Market Opening 1 April 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ સાધારણ નરમ છતાં એશિયન બજારો મજબૂત

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં સાધારણ નરમાઈ છતાં એશિયન બજારો મજબૂતી દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ બુધવારે 85 પોઈન્ટ્સ નરમ બંધ આવ્યો હતો. જોકે નાસ્ડેક 1.54 ટકા અથવા 201 પોઈન્ટસ ઉછળી 13247 પર મજબૂત બંધ આવ્યો હતો. એશિયન બજારોમાં જાપાનનો નિક્કાઈ 1.15 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. સિંગાપુર બજાર 0.42 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે હોંગ કોંગ બજાર 1.02 ટકા, તાઈવાન 0.72 ટકા અને કોરિયા 0.63 ટકાની વૃદ્ધિ નોંધાવી રહ્યાં છે. ચીન પણ 0.4 ટકા મજબૂતી દર્શાવી રહ્યું છે. આમ નવા નાણાકિય વર્ષની શરૂઆત મજબૂતી સાથે થઈ છે.

SGX નિફ્ટીનો મજબૂત ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 110 પોઈન્ટ્સના સુધારા સાથે 14856 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી 14900ના સ્તરને પાર કરશે તો બને કે એપ્રિલમાં તે નવી ટોચ દર્શાવવાનો પ્રયાસ કરી શકે. જોકે હાલમાં તે દિશાહીન ટ્રેન્ડ દર્શાવી રહ્યો છે. માર્કેટમાં મોટાપાયે ચર્નિંગ ચાલી રહ્યું હોય તેવું જણાય રહ્યું છે. જેમાં પ્રાઈવેટ બેંકિંગ જેવા કાઉન્ટર્સમાં પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે અને મેટલ્સમાં રોકાણ થઈ રહ્યું હોય તેવું જણાય છે. મીડ-કેપ આઈટીમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી રહી છે.

ક્રૂડમાં ધીમો ઘસારો જોકે હજુ સપોર્ટ ઉપર

ક્રૂડના ભાવમાં બુધવારે 2 ટકાથી વધુની નરમાઈ જોવા મળી હતી. જોકે હજુ પણ તે મહત્વના સપોર્ટ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ વાયદો 64 ડોલર ઉપરના સ્તરેથી ઘટી ગુરુવારે 62.83 ડોલર પર સાધારણ મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 62 ડોલરનું સ્તર તોડશે તો ઝડપથી ઘટાડ દર્શાવી શકે છે. જે વખતે 56 ડોલરનું સ્તર જોવા મળી શકે.

ગોલ્ડ-સિલ્વરમાં તળિયાથી બાઉન્સ જોવાયો

વૈશ્વિક ગોલ્ડ અને સિલ્વરમાં બુધવારે સવારે જોવા મળેલા તાજેતરના બોટમ સ્તરેથી બાઉન્સ જોવા મળ્યો હતો અને કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ ફરી 1700 ડોલર પર પરત ફર્યો હતો. આજે સવારે તે સાધારણ નરમાઈ સાથે 1712 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. કોમેક્સ મે સિલ્વર ફ્યુચર્સ 0.75 ટકા નરમાઈ સાથે 24.35 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. એમસીએક્સ ખાતે બુધવારે બંને ધાતુઓ નોંધપાત્ર સુધારા સાથે બંધ આવી હતી. જેમાં ગોલ્ડ એપ્રિલ વાયદો 1.45 ટકા અથવા રૂ. 637ના સુધારે રૂ. 44510 પર તથા સિલ્વર મે વાયદો રૂ. 562ના સુધારે રૂ. 63686 પર બંધ જોવા મળ્યો હતો.

મહત્વની હેડલાઈન્સ

· સરકારે બુધવારે સાંજે જારી કરેલા પીપીએફ અને નાની બચત યોજનાઓ પરના રેટ ઘટાડાના આદેશને પરત ખેંચી લીધો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 2020-21ના અંતિમ ક્વાર્ટરમાં વિવિધ સ્કિમ્સ પર જે રેટ્સ મળી રહ્યાં હતાં. તે જ મળવાના ચાલુ રહેશે.

· ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન ચાલુ ખાતાની ખાધ 1.7 અબજ ડોલર રહી હતી.

· સરકારે ઈમર્જન્સી ક્રેડિટ પ્લાનને જૂન આખર સુધી લંબાવ્યો છે.

· નવા નાણાકિય વર્ષના પ્રથમ છ મહિનામાં 99 અબજ ડોલરના બોન્ડ્સનું વેચાણ કરવામાં આવશે.

· સરકાર 2021-22ના પ્રથમ છ મહિનામાં રૂ. 7.24 લાખનું બોરોઈંગ કરશે.

· એપ્રિલ-સપ્ટેમ્બરમાં સરકાર 25 બોન્ડ ઓક્શન્સ પ્રોગ્રામ યોજશે.

· ફેબ્રુઆરીમાં મહત્વના ઉદ્યોગોના ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 4.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

· એપ્રિલથી ફેબ્રુઆરી સુધીમાં નાણાકિય ખાધ 2020-21ના અંદાજના 76 ટકા પર જોવા મળી.

· સરકારે દાયકાના તળિયા પર ચાલી રહેલા નેચરલ ગેસ ભાવોને વધુ છ મહિના જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.

· એસએન્ડપીએ 2021 માટે વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દર 5.5 ટકા રહેવાની આગાહી કરી છે.

· દેશમાં બેંકોની મીડ-સાઈઝ કંપનીઓને લોન્સ 7.5 વર્ષની ટોચ પર પહોંચી છે.

· સરકાર ચાર નબળી જાહેર ક્ષેત્રની બેંક્સમાં 2 અબજ ડોલરની મૂડી ઠાલવશે.

· પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, આરઈસી તેમના ધિરાણ દરોમાં 2 ટકાનો ઘટાડો કરશે.

· વેદાંતા 1.4 અબજ ડોલરના ખર્ચે નવા કોપર સ્મેલ્ટરનું આયોજન કરી રહી છે.

· વૈશ્વિક સ્તરે સુગર ઉત્પાદનમાં ખાધને ઘટાડીને 32 લાખ ટન કરવામાં આવી છે.

· બુધવારે વિદેશી સંસ્થાઓએ ભારતીય શેરબજારમાં રૂ. 1690 કરોડની ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 2080ની ખરીદી નોંધાવી હતી.

· બીપીસીએલ ખાનગીકરણ અગાઉ રિફાઈનરીમાં સંયુક્ત સાહસ પાર્ટનર એવા ઓમાની ભાગીદારનો હિસ્સો ખરીદશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage