Market Summary 27 October 2020

ભારતીય બજારે વૈશ્વિક બજારોને ક્લિઅર કટ આઉટપર્ફોર્મ કર્યાં હતાં. એમએસસીઆઈ વેઈટેજમાં રિવિઝન પાછળ ભારતીય બેન્ચમાર્કે લગભગ એક ટકાનો સુધારો દર્શાવ્યો હતો. કેટલાક એમએસસીઆઈમાં સમાવિષ્ટ શેર્સમાં 6 ટકાનો સુધારો નોઁધાયો હતો. જ્યારે એમએસસીઆઈમાં સમાવવાની શક્યતા ધરાવતાં શેર્સમાં 14 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં ઈપ્કા લેબ અને કોટક બેંકનો સમાવેશ થાય છે.


MSCI વેઈટેજમાં રિવિઝનની આશાએ માર્કેટમાં તેજીની આશા

• એમએસસીઆઈએ નવેમ્બર સમીક્ષામાં નવા રિજિમના અમલની ખાતરી આપી. જેની પાછળ એમએસસીઆઈ ઈન્ડિયા 2.5 અબજ ડોલરનો ઈનફ્લો મેળવે તેવી અપેક્ષા
• એમએસસીઆઈમાં સમાવેશ પાછળ કોટક બેંકનો શેર 12 ટકા ઉછળી રૂ. 1600 બોલાયો જ્યારે ઈપ્કા લેબ 14 ટકા ઉછળી રૂ. 2440 બોલાયો

• એમએસસીઆઈ ગ્લોબલ ઈન્ડાઈસિસમાં ભારતીય સિક્યૂરિટીઝના વેઈટેજમાં રિવિઝનની શક્યતા કારણે ઈન્ડેક્સમાં કુલ 2.5 અબજ ડોલરનું પેસિવ ઈન્વેસ્ટમેન્ટ વધે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

• મોર્ગન સ્ટેનલી કેપિટલ ઈન્ટરનેશનલ(એમએસસીઆઈ) તેના એમએસસીઆઈ ગ્લોબલ ઈન્ડેક્સિસમાં ભારતીય સિક્યૂરિટીઝ સંબંધી ફોરિન ઓવનરશીપ લિમિટ્સ(એફઓએલ)માં કરવામાં આવેલા ફેરફારનો નવેમ્બર 2020માં મળનારી સેમી એન્યૂઅલ ઈન્ડેક્સ રિવ્યૂ(એસએઆઈઆર)માં અમલ કરશે. જે 1 ડિસેમ્બર 2020થી અમલી બનશે. એફઓએલ ફેરફાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને ભારતીય કંપનીઓમાં રોકાણ પરની મર્યાદામાં રાહત આપશે. આને કારણે એમએસસીઆઈ ઈએમ(ઈમર્જિંગ માર્કેટ્સ)માં સમાવિષ્ટ વર્તમાન કંપનીઓનું વેઈટ હાલના 8.1 ટકાથી વધુ 8.7 ટકા થશે. જેને કારણે લગભગ 1.93 અબજ ડોલરનો નવો પેસીવ ઈનફ્લો જોવા મળી શકે છે. જ્યારે ઈન્ડેક્સમાં નવી ઉમેરાનારી કંપનીઓમાં 0.6 અબજ ડોલરનો પેસિવ ઈનફ્લો ઉમેરાશે. આમ કુલ 2.5 અબજ ડોલરનો નવો ફંડ ફ્લો ભારતીય કંપનીઓમાં જોવા મળશે.

• આ નવા ફેરફારને કારણે હાલમાં એમએસસીઆઈમાં સમાવિષ્ટ કંપનીઓ જેવીકે એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, નેસ્લે ઈન્ડિયા, ટેક મહિન્દ્રા વગેરેને લાભ થશે. જેની પાછળ આ કંપનીઓના શેર્સમાં 6 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. જેમાં એશિયન પેઈન્ટ્સે તેની નવી ટોચ દર્શાવી હતી. બેન્ચમાર્કમાં સમાવેશ પામનાર ત્રણ કંપનીઓ કોટક મહિન્દ્રા બેંક, ઈપ્કા લેબ અને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેર્સમાં 14 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. ઈપ્કા લેબનો શેર અગાઉના બંધ સામે રૂ. 247ના સુધારે રૂ. 2375 પર બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 30 હજાર કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. કોટક મહિન્દ્રા બેંકનો શેર પણ 12 ટકા ઉછળી રૂ. 1600ની સપાટી પર જોવા મળ્યો હતો અને રૂ. 3 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. કંપનીએ સોમવારે સારુ પરિણામ રજૂ કર્યું હતું. જેની અસર પર શેરના ભાવ પર જોવા મળી હતી. પીઆઈ ઈન્ડ.નો શેર 2 ટકાનો સુધારો દર્શાવતો હતો. જો સેક્ટરલ વેઈટેજની રીતે જોઈએ તો મટિરિયલ્સ, કન્ઝ્યૂમર ડિસ્ક્રિશ્નરી, કન્ઝ્યૂમર સ્ટેપલ અને હેલ્થકેરના વેઈટેજમાં 0.8 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળશે.

MSCIમાં સમાવિષ્ટ કંપનીઓનો મંગળવારે દેખાવ

સ્ક્રિપ્સ વૃદ્ધિ(%)
નેસ્લે ઈન્ડિયા 5.97
એશિયન પેઈન્ટ્સ 5.64
બજાજ ફાઈનાન્સ 4.84
એનટીપીસી 4.07
ડિવિઝ લેબો. 3.77
લાર્સન એન્ડ ટુબ્રો 3.17
બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ 2.49
ટેક મહિન્દ્રા 1.15

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage