Market Opening 1 Feb 2021

Daily-Market-Update-2-1-2021

માર્કેટ ઓપનીંગ

બજેટ રજૂઆતને પગલે બજારમાં મોટી વધ-ઘટની સંભાવના

કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારામન 2021-22 માટે આજે લોકસભામાં બજેટ રજૂ કરશે. જેની પાછળ બજારમાં મોટી વધ-ઘટ જોવા મળશે. ટ્રેડર્સ બજેટની રજૂઆત સુધી પોઝીશનને સ્કવેર કરી લેવી જોઈએ અથવા યોગ્ય હેજ સાથે જ તેને હોલ્ડ કરવી જોઈએ.

યુએસમાં નરમાઈ વચ્ચે એશિયામાં પોઝીટીવ ટ્રેન્ડ

શુક્રવારે રાતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં 621 પોઈન્ટ્સ અથવા 2 ટકાથી વધુ ઘટાડા છતાં એશિયન બજારો નવા સપ્તાહે પોઝીટીવ ઓપનીંગ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર સિંગાપુરને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજારો 0.5 ટકાથી 1.7 ટકા સુધીની વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયાનો કોસ્પી 1.7 ટકા સાથે સૌથી મજબૂત જોવા મળે છે. જ્યારે હેંગ સેંગ 1.2 ટકા જ્યારે નિક્કી 0.9 ટકાનો સુધારો દર્શાવે છે. તાઈવાન 0.5 ટકા અને ચીન 0.2 ટકા મજબૂત ટ્રેડ થઈ રહ્યાં છે.

SGX નિફ્ટીમાં સાધારણ મજબૂતી

સિંગાપુર નિફ્ટી 27 પોઈન્ટ્સની મજબૂતી સાથે 13747ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તરે ઓપનીંગ દર્શાવી શકે છે. ભારતીય બજાર માટે 14000નો મહત્વનો અવરોધ છે અને તેને પાર કરવું ખૂબ અઘરું બની રહેશે.

ક્રૂડ હજુ પણ કોન્સોલિડેશનમાં

વૈશ્વિક ક્રૂડમાં સાંકડી રેંજમાં ટ્રેડ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 0.20 ટકા મજબૂતી સાથે 55.13 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. તેના માટે તાજેતરની ટોચ એક અવરોધ છે. જે પાર છતાં 60 ડોલરનું સ્તર જોવા મળી શકે છે.

સિલ્વરમાં વિસ્ફોટ, ગોલ્ડ મજબૂત

વૈશ્વિક બજારમાં સિલ્વર 7 ટકાના ઉછાળા સાથે 28.8 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. જે સૂચવે છે કે સ્થાનિક બજારમાં ચાંદી રૂ. 74000ની ઉપર ઓપનીંગ દર્શાવશે. જે જુલાઈ મહિનામાં તેણે દર્શાવેલી ટોચ નજીકનું સ્તર હશે. વૈશ્વિક બજારમાં ગોલ્ડ પણ 10 ડોલર મજબૂતી સાથે 1860 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. આમ સ્થાનિક બજારમાં તે રૂ. 50000ના સ્તરને પાર કરી જાય તેવી શક્યતા છે.

મહત્વની હેડલાઈન્સ

·         જાન્યુઆરી માટે જીએસટી કલેક્શન રૂ. 1.2 લાખ કરોડની વિક્રમી સપાટી પર જોવા મળ્યું છે.

·         સરકારે સીપીએસઈના ડિસઈન્વેસ્ટમેન્ટ અને બાયબેક મારફતે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 19499 કરોડ એકત્ર કર્યાં છે.

·         ટીવીએસ જૂથની બે કંપનીઓના બોર્ડે મર્જર પ્લાન માટેની આપેલી મંજૂરી

·         ચીફ ઈકોનોમિક એડવાઈઝરે એનપીએની સમસ્યાના નિવારણ માટે ખાનગી ક્ષેત્રની આગેવાનીમાં બેડ બેંકનો ખ્યાલ રજૂ કર્યો છે.

·         શનિવારે દેશમાં વીજળીની માગ સૌથી ઊંચા સ્તરે જોવા મળી હતી. જે આર્થિક રિવાઈવલનો સંકેત આપે છે.

·         ઈન્ડિયન ઓઈલના બોર્ડે તેની પેટાકંપનીને રૂ. 29 હજાર કરોડના ખર્ચે રિફાઈનરી સ્થાપવા માટે મંજૂરી આપી.

·         ડેટ સ્કીમ્સને બંધ કરવાના ફ્રેન્કલીનના નિર્ણયને સેબીનું સમર્થન

·         સરકારે બીએસએનએલના દિલ્હી અને મુંબઈ સર્કલ્સને 4જી સ્પેક્ટ્રમ એલોકેશનની ભલામણ કરી છે.

·         જેએસડબલ્યુ એનર્જિએ વધુ સારા ઈએસજી રેટિંગ્સ માટે થર્મલ પાવર પ્રોજેક્ટ્સ બંધ કર્યાં છે.

·         શ્રી સિમેન્ટ્સનો ત્રીજા ક્વાર્ટરનો નફો બે ગણો વઘી રૂ. 632 કરોડ જોવા મળ્યો છે. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage