Market Opening 02 Feb 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ

યુએસ ખાતે સુધારા પાછળ એશિયન બજારો મજબૂત

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ 229 પોઈન્ટ્સ સુધારા સાથે 30212 પર બંધ આવ્યો હતો. એક દિવસ માટે 30 હજારની નીચે ગયા બાદ તેણે ફરી 30 હજારના સાયકોલોજિકલ સ્તરને પાર કર્યું હતું. જેની અસરે એશિયન બજારો 2.5 ટકા સુધીની મજબૂતી દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયા, તાઈવાન અને હોંગ કોંગ મુખ્ય છે. જાપાન બજાર પણ એક ટકાનો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું છે. જ્યારે ચીન 0.3 ટકા સુધારો દર્શાવે છે. યુએસ ખાતે નાસ્ડેક પણ 2.55 ટકા અથવા 331 પોઈન્ટ્સ ઉછળી 13403ની સપાટી પર બંધ આવ્યો હતો.

SGX નિફ્ટીમાં સદી

સિંગાપુર નિફ્ટી પણ એશિયન બજારોમાં મજબૂતી પાછળ 101 પોઈન્ટ્સના ઉછાળે 14459ના સ્તર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે અને તેની 21 જાન્યુઆરીએ દર્શાવેલી સર્વોચ્ચ સપાટી તરફ આગેકૂચ જાળવી રાખશે. બજારે 14000 અને 14300 પાર કર્યાં બાદ હવે તેના માટે 14753નો મહત્વનો અવરોધ છે.

બજેટ બાદ તેજીવાળાઓ મુસ્તાક

માર્કેટ એનાલિસ્ટ્સના મતે બજેટમાં કોઈ નેગેટિવ બાબતના અભાવને કારણે તેજીવાળાઓ ફરી હાવી બન્યાં છે અને તેઓ બજારને સુધારાના માર્ગે આગળ લઈ જવાનો પૂરતો પ્રયાસ કરશે. જોકે આગામી દિવસોમાં બજારમાં વોલેટિલિટી ચાલુ રહેશે તે પણ નક્કી છે.

ક્રૂડ મજબૂત

વૈશ્વિક સ્તરે ક્રૂડમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ડ ક્રૂડ વાયદો 1.10 ડોલરના સુધારે 56.95 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે 60 ડોલરની સપાટી દર્શાવે તેવી શક્યતા ઊભી છે. ક્રૂડના ભાવમાં મજબૂતી અર્થતંત્રમાં રિકવરીનો સંકેત આપી રહી છે.

ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ

સોમવારે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓએ મજબૂતી દર્શાવ્યા બાદ મંગળવારે તેઓ થાક ખઈ રહી છે. સોમવારે ચાંદીએ 11 ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો અને તે 8 વર્ષની નવી ટોચ પર ટ્રેડ થઈ હતી. તેણે 30 ડોલરની સપાટી નોંધાવી હતી. જોકે સ્થાનિક બજારમાં જુલાઈ મહિનાની સરખામણીમાં રૂપિયામાં નોંધપાત્ર મજબૂતી પાછળ ચાંદી રૂ. 77 હજારના અગાઉના સ્તર પર પહોંચી શકી નહોતી. તેમજ નાણાપ્રધાને બજેટની રજૂઆતમાં ગોલ્ડ-સિલ્વર પરની આયાત ડ્યુટીમાં ઘટાડો કરતાં ભાવ વૈશ્વિક બજારની સરખામણીમાં ઓછો સુધારો દર્શાવતાં હતાં. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 740ના ઘટાડે તાજેતરના તળિયા પર બંધ રહ્યો હતો. જ્યારે ચાંદી 6 ટકાના રૂ. 4200ના સુધારે રૂ. 73944 પર બંધ રહી હતી.

બજેટની કેટલીક જોગવાઈઓ પર ફરી એક નજર

·         500 અબજ ડોલરનું બજેટ ગ્રોથને વેગ આપશે.

·         દેશ આરોગ્ય પાછળ 31 અબજ ડોલરનો ખર્ચ કરશે.

·         અડઘા ટ્રિલીયન ડોલરના બજેટ માટે સરકારે 260 બિલિયન ડોલર અથવા રૂ. 12 લાખ કરોડ બજારમાંથી ઊભા કરવા પડશે.

·         સરકાર એનપીએની સમસ્યાના નિવારણ માટે બેડ બેંકની સ્થાપના કરશે.

·         પાવર ક્ષેત્રની સહાય માટે સરકાર 42 અબજ ડોલરનો ખર્ચ કરશે.

·         સરકાર ગેઈલ, આઈઓસી, એચપીસીએલ પાઈપલાઈન્સમાં હિસ્સાનું વેચાણ કરશે.

·         ચીન સાથે ઘર્ષણ છતાં ભારતના સંરક્ષણ બજેટમાં સાધારણ વૃદ્ધિ

·         સરકાર રૂ. 16 લાખ કરોડનું કૃષિ ધિરાણ કરશે.

·         સરકારે દેશમાં કોટનની આયાત પર 10 ટકા ડ્યુટી લાગુ પાડી.

·         સરકારે પામ ઓઈલની આયાત પર અધિક ડ્યુટી લાગુ પાડી.

·         સોમવારે એફઆઈઆઈએ બજારમાં રૂ. 1490 કરોડની ખરીદી કરી હતી.

·         સ્થાનિક સંસ્થાઓએ રૂ. 90 કરોડની સાધારણ વેચવાલી નોંધાવી હતી.

·         ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સે 13મા સપ્તાહે વિક્રમી 24.2 અબજ ડોલર ઊભા કર્યાં હતાં.

·         વ્હાઈટ સુગરના ભાવ કન્ટેનર શોર્ટેજ પાછળ વિક્રમી ટોચ પર

·         કોલ ઈન્ડિયાનું જાન્યુઆરીનું વેચાણ 4.6 ટકા ઘટી 5.33 કરોડ ટન રહ્યું હતું. કંપનીનું પ્રોડક્શન 6.05 કરોડ ટન રહ્યું હતું.

·         આઈશન મોટરે જાન્યુઆરીમાં વાહન વેચાણમાં 8 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.

·         હીરોમોટોકોનું વેચાણ જાન્યુઆરીમાં 3.1 ટકા ઘટી 4.86 લાખ યુનિટ્સ રહ્યું હતું. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage