બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં તેજી યથાવત
શેરબજારોમાં મજબૂતી જળવાય છે. યુએસ ખાતે ગુરુવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 197 પોઈન્ટસ સુધારા સાથે બંધ આવ્યો હતો. જ્યારે નાસ્ડેકે વધુ 131 પોઈન્ટ્સ સુધારો નોંધાવ્યો હતો. જેની પાછલ એશિયન બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જાપાન, કોરિયા, સિંગાપરુ, તાઈવાન અને હોંગ કોંગ 0.5 ટકા સુધી મજબૂતી દર્શાવે છે. એકમાત્ર ચીન માર્કેટ 0.8 ટકાનો ઘટાડો સૂચવી રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 85 પોઈન્ટ્સ મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવશે. સતત ચોથા દિવસે ભારતીય બજારમાં પોઝીટીવ ઓપનીંગ જોવા મળશે. જોકે આગામી સપ્તાહે વૈશ્વિક બજારોમાં રજા વચ્ચે માર્કેટ પોઝીટીવ ચાલ જાળવી શકે છે કે નહિ તે જોવાનું રહેશે. નિફ્ટીને ટેકનિકલી 17200-17300ની રેંજમાં અવરોધ છે. જે પાર થશે તો શોર્ટ કવરિંગ પાછળ ઝડપી સુધારો સંભવ છે.
ક્રૂડમાં મક્કમ અન્ડરટોન
વૈશ્વિક ક્રૂડના ભાવમાં અન્ડરટોન મક્કમ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 76.5 ડોલર આસપાસ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યો છે. છેલ્લાં બે સત્રોથી તે 75 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે મજબૂત અન્ડરટોન સૂચવે છે. આગામી સત્રોમાં તે 80-85 ડોલર સુધીનો ઝડપી સુધારો દર્શાવે તેવી શક્યતાં છે.
ગોલ્ડમાં કોન્સોલિડેશન
વૈશ્વિક ગોલ્ડના ભાવ 1800 ડોલરને પાર કરી ગયા પછી કોન્સોલિડેટ થઈ રહ્યાં છે. બે ટ્રેડિંગ સત્રોથી તે 1800 ડોલર ઉપર ટ્રેડ કરી રહ્યાં છે. આજે તે 1810 ડોલરની સપાટી દર્શાવે છે. 1815 ડોલરનો એક અવરોધ છે. જે પાર થશે તો 1850 ડોલર સુધીની જગા ખૂલશે.
મહત્વની હેડલાઈન્સ
• ઓલકાર્ગો બોર્ડે બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગને તથા કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન અને ડેપો બિઝનેસના ડિમર્જરની આપેલી મંજૂરી.
• જીપીટી ઈન્ફ્રાએ રૂ. 56 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
• એચસીએલ ટેકના પ્રમોટર્સ બ્લોક ડીલ મારફતે કંપનીના 45 લાખ શેર્સની ખરીદી કરશે.
• એમ્ફેસિસે એમરાલ્ડમાં 51 ટકા હિસ્સાની ખરીદી કરી.
• અદાણી એન્ટરપ્રાઈઝિસે ડોમેસ્ટીક તથા ઈન્ટરનેશનલ નેટવર્ક કનેક્ટિવિટિ સર્વિસિસ પૂરી પાડતી સંપૂર્ણ માલિકીની સબસિડિયરીની સ્થાપના કરી.
• એનસીએલટીએ કજારિયા ટાઈલ્સ અને કજારિયા સિરામિક્સ વચ્ચે એમાલ્ગમેશનની સ્કીમને મંજૂરી આપી.
• ટેગા ઈન્ડસ્ટ્રીઝના બોર્ડે ચીલીમાં વધુ રૂ. 175 કરોડના રોકાણ માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી. બે વર્ષોમાં પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે.
• થેમિસ મેડિકેરે કેપ્રો ઈન્વેસ્ટમેન્ટ નામે કંપનીની સ્થાપના કરી છે.
• ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન મુદ્રાંથી નવી ક્રૂડ પાઈપલાઈન માટે રૂ. 9028 કરોડનું રોકાણ કરશે.
• પીએસપી પ્રોજેક્ટ્સે, પીએસપી પ્રોજેક્ટ્સ ઈન્કમાંના તેના 100 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે.
• જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એનસીએલટી તરફથી રિસ્ટ્રક્ચરિંગ પ્લાન માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં નોન-એરપોર્ટ બિઝનેસના ડિમર્જરનો સમાવેશ પણ થાય છે.
Market Opening 24 Dec 2021
December 24, 2021
