એક તરફ યુએસ ફેડ ની મીટીંગ ચાલી રહી છે, અને સોનું ઉછાળે ટકી નથી રહ્યું, ત્યારે આટલું અવશ્ય ધ્યાને લેજો.
સપ્ટેમ્બર ૨૦૧૧ માં ૧૯૦૦ ડોલર ની ઉપર ના સ્તર થી શરુ થયેલ ઘટાડો આજે બે વર્ષ પુરા થવામાં હોવા છતાં યુએસ સ્પોટ માં સોનું હજી બોટમ-આઉટ થયું નથી.
છેલ્લે જુલાઈ ૨૦૧૩ માં અને ત્યાર બાદ હમણાં ડીસેમ્બર મહિના ની શરૂઆત માં ઘટાડે યુએસ સ્પોટ માં ૧૨૧૬ ડોલર ના સ્તરે ટેકો જળવાયો હતો.
હજી સુધી સોનું બોટમ-આઉટ થયું ન હોઈ, હાલ ના તબક્કે જો ૧૨૧૬ ડોલર નો ટેકો તૂટે તો અચાનક જ મોટો કડાકો આવી શકે તેમ હોઈ, સોના માં સ્ટોપલોસ સિવાય વેપાર કરવો જોખમી સાબિત થાય.