અને ફ્રાન્સના બજારો પણ 2 ટકા સુધીનો ઘટાડો નોંધાવી રહ્યાં હતાં.
રૂપિયો ડોલર સામે 54 પૈસા ગગડી છ મહિનાના તળિયે
યુએસ ડોલર સામે ભારતીય રૂપિયામાં છેલ્લાં ઘણા દિવસોનો મોટો ઘટાડો નોઁધાયો હતો. મંગળવારે 74.45ના સ્તરે બંધ રહેલો રૂપિયો 74.64ના સ્તરે ગેપ-ડાઉન ઓપનીંગ બાદ સુધરીને 74.54ના સ્તરે જોવા મળ્યો હતો. જોકે ક્રૂડમાં મજબૂતી અને ઈક્વિટીમાં નરમાઈને પગલે તે ગગડીને 74.99 પર 22 એપ્રિલ પછીના તળિયાના સ્તરે જોવા મળ્યો હતો અને આ સ્તરે જ બંધ રહ્યો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે વૈશ્વિક ક્રૂડન ભાવમાં ઊંચી વૃદ્ધિ અને ડોલર ઈન્ડેક્સમાં સુધારાને કારણે રૂપિયા પર ભારે દબાણ જોવા મળ્યું હતું. ડોલર ઈન્ડેક્સ 0.42 ટકા સુધારા સાથે 94.37ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. રૂપિયો એક સપ્ટેમ્બરે 72.92ના સ્તરેથી 2.85 ટકા જેટલો ગગડ્યો છે. ટેકનિકલી તેને એપ્રિલ મહિનાના 75.33ના સ્તરનો સપોર્ટ સાંપડી શકે છે. જ્યારે સુધારા બાજુએ તેને 74.50નો અવરોધ નડે તેવી શક્યતાં છે. કોમોડિટીઝના ભાવમાં વૃદ્ધિ અને રૂપિયામાં ઘસારા પાછળ આયાત બિલમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતા છે.
IRCTCનો શેર વધુ 7 ટકા ઉછળી રૂ. 4500 પર બોલાયો
રેલ્વેની પેટાકંપની આઈઆરસીટીસીનો શેર બુધવારે 7 ટકાથી વધુના ઉછાળા સાથે રૂ. 4510ની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યો હતો અને કામકાજના અંતે રૂ. 4463 પર બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં મંદીની પણ આઈઆરસીટીસીના શેર પર કોઈ અસર પડી નહોતી. બુધવારે બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 71413 કરોડ પર જોવા મળતું હતું. જે તેને ટોચના 10 લિસ્ટેડ પીએસયૂમાં સ્થાન આપે છે. કંપનીનો શેર બુધવારના રૂ. 4166ના બંધ ભાવ સામે રૂ. 297.25નો સુધારો દર્શાવતો હતો. કંપનીનો શેર 1:5ના રેશિયોમાં સ્પિલટ થવાનો છે. બુધવારના સુધારા સાથે શેરે સપ્તાહમાં 20 ટકાનો સુધારો દર્શાવ્યો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં તે 50 ટકા જેટલો ઉછળ્યો છે. જ્યારે છ મહિનામાં 103 ટકા જેટલો ઉછળ્યો છે. કંપની રેલ્વેમાં કેટરિંગ અને ઓનલાઈન ટિકિટિંગમાં મોનોપોલી ધરાવે છે. રૂ. 350ના ઈસ્યુ ભાવ સામે કંપનીનો શેર 14 ગણાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે.

માર્કેટમાં તેજી પાછળ બ્રોકિંગ કંપનીઓના શેર્સમાં 400 ટકા સુધીનું વળતર
માર્કેટ મધ્યસ્થી તરીકેની કામગીરી નિભાવતી કંપનીઓએ છેલ્લા 10 વર્ષોમાં શ્રેષ્ઠ દેખાવ નોંધાવ્યો
ડિજિટલ બ્રોકરેજિસ કંપનીઓના શેર્સનો ચઢિયાતો દેખાવ
શેરબજારમાં અવિરત તેજી પાછળ માર્કેટ મધ્યસ્થી એવા સ્ટોક બ્રોકર્સ કંપનીઓના શેર્સમાં વાર્ષિક ધોરણે 400 ટકા સુધીનો ઉછાળો નોઁધાયો છે. જે માર્કેટમાં લિસ્ટેડ બ્રોકિંગ કંપનીઓનો છેલ્લા દાયકાનો શ્રેષ્ઠ દેખાવ છે. અગાઉ તેમણે કેલેન્ડર 2007માં વાર્ષિક ધોરણે ઊંચું રિટર્ન દર્શાવ્યું હતું. જોકે ત્યારબાદ તેમનો દેખાવ આકર્ષક જળવાયો નહોતો.
બ્રોકરેજ કંપનીઓના સારા દેખાવ પાછળનું મુખ્ય કારણ માર્કેટમાં મોટાપાયે નવા રિટેલ ઈન્વેસ્ટર્સનું આગમન છે. એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં માસિક ધોરણે સરેરાશ 12 લાખથી વધુ ડિમેટ એકાઉન્ટ્સ ઓપન થયાં છે. આમ કુલ 1.7 કરોડથી વધુ રિટેલ ઈન્વેસ્ટર્સ માર્કેટમાં પ્રવેશ્યાં છે એમ કહી શકાય. એક રીતે તો રિટેલ ઈન્વેસ્ટર્સ બેઝમાં આ 30 ટકા જેટલી વૃદ્ધિ છે. જેને કારણે બજારના દૈનિક ટર્નઓવરમાં પણ તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. એનએસઈ કેશ સેગમેન્ટનું વોલ્યુમ દૈનિક રૂ. 90 હજાર કરોડથી લાખ કરોડ આસપાસ જોવા મળે છે. જ્યારે ડેરિવેટિવ્સ સેગમેન્ટનું વોલ્યુમ રૂ. 100 લાખ કરોડ જેટલું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત પ્રાઈમરી માર્કેટમાં એક વર્ષથી જોવા મળી રહેલાં એક પ્રકારના ઉન્માદને કારણે બ્રોકિંગ કંપનીઓને લિસ્ટીંગ દિવસે ઊંચા વોલ્યુમનો પણ ખૂબ લાભ મળ્યો છે. અત્યાર સુધીમાં 2021માં આઈપીઓ મારફતે રૂ. 80 હજાર કરોડથી વધુ રકમ ઊભી કરવામાં આવી છે. જ્યારે માર્ચ 2022 સુધીમાં બીજા રૂ. 1.5 લાખથી 2 લાખ કરોડની લિક્વિડીટી બજારમાંથી આઈપીઓ મારફતે ઊભી થવાની શક્યતા છે. આમાં એલઆઈસીના મેગા આઈપીઓનો પણ સમાવેશ થાય છે. માર્કેટ વર્તુળોના મતે બજારમાં પ્રવેશેલાં મિલેનિયલ્સ ટ્રેડિંગ સાયકોલોજી ધરાવે છે અને તેને કારણે તેઓ તેમની મૂડીનું મોટું ચર્નિંગ કરે છે. તેઓ ફંડામેન્ટલ્સ કરતાં પણ ટેકનિકલ્સને વધુ ફોલો કરી રહ્યાં છે અને તેથી તેઓ પ્રોફિટ-લોસ બુક કરવામાં આક્રમક છે. જે બ્રોકિંગ કંપનીઓને બ્રોકિંગ ઉપરાંત માર્કેટને લિક્વિડીટી પૂરી પાડી રહ્યાં છે.
છેલ્લાં એક વર્ષમાં બ્રોકિંગ કંપનીઓની વાત કરીએ તો લગભગ વર્ષ અગાઉ લિસ્ટ થયેલા એંજલ બ્રોકિંગના શેરે 421 ટકા સાથે ઊંચું રિટર્ન દર્શાવ્યું છે. કંપનીનો શેર ઈસ્યુ પ્રાઈસથી નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયા બાદ ઉછળતો રહ્યો હતો અને ચાર આંકડામાં જોવા મળ્યો હતો. બુધવારે તે રૂ. 1335ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. અન્ય બ્રોકિંગ કંપનીઓમાં આઈઆઈએફએલ સિક્યૂરિટીઝનો શેર 166 ટકા, જીઓજીત ફાઈનાન્સિયલ 123 ટકા, એમ્કે ગ્લોબલ 94 ટકા, આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝ 64 ટકા અને મોતીલાલ ઓસ્વાલ સિક્યૂરિટીઝ 24 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે.
બ્રોકરેજ કંપનીઓના શેર્સનો વાર્ષિક દેખાવ
કંપની 6 ઓક્ટો. 2021નો બંધ(રૂ.) 6 ઓક્ટો. 2020નો બંધ(રૂ.) વૃદ્ધિ(%)
એંજલ બ્રોકિંગ 1335 256 421
IIFL સિક્યૂરિટીઝ 99 37 166
જીઓજીત ફાઈ. 79 36 123
એમ્કે ગ્લોબલ 113 58 94
ICICI સિક્યૂરિટીઝ 743 453 64
મોતીલાલ ઓસ્વાલ 874 611 43
એડલવેઈસ 80 64 24

LIC IPOમાં વિદેશી ઈન્વેસ્ટર્સને 20 ટકા હિસ્સા માટે FDI નિયમ સુધારાશે
હાલમાં 74 ટકા સુધીની છૂટ આપતો એફડીઆઈ નિયમ એલઆઈસીને લાગુ પડતો નથી
સરકાર માટે મહત્વાકાંક્ષી એવા એલઆઈસીના મેગા આઈપીઓમાં વિદેશી રોકાણકારોને 20 ટકાની છૂટ માટેના પ્રસ્તાવ માટે સરકાર વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે. જ્યારબાદ તેઓ આઈપીઓમાં ભાગ લેવા માટે સક્ષમ બનશે એમ વર્તુળો જણાવે છે. આ અંગે અધિકારીઓએ બુધવારે એક બેઠક પણ યોજી હતી.
એલઆઈસી આઈપીઓમાં વિદેશી રોકાણકારો ઓટોમેટીક રુટ મારફતે ભાગ લઈ શકે તે માટે સરકાર એફડીઆઈ નિયમોમાં સુધારો માટે ચર્ચા-વિચારણા ચલાવી રહી છે એમ આ અંગે માહિતી ધરાવતાં વર્તુળ જણાવે છે. તેમના કહેવા મુજબ બુધવારે બપોરે આ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે નાણા મંત્રાલયના વર્તુળોએ કોઈ સમર્થન આપ્યું નથી. સરકાર બજેટ ખાધને પૂરવા એલઆઈસીના આઈપીઓ પર આધાર રાખી રહી છે. બજેટમાં કુલ રૂ. 2 લાખ કરોડના ટાર્ગેટમાંથી મોટો હિસ્સો એલઆઈસીના 10 ટકા હિસ્સા વેચાણમાંથી ઊભો થવાની ગણતરી છે. હાલમાં એફડીઆઈ નિયમો મુજબ મોટાભાગના આઈપીઓમાં વિદેશી રોકાણકારો 74 ટકા સુધી સીધું રોકાણ કરી શકે છે. જોકે આ નિયમો એલઆઈસીને લાગુ પડતાં નથી. કેમકે તે વિશેષ પાર્લામેન્ટ એક્ટ મારફતે ઊભી કરવામાં આવેલી સંસ્થા છે. આરબીઆઈની વ્યાખ્યા મુજબ એફડીઆઈ એટલે વિદેશમાં વસતાં વ્યક્તિ અથવા સંસ્થા મારફતે લિસ્ટેડ કંપનીમાં 10 ટકાથી વધુ હિસ્સો ખરીદનારને એફડીઆઈ ગણવામાં આવે છે. આમ એલઆઈસી આઈપીઓમાં એફડીઆઈની છૂટને કારણે માત્ર તેમને આઈપીઓમાં ભાગ લેવાની જ નહિ પરંતુ લિસ્ટીંગ બાદ પણ નોંધપાત્ર હિસ્સો ખરીદવાની છૂટ મળશે. સરકાર એલઆઈસીના રૂ. 8-10 લાખ કરોડનું વેલ્યૂએશન અપેક્ષા રાખી રહી છે. સરકાર દ્વારા 5-10 ટકા હિસ્સા વેચાણ મારફતે સરકાર તિજોરીને રૂ. 40 હજાર કરોડથી લઈ રૂ. એક લાખ કરોડ સુધીનો લાભ મળી શકે છે. એલઆઈસીનો આઈપીઓ નાણા વર્ષના ચોથા ક્વાર્ટરમાં બજારમાં પ્રવેશે તેવી શક્યતાં છે.

Rushit Parmar

Recent Posts

TGIF Agribusiness Limited IPO : Important Dates

TGIF Agribusiness Limited IPO is set to launch on 8 May, 2024. The company was…

16 hours ago

Aadhar Housing Finance Limited IPO : Important Dates

Aadhar Housing Finance Limited IPO is set to launch on 8 May, 2024. The company…

16 hours ago

Silkflex Polymers (India) Limited IPO : Key Updates

Silkflex Polymers (India) Limited IPO is set to launch on 7 May, 2024. The company…

16 hours ago

TBO Tek Limited IPO : All You Need to Know

TBO Tek Limited IPO is set to launch on 8 May, 2024. The company initiated…

16 hours ago

Slone Infosystems Limited IPO : Important Information

Slone Infosystems Limited IPO is set to launch on 3 May, 2024. The company initiated…

4 days ago

Sai Swami Metals & Alloys Limited IPO : Key Dates

Sai Swami Metals & Alloys Limited IPO is set to launch on 30 April, 2024.…

1 week ago

This website uses cookies.