માર્કેટ ઓપનીંગ
યુએસમાં ફ્લેટ બંધ પાછળ એશિયામાં મિશ્ર વલણ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ બે બાજુ સાંકડી રેંજમાં અથડાયેલો રહ્યાં બાદ 36 પોઈન્ટ્સના સાધારણ સુધારે 30724 પર બંધ રહ્યો હતો. જેની અસરે એશિયન બજારો મિશ્ર ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે. જાપાન, હોંગ કોંગ, તાઈવાન અને ચીન બજારો 0.4 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. જ્યારે કોરિયા 0.75 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યું છે. સિંગાપુર પણ 0.3 ટકા જેટલું નરમ ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીમાં પોઝીટીવ ટ્રેડ
સિંગાપુર નિફ્ટી 33 પોઈન્ટ્સ મજબૂતી સાથે 14862ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ જ ખૂલશે. એનએસઈ ખાતે નિફ્ટીએ બુધવારે 14868ની ટોચ દર્શાવી હતી. જ્યાંથી થોડો પાછો પડી બંધ રહ્યો હતો. બેન્ચમાર્કને 14800-15000ની રેંજમાં તીવ્ર અવરોધ છે અને આ રેંજ પાર કરવામાં તેને સારી એવી શક્તિ ખર્ચવી પડી શકે છે. જોકે ટેક્નિકલી હજુ માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ જળવાયો છે.
ક્રૂડ તાજેતરની નવી ટોચ પર
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ મક્કમ છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો ગુરુવારે સવારે સાધારણ મજબૂતી સાથે 58.73 ડોલર પ્રતિ બેરલની તેની છેલ્લા એક વર્ષની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે 60 ડોલરના લક્ષ્ય તરફ આગળ ધપી રહ્યો છે. એમસીએક્સ ખાતે ફેબ્રુઆરી ક્રૂડ વાયદો રૂ. 458ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
વૈશ્વિક બજારોમાં ગુરુવારે સવારે ગોલ્ડ-સિલ્વર નરમાઈ દર્શાવી રહ્યાં છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 9 ડોલરના ઘટાડે 1826 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 0.7 ટકાના ઘટાડે 26.70 ડોલર પર ટ્રેડ થાય છે. બુધવારે રાતે એમસીએક્સ ખાતે ચાંદી રૂ. 863 અવા 1.28 ટકાના સુધારે રૂ. 68404ની સપાટી પર બંધ જોવા મળી હતી. જ્યારે સોનુ રૂ. 65ના સુધારે રૂ. 47816 પર બંધ રહ્યું હતું.
મહત્વની હેડલાઈન્સ
· દેશમાં ઓર્ગેનાઈઝ્ડ રિટેલનો પાયો નાખનારામાંના એક કિશોર બિયાણીને માર્કેટ રેગ્યુલેટર સેબીએ સિક્યૂરીટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.
· ભારતી એરટેલે એનાલિસ્ટ્સના અંદાજોથી ચઢીયાતો દેખાવ દર્શાવ્યો છે. કંપનીએ 2016 બાદનો સૌથી ઊંચો નફો દર્શાવ્યો છે. કંપનીએ ડેટ મારફતે રૂ. 7500 કરોડ એકત્ર કરવાને મંજૂરી આપી છે. કંપનીએ રૂ. 850 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે રૂ. 1000 કરોડથી વધુની ખોટ હતી.
· એક સમયના ચાર્જ પેટે અદાણી એન્ટરપ્રાઈઝિસનો નફો 30 ટકા જેટલો ગગડ્યો.
· હાઈકોર્ટે રિલાયન્સ સાથેના સોદા પર આપેલા સ્ટે સામે ફ્યુચર જૂથે અપીલ કરી છે. જેના પર ગુરુવારે દિલ્હી હાઈકોર્ટ સુનાવણી કરશે.
· પ્રથમ ક્વાર્ટરમાં બ્રિક્સ સીપીઆઈમાં વૃદ્ધિની શક્યતા ભારત માટે તે 5.1 ટકા રહેશે.
· નિફ્ટી કંપનોનો ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રોફિટ 8.8 ટકા વધ્યો
· બુધવારે વિદેશી ફંડ્સે રૂ. 2520 કરોડની કરેલી ખરીદી
· સ્થાનિક ફંડ્સે બુધવારે રૂ. 400 કરોડનું વેચાણ કર્યું
· મોર્ગન સ્ટેનલીના મતે ઈમર્જિંગ માર્કેટ્સે તેમની ટોચ બનાવી દીધી છે.
· અદાણી ગ્રીને ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 43.76 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 124 કરોડનું નુકસાન દર્શાવ્યું હતું.
· અદાણી ટોટલ ગેસે સિટી ગેસ ઓપરેશન્સ માટે ત્રણ વર્ષ માટે એલએનજી કોન્ટ્રેક્ટ કર્યો છે.
· એપોલો ટાયરે ત્રીજા ક્વાર્ટર માટે રૂ. 444 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 174 કરોડ જ હતો.