માર્કેટ ઓપનીંગ
યુએસ બજારોમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 222 પોઈન્ટ્સ અથવા તો 0.8 ટકા ઘટીને બંધ આવતાં એશિયન બજારોમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય બજાર પણ તેને અનુસરે તેવી શક્યતા છે. જોકે મંગળવારે ભારતીય બજારે અન્યોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. બુધવારે પણ તે રિપીટ થઈ શકે છે. ટેકનિકલી બજારમાં મજબૂતી યથાવત છે. યુરોપ બજારો મંગળવારે સતત બીજા દિવસે એક ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. જે કોવિડ બીજા રાઉન્ડને લઈને યુરોપમાં જોવા મળી રહેલી ચિંતા દર્શાવે છે.
યુએસ ખાતે ઓક્ટોબરમાં કન્ઝ્યૂમર કોન્ફિડન્સમાં ઘટાડો નોઁધાયો હતો. કોવિડ કેસિસમાં વૃદ્ધિને કારણે આમ થયું હોવાનું જણાવ્યું હતું. કોન્ફરન્સ બોર્ડે નોંધ્યું હતું કે સપ્ટેમ્બરમાં 101.8ની જગ્યાએ ઓક્ટોબરમાં કન્ઝ્યૂમર કોન્ફિડન્સ 100.9 રહ્યો હતો.
એસજીએક્સ નિફ્ટી
ભારતીય માર્કેટ માટે ઓપનીંગને લઈને ઈન્ડિકેટર એવો એસજીએક્સ નિફ્ટી 34.50 પોઈન્ટ્સ નરમ ચાલી રહ્યો છે. આમ બુધવારે કામકાજની શરૂઆત સાધારણ નરમ થઈ શકે છે.
મંગળવારે રજૂ થયેલા કેટલાક મહત્વના પરિણામો
ભારતી એરટેલે બીજા ક્વાર્ટરમાં આવકમાં પ્રથમ ક્વાર્ટરની સરખામણીમાં 8 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. કંપનીના માર્જિન 160 બેસીસ પોઈન્ટ્સ સુધર્યાં હતાં. ત્રિમાસિક ધોરણે નુકસાન ઘટીને રૂ. 763 કરોડ જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23 હજાર કરોડથી વધુ હતો.
જેએમ ફાઈઃ કંપનીએ બીજા ક્વાર્ટરમાં રૂ. 139 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 130 કરોડ હતો. કંપનીની આવક જોકે ગયા વર્ષના સમાનગાળામાં રૂ. 556 કરોડ સામે રૂ. 467 કરોડની આવક નોંધાવી હતી.
આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફઃ કંપનીએ બીજા ક્વાર્ટરમાં રૂ. 303.2 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 301.9 કરોડ હતો. કંપનીની ગ્રોસ રિટન પ્રિમીયમની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 8190.8 કરોડ સામે વધીને રૂ. 8190.8 કરોડ રહી હતી.
અમરરાજા બેટરીઝઃ કંપનીએ બીજા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 7.9 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. કંપનીની આવક 14.2 ટકા વધી રૂ. 1935.5 કરોડ રહી હતી.