Market Opening 03 Feb 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ

યુએસ બજારમાં મજબૂતી પાછળ એશિયા પોઝીટીવ

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 476 પોઈન્ટ્સ ઉછળી 30687 પર બંધ આવતાં એશિયન બજારો મહદઅંશે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાન 0.7 ટકા સાથે સૌથી મજબૂત છે. જ્યારે કોરિયા 0.45 ટકા અને સિંગાપુર પણ સુધારો દર્શાવે છે. જોકે ચીન અને હોંગ કોંગના બજાર નરમ ટ્રેડ સૂચવી રહ્યાં છે.

SGX નિફ્ટીમાં 56 પોઈન્ટ્સનો સુધારો

સિંગાપુર નિફ્ટી 56 પોઈન્ટ્સ સુધરી 14783ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ જ ઓપન થશે. ભારતીય બજાર માટે કેશ નિફ્ટીમાં 14753નો અવરોધ છે. જે પાર થતાં 15000નું સ્તર જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે અંતિમ બે ટ્રેડિંગ સત્રોમાં તીવ્ર ઉછાળાને કારણે માર્કેટ ઓવરબોટ ઝોનમાં છે અને તેથી બુધવારે ઉપરના સ્તરે પ્રોફિટ બુકિંગની શક્યતા પણ રહેલી છે. લોંગ ટ્રેડ માટે સ્ટોપલોસનો ઉપયોગ કરવો. સ્ટોક સ્પેસિફિક અભિગમ રાખવામાં લાભ મળી શકે. બજેટ માર્કેટે સંપૂર્ણપણે ડિસ્કાઉન્ટ કરી લીધું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

ક્રૂડમાં સુધારે નડી રહેલો અવરોધ

ક્રૂડના ભાવને ઊંચા  સ્તરે અવરોધ નડી રહ્યો છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ 58 ડોલર પરથી પરત ફર્યું છે. બુધવારે સવારે 0.17 ટકા ઘટાડે 57.72ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે ક્રૂડમાં ટ્રેન્ડ સુધારાનો જ છે અને તેથી વધ-ઘટે તે 60 ડોલરની સપાટી નોંધાવી શકે છે.

ગોલ્ડ-સિલ્વર મજબૂત

વૈશ્વિક બજારમાં સોનું-ચાંદી બુધવારે સવારે મજબૂત દર્શાવી રહ્યાં છે. સોનામાં જોકે ટ્રેન્ડ નરમાઈનો છે. જ્યારે ચાંદીમાં મોટી વોલેટિલિટી જોવા મળી રહી છે. સોમવારે વૈશ્વિક બજારમાં 12 ટકાનો ઉછાળો દર્શાવનાર ચાંદી મંગળવારે 7 ટકા ગગડી હતી. જ્યારે બુધવારે તે 3 ટકા સુધારે 27.13 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. સોનુ 10 ડોલર મજબૂતી સાથે 1844 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. મંગળવારે રાતે એમસીએક્સ ખાતે ચાંદી 8.40 ટકા અથવા રૂ. 6191ના ઘટાડે રૂ. 67474ના સ્તરે બંધ રહી હતી. જ્યારે સોનુ રૂ. 560ના ઘટાડે રૂ. 47835ની સપાટીની નીચે ઉતરી ગયું હતું.

મહત્વની હેડલાઈન્સ

·         માર્ચ મહિના સુધીમાં પીએસયૂ બેંક્સમાં રૂ. 15 હજાર કરોડની મૂડી ઠાલવવામાં આવશે.

·         એમેઝોનની અરજી પણ હાઈકોર્ટે કેટલોક સમય માટે રિલાયન્સ-ફ્યુચર ડિલને મોકૂફ રાખ્યું

·         ફ્યુચર ગ્રૂપે એસેટ સેલને લઈને એમેઝોન સાથે મંત્રણાનો કરેલો ઈન્કાર.

·         કેઈર્ન આર્બિટ્રેશન સંબંધી આંતરરાષ્ટ્રીય લવાદના નિર્ણય અંગે સરકાર ટૂંકમાં નિર્ણય લેશે.

·         કોર્ટે ફ્રેન્કલીનના રોકાણકારોને 1.25 અબજ ડોલર ચૂકવવાનો કરેલો આદેશ

·         એલઆઈસી લિસ્ટીંગ બાદ 261 અબજ ડોલરનું વેલ્યુએશન ધરાવતી હશે એમ એક સંસ્થાએ જણાવ્યું છે

·         મંગળવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 6180 કરોડની જંગી ખરીદી કરી હતી.

·         સ્થાનિક ફંડ્સે મંગળવારે રૂ. 2040 કરોડની વેચવાલી નોંધાવી હતી.

·         મોર્ગન સ્ટેનલી અને સિટીએ ભારતીય બેન્ચમાર્ક્સ માટેના તેમના ટાર્ગેટ્સમાં વૃદ્ધિ કરી છે.

·         પીએસયૂ બેંક્સ આગામી બે મહિના દરમિયાન રૂ. 10000 કરોડ ઊભાં કરશે.

·         સરકાર બુધવારે 480 તેજસ એરક્રાફ્ટ્સ ખરીદી માટેના કરાર કરશે.

·         અજંતા ફાર્માએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 64 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. તેણે રૂ. 177 કરોડનો નફો નોંધાવ્યો હતો. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage