નિફ્ટીમાં નવી ટોચનો સિલસિલો યથાવત
સતત બીજા દિવસે ભારતીય બજારે નવી ટોચ દર્શાવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સપોર્ટમાં બજાર નવી ટોચ બનાવવામાં સફળ રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 15583ના સ્તરે બંધ રહ્યો હતો. બજારમાં બ્રોડ પાર્ટિસિપેશન જોવા મળ્યું હતું. મેટલ ક્ષેત્રે સૌથી સારો દેખાવ દર્શાવ્યો હતો.
કોવિડની લહેર ધીમી પડતાં પખવાડિયામાં ભારતીય બજારે હરિફોને પાછળ પાડ્યાં
બીએસઈ સેન્સેક્સે 14 મેથી 31 મે સુધીમાં 6.6 ટકાનું નોંધપાત્ર રિટર્ન દર્શાવ્યું જ્યારે બ્રિક્સ દેશોના અન્ય બજારોનું 4 ટકાથી નીચું રિટર્ન
વૈશ્વિક સ્તરે સેન્સેક્સ અને નિફ્ટી ટોચના બે પર્ફોર્મર બની રહ્યાં
દેશમાં કોવિડની બીજી લહેરમાં રાહત પાછળ ભારતીય શેરબજારે સાડા ત્રણ મહિના જૂની સર્વોચ્ચ ટોચને પાર કરવા સાથે વૈશ્વિક હરિફોની સરખામણીમાં છેલ્લા પખવાડિયમાં ચઢિયાતો દેખાવ દર્શાવ્યો છે. ભારતીય બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ વિકસિત અને ઊભરતાં બજારોના બેન્ચમાર્ક્સને રિટર્નમાં પાછળ રાખ્યાં છે અને ટોચના પર્ફોર્મર્સમાં તેઓ પ્રથમ બે ક્રમાંક પર જોવા મળી રહ્યાં છે.
14મેથી લઈને 31 મે સુધીના પખવાડિયાને ગણતરીમાં લઈએ તો જણાય છે કે બીએસઈ સેન્સેક્સે 6.58 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું છે. તેણે દૈનિક ધોરણે 0.7 ટકા જેટલું રિટર્ન નોંધાવ્યું છે. બેન્ચમાર્ક આ ગાળામાં 48733ના સ્તર પરથી સુધરી 51937ના સ્તર પર જોવા મળ્યો હતો. સ્થાનિક સમકક્ષ નિફ્ટીએ સમાનગાળામાં 6.17 ટકા જેટલું વળતર આપ્યું છે અને તે 14678 પરથી 15583ના સ્તરે પહોંચ્યો છે. આમ તેણે ટૂંકાગાળામાં લગભગ 900 પોઈન્ટસથી વધુનો ઉછાળો દર્શાવ્યો છે. સોમવારે 147 પોઈન્ટ્સ ઉછળ્યો હતો. તેણે સતત પાંચમા દિવસે સુધારો જાળવ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે બજારને હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી સપોર્ટ મળ્યો હતો અને નિફ્ટી શેર્સમાં તે 2.13 ટકા સાથે સૌથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. કાઉન્ટર ફરીથી રૂ. 14 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરવા માટે તૈયાર હોય તેમ જણાય રહ્યું છે.
મેના બીજા પખવાડિયામાં અગ્રણી વૈશ્વિક બજારોના દેખાવ પર નજર કરીએ તો એશિયન બજારોમા હોંગ કોંગ 4 ટકા સાથે ભારત બાદ બીજા ક્રમે આવે છે. મેના પ્રથમ પખવાડિયામાં નરમાઈ દર્શાવ્યાં બાદ એશિયન બજારોએ સ્થિરતા મેળવી હતી અને તેઓ પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવવામાં સફળ રહ્યાં હતાં. ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 3.58 ટકા સાથે ત્રીજા ક્રમે જોવા મળે છે. બેન્ચમાર્ક ગયા સપ્તાહે 3600ના સ્તરને પાર કરી ગયો હતો અને તેની છેલ્લા ત્રણ વર્ષની ટોચની નજીક પહોંચ્યો હતો. બ્રિક્સ દેશોમાં સમાવિષ્ટ અન્ય બે મહત્વના દેશો રશિયા અને બ્રાઝિલના બેન્ચમાર્ક્સે અનુક્રમે 3.23 ટકા અને 3.02 ટકાનો સુધારો નોંધાવ્યો છે. આ બંને દેશોના શેરબજારોમાં મજબૂતી માટે મહત્વનું કારણ વૈશ્વિક કોમોડિટીઝના ભાવોમાં મજબૂતી છે. બ્રાઝિલનું અર્થતંત્ર એગ્રી કોમોડિટીઝ પર મોટો આધાર ધરાવે છે અને તેથી સોયાબિનથી લઈને અન્ય કોમોડિટીઝમાં મજબૂતી પાછળ ત્યાંના બજારે સારો દેખાવ નોંધાવ્યો છે. જ્યારે રશિયન અર્થતંત્ર ક્રૂડ પર અવલંબિત છે. જોકે તે બંને બજારો ભારત જેવા વપરાશકાર અર્થતંત્રથી સારો દેખાવ નથી જ દર્શાવી શક્યાં. વિકસિત બજારોમાં નાસ્ડેક 2.37 ટકા સાથે અને ફ્રાન્સનો કેક ઈન્ડેક્સ 1.49 ટકા સાથે એક ટકાથી વધુ સુધારો દર્શાવી શક્યાં છે. જ્યારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ માત્ર 0.43 ટકાનો સુધારો નોંધાવી શક્યો છે. જ્યારે જર્મનીનું બજાર પણ 0.4 ટકાનો સાધારણ લાભ સૂચવે છે. યૂકેનો ફૂટ્સી 0.3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે.
અગ્રણી વૈશ્વિક સૂચકાંકોનો છેલ્લા પખવાડિયાનો દેખાવ
સૂચકાંકો વૃદ્ધિ(%)
સેન્સેક્સ 6.58%
નિફ્ટી 6.17%
હોંગ કોંગ 4.01%
શાંઘાઈ કંપોઝીટ 3.58%
રશિયન આરટીએસ 3.23%
બ્રાઝિલ બોવેસ્પા 3.02%
નિક્કાઈ 2.76%
નાસ્ડેક 2.37%
કોસ્પી 1.60%
કેક(ફ્રાન્સ) 1.49%
S&P 500 0.72%
ડાઉ જોન્સ 0.43%
ડેક્સ(જર્મની) 0.39%
ફૂટ્સી(યૂકે) -0.30%
મેટલ ઈન્ડેક્સમાં ફરી 2 ટકાનો ઉછાળો
સોમવારે માર્કેટને નવી ટોચ પર લઈ જવામાં મેટલ સેક્ટરનું યોગદાન મહત્વનું હતું. મે મહિનાની શરૂઆતમાં ટોપ બનાવીને કરેક્શનમાં જોવા મળેલા મેટલ શેર્સે બાઉન્સ દર્શાવ્યો હતો અને નિફ્ટી મેટલ 2.1 ટકાના સુધારે બંધ જોવા મળ્યો હતો. જોકે તેની ટોચથી તે 6 ટકાથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. સ્ટીલ શેર્સમાં સારી ખરીદી જોવા મળી હતી અને પીએસયૂ સ્ટીલ ઉત્પાદક સેઈનનો શેર 5 ટકા છળી રૂ. 126.60 પર બંધ રહ્યો હતો. જ્યારે મોઈલનો શેર 5 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 3 ટકા, વેદાંત 3 ટકા અને જિંદાલ સ્ટીલ 2.8 ટકા ઉછળ્યો હતો. વેલસ્પન કોર્પ, નાલ્કો, ટાટા સ્ટીલના શેર્સમાં 2 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો.
ડોલર સામે રૂપિયામાં 19 પૈસાની નરમાઈ
ઉઘડતા સપ્તાહે યુએસ ડોલર સામે રૂપિયામાં નરમાઈ જોવા મળી હતી અને તે બે મહિનાની ટોચ પરથી ગગડ્યો હતો. રૂપિયો અગાઉના 72.43ના બંધ ભાવે સામે 19 પૈસા નરમાઈ સાથે 72.62 પર બંધ આવ્યો હતો. છેલ્લા પાંચ સપ્તાહથી સતત સુધારા બાદ તે ઓવરબોટ ઝોનમાં હતો અને તેથી કરેક્શન નક્કી હતું. જો મે મહિનાની વાત કરીએ તો રૂપિયો ગ્રીનબેક સામે 1.97 ટકાનો મજબૂત સુધારો દર્શાવે છે. જે છેલ્લા ઘણા મહિનાનો સૌથી સારો દેખાવ છે. મે મહિનામાં તે ડોલર સામે રૂ. 1.45ના સુધારા સાથે બંધ રહ્યો હતો. એપ્રિલ મહિનાના મધ્યથી તે સતત સુધરતો રહ્યો હતો અને તે રીતે યુ ટર્ન દર્શાવ્યો હતો.
એશિયન પેઈન્ટ્સનો ટોપ-10 એમ-કેપ કંપનીઓમાં પ્રવેશ
હોમ ફર્નિશીંગ ક્ષેત્રની કંપની એશિયન પેઈન્ટ્સે દેશના શેરબજારો પર લિસ્ટેડ ટોચની 10 માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓમાં પ્રવેશ મેળવ્યો છે. એશિયન પેઈન્ટ્સનો શેર સોમવારે રૂ. 2995ના તેના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થયા બાદ એક ટકાથી વધુ સુધારા સાથે રૂ. 2975ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 2.85 લાખ કરોડને પાર કરી ગયું હતું. જેની સાથે કંપની ટોચનું માર્કેટ-કેપ ધરાવતાં કાઉન્ટર્સમાં પ્રવેશી હતી. એફએમસીજી ક્ષેત્રે હિંદુસ્તાન યુનીલીવર ઉપરાંત આઈટીસી બાદ એશિયન પેઈન્ટ્સ ત્રીજી કંપની છે. જે ટોપ-10માં સ્થાન ધરાવે છે. રિલાયન્સ ઈન્ડ, ટીસીએસ, એચડીએફસી બેંક, ઈન્ફોસિસ, એચયૂએલ ટોપ-5 માર્કેટ-કેપ ધરાવે છે. જ્યારબાદ એચડીએફસી, વિપ્રો, એશિયન પેઈન્ટ્સનો ક્રમ આવે છે.
કોલગેટના શેરે સર્વોચ્ચ સપાટી દર્શાવી
ટૂથપેસ્ટ કંપની કોલગેટના શેરમાં સોમવારે મજબૂતી જોવા મળી હતી. કંપનીનો શેર રૂ. 1711ના અગાઉના બંધ સામે 3 ટકાથી વધુના સુધારે રૂ. 1755ની ટોચ પર ટ્રેડ થયો હતો અને કામકાજના અંતે રૂ. 1721 પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીએ રૂ. 47 હજાર કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું. કંપનીનો શેર લાંબા સમયથી અન્ડરપર્ફોર્મર રહ્યાં બાદ લાઈમલાઈટમાં આવ્યો છે. રૂ. 1294ના વાર્ષિક તળિયા સામે તે 45 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે. એફએમસીજી કંપનીઓમાં જોકે તેનો દેખાવ અન્યોની સરખામણીમાં નીચો જળવાયો છે.
પરિણામોઃ
માઈન્ડટેકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5.4 કરોડનો નફો નોંધાવ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 4.1 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 70.7 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 72.6 કરોડ રહી હતી.
એક્સેલ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 20.1 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12.5 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 168 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 219 કરોડ રહી હતી.
જીએમએમ ફોડલરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં નફામાં 214 ટકા વૃદ્ધિ નોંધાવા સાથે રૂ. 31.5 કરોડનો નફો દર્શાવ્યો હતો. સમગ્ર વર્ષ માટે તેણે નફામાં 48 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે આવકમાં 28 ટકા અને 50 ટકા એબિટા વૃદ્ધિ દર્શાવી હતી. માર્ચ ક્વાર્ટરમાં રેવન્યૂ 68 ટકા વૃદ્ધિ સાથે રૂ. 190 કરોડ રહી હતી. જ્યારે એબિટા 160 ટકા વધી રૂ. 52.3 કરોડ નોંધાયો હતો.
ગલ્ફ ઓઈલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 35.9 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 59.8 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 360 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 517 કરોડ રહી હતી.
હેડલબર્ગઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 140 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 66.3 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 510 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 581 કરોડ રહી હતી.
એસએમએસ ફાર્માઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 22.2 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 6.3 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 96.5 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 171 કરોડ રહી હતી.
આરએસડબલ્યુએમઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 71.4 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5.2 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 612 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 836 કરોડ રહી હતી. .
એસીઈઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 38.6 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 13.6 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 305 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 457 કરોડ રહી હતી.
મેક્સ હેલ્થઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 69.7 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 53.2 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 248 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 802 કરોડ રહી હતી.
એનસીસીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 117 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 75.8 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2334 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 2817 કરોડ રહી હતી.
ઈન્ડિયન બેંકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1709 કરોડનો નફો નોંધાવ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં બેંકે રૂ. 218ની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5493 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 8904 કરોડ રહી હતી.
જિંદાલ પોલીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 230.5 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 139.3 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 882 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1150 કરોડ રહી હતી.
સુદર્શન કેમિકલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 53.4 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 27.3 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 442 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 573 કરોડ રહી હતી.
જાગરણ પ્રકાશનઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 51.9 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12.9 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 436 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 406 કરોડ રહી હતી.
આઈટીડી સિમેન્ટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 53 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5.5 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 557 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 806 કરોડ રહી હતી.
શ્રી રામાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1.6 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 10.6 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 93 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 139 કરોડ રહી હતી.
હિંમતસિંગકાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 37.6 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 68.8 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 435 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 746 કરોડ રહી હતી.
ફોર્ટિસઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 43.2 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 44.5 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1113 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1252 કરોડ રહી હતી.
ટાઈમ ટેક્નોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 53.8 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 40 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 951 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 916 કરોડ રહી હતી.
ડી-લીંકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 9.9 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 8.8 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 164 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 212 કરોડ રહી હતી.
આરઈસીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2077 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 470 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 7691 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 8746 કરોડ રહી હતી.
એફલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 58.7 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 20 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 80 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 141 કરોડ રહી હતી.
ડિવિઝ લેબઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 502 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 454 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1674 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1788 કરોડ રહી હતી.