બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજાર વિક્રમી સપાટીએ બંધઃ બ્રોડ માર્કેટમાં ખરીદી યથાવત
વોલેટિલિટી ઈન્ડેક્સ 6.3 ટકા ગગડી 13.48ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં ખરીદી યથાવત
આઈટી, રિઅલ્ટી, પીએસઈ, ઓટો, ફાર્મામાં મજબૂતી
એફએમસીજી, પીએસયૂ બેંકિંગમાં નરમાઈ
ગાર્ડન રિચ, ઓરેકલ ફાઈ., ઉષા માર્ટિન, પ્રાજ ઈન્ડ., હોમ ફર્સ્ટ નવી ટોચે
સનોફી ઈન્ડિયા નવા તળિયે
ભારતીય શેરબજારમાં નવી ટોચ બનવાનો ક્રમ જળવાયો છે. ગુરુવારે બેન્ચમાર્ક સેન્સેક્સ 77145ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી 76811ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ઈન્ટ્રા-ડે 23481ની ટોચ દર્શાવી 23399ની સર્વોચ્ચ સપાટીએ બંધ જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં ખરીદી જળવાય હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3984 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2345 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1539 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 295 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 16 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 8 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.3 ટકા ગગડી 13.48ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજારે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. યુએસ ખાતે ફુગાવો અપેક્ષાથી નબળો આવવા છતાં ફેડે કેલેન્ડરમાં એકવાર રેટ કટની દર્શાવેલી શક્યતાંની બજારો પર ખાસ નેગેટિવ અસર નહોતી જોવા મળી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 23223ના બંધ સામે 23481ની સપાટીએ ખૂલી 23481ની ટોચ દર્શાવી સમગ્ર સત્ર દરમિયાન ફ્લેટ જોવા મળ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 2 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 23397 પર બંધ રહ્યો હતો. આમ, માર્કેટમાં લોંગ પોઝીશન લિક્વિડ થઈ હોય તેમ જણાય છે. બેન્ચમાર્ક નિફ્ટીને 23000નો મજબૂત સપોર્ટ જોવા મળે છે. ઉપરમાં 23500 પાર થશે તો 23800ની સપાટી સંભવ છે.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં શ્રીરામ ફાઈનાન્સ, એચડીએફસી લાઈફ, ડિવિઝ લેબ્સ, એમએન્ડએમ, ટાઈટન કંપની, લાર્સન, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ડ્સઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, હિંદાલ્કો, બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એચયૂએલ, એક્સિસ બેંક, બ્રિટાનિયા, આઈસીઆઈસીઆઈ બેંક, આઈશર મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, તાતા કન્ઝ્યૂમર, ભારતી એરટેલ, આઈટીસી, એનટીપીસીમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો આઈટી, રિઅલ્ટી, પીએસઈ, ઓટો, ફાર્મામાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે એફએમસીજી, પીએસયૂ બેંકિંગ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી એક ટકા મજબૂતી સૂચવતો હતો. જ્યારે નિફ્ટી રિઅલ્ટી 2.2 ટકા ઉછળી 1120ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. તેના ઘટકોમાં સોભા, ગોદરેજ પ્રોપર્ટી, ડીએલએફ, બ્રિગેડ એન્ટર., પ્રેસ્ટીજ એસ્ટેટ, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, હેમિસ્ફીયર, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી પીએસયૂ પણ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જોકે, નિફ્ટી એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ 10.5 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આ ઉપરાંત, ચોલા ઈન્વે., ડિક્સોન ટેક્નોલોજી, સિમેન્સ, બલરામપુર ચીની, શ્રીરામ ફાઈનાન્સ, હિંદુસ્તાન એરોનોટીક્સ, ગુજરાત ગેસ, એચડીએફસી લાઈફ, ભારત ઈલે., ગોદરેજ પ્રોપર્ટીઝ, બોશ, ડિવિઝ લેબ્સ, એલએન્ડટી ફાઈનાન્સ, એસ્કોર્ટ્સ કુબોટા, ભેલમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, મેરિકો, સન ટીવી નેટવર્ક, વોડાફોન આઈડિયા, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, એચયૂએલ, ડાબર ઈન્ડિયા, યુનાઈટેડ સ્પિરિટ્સ, બંધન બેંક, એક્સિસ બેંક, બ્રિટાનિયા, આઈસીઆઈસીઆઈ બેંક, તાતા કોમ.માં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવારા કાઉન્ટર્સમાં ગાર્ડન રિચ, ઓરેકલ ફાઈ., ઉષા માર્ટિન, પ્રાજ ઈન્ડ., હોમ ફર્સ્ટ, ચોલા. ઈન્વે., ડિક્સોન ટેક્નોલોજી, કેઈસી ઈન્ટરનેશનલ, સોભા, મેક્રોડેક ડેવ.નો સમાવેશ થતો હતો. જ્યારે સનોફી ઈન્ડિયાના શેરે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.



કોર્પોરેટ જગતની કેપેક્સ માટે રૂ. 5 લાખ કરોડની ક્રેડિટ માગઃ SBI
એસબીઆઈના મતે રૂ. પાંચ લાખ કરોડની લોન પાઈપલાઈનમાં
દેશમાં સૌથી મોટા લેન્ડર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયના સીએમડી દિનેશ કુમાર ખારાના જણાવ્યા મુજબ કોર્પોરેટ સેક્ટર તરફથી ક્રેડિટની માગ વધી રહી છે. હાલમાં કોર્પોરેટ સેક્ટરને રૂ. પાંચ લાખ કરોડના મૂલ્યની લોન પાઈપલાઈનમાં છે.
એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી અલગ હવે કોર્પોરેટ્સ તેમની વર્કિંગ કેપિટલ જરૂરિયાતો માટે ક્રેડિટ લઈ રહ્યાં છે. છેલ્લાં વર્ષોમાં તેમની બેલેન્સ શીટ પર પર્યાપ્ત કેશ સરપ્લસ હતી. જોકે, હવે તેઓને લોનની જરૂર પડી રહી છે. તેઓ ક્ષમતા વિસ્તરણ માટે આમ કરી રહ્યાં છે.
હવે કોર્પોરેટ જગત તેની વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે તથા ક્ષમતા વિસ્તરણ માટે બેંક્સનો સંપર્ક કરી રહ્યાં છે. આ બાબત એસબીઆઈની મંજૂરી પામેલી લોનના વપરાશ રેશિયો પરથી આવે છે. અગાઉ આ વણવપરાયેલો હિસ્સો 25 ટકા પરથી હવે ઘટી 18 ટકા પર જોવા મળી રહ્યો છે. વર્કિંગ કેપિટલ યુટિલાઈઝેશન રેશિયો પણ સુધર્યો છે.
ખારાના જણાવ્યા મુજબ હાલમાં પાઈપલાઈનમાં અનેક નવા લોન પ્રસ્તાવો જોવા મળે છે. જેનું મૂલ્ય લગભગ રૂ. 5 લાખ કરોડ આસપાસ થવા જાય છે. રિટેલ એગ્રીકલ્ચર અને એમએસએમઈ લેન્ડિંગ(RAM)ના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે ઊંચા વ્યાજ દર છતાં ચાલુ વર્ષે તે 16 ટકા વૃદ્ધિ સૂચવે છે. એસબીઆઈએ 2023-24માં RAMમાં 16 ટકા વૃદ્ધિ નોંધાવી હતી અને તે રૂ. 21 લાખ કરોડ પર જોવા મળતી હતી.


વોડાફોન આઈડિયા બોર્ડે રૂ. 2458 કરોડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી
કંપની શેર વેચાણ મારફતે આ ફંડ ઊભું કરશે
કંપની નોકિયા સોલ્યુશન્સને 102.7 કરોડ શેર્સ અને એરિક્સન ઈન્ડિયાને 63.37 કરોડ શેર્સ ફાળવશે
ટેલિકોમ અગ્રણી વોડાફોન આઇડિયાએ 13 જૂનના રોજ જણાવ્યું હતું કે તેના બોર્ડે રૂ. 14.80 પ્રતિ શેરના ભાવે 166 કરોડ શેર્સ ઈસ્યુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આમ કરી કંપની રૂ. 2458 કરોડ ઊભા કરશે.
કંપનીએ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું કે તે નોકિયા સોલ્યુશન્સને 102.7 કરોડ શેર્સ ફાળવશે. જે મારફતે રૂ. 1520 કરોડ મેળવશે. જ્યારે એરિક્સન ઈન્ડિયાને 63.37 કરોડ શેર્સ ફાળવી રૂ. 938 કરોડ ઊભા કરશે. બોર્ડે 10 જુલાઈના રોજ એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મિટિંગ બોલાવવાની પણ મંજૂરી આપી હતી. ગુરુવારે વોડાફોનનો શેર બીએસઈ ખાતે 2.25 ટકા ગગડી રૂ. 16.07ના સ્તરે બંધ રહ્યો હતો. તાજેતરમાં એસબીઆઈના નેતૃત્વ હેઠળના કોન્સોર્ટિયમે વોડાફોનને રૂ. 14000 કરોડની ટર્મલોન માટે મંજૂરી આપી છે.



2024-25માં મિનીમમ સેલ પ્રાઈસમાં વૃદ્ધિની અપેક્ષા પાછળ સુગર શેર્સમાં ઉછાળો
ભિન્ન સુગર કંપનીઓના શેર્સ ગુરુવારે 13 ટકા સુધી ઉછળ્યાં
બજાજ હિંદુસ્તાન, શ્રી રેણુકા સુગર, બલરામપુર ચીની, દાલમિયા ભારત સહિતના શેર્સમાં ખરીદી
ગુરુવારે શેરબજારમાં સુગર શેર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી અને તેમણે 13 ટકા સુધીની વૃદ્ધિ દર્શાવી હતી. સરકાર તરફથી સુગર સિઝન 2024-25 માટે મિનિમમ સેલ પ્રાઈસ(એમએસપી)માં વૃદ્ધિના અહેવાલ પાછળ સુગર શેર્સ ઉછળ્યાં હતાં. હાલમાં ખાંડની એમએસપી રૂ. 31 પ્રતિ કિલોગ્રામ જોવા મળે છે. જ્યારે ઉદ્યોગની માગ તેને વધારી રૂ. 41 કરવાની છે. સત્તાવાર વર્તુળોના મતે સરકાર તરફથી વાજબી વૃદ્ધિ જોવા મળશે.
જોકે, માધ્યમોના અહેવાલો પાછળ મવાના સુગર્સ, સીંભોલી સુગર્સ, શ્રી રેણુકા સુગર્સ, કેએમ સુગર મિલમાં 13 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે આંધ્ર સુગર્સ, અવધ સુગર, મગધ સુગરમાં 9 ટકા આસપાસની વૃદ્ધિ નોંધાઈ હતી. આ ઉપરાંત, બજાજ હિંદુસ્તાન, બન્નારી અમ્માન સુગર્સ, દાલમિયા ભારત સુગર, ડીસીએમ શ્રીરામ, ઈઆઈડી પેરી અને ધરણી સુગર્સમાં પણ 10 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે રાણા સુગર્સ, બલરામપુર ચીની, ધામપુર સુગર મિલ્સ અને ત્રિવેણી એન્જીનીયરીંગના શેર્સ 3-6 ટકા વૃદ્ધિ દર્શાવતાં હતાં.
છેલ્લાં એક મહિના દરમિયાન સુગર શેર્સમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે અને તેઓ 20 ટકા સુધીની વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. સરકારી અગાઉ 2019માં સુગર માટે મિનીયમ સેલીંગ પ્રાઈસને રૂ. 31 પ્રતિ કિગ્રા કરી હતી. જ્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમ, ચાલુ વર્ષ માટે તેમાં વૃદ્ધિની પ્રબળ માગણી ઉદ્યોગ તરફથી જોવા મળી

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage