Market Open 18 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં નરમાઈ
યુએસ સહિત એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 211 પોઈન્ટ્સ ઘટાડા સાથે 35931 પર બંધ રહ્યો હતો. જ્યારે એશિયામાં જાપાન, હોંગ કોંગ, કોરિયા અને ચીનના બજારો ઘટાડો દર્શાવી રહ્યાં છે. તાઈવાન અને સિંગાપુર સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. હોંગ કોંગ 1.4 ટકા સાથે જ્યારે જાપાન 0.8 ટકા સાથે નોંધપાત્ર ઘટાડો સૂચવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 6 પોઈન્ટ્સ ઘટાડા સાથે 17878 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે ફ્લેટ ઓપનીંગનો સંકેત આપી રહ્યો છે. નિફ્ટીએ બુધવારે 17900ના સ્તર નીચે બંધ આપ્યું હતું. આમ ટેકનિકલી તે નબળાઈ સૂચવે છે. જો તે 17800ની નીચે ઉતરી જશે તો ઝડપી ઘટાડો જોવા મળશે. જોકે હાલમાં તે મહત્વના સપોર્ટ નજીક છે અને તેથી એક બાઉન્સની શક્યતા પણ છે. ટ્રેડર્સ 17800ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે.
ક્રૂડમાં આગળ વધતો ઘટાડો
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં નરમાઈ આગળ વધી છે. બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરનું સ્તર તોડી 79.80 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. આમ ટેકનિકલી તે નબળું જણાય છે. 77 ડોલર નીચે તે 72 ડોલર સુધીનો ઘટાડો દર્શાવી શકે છે. વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરીની ચિંતા પાછળ ક્રૂડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગોલ્ડમાં કોન્સોલિડેશન
વૈશ્વિક બજારમાં સોનુ 1850-1870 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યું છે. તેના માટે 1850 ડોલર મહત્વનો સપોર્ટ છે. જો 1870 પર ટકવામાં સફળ રહેશે તો 1900-1920 ડોલરની રેંજમાં ટ્રેડ થઈ શકે છે. અન્ડરટોન મજબૂત છે. લાંબા સમયબાદ બ્રેકઆઉટ દર્શાવ્યો છે અને તેથી વધ-ઘટે સુધારાની શક્યતા ઊંચી છે.
મહત્વની હેડલાઈન્સ
• કંપનીએ જણાવ્યું છે કે તે ડિમર્જર સહિતના વિવિધ વિકલ્પો પર વિચારણા કરી રહી છે.
• ઈન્ફોસિસ અને બ્લૂમબર્ગ મિડિયાએ બ્લૂમબર્ગ ડિજિટલ ઈકોનોમી ઈન્ડેક્સ બનાવવા માટે સ્ટ્રેટેજીક જોડાણ કર્યું છે.
• કેમલીન ફાઈન સાયન્સિઝે મેક્સિકો ખાતે તેની સંપૂર્ણ માલિકીની સબસિડિયરીની સ્થાપના કરી છે. તેણે સંયુક્ત સાહસ પાર્ટનર પાસેથી 33.50 ટકા હિસ્સો ખરીદ્યો છે.
• ભેલે યુક્રેનની ઝોર્યા માશપ્રોક્ટ સાથે જોડાણ કર્યું છે. સ્થાનિક સ્તરે મરીન જીટી અને આરજીનું ઉત્પાદન સ્થાપવા માટે આ જોડાણ કરવામાં આવ્યું છે.
• કંપનીએ પોકર્ણા માટે લોંગ ટર્મ રેટિંગને બીબીબી- પરથી સુધારી બીબીબી કર્યું છે. જ્યારે આઉટલૂક પોઝીટીવ જાળવ્યું છે.
• સિકોસ્ટ શીપીંગનું બોર્ડ 24 નવેમ્બરે કંપનીના શેરના સ્પ્લિટ માટે વિચારણા માટે મળશે.
• ઈઝી ટ્રિપનું બોર્ડ બીજા એક્વિઝિશન માટે વિચારણા માટે મળશે.
• ડીએસપી એએમસીએ કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝમાં હિસ્સો ખરીદ્યો છે.
• ઝોમેટોએ તેની યૂકે સબસિડિયરીને 16 નવેમ્બરથી અમલમાં આવે તે રીતે બંધ કરી છે.
• મેટ્રોપોલીસ હેલ્થકેરના પ્રમોટર્સે વધુ 4.25 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage