બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

સેન્સેક્સે 77,000ની સપાટી જ્યારે નિફ્ટી 22500ની સપાટી કૂદાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 1 ટકા વધી 12.96ના સ્તરે બંધ
બેંકિંગ, આઈટી, એનર્જી, રિઅલ્ટીમાં મજબૂતી
મેટલ, એફએમસીજી, ફાર્મામાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં જળવાયેલી ખરીદી
ગાર્ડન રિચ, કોચીન શીપયાર્ડ, મઝગાંવ ડોક, ફિનિક્સ મિલ્સ નવી ટોચે
ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત એક નવી ટોચ સાથે જોવા મળી છે. બંને બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સે પ્રથમવાર 77000ની સપાટી પર બંધ દર્શાવ્યું હતું. જ્યારે નિફ્ટીએ 22500ની સપાટી પાર કરી હતી. કામકાજની આખરમાં સેન્સેક્સ 308 પોઈન્ટ્સ મજબૂતી સાથે 77301ની સપાટીએ જ્યારે નિફ્ટી 92 પોઈન્ટ્સ સુધરી 23558ની સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે સેન્સેક્સે 77367ની જ્યારે નિફ્ટીએ 23579ની ટોચ બનાવી હતી. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 4150 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2167 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1836 કાઉન્ટર્સ નેગેટીવ બંધ જોવા મળતાં હતાં. 384 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 24 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1 ટકા મજબૂતી સાથે 12.96ના સ્તરે બંધ રહ્યો હતો.
એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજારે મંગળવારે મજબૂત ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 23466ના બંધ સામે ઉપરમાં 23570 પર ખૂલી 23579ની ટોચ બનાવી સમગ્ર સત્ર દરમિયાન સાંકડી રેંજમાં અથડાયેલો જોવા મળ્યો હતો. તેણે પ્રથમવાર 23500ની સપાટી પર બંધ દર્શાવ્યું હતું. નિફ્ટીનો નવો ટાર્ગેટ 23900નો છે. લોંગ ટ્રેડર્સ 22900ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં શ્રીરામ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પોરએશન, વિપ્રો, ટાઈટન કંપની, આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝ, તાતા કન્ઝ્યૂમર, એમએન્ડએમ, એલટીઆઈમાઈન્ડટ્રી, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, એચડીએફસી બેંક, એસબીઆઈ, સિપ્લા, ઈન્ફોસિસ, એચડીએફસી લાઈફ, એપોલો હોસ્પિટલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, મારુતિ સુઝુકી, ડો. રેડ્ડીઝ લેબ્સ, તાતા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હીરો મોટોકોર્પ, તાતા મોટર્સ, હિંદાલ્કો, આઈટીસી, ગ્રાસિમ, ડિવિઝ લેબ્સ, ટીસીએસ, બજાજ ઓટોમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો બેંકિંગ, આઈટી, એનર્જી, રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મેટલ, એફએમસીજી, ફાર્મા નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી બેંક એક ટકા મજબૂતી સાથે બીજા સત્રમાં 50 હજારની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક, બંધન બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ, એયૂ સ્મોલ ફાઈ., ફેડરલ બેંક, બેંક ઓફ બરોડામાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી આઈટી પણ એક ટકા પોઝીટીવ બંધ દર્શાવતો હતો. નિફ્ટી એનર્જી 0.7 ટકા પોઝીટીવ બંધ સૂચવતો હતો. જ્યારે નિફ્ટી પ્રાઈવેટ બેંક 1.1 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. નિફ્ટી પીએસઈ પણ એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો કેન ફિન હોમ્સ 7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, હિંદુસ્તાન એરોનોટીક્સ, આઈડીએફસી, આઈડીએફસી ફર્સ્ટ બેંક, જીએમઆર એરપોર્ટ્સ, એક્સાઈડ ઈન્ડ., સિટી યુનિયન બેંક, જ્યુબિલિઅન્ટ ફૂડ, શ્રીરામ ફાઈનાન્સ, આઈઈએક્સ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, બોશ, મધરસન સુમી, બોશ, બાલક્રિષ્ણા ઈન્ડ.માં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ઝાયડલ લાઈફ, પેટ્રોનેટ ઈન્ડ., મારુતિ સુઝુકી, નાલ્કો, બાયોકોન, ઝી એન્ટર., જિંદાલ સ્ટીલ, એબીબી ઈન્ડિયા, એબી કેપિટલ, ઈપ્કા લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, લૌરસ લેબ્સ, લ્યુપિન, ડાબર ઈન્ડિયા, એચડીએફસી એએમસી, ઓરોબિંદો ફાર્મા, યુનાઈટેડ સ્પિરિટ્સમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ગાર્ડન રિચ, કોચીન શીપયાર્ડ, રામક્રિષ્ણા ફોર્જિંગ, આશાહી ઈન્ડિયા, મઝગાંવ ડોક, અવંતી ફિડ્સ, ફિનિક્સ મિલ્સ,મધરસન એસડબલ્યુઆઈ. હિંદુસ્તાન એરોનોટીક્સ, એવન્યૂ સુપરમાર્ટનો સમાવેશ થતો હતો.




SBIની ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ મારફતે રૂ. 10000 કરોડ ઊભા કરવાની યોજના
ચાલુ નાણા વર્ષ દરમિયાન લેન્ડર તરફથી આ પ્રથમ ઈન્ફ્રા બોન્ડ વેચાણ હશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ મારફતે રૂ. 10000 કરોડ ઊભા કરવા માટે વિચારી રહી હોવાનું બે મર્ચન્ટ બેંકર્સ જણાવે છે. આ માટે તેણે ચર્ચા-વિચારણા શરૂ કરી દીધી છે. ચાલુ નાણાકિય વર્ષ માટે કંપની તરફથી આ પ્રથમ બોન્ડ ઈસ્યુ હશે.
વર્તુળોના જણાવ્યા મુજબ એસબીઆઈ 10-વર્ષ માટે અથવા 15-વર્ષ માટેની મુદત માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ઈસ્યુ કરશે. જોકે, આ અંગે આખરી નિર્ણય તે રોકાણકારોના પ્રતિભાવને આધારે નક્કી કરશે. નામ નહિ આપવાની શરતે મર્ચન્ટ બેંકરે જણાવ્યું હતું કે કંપનીએ આ માટે સત્તાવાર રીતે ઈસ્યુ મેનેજર્સની નિમણૂંક કરવાની પણ હજુ બાકી છે. દેશમાં કોઈપણ લેન્ડર તરફથી ચાલુ વર્ષ માટે આ પ્રથમ ઈન્ફ્રા બોન્ડ ઈસ્યુ હશે.



કોલ ઈન્ડિયાની યુએસ કંપની સાથે મળી આર્જેન્ટીનામાં લિથીયમ એસેટ્સની શોધ
જાહેર ક્ષેત્રની કંપની કોલ ઈન્ડિયા યુએસ સ્થિત કંપની સાથે મળી આર્જેન્ટીનામાં લિથીયમ બ્લોક્સની શોધખોળ ચલાવી રહી છે એમ વર્તુળોએ જણાવ્યું હતું. કંપની બેટરી મટિરિયલ માટે જથ્થાની સુરક્ષાના હેતુસર આમ કરી રહી છે. આ પ્રયાસો ભારતના યુએસની આગેવાની હેઠળના મિનરલ્સ સિક્યૂરિટી પાર્ટનરશીપ(એમએસપી) સભ્યપદના ભાગરૂપે હાથ ધરાય રહ્યાં છે. ભારત નેટ ઝીરો કાર્બન લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે પૂરતાં સપ્લાય માટે ગયા વર્ષે એમએસપીમાં જોડાયું હતું.
સોમવારે ભારત અને યુએસે જણાવ્યું હતું કે તેઓ સાઉથ અમેરિકા ખાતે લિથીયમ સ્રોતોને શોધવામાં સાથે મળી રોકાણ કરી રહ્યાં છે. તેમજ તેઓ આફ્રિકામાં પણ રેર અર્થની ડિપોઝીટ માટે આમ કરી રહ્યાં છે. ભારત યુએસ સહિત અન્ય દેશો સાથે મળીને લિથીયમ જથ્થા માટે શોધખોળની વાતચીત ચલાવી રહ્યું છે. જેથી ચીન પરની નિર્ભરતા ઘટાડી શકાય. હાલમાં, પ્રાથમિક અભ્યાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.


ફિચે 2024-25 માટે ભારતના ગ્રોથ અંદાજને વધારી 7.2 ટકા કર્યો
ચાલુ મહિનાની શરૂમાં આરબીઆઈએ પણ ગ્રોથ રેટનો અંદાજ વધારી 7.2 ટકા કર્યો હતો
ફિટ રેટિંગ્સે મંગળવારે ભારતીય અર્થતંત્ર માટે 2024-25માં વૃદ્ધિનો અંદાજ વધારી 7.2 ટકા કર્યો હતો. અગાઉ તેણે માર્ચમાં 7 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. દેશમાં રોકાણ તથા કન્ઝ્યૂમર સ્પેન્ડિંગમાં વૃદ્ધિ જોતાં રેટિંગ એજન્સીએ આ વૃદ્ધિ કરી છે.
નાણાકિય વર્ષો 2025-26 અને 2026-27 માટે ફિચ રેટિંગ્સે અનુક્રમે 6.5 ટકા અને 6.2 ટકાનો અંદાજ રાખ્યો છે. ફિચે તેના ગ્લોબલ ઈકોનોમિક આઊટલૂક રિપોર્ટમાં નોંધ્યું છે કે ભારતીય અર્થતંત્ર 2024-25માં માર્ચની અપેક્ષા કરતાં 0.2 બેસીસ પોઈન્ટ્સ ઊંચી વૃદ્ધિ દર્શાવશે.
આ માટેના કારણોમાં દેશમાં વધતાં રોકાણને જવાબદાર ઠરાવાયું છે. સાથે ગ્રાહકો તરફથી ખર્ચ પણ વધી રહ્યો છે. જે ઊંચું કન્ઝ્યૂમર કોન્ફિડન્સ લેવલ સૂચવે છે. ફિચના જણાવ્યા મુજબ ચાલુ નાણાકિય વર્ષની શરૂઆતમાં હાથ ધરાયેલો પર્ચેઝિંગ મેનેજર્સ સર્વે ગ્રોથ મોમેન્ટમ મજબૂત હોવાનું સૂચવે છે.
રેટિંગ એજન્સીના મતે સામાન્ય કરતાં મજબૂત ચોમાસાના સંકેત પણ ગ્રોથને સપોર્ટ કરશે. તેમજ ઈન્ફ્લેશનમાં ઘટાડો જોવા મળી શકે છે. નાણા વર્ષ 2023-24માં ભારતીય અર્થતંત્ર 8.2 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું. માર્ચ ક્વાર્ટરમાં તેણે 7.8 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. ફિચના મતે 2024ની આખર સુધીમાં ઈન્ફ્લેશન રેટ ઘટીને 4.5 ટકા પર જોવા મળશે. જ્યારે કેલેન્ડર 2025 અને 2026 સુધીમાં તે સરેરાશ 4.3 ટકા પર હશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage