બજાર નરમ ખૂલ્યાં બાદ પોઝીટીવ થઈને રેંજમાં અથડાઈ રહ્યું છે. નિફ્ટી 11723થી 11819ની રેંજમાં ટ્રેડ થયો છે. બજારને કોટક મહિન્દ્રા બેંકમાં 10 ટકા ઉછાળો સપોર્ટ કરી રહ્યો છે.
કોટક મહિન્દ્રા બેંકનો શેર 10 ટકા ઉછળ્યો, શેર રૂ. 1500ને કૂદાવી ગયો, માર્કેટ-કેપ ફરી રૂ. 3 લાખ કરોડને પાર
ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકનો શેર મંગળવારે 9 ટકાનો તીવ્ર ઉછાળ્યો દર્શાવતો હતો. કંપનીનો શેર કોવિડ અગાઉના સ્તરને પાર કરી ગયો હતો. બીએસઈ ખાતે તેણે રૂ. 139ના સુધારે રૂ. 1558ની ટોચ દર્શાવી હતી. જે ભાવે બેંક ફરી એકવાર રૂ. 3 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. માર્કેટ અટકળો મુજબ કોટક બેંક અન્ય પ્રાઈવેટ બેંક ઈન્ડસઈન્ડને ખરીદવા માટેની શક્યતા ચકાસી રહી છે. જોકે આ અહેવાલને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક તેને રદિયો આપી ચૂકી છે. ઈન્ડસઈન્ડ બેંકનો શેર મંગળવારે નેગેટિવ ટ્રેડ થઈ રહ્યો હતો.
જસ્ટ ડાયલના શેરમાં સતત લેવાલી વચ્ચે રૂ. 675ની વાર્ષિક ટોચ, મહિનામાં 60 ટકાનો તીવ્ર ઉછાળો
જસ્ટ ડાયલના શેરમાં અંતિમ એક મહિનામાં ભારે લેવાલી પાછળ તીવ્ર ઉછાળો નોંધાયો છે. કંપનીનો શેર મંગળવારે 5 ટકાથી વધુના સુધારે રૂ. 675.50ની તેની વાર્ષિક ટોચ પર પહોંચ્યો હતો. જ્યારે એક મહિનામાં તે રૂ. 370ના સ્તરેથી સુધરતો રહ્યો છે. આમ તેણે ટૂંકાગાળામાં રૂ. 200ની વૃદ્ધિ નોંધાવી છે. માર્ચ મહિનામાં તેણે બનાવેલા રૂ. 250ના તળિયાથી તે બમણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે.
5 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહેલા કાઉન્ટર્સ
માર્કેટમાં 5 ટકાથી વધુ સુધારો દર્શાવી રહેલા એ જૂથના કાઉન્ટર્સમાં કોટક બેંક અને જસ્ટ ડાયલ ઉપરાંત ઈપ્કા લેબ, ટ્રેન્ટ અને અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ થાય છે. ઈપ્કા લેબના શેરે તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી છે. મીડ-કેપ ફાર્મા કંપની રૂ. 29 હજાર કરોડના માર્કેટ-કેપ નજીક પહોંચી છે. છેલ્લા પાંચ મહિનામાં ઈપ્કા લેબનો શેર ફાર્મા શેર્સમાં આઉટપર્ફોર્મર બની રહ્યો છે.
4-5 ટકા સુધારો દર્શાવતાં કાઉન્ટર્સ
એસીસી, આદિત્ય બિરલા ફેશન, ઝી લિ. , શ્રી સિમેન્ટ, નેસ્લે ઈન્ડિયા, બીબીટીસી, કોલગેટ પોમાલિવ વગેરેમાં 4-5 ટકાની રેંજમાં મજબૂતી જોવા મળી રહી છે.
એનટીપીસી શેર બાયબેકના અહેવાલ પાછળ 3.8 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. કંપનીનું બોર્ડ આ અંગે 2 નવેમ્બરે નિર્ણય લેશે. વર્તમાન ભાવે કંપનીનો શેર 7-8 ટકાનું ડિવિડન્ડ યિલ્ડ દર્શાવે છે.