ગ્લોબલ માર્કેટ્સ
યુએસ ખાતે ડાઉ જોન્સ 650 પોઈન્ટ્સ ઘટીને બંધ આવ્યો હતો. જેની પાછળ એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. હેંગસેંગ સોમવારે બંધ હતો અને તેથી આજે તે 1.25 ટકા સાથે વધુ ઘટાડો દર્શાવી રહ્યો છ. ચીન, કોરિયા, તાઈવાન, સિંગાપુર અને જાપાન પણ નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. ગઈકાલે જર્મની બજાર 3.71 ટકા ઘટીને બંધ આવ્યું હતું. આમ કોવિડ-19ના બીજા તબક્કાના સંક્રમણની અસર યુરોપિય બજારો પર ગંભીર જોવા મળી રહી છે. ચીન ખાતે કંપનીઓનો નફો ગયા સપ્ટેમ્બરની સરખામણીમાં ચાલુ સપ્ટેમ્બરમાં 10.1 ટકા ઉછળીને આવ્યો છે. જે પોઝીટીવ બાબત છે. જોકે તેમ છતાં બજારો નરમ છે.
એસજીએક્સ નિફ્ટી
એસજીએક્સ નિફ્ટી 32 પોઈન્ટ્સનો સુધારો દર્શાવી રહ્યો છે. સોમવારે ભારતીય બજારે વૈશ્વિક હરિફોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. નિફ્ટીએ 11775નો સપોર્ટ તોડ્યો હતો. હવે 15 ઓક્ટોબરે તેણે દર્શાવેલું 11662નું તળિયું નજીકનો સપોર્ટ છે. જે તૂટતાં 34-ડીએમએ 11554 પર આવે છે. આમ નિફ્ટી માટે 11554-11662નો ઝોન મહત્વનો સપોર્ટ ઝોન બની રહેશે. ટ્રેડર્સે 11554ના સ્ટોપલોસને ગણનામાં લેવો જોઈએ. રિલાયન્સ ઈન્ડ. કરેક્શનમાંથી પસાર થઈ રહ્યો છે. શેર 16 સપ્ટેમ્બરે તેણે બનાવેલી રૂ. 2369ની ટોચથી 12 ટકા જેટલો કરેક્ટ થઈ ચૂક્યો છે.
ઓટોમોબાઈલ શેર્સ
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ રિટેલર્સના જણાવ્યા મુજબ નવરાત્રી અને દશેરાના તહેવારોમાં દેશમાં વાહનોનું વેચાણ ગયા વર્ષની સરખામણીમાં 25 ટકા જેટલું ઘટશે. માધ્યમોમાં આ પ્રકારના અહેવાલો પાછળ સોમવારે ઓટો શેર્સમાં સાર્વત્રીક વેચવાલી જોવા મળી હતી. જેમાં ટુ-વ્હીલર્સ ઉત્પાદક કંપનીઓના શેર્સ સૌથી વધુ તૂટ્યાં હતાં. હીરોમોટોકો 7 ટકાથી વધુ અને બજાજ ઓટો 5 ટકાથી વધુ ઘટાડો દર્શાવતાં હતાં. આ બંને કાઉન્ટર્સથી હાલમાં દૂર રહેવું. હીરોમોટોકો રૂ. 1475થી સુધરતો રહી રૂ. 3300 થયો હતો. આમ કરેક્શન સ્વાભાવિક છે. જોકે કાર ઉત્પાદક મારુતિનો શેર 1.6 ટકાનો સાધારણ ઘટાડો દર્શાવતો હતો. ઘટાડે મારુતિમાં ધ્યાન રાખી શકાય.
કોર્પોરેટ ન્યૂઝ
• એટીપીસી 2 નવેમ્બરે શેર્સની બાયબેક માટે વિચારણા કરશે.
• સરકારે આઈઆરસીટીસીમાં ઓફર ફોર સેલ માટે ત્રણ વર્ષ માટે મર્ચન્ટ બેન્કર્સની નિમણૂંક કરી છે.
• ડીએચએફએલના લેન્ડર્સે કંપની માટે બીડ કરનારાઓને 31 ઓક્ટોબર સુધીમાં રિવાઈઝ્ડ ઓફર મોકલવા જણાવ્યું છે.
• આઈડીબીઆઈ બેંક ક્વિપ મારફતે ફંડ ઉભું કરવા માટે વિચારણા કરશે.
• ગ્રેટ ઈસ્ટર્ન શીપીંગ બોન્ડ્સ મારફતે રૂ. 150 કરોડ ઊભાં કરશે.
• આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ 29 ઓક્ટોબરે બોન્ડ્સ ઈસ્યુ માટે વિચારણા કરશે.