માર્કેટ ઓપનીંગ
યુએસમાં સુધારા વચ્ચે એશિયામાં નરમાઈ
ગયા શુક્રવારે યુએસ માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો તેમ છતાં એશિયન બજારો નરમ ટ્રેડ થઈ રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 360 પોઈન્ટ્સથી વધુ મજબૂતી દર્શાવતો હતો. જોકે એશિયામાં જાપાન, તાઈવાન, કોરિયા અને ચીન તમામ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાન 1.18 ટકા, હોંગ કોંગ 0.6 ટકા, તાઈવાન 2.32 ટકા અને કોરિયા 0.8 ટકા નરમાઈ દર્શાવે છે.
SGX નિફ્ટીમાં મજબૂતી
સિંગાપુર નિફ્ટી 59 પોઈન્ટ્સ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ સાધારણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીને 14600નો સપોર્ટ સમજીને લોંગ પોઝીશન જાળવવી જોઈએ. સોમવારે ભારતીય બજાર આઉટપર્ફોર્મન્સ દર્શાવે તેવી શક્યતા છે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતી બરકરાર છે. બ્રેન્ટ ઓઈલ ફ્યુચર્સ 0.33 ટકા સુધારા સાથે 68.94 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ક્રૂડમાં અન્ડરટોન મજબૂતીનો છે અને તે 70 ડોલર કૂદાવે તેવી શક્યતા ઊંચી છે.
ગોલ્ડ-સિલ્વર પણ મજબૂત
વૈશ્વિક બજારો ખાતે ગોલ્ડના ભાવે નવેસરથી બ્રેકઆઉટ દર્શાવ્યું છે. કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ નવા સપ્તાહે 14 ડોલર મજબૂતી સાથે 1852 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 1.51 ટકા ઉછળી 27.777 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક કોમેક્સ ખાતે પણ વાયદાઓ મજબૂતી સાથે ખૂલશે. ગોલ્ડ રૂ. 48400નું સ્તર પાર કરશે તો રૂ. 49000 અને 50000ના સ્તર દર્શાવી શકે છે. જ્યારે ચાંદી રૂ. 72000ની સપાટી પાર કરશે તો રૂ. 74000 અને રૂ. 78000 સુધીની ગતિ દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
· અદાણી ગ્રીન સોફ્ટબેન્કના સપોર્ટથી ચાલતી એસબી એનર્જી સાથે મંત્રણાના આખરી દોરમાં.
· ભારતની ઓઈલ માગમાં વધુ ઘટાડો જોવાયો.
· એપ્રિલમાં ભારતનો ટ્રેડ ગેપ 15.1 અબજ ડોલરનો રહ્યો. 2021-22માં ભારતની નિકાસ 400 અબજ ડોલરની રહેવાની શક્યતા.
· વાર્ષિક ધોરણે નિકાસમાં 196 ટકા વૃદ્ધિ નોંધાઈ જ્યારે આયાતમાં 167 ટકા વૃદ્ધિ નોંધાઈ.
· 7 મેના સપ્તાહના અંતે ભારતનું ફોરેક્સ રિઝર્વ 1.4 અબજ ડોલર વધી 589.5 અબજ ડોલર રહ્યું.
· આજે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ જાહેર થશે.
· આદિત્ય બિરલા કેપિટલના ચોથા ક્વાર્ટરનો નફો 68 ટકા ઉછળી રૂ. 375 કરોડ થયો.
Madket Opening 17 May 2021
May 17, 2021