Market Opening
યુએસ બજાર ઓલ-ટાઈમ હાઈ પર એશિયામાં ન્યૂ યરને કારણે રજા
કેલેન્ડર 2020ના અંતિમ દિવસે ભારતની જેમ જ યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 197 પોઈન્ટ્સના સુધારે 30606ની સપાટીએ બંધ આવ્યો હતો. જોકે શુક્રવારે એશિયન બજારોમાં નવા વર્ષને કારણે રજા છે અને તેથી તેમની પ્રતિક્રિયા આગામી સપ્તાહે જોવા મળશે.
SGX નિફ્ટી મજબૂત
સિંગાપુર નિફ્ટી 14 પોઈન્ટ્સ મજબૂતી સાથે 14030ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર 14000ના સ્તર પર ઓપનીંગ દર્શાવશે. માર્કટને 14000-14100ની રેંજમાં અવરોધ છે અને તેથી આ સ્તર પાર કરવામાં સમય લાગી શકે છે. માર્કેટ ઓવરબોટ છે. જોકે લિક્વિડીટી અને રોટેશન પાછળ બેન્ચાર્ક નવી ટોચ દર્શાવતો રહ્યો છે.
ક્રૂડ મક્કમ
ક્રૂડમાં મજબૂતી ટકેલી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.2 ટકાની મજબૂતીએ 51.72ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સત્રોથી તે 50 ડોલરને પાર કરીને કોન્સોલિડેટ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે અન્ડરટોન મજબૂત છે અને તે વધુ સુધારો દર્શાવી શકે છે.
સોનુ-ચાંદી નરમ
સોનુ-ચાંદી સાંકડી ટ્રેડિંગ રેંજમાં અટવાઈ ગયા છે. ફોલોઅપ બાઈંગના અભાવે તેઓ પાછા પડી જાય છે. એમસીએક્સ ખાતે ગુરુવારે રાતે સોનુ 0.04 ટકાની સાધારણ નરમાઈએ 50115 પર બંધ આવ્યું હતું. જ્યારે ચાંદી 0.82 અથવા રૂ. 523ના ઘટાડે રૂ. 68051 પર બંધ રહી હતી. જોકે હજુ બંને સપોર્ટ પર ટકેલાં છે અને તેથી તેમાં શોર્ટની શક્યતા ઊભી થતી નથી.
મહત્વની હેડલાઈન્સ
· ટીસીએસની બાયબેક ઓફર આજે પૂરી થશે.
· સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એક્સપર્ટ કમિટિની આજે બેઠક મળશે. જે ભારત બાયોટેક અને સેરમ ઈન્સ્ટીટ્યુટે બનાવેલી કોવિડ વેક્સિન્સની મંજૂરી માટે વિચારણા કરશે.
· એપ્રિલ-નવેમ્બર મહિનામાં દેશની નાણાકિય ખાધ બજેટમાં અંદાજના 135.1 ટકા પર પહોંચી છે.
· આરબીઆઈના રિપોર્ટ મુજબ વિવિધ રાજ્યો જાન્યુઆરીથી માર્ચ સુધીમાં રૂ. 3.16 લાખ કરોડનું બોરોઈંગ દર્શાવશે.
· સરકાર 1 જાન્યુઆરીથી નિકાસ બેનિફિટ્સ માટે નવી નીતિ અમલમાં મૂકશે.
· આરબીઆઈએ ફ્લોટિંગ રેટ સેવિંગ્ઝ બોન્ડ 2020 પર કૂપન રેટને જાન્યુઆરી-જૂન માટે 7.15 ટકાના દરે સ્થિર જાળવ્યાં છે.
· એમેઝોન બાદ હવે ક્લિક્સ કેપિટલે ફ્યુચર ગ્રૂપ સામે કોર્ટનો સંપર્ક કર્યો છે.
· ગુરુવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 1140 કરોડની ખરીદી કરી હતી.
· સ્થાનિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 258 કરોડની વેચવાલી દર્શાવી હતી.
· ગુરુવારે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એફઆઈઆઈએ રૂ. 409 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
· કેલેન્ડર 2017 બાદ 15 ટકા રિટર્ન સાથે ભારતીય બજારે શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો હતો.
· આઈડીબીઆઈ બેંકે તેના લાઈફ ઈન્શ્યોરન્સ સાહસમાં 23 ટકા હિસ્સાનું વેચાણ પૂર્ણ કર્યું છે.
· આઈઆરબી ઈન્ફ્રાને ઘોડબંદર બીઓટી પ્રોજેક્ટ માટે મળેલો ઈન્ટરિમ કન્સેશન પિરિયડને લંબાવવામાં આવ્યો છે.
· જ્યુબિલિઅન્ટ ફૂડવર્ક્સ બાર્બેક્યૂ નેશનમાં 10.8 ટકા હિસ્સો ખરીદશે. કંપની રૂ. 92 કરોડમાં આ હિસ્સો ખરીદશે.
ખેડૂત આંદોલનને કારણે રૂ. 65 હજાર કરોડના નુકસાનનો અંદાજ