યુનિયન બેંક: પોઝીટીવ ટ્રેન્ડ

ભલે અઠવાડિયા દરમ્યાન મુખ્ય ઇન્ડેક્સ માં નરમી જળવાયેલી રહી હોય, પરંતુ, નાની રાષ્ટ્રીયકૃત બેંકો માં તેજી તરફી રુખ રહેવા પામ્યો છે.

સીડીકેટ બેંક, આંધ્ર બેંક વગેરે માં ભાવો જળવાયેલા કે સુધરતા જોવાયા છે.

ગઈકાલ ના રોજ યુનિયન બેંક માં નીચા સ્તરો થી લેવાલી જોવાઈ છે અને ૧૨૫ પર ખૂલેલ આ શેર માં ૧૨૪.૫ નો નીચો ભાવ જોવાયા બાદ ૧૨૯.૩ નો બંધ જોવાયો છે.

unionbank

 

ઉપર દૈનિક ચાર્ટ પર જોઈ શકાય છે તેમ હાલ માં આ બેન્ક તેના ૧૦૦ દિવસ ની એક્ષ્પોનેશીયલ એવરેજ ના અવરોધ પર છે.

૧૩૧ નો આ અવરોધ વટાવતા આ શેર તેની ૨૦૦ દિવસ ની એક્ષ્પોનેન્શીય્લ એવરેજ ને સ્પર્શે. જાન્યુઆરી ૨૦૧૩ માં જયારે હાલ ની જેમ બજાર માં તેજી પરત આવી હતી, ત્યારે બેન્કિંગ શેરો માં લેવાલી જળવાયેલી રહી હતી. પરંતુ, ત્યારબાદ મે મહિના માં ખરાબ ઔદ્યોગિક ઉત્પાદન ના આંકડા ને પગલે બજાર માં વેચવાલી શરુ થઇ હતી. ત્યાર પછી આ બેંક ક્યારે પણ ૧૦૦ દિવસ તો છોડો, ૫૦ દિવસ ની એવરેજ ને પણ માંડ વટાવી શકી હતી. હાલ માં, ઓક્ટોબર થી અત્યાર સુધી ના કોન્સોલીડેસન પછી આ શેર ઉછાળા માટે સજ્જ છે.

ટુકમાં ગઈકાલ નો નીચોભાવ ૧૨૪.૫ ને સ્ટોપલોસ રાખી, આ શેર માં ૧૫૫ ના ટાર્ગેટ માટે તેજી નો વેપાર ગોઠવી શકાય.

– શીતલપૂરી ગોસ્વામી

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage