રિલાયન્સ: પાંચમો પ્રયત્ન સફળ રહેશે?

ભલે નિફ્ટી ૬૦૦૦ ના આંક ને આંબી ગઈ હોય, પણ નાના રોકાણકારો બજાર થી દુર જ છે.  બજાર ગમે તેવી પરિસ્થિતિ માં હોય, રોકાણકારો અને એમાં પણ ખાસ કરી ને ગુજરાતી રોકાણકારો ની પહેલી પૃચ્છા રિલાયન્સ ના ભાવ અંગે ની જ હોય.

પાંચ વર્ષ સુધી સતત મુખ્ય ઇન્ડેક્સ ની સરખામણીએ નકારાત્મક વળતર આપ્યા પછી હાલ માં આ રિલાયન્સ માં તેજી તરફી ટ્રેન્ડ પકડાઈ રહ્યો છે.

રિલાયન્સ ના સાપ્તાહિક ચાર્ટ નો અગર અભ્યાસ કરીએ તો : –

 

relianceweekly
પુરા વ્યુ માટે ઈમેજ પર ક્લિક કરો.

છેલ્લા એક વર્ષ થી કોન્સોલીડેસન અને ડીસ્ત્રીબ્યુશન ધોરણે આ શેર કોન્સોલીડેશન માં છે.

ઓક્ટોબર ૨૦૧૨ પછી સતત પોઝીટીવ ઝોન માં રહેવા માં સફળ રહેલ છે.

ગયા ઓક્ટોબર માસ થી RSI સાંકડી રેંજ માં ગોઠવાયેલી છે. સાથે સાથે સ્ટોક RSI સ્ટેપ બાય સ્ટેપ પોઝીટીવ બની રહી છે.

ટેકનીકલ ના આધાર એવી મુખ્ય એક્ષ્પોનેન્શીય્લ એવરેજો ની અગર વાત કરીએ તો એક વર્ષ ના કોન્સોલીડેશન દરમ્યાન ગયા નવેમ્બર માસ માં ૫૦ અઠવાડિયા ની એવરેજ ૧૦૦ અઠવાડિયા ની એવરેજ ની ઉપર ગોઠવાઈ. હાલ માં આ બન્ને એવરેજો ૨૦૦ અઠવાડિયા ની એવરેજ, કે જે હાલ માં ૮૭૮.૫૦ છે, તેના નજીક માં ગોઠવાયેલી છે.

૨૦૦ અઠવાડિયા ની એક્ષ્પો. એવરેજ કુદાવવા નો ૨૦૧૧ પછી રિલાયન્સ નો આ પાંચમો પ્રયત્ન છે.

જુલાઈ ૨૦૧૩ થી ૨૦૦ અઠવાડિયા ની આ એવરેજ કુદાવવાના દરેક પ્રયત્ન માં સાપ્તાહિક બંધ (યાદ રહે બંધ, નહી કે નીચો ભાવ) ની દ્રષ્ટીએ રિલાયન્સ સતત ઊંચા બોટમ બનાવતો રહ્યો છે.

છેલ્લે ગયા નવેમ્બર માસ માં ચોવાયેલ ત્રીજા પ્રયત્ન નું ૮૪૪ નું બોટમ હાલ માં રિલાયન્સ નો સહુ થી મહત્વ નો ટેકો છે. અહી એ ખાસ નોધવું રહ્યું કે આ ટેકા ને સાપ્તાહિક બંધ ની દ્રષ્ટીએ જ ગણતરી માં લેવાય.

હજી પણ રિલાયન્સ માં ૯૧૦ અને ત્યારપછી થોડે-ઘણે અંશે ૯૨૫ ના અવરોધ જોવાય.

તરલતા, વધઘટ અને ભવિષ્ય ની શક્યતાઓ જોતા આવનાર દસ મહિના ના ગાળા માટે આ શેર રોકાણ નો શ્રેષ્ટ વિકલ્પ સાબિત થાય.

શીતલપૂરી ગોસ્વામી

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage