બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક મંદી
ચીનની કટોકટી પાછળ વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ ગુરુવારે 547 પોઈન્ટ્સના ઘટાડે 33844ના સ્તરે બંધ રહ્યો હતો. જેની પાછળ આજે સવારે એશિયન બજારોમાં બે ટકા સુધીનો તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં જાપાનનો નિક્કાઈ 2 ટકાથી વધુ નરમાઈ સૂચવે છે. જ્યારે તાઈવાન, કોરિયા અને હોંગ કોંગ પણ નરમાઈ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર ચીનનું બજાર 0.9 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 172 પોઈન્ટ્સના ઘટાડે 17431 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ નોંધપાત્ર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી 17300-17400ની રેંજમાં સપોર્ટ મેળવી શકે છે. જો આ સ્તર તૂટશે તો 17000નું સ્તર તરત જોવા મળશે.
ક્રૂડ ફરી સાંકડી રેંજમાં અથડાયું
વૈશ્વિક ક્રૂડ કોન્સોલિડેશનમાં જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 77-78 ડોલરની રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યો છે. તેમાં સુધારાતરફી ટ્રેન્ડ અકબંધ છે અને 80 ડોલરને પાર કરતાં તે 85-90 ડોલરની રેંજમાં જોવા મળી શકે છે.
ગોલ્ડમાં નીચા સ્તરે જોવા મળેલું બાઈંગ
વૈશ્વિક ગોલ્ડમાં ગુરુવારે ખરીદી નીકળી હતી અને તે 1730 ડોલર પરથી ઉછળી 1757 ડોલર પર બંધ રહ્યું હતું. આજે સવારે તે 1.45 ડોલરની નરમાઈ સાથે 1755 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. 1760 ડોલરનું સ્તર પાર થશે તો તે 1800 ડોલરની સપાટી તરફ ગતિ કરશે. ગોલ્ડમાં નેગેટિવ કારણો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે. જેને જોતાં આગામી સમયગાળામાં તે સુધારો દર્શાવવાનું જાળવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• દેશમાં ચાલુ ખાતાની પુરાંત અપેક્ષા કરતાં ઊંચી જોવા મળી. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 2 અબજ ડોલરના અંદાજ સામે 6.5 અબજ ડોલરની સરપ્લસ નોંધાઈ.
• ઓગસ્ટમાં મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રોએ ઉત્પાદનમાં 11.6 ટકાની વૃદ્ધિ દર્શાવી.
• એપ્રિલ-ઓગસ્ટ સુધીની અંદાજપત્રીય ખાધ સમગ્ર વર્ષના ટાર્ગેટના 31.3 ટકા જોવા મળી.
• વૈશ્વિક સ્તરે ગેસના ભાવોમાં તીવ્ર વૃદ્ધિ બાદ સરકારે 1 ઓક્ટોબરથી ગેસના ભાવમાં 62 ટકાનો કરેલો વધારો.
• ભારત અને ઓસ્ટ્રેલિયા 2022ની આખર સુધીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ફાઈનલ કરશે.
• સતત ત્રીજા વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય જોવા મળ્યું. સપ્ટેમ્બરમાં વ્યાપક વરસાદને કારણે ખાધ માત્ર એક ટકો રહી.
• કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ લોન્સ ઉછળીને એક વર્ષની ટોચ પર પહોંચી.
• વિદેશી સંસ્થાઓએ સ્થાનિક બજારમાં ગુરુવારે રૂ. 2230 કરોડની વેચવાલી નોંધાવી.
• સ્થાનિક સંસ્થાઓએ ગુરુવારે રૂ. 97.18 કરોડની ખરીદી કરી.
• આરબીઆઈના નવા ઓટો ડેબિટ નિયમો શુક્રવારથી અમલમાં આવશે.
• બેંક ઓફ બરોડા બેડ બેંકમાં તેનો હિસ્સો ડિસેમ્બરની આખર સુધીમાં 13.3 ટકાથી ઘટાડે 9.9 ટકા કરશે.
• કેનેરા બેંક બેંડ બેંકમાંનો તેનો 16.1 ટકા હિસ્સો ડિસેમ્બરની આખર સુધીમાં 12 ટકા કરશે.
• જૈન ઈરિગેશને સિંગાપુર લિસ્ટેડ બોન્ડ્સના પુનર્ગઠનની કામગીરી પૂરી કરી.
• ઓએનજીસી વિદેશે બાંગ્લાદેશના ઓફશોર એસએસ-04 બ્લોકમાં એક્સપ્લોરેશનની કામગીરી શરૂ કરી.
Market Opening 1 October 2021
October 01, 2021