માર્કેટ ઓપનીંગ

યુએસ બજાર ઓલ-ટાઈમ હાઈ નજીક છતાં એશિયા નરમ

વૈશ્વિક સ્તરે બજારો બે ભાગમાં વહેંચાઈ ગયાં છે. એકબાજુ વિકસિત બજારોમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજુ ઈમર્જિંગ બજારો સતત ઘસાઈ રહ્યાં છે. ખાસ કરીને એશિયન બજારોમાં મે મહિનો નરમાઈ ભર્યો રહ્યો છે. ડાઉ જોન્સ શુક્રવારે તેની સર્વોચ્ચ સપાટી નજીક જ બંધ રહ્યો હતો. જ્યારે સોમવારે નવા સપ્તાહે એશિયન બજારોમાં સાર્વત્રિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાન, સિંગાપુર, હોંગ કોંગ અને ચીનના બજારો પોણા ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.

SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી સ્થાનિક બજારમાં ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત આપી રહ્યો છે. તે લગભગ 50 પોઈન્ટ્સ નરમાઈ સાથે 15426 પર ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવારે ભારતીય બજાર તેની સર્વોચ્ચ ટોચ પર બંધ આવ્યું હતું. આમ અન્ડરટોન ખૂબ બુલીશ છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બજારે મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું છે અને તેના નવા ટાર્ગેટ્સ 15600થી 15800ના છે. કોવિડના કેસિસમાં ઘટાડો, માર્ચ ક્વાર્ટરના સારા પરિણામો પાછળ બજારમાં મજબૂતી જળવાય શકે છે.

મહત્વની હેડલાઈન્સ

·         સરકારે એરલાઈન્સને 41 અબજ ડોલરની લોન-ગેરંટી લંબાવી.

·         સરકાર રાજ્યોને ચૂકવણા માટે 22 અબજ ડોલરનું ઋણ લેશે.

·         બેંક ઓફ બરોડા અપેક્ષાથી વિપરીત ખોટ પછી 69 કરોડ ડોલર ઊભા કરશે.

·         એચડીએફસી બેંકને ઓટો-લોન પોર્ટફોલિયોના નિયમોના ભંગ બદલ પેનલ્ટી.

·         કેરળમાં 3 જૂને ચોમાસુ પહોંચવાની હવામાન વિભાગની આગાહી.

·         21 મેના રોજ પૂરાં થતાં સપ્તાહ દરમિયાન ભારતનું ફોરેક્સ રિઝર્વ 2.9 અબજ ડોલર વધી 92.9 અબજ ડોલર રહ્યું હતું.

·         શુક્રવારે વિદેશી સંસ્થાઓએ ભારતીય બજારમાં રૂ. 914 કરોડની ખરીદી દર્શાવી હતી.

·         સ્થાનિક સંસ્થાઓએ પણ શુક્રવારે બજારમાં રૂ. 1275 કરોડની ખરીદી કરી હતી.

·         આદિત્ય બિરલા ફેશનની માર્ચ મહિનાની ખોટ રૂ. 130 કરોડ રહી હતી. જ્યારે આવક 2.2 ટકા ગગડી રૂ. 178 કરોડ રહી હતી.

·         એડવાન્સ્ડ એન્ઝિમે ચોથા ક્વાર્ટરમાં રૂ. 31.68 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 31.33 કરોડ હતો.

·         એફલ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ચરમાં રૂ. 58.51 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15.29 કરોડ હતો. કંપનીની આવક રૂ. 141 કરોડ રહી હતી.

·         બેંક ઓફ બરોડાએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 105 કરોડની ખોટ દર્શાવી હતી. ગયા વર્ષે તેણે સમાનગાળામાં રૂ. 51 કરોડનો નફો નોંધાવ્યો હતો.

·         કેડિલા હેલ્થકેરને યુએસ એફડીએ તરફથી ફ્લૂફેનાઝીન હાઈડ્રોક્લોરાઈટ ટેબલેટ્સ માટે મંજૂરી મળી છે.

·         સિટી યુનિયન બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 111 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 95.29 કરોડની ખોટ નોંધાવી હતી.

·         ધનલક્ષ્મી બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5.28 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 26 લાખનો નફો નોંધાવ્યો હતો. ત્રિમાસિક ધોરણે બેંકની ગ્રોસ એનપીએ 5.78 ટકાથી વધી 9.23 ટકા થઈ હતી.

·         દિલીપ બિલ્ડકોને માર્ચ ક્વાર્ટરમાં રૂ. 127 કરોડનો નફો દર્શાવ્યો છે. કંપનીની આવક 17 ટકા વધી રૂ. 292 કરોડ થઈ હતી. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage