Categories: Market Tips

Market Summary 03/05/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં વેચવાલીનું મોજું : નિફ્ટી નવી ટોચ બનાવીને ઊંધા માથે પટકાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 9 ટકા ઉછળી 14.61ના સ્તરે પહોંચ્યો
પીએસઈ, ફાર્મા શેર્સ સિવાય તમામ સેક્ટર્સમાં નરમાઈ
ઓટો, બેંકિંગ, આઈટી, રિઅલ્ટીમાં વેચવાલી
બ્રોડ માર્કેટમાં સતત બ્રેડ્થમાં નરમાઈ
હિંદુસ્તાન ઝીંક, અજંતા ફાર્મા, ભેલ, એનએમડીસી, કમિન્સ નવી ટોચે
કોટક મહિન્દ્રા બેંક નવા તળિયે
શેરબજારમાં સપ્તાહના આખરી સત્રમાં ઓચિંતી વેચવાલી જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી ગગડ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે 22795ની ટોચ બનાવી હતી. સેન્સેક્સ 733 પોઈન્ટ્સના ઘટાડે 73873ની સપાટીએ જ્યારે નિફ્ટી 172 પોઈન્ટ્સ નરમાઈ સાથે 22476ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સતત નરમાઈ જોવા મળી રહી છે. જેની પાછળ બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3958 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2306 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1527 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. 256 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 18 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 9 ટકા ઉછળી 14.61ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 22648ના બંધ ભાવ સામે 22766 પર ખૂલી જોતજોતામાં 22795ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે, ત્યાંથી એકાએક વેચવાલી શરૂ થઈ હતી અને નિફ્ટી 22348 પર ટ્રેડ થઈ 22476 પર બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 76 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22552 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રની સરખામણીમાં પ્રિમીયમમાં 76 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં મોટું લોંગ લિક્વિડેશન જોવા મળ્યું હોય તેમ જણાય છે. લોંગ ટ્રેડર્સ 22250ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે.
નિફ્ટીને શુક્રવારે સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયા, ગ્રાસિમ, ઓએનજીસી, ડો. રેડ્ડીઝ લેબ્સ, હિંદાલ્કો, એપોલો હોસ્પિટલ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એમએન્ડએમ, તાતા કન્ઝ્યૂમર, શ્રીરામ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, લાર્સન, મારુતિ સુઝુકી, નેસ્લે, રિલાયન્સ ઈન્ડ., ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, તાતા મોટર્સ, અદાણી પોર્ટ્સમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો પીએસઈ અને ફાર્મામાં ખરીદી નીકળી હતી. જ્યારે ઓટો, બેંકિંગ, આઈટી, રિઅલ્ટીમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 0.5 ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે 10388ની ટોચ બનાવી હતી. તેના ઘટકોમાં કોલ ઈન્ડિયા, ભેલ, એનએમડીસી, પાવર ફાઈનાન્સ, સેઈલ, એનએચપીસી, ઓએનજીસી, કોન્કોર, આરઈસી, એચપીસીએલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્માના ઘટકોમાં આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, ઝાયડસ લાઈફ, લ્યુપિનમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી એક ટકા, નિફ્ટી ઓટો પણ લગભગ એક ટકાનો ઘટાડો સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો કોલ ઈન્ડિયા 4.6 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત, ભેલ, એનએમડીસી, શ્રી સિમેન્ટ્સ, કમિન્સ ઈન્ડિયા, પાવર ફાઈનાન્સ, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, અતુલ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ગ્રાસિમ, સેઈલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ કન્ઝ્યૂમર, ડાબર ઈન્ડિયા, વેદાંતમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, કોફોર્જમાં 10 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, એમઆરએફ, એસઆરએફ, ઓબેરોય રિઅલ્ટી, આદિત્ય બિરલા ફેશન, જીએમઆર એરપોર્ટ્સ, લાર્સન, ટ્રેન્ટ, મારુતિ સુઝુકી, ચંબલ ફર્ટિલાઈઝર્સ, એલઆઈસી હાઉસિંગ ફાઈ.માં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં હિંદુસ્તાન ઝીંક, અજંતા ફાર્મા, ભેલ, એનએમડીસી, કમિન્સ ઈન્ડિયા, પ્રેસ્ટીજ એસ્ટેટ, જિંદાલ સો, સુપ્રીમ ઈન્ડ., ત્રિવેણી ટર્બાઈન, પાવર ફાઈનાન્સ, ગોદાવરી પાવર, ગ્રાસિમ, સેઈલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, કોટક મહિન્દ્રા બેંકે નવુ તળિયું દર્શાવ્યું હતું.
ટાઈટને માર્ચ ક્વાર્ટર માટે રૂ. 786 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
કંપનીએ પ્રતિ શેર રૂ. 11ના ડિવિડન્ડની જાહેરાત કરી
તાતા જૂથની ટાઈટન કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 786 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 734 કરોડ પર જોવા મળતો હતો. જોકે, માર્કેટ એનાલિસ્ટ્સના રૂ. 811 કરોડના નેટ પ્રોફિટ સામે કંપનીએ નીચો નફો નોંધાવ્યો છે. જ્વેલર અને વોચમેકરે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 10047 કરોડની આવક દર્શાવી હતી. જે વાર્ષિક ધોરણે 17 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 8553 કરોડની આવક નોંધાવી હતી. બ્રોકરેજની આવક રૂ. 11054 કરોડ રહેવાનો અંદાજ હતો. કંપનીનો એબિટા રૂ. 1109 કરોડ પર રહ્યો હતો. જ્યારે એબિટા માર્જિન 90 બેસીસ પોઈન્ટ્સ ગગડી 9.9 ટકા પર જોવા મળ્યાં હતાં.
જ્વેલરી સેગમેન્ટની વાત કરીએ તો કંપનીની આવક 19 ટકા વૃદ્ધિ સાથે રૂ. 8998 કરોડ પર રહી હતી. જેમાં ભારતીય બિઝનેસ 20 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીનો એબિટ 12.1 ટકા માર્જિન સાથે રૂ. 1089 કરોડ પર રહ્યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન કંપનીની આવક 20 ટકા વધી રૂ. 38,353 કરોડ પર રહી હતી. જ્યારે એબિટ રૂ. 4726 કરોડ રહ્યો હતો. જ્યારે એબિટ માર્જિન 12.3 ટકા પર જોવા મળ્યું હતું.



તાતા ટેક્નોલોજિસનો નફો 27 ટકા ગગડી રૂ. 157.24 કરોડ નોંધાયો
કંપનીએ પ્રતિ શેર રૂ. 10.05નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું

તાતા ટેક્નોલોજિસે શુક્રવારે તેના પરિણામની જાહેરાત કરી હતી. કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 157.24 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 27.39 ટકા ઘટાડો સૂચવે છે. ગયા વર્ષે તેણે સમાનગાળામાં રૂ. 216.56 કરોડનો નફો રળ્યો હતો. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 7.62 ટકા ઘટાડો સૂચવતો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેણે રૂ. 170.22 કરોડનો નફો નોંધાવ્યો હતો.
કંપનીની આવક પણ માર્ચ ક્વાર્ટરમાં 7.22 ટકા ગગડી રૂ. 1301.05 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1402.39 કરોડ પર જોવા મળતી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં આવક રૂ. 1289.45 કરોડ પર જળવાય હતી. ક્વાર્ટર દરમિયાન કુલ આવક રૂ. 1325 કરોડ રહી હતી. જે ગયા વર્ષે રૂ. 1450 કરોડની સરખામણીમાં 9 ટકા ઘટાડો સૂચવે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 1320 કરોડ રહી હતી.
સમગ્ર 2023-24 નાણા વર્ષ દરમિયાન કંપનીએ રૂ. 679.37 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે અગાઉના વર્ષે રૂ. 624.03 કરોડ પર હતો. આમ વાર્ષિક 8.9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીની કુલ આવક 16.23 ટકા ઉછળી રૂ. 5232.75 કરોડ પર રહી હતી. જે અગાઉના વર્ષે રૂ. 4502 કરોડ પર હતી. કંપનીના મેનેજમેન્ટે પ્રતિ શેર રૂ. 10.05નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
શુક્રવારે તાતા ટેક્નોલોજીનો શેર રૂ. 1085ની સપાટીએ બંધ રહ્યો હતો.



ગોદરેજ પ્રોપર્ટીઝનો નફો 14 ટકા ઉછળી રૂ. 471 કરોડ પર જોવા મળ્યો
જોકે, કંપનીની આવક 15 ટકા ગગડી રૂ. 1426 કરોડ પર રહી
2024-25 માટે રૂ. 27000 કરોડના બુકિંગ્સનું ગાઈડન્સ
રિઅલ્ટી કંપની ગોદરેજ પ્રોપર્ટીઝે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 471 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 412 કરોડના નફા સામે 14 ટકા વૃદ્ધિ સૂચવે છે. જોકે, કંપનીની આવક માર્ચ ક્વાર્ટરમાં 15 ટકા ઘટી રૂ. 1426 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1646 કરોડ પર હતી. કંપનીનો એડજસ્ટેડ એબિટા 2 ટકા ગગડી રૂ. 717 કરોડ પર રહ્યો હતો. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 729 કરોડ પર હતો.
કંપનીએ નાણા વર્ષ 2023-24 માટે રૂ. 3055 કરોડની આવક દર્શાવી હતી. જે અગાઉના વર્ષે રૂ. 2252 કરોડ પર હતી. કંપનીનો એડજસ્ટેડ એબિટા રૂ. 1379 કરોડ પર રહ્યો હતો. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 1118 કરોડ પર જોવા મળતો હતો. કંપનીએ વર્ષ દરમિયાન 10 નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સ ઉમેર્યાં હતાં. જે રૂ. 21,225 કરોડની આવક સંભાવના ધરાવે છે. જે કંપનીના રૂ. 15000 કરોડના અંદાજિત બુકિંગ ગાઈડન્સ કરતાં 42 ટકા વધુ છે. કંપનીએ 2023-24 દરમિયાન રૂ. 22,527 કરોડના બુકિંગ્સ નોંધાવ્યાં હતાં. જ્યારે 2024-25 માટે રૂ. 27000 કરોડના બુકિંગ્સનું ગાઈડન્સ આપ્યું હતું.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

HOAC Foods India Limited IPO (Hariom Atta & Spices IPO) : Key Info.

HOAC Foods India Limited IPO is set to launch on 16 May, 2024. The company…

3 hours ago

Rulka Electricals Limited IPO : Key Highlights

Rulka Electricals Limited IPO begins for subscription from 16 May, 2024

4 hours ago

Go Digit General Insurance Limited IPO : Important Dates

Go Digit General Insurance Limited IPO is set to launch on 15 May, 2024. The…

5 days ago

Indian Emulsifier Limited IPO : Company Information

Indian Emulsifier Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

5 days ago

Quest Laboratories Limited IPO : Company Details

Quest Laboratories Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

5 days ago

Veritaas Advertising Limited IPO : Important Updates

Veritaas Advertising Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

7 days ago

This website uses cookies.