Categories: Market Tips

Market Summary 29/04/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજાર નવી ટોચ દર્શાવે તેવી શક્યતાઃ નિફ્ટીએ 22600ની સપાટી કૂદાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 12 ટકા ઉછળી 12.23ના સ્તરે બંધ
એશિયન બજારોમાં પણ 2 ટકા સુધીનો ઉછાળો
બેંક નિફ્ટી 2.5 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો
ફાર્મા, મેટલ, એનર્જી, પીએસઈમાં પણ મજબૂતી
રિઅલ્ટી, આઈટી અને ઓટોમાં નરમાઈ
સુપ્રીમ ઈન્ડ., આઈસીઆઈસીઆઈ બેંક, એબી કેપિટલ, એસબીઆઈ, એક્સિસ બેંક નવી ટોચે

શેરબજારોમાં સોમવારે સાર્વત્રિક તેજી સાથે નવા સપ્તાહની શરૂઆત જોવા મળતી હતી. જેની પાછળ ભારતીય બજાર પણ તેની સર્વોચ્ચ સપાટી નજીક સરક્યું હતું. બીએસઈ સેન્સેક્સ 938 પોઈન્ટ્સ ઉછળી 74668ની સપાટીએ જ્યારે નિફ્ટી 223 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 22643ની સપાટીએ પહોંચ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 4088 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2015 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1894 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 12 ટકા ઉછળી 12.23ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે એશિયન બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય બજારે પણ ગેપ-અપ ઓપનીંગ સાથે કામકાજ શરૂ કર્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 22420ના અગાઉના બંધ સામે 22476ની સપાટીએ ખૂલી દિવસ દરમિયાન સતત સુધરતો રહ્યો હતો અને ઈન્ટ્રા-ડે 22666ની ટોચ દર્શાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. આમ બીજીવાર, તેણે 22600ની સપાટી પર બંધ આપ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 102 પોઈન્ટ્સ પ્રિમિયમ સાથે 22745ની સપાટી પર બંધ રહ્યો હતો. બેન્ચમાર્કને 22700-22800ની રેંજમાં અવરોધ છે. જે પાર થતાં તે 23000-23200ની ટોચ તરફ ગતિ દર્શાવી શકે છે. બીજી બાજુ, 22250નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં માર્કેટ 21800ની સપાટી નોંધાવી શકે છે. લોંગ ટ્રેડર્સે 22300ના સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે.
સપ્તાહના પ્રથમ સત્રમાં નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, અલ્ટ્રાટેકસિમેન્ટ, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એનટીપીસી, ગ્રાસિમ, બીપીસીએલ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, ટીસીએસ, નેસ્લે, સન ફાર્મા, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, રિલાયન્સ ઈન્ડ., એશિયન પેઈન્ટ્સ, એમએન્ડએમ, લાર્સનનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એચસીએલ ટેક્નોલોજી, એપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, એચડીએફસી લાઈફ, એલટીઆઈમાઈન્ડટ્રીમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો બેંક નિફ્ટી 2.5 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. આ ઉપરાંત, ફાર્મા, મેટલ, એનર્જી, પીએસઈમાં પણ મજબૂતી જોવા મળી હતી. જ્યારે રિઅલ્ટી, આઈટી અને ઓટોમાં નરમાઈ બની રહી હતી. નિફ્ટી બેંકના ઘટકોમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંકમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ 2 ટકાથી વધુ ઉછળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો એયૂ સ્મોલ ફાઈનાન્સ 6 ટકા વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત, આઈસીઆઈસીઆઈ બેંક, એબી કેપિટલ, નવીન ફ્લોરિન, એસબીઆઈ, એલએન્ડટી ફાઈનાન્સ, આઈઓસી, એચપીસીએલ, ઈન્ફો એજ, ઈન્ડસઈન્ડ બેંક, બલરામપુર ચીની, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેંક, તાતા પાવર, વેદાંત, ઈન્ડિયન હોટેલ્સ, ઝી એન્ટરટેઈનમેન્ટમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, એચસીએલ ટેક્નોલોજી, એપોલો હોસ્પિટલ, આઈડીએફસી, વોડાફોન આઈડિયા, આઈડીએફસી ફર્સ્ટ બેંક, જીએમઆર એરપોર્ટ્સ, એસબીઆઈ કાર્ડ, એમસીએક્સ ઈન્ડિયા, ડીએલએફ, બજાજ ઓટો, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, મેક્સ ફાઈ. અને આઈએક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, એબી કેપિટલ, એસબીઆઈ, એક્સિસ બેંક, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, લેમન ટ્રી, સીઈએસસી, તાતા પાવર, કમિન્સ ઈન્ડિયા, ગ્રાસિમ, આરતી ઈન્ડનો સમાવેશ થતો હતો.
અલ્ટ્રાટેક સિમેન્ટનો નફો 36 ટકા વધી રૂ. 2258 કરોડ થયો
કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 70નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું
અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડે માર્ચ ક્વાર્ટર માટે નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 35.54 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી. કંપનીનો નફો રૂ. 2258.12 કરોડ પર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1665.95 કરોડ પર હતો. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 27 ટકા ઉછળ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 1777 કરોડનો નફો દર્શાવ્યો હતો.
કંપનીની આવક વાર્ષિક ધોરણે 9.41 ટકા વધી રૂ. 20,419 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 18,662 કરોડ પર જોવા મળી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 16,740 કરોડ પર રહી હતી. સમગ્ર વર્ષ માટે કંપનીએ રૂ. 7005 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે અગાઉના વર્ષે રૂ. 5064 કરોડ પર રહ્યો હતો. કંપનીની આવક 12.12 ટકા વધી રૂ. 70908 કરોડ પર રહી હતી. કુલ આવક 12.2 ટકા વધી રૂ. 71,525 કરોડ પર જોવા મળી હતી. કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 70નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. સોમવારે અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર રૂ. 9970.85ના સ્તરે બંધ રહ્યો હતો.



ટ્રેન્ટનો નેટ પ્રોફિટ અનેકગણો વધી રૂ. 712 કરોડ પર જોવા મળ્યો
કંપનીએ શેર દીઠ રૂ. 3.2નું ડિવિડન્ડનો પ્રસ્તાવ મૂક્યો

વેસ્ટસાઈડ, ઝૂડિયો અને ઉત્સા જેવી લાઈફસ્ટાઈલ રિટેલ ચેઈન્સની માલિક ટ્રેન્ટે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 712 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 45 કરોડના નફાની સરખામણીમાં અનેકગણી વૃદ્ધિ સૂચવે છે. કંપનીની કામકાજી આવક 51 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3298 કરોડ પર રહી હતી. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 2183 કરોડ પર હતી. કંપનીનો એબિટા વાર્ષિક ધોરણે રૂ. 211 કરોડ પરથી ઉછળી રૂ. 477 કરોડ પર જોવા મળ્યો હતો. જ્યારે એબિટા માર્જિન 15 ટકા પર રહ્યાં હતાં.
કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 3.2ના ડિવિડન્ડનો પ્રસ્તાવ મૂક્યો હતો. માર્ચ, 2024ની આખરમાં કંપનીના પોર્ટફોલિયોમાં 232 વેસ્ટસાઈટ આઉટલેટ્સ, 545 ઝૂડિયો આઉટલેટ્સ અને 34 અન્ય સ્ટોર્સનો સમાવેશ થતો હતો. માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ 12 નવા વેસ્ટસાઈડ સ્ટોર્સ અને 86 નવા ઝૂડિયો સ્ટોપ્સ ઓપન કર્યાં હતાં. જે સાથે તેની હાજરી 25 નવા શહેરોમાં વધી હતી. સોમવારે ટ્રેન્ટનો શેર બીએસઈ ખાતે રૂ. 4298.35ની સપાટીએ બંધ રહ્યો હતો.



તાતા કેમિકલ્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 841 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી
કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 15નું ડિવિડન્ડ જાહેર કર્યું 
તાતા કેમિકલ્સે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 841 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી હતી. તેણે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 692 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 15ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીએ માર્ચ ક્વાર્ટર દરમિયાન યુકે સ્થિત સોડા એશ અને બાઈકાર્બ ઓપરેશન્સ ખાતે રૂ. 963 કરોડના કુલ નોન-કેશ રાઈટ ડાઉનને માન્યતા આપી હતી.
સોડાએશ ઉત્પાદકની માર્ચ ક્વાર્ટર આવર 21.1 ટકા ઘટી રૂ. 3475 કરોડ પર રહી હતી. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 4407 કરોડ પર હતી. કંપનીનો એબિટા ગયા વર્ષે રૂ. 965 કરોડ પરથી ગગડી રૂ. 443 કરોડ પર રહ્યો હતો. જ્યારે એબિટા માર્જિન 21.9 ટકા પરથી ઘટી 12.8 ટકા પર રહ્યો હતો.
અગાઉ માર્ચમાં ફિચ રેટિંગ્સે તાતા કેમિકલ્સ માટે લોંગ-ટર્મ ફોરેન-કરન્સી ઈસ્યુઅર ડિફોલ્ટ રેટિંગ પોઝીટીવથી ઘટાડી સ્ટેબલ કર્યું હતું.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

HOAC Foods India Limited IPO (Hariom Atta & Spices IPO) : Key Info.

HOAC Foods India Limited IPO is set to launch on 16 May, 2024. The company…

8 hours ago

Rulka Electricals Limited IPO : Key Highlights

Rulka Electricals Limited IPO begins for subscription from 16 May, 2024

8 hours ago

Go Digit General Insurance Limited IPO : Important Dates

Go Digit General Insurance Limited IPO is set to launch on 15 May, 2024. The…

5 days ago

Indian Emulsifier Limited IPO : Company Information

Indian Emulsifier Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

5 days ago

Quest Laboratories Limited IPO : Company Details

Quest Laboratories Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

5 days ago

Veritaas Advertising Limited IPO : Important Updates

Veritaas Advertising Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

1 week ago

This website uses cookies.