માર્કટ ઓપનીંગ
એશિયન બજારોમાં નરમાઈ
યુએસ બજારમાં સતત બીજા દિવસે નરમાઈ જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ સોમવારે રાતે 272 પોઈન્ટ્સના ઘટાડે 29639ના સ્તરે બંધ રહ્યો હતો. શુક્રવારે પણ તે નરમ બંધ આવ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપ બજારો પણ નરમ બંધ રહ્યાં હતાં. ભારતીય બજારમાં સોમવારે ગુરુનાનક જયંતિ નિમિત્તે રજા હતી.
મંગળવારે જોકે જાપાન, કોરિયા, હોંગ કોંગ અને તાઈવાન બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કાઈ 1.45 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે કોસ્પી 1 ટકો મજબૂત છે.
SGX નિફ્ટીમાં સાધારણ મજબૂતી
સિંગાપુર નિફ્ટી 6 ટકા મજબૂતી સાથએ 12999ના સ્તર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. આમ એક વાત નક્કી છે કે ભારતીય બજાર પોઝીટીવ ઝોનમાં ખૂલશે. નિફ્ટી ફ્યુચર્સ 13000ના સ્તર પર ઓપનીંગ દર્શાવશે.
ક્રૂડમાં કોન્સોલિડેશન
ક્રૂડમાં સતત ત્રીજા દિવસે કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. બ્રેન્ડ ક્રૂડ વાયદો સાધારણ નરમાઈ સાથે 48.37 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે.
ગોલ્ડ-સિલ્વરમાં વધુ નરમાઈ
કોમેક્સ ખાતે સોનું 1780 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર બોલાયું છે. જે પાંચ મહિનાનું તળિયું છે. એમસીએક્સ સોનુ 0.75 બેસીસના ઘટાડે રૂ. 47763 પર બંધ રહ્યું હતું. જે સ્તર જુલાઈ પછી પ્રથમવાર જોવા મળ્યું છે. રૂ. 56000ની ટોચથી સોનું 17 ટકા જેટલું કરેક્ટ થઈ ચૂક્યું છે. ચાંદી પણ રૂ. 59000ની નીચે ઉતરી ગઈ છે.
મહત્વની હેડલાઈન્સ
· તહેવારોની સિઝન પૂરી થતાં ડિઝલ વેચાણના આંકડામાં જોવા મળેલો ઘટાડો
· એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન બજેટ ખાધ સમગ્ર નાણાવર્ષના લક્ષ્યાંકના 119.7 ટકા પર પહોંચી
· ભારત વિદેશમાં લિથીયમ એસેટ ઈન્વેસ્ટમેન્ટ માટે વિચારી રહ્યું હોવાનું થીંક ટેંકનો દાવો
· ભારતે ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરતાં પામના ભાવમાં વૃદ્ધિ
· 20 નવેમ્બરના અંતે ભારતનું ફોરેક્ટ રિઝર્વ્સ 2.5 અબજ ડોલર વધી 575.3 અબજ ડોલરની ટોચ પર
· બલ્ક ડ્રગ્ઝ માટેના આઉટપુટ ઈન્સેન્ટીલ પ્લાનને મજબૂત પ્રતિભાવ સાંપડ્યો છે.
· પેગાટ્રોન ભારતમાં આઈફોન સાઈટ તૈયાર કરવાની પ્રક્રિયામાં
· શુક્રવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં 7710 કરોડની ખરીદી કરી હતી.
· સ્થાનિક ફંડ્સે શુક્રવારે 5000 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
· ચાલુ સપ્તાહે ઓપેક આઉટપુટ, યુએસ જોબ ડેટા જેવા ડેટા બજાર પર અસરકર્તા રહેશે.
· વેદાંતા અને ડીપી વર્લ્ડ, શીપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો હિસ્સો ખરીદવા આતુર હોવાના અહેવાલ
· કાર્લાઈલ ગ્રેન્યૂલ્સ ઈન્ડિયાને એક અબજ ડોલરમાં ખરીદે તેવી શક્યતા
· ગ્લેનમાર્ક રશિયા, યુક્રેન, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં પસંદગીનો એન્ટી-એલર્જિ બ્રાન્ડનો હિસ્સો ડો. રેડ્ડીઝને વેચશે.
· આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને ભારતી એક્સા સાથે ડીલ માટે ઈરડાઈએ મંજૂરી આપી દીધી છે.