માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ
વૈશ્વિક બજારો કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યાં છે. મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ અને નાસ્ડેક સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે એશિયન બજારો આજે સવારે મિશ્ર વલણ દર્શાવી રહ્યાં છે. જેમાં નિક્કાઈ, સિંગાપુર અને કોરિયા 1.3 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. જ્યારે તાઈવાન, હોંગ કોંગ અને ચીનના બજારો નરમ ટ્રેડ સૂચવે છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 2 પોઈન્ટ્સના સુધારે 17127ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સ્થાનિક બજારમાં ફ્લેટ ઓપનીંગ સૂચવે છે. બજારમાં તેજીનું મોમેન્ટમ અકબંધ છે. હવેનો ટાર્ગેટ 17350નો રાખવામાં આવે છે. જોકે બજાર ટૂંકાગાળામાં ઓવરબોટ છે અને તેથી તે કોન્સોલિડેશનમાં જાય તેવી શક્યતા ઊંચી છે. 16700ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી રાખવી જોઈએ.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવ ધીમો સુધારો દર્શાવી રહ્યાં છે. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.74 ટકા મજબૂતી સાથે 72.16 ડોલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. તેના માટે 75 ડોલરનો અવરોધ છે. જે પાર થશે તો તે 80-85 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે.
ગોલ્ડમાં સ્થિરતા
વૈશ્વિક ગોલ્ડ ત્રણ સત્રોથી રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી રહ્યું છે. જોકે તે 1800 ડોલરના સપોર્ટ પર ટક્યું છે. આજે સવારે કોમેક્સ વાયદો 2 ડોલરની નરમાઈએ 1816 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે તે રૂ. 47 હજારની સપાટી આસપાસ અથડાઈ રહ્યું છે. જો રૂ. 48 હજારનું સ્તર કૂદાવશે તો દિવાળી સુધી રૂ. 50 હજારની સપાટી જોવા મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
મહત્વની હેડલાઈન્સ
· મજબૂત માગ પાછળ ભારત વૈશ્વિક સ્તરે સૌથી ઝડપે વૃદ્ધિ પામી રહેલું અર્થતંત્ર બની રહ્યું છે.
· જૂન ક્વાર્ટર માટેનો જીડીપી વૃદ્ધિ દર 20.1 ટકાના અંદાજિત સ્તર નજીક જોવા મળ્યો.
· મારુતિના જણાવ્યા મુજબ ચીપ કટોકટી પાછળ ઉત્પાદનમાં 40 ટકાનો ઘટાડો નોંધાશે
· જુલાઈ મહિના માટે મુખ્ય ઉદ્યોગોના ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 9.4 ટકા વૃદ્ધિ.
· એપ્રિલ-જુલાઈ સુધીની અંદાજપત્રીય ખાધ નાણાકિય વર્ષના ટાર્ગેટના 21.3 ટકા પર પહોંચી.
· કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ માટેની લોન એક વર્ષની ટોચ પર જોવા મળી.
· 31 ઓગસ્ટ સુધીમાં ચોમાસાનો કુલ વરસાદ સરેરાશથી 9 ટકા નીચો રહ્યો.
· મંગળવારે વૈશ્વિક રોકાણકારોની એક દિવસમાં રૂ. 3880 કરોડની લેવાલી.
· સ્થાનિક ફંડ્સે પણ મંગળવારે રૂ. 1870 કરોડની કરેલી ખરીદી.
· વિદેશી રોકાણકારોએ મંગળવારે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 3510 કરોડની કરેલી ખરીદી.
· આજે 10-30 વાગે ઓગસ્ટ માટેનો માર્કિટ ઈન્ડિયા મેન્યૂફેક્ચરિંગ પીએમઆઈ રજૂ થશે. જુલાઈમાં તે 55.3 જોવા મળ્યો હતો.
· ઓએનજીસીએ કેજી બેસીનમાં ડીપ વોટર વેલમાંથી ગેસનું ઉત્પાદન શરૂ કર્યું.
· શોપર્સ સ્ટોપે ક્રોસવર્ડ બુક સ્ટોર્સ બિઝનેસનો 100 ટકા હિસ્સો રૂ. 41.6 કરોડની વેલ્યૂ સાથે વેચવાની મંજૂરી આપી.
· વિપ્રોએ હીઅર સાથે લોકેશન આધારિત સર્વિસિસ અને એનાલિટીક્સ પૂરું પાડવા માટે વૈશ્વિક ભાગીદારી કરી.
Market Opening 1 September 2021
September 01, 2021