બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ
ઊઘડતાં સપ્તાહે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 107 પોઈન્ટ્સ ઘટાડા સાથે 35102ના સ્તરે બંધ આવ્યો હતો. એશિયન બજારોમાં જાપાન અને સિંગાપુરમાં સાધારણ પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એ સિવાય હોંગ કોંગ, કોરિયા, તાઈવાન અને ચીનના બજારો ઘટાડો સૂચવે છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 20 પોઈન્ટ્સની નરમાઈ સાથે 16253ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પર સાધારણ ઘટાડા સાથે અથવા ફ્લેટ ઓપનીંગ દર્શાવી શકે છે. ભારતીય બજારમાં એક પ્રકારે અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે. ટ્રેડર્સનો નોંધપાત્ર વર્ગ સાઈડલાઈન થઈ ગયો છે. જેને કારણે માર્કેટમાં લિક્વિડીટીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મીડ અને સ્મોલ-કેપ્સ પણ છેલ્લા કેટલાંક સત્રોથી લાર્જ-કેપ્સની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે.
ક્રૂડમાં સાધારણ પોઝીટીવ ટ્રેડ
સોમવારે 4 ટકાના ઘટાડા બાદ ક્રૂડના ભાવ આજે સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 69.06 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારે તે 68 ડોલર નીચે ઉતરી ગયો હતો. કોમોડિટીમાં ઘટાડાતરફી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને જો 67.41નું તાજેતરનું તળિયું તોડશે તો 62 ડોલરનો ટાર્ગેટ રહેશે.
ગોલ્ડમાં સાધારણ બાઉન્સ
સોમવારે 1700 ડોલર નીચે ઉતરી પરત ફરેલું ગોલ્ડ આજે સવારે 8 ડોલરના સુધારા સાથે 1735 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે તેણે મહત્વના સપોર્ટ્સ તોડ્યાં છે અને તેથી ટૂંકાગાળામાં તે નરમાઈ તરફી જળવાય શકે છે. ગોલ્ડ માટે 1760 ડોલર પાર કરવું જરૂરી છે. નીચે 1680 ડોલરનો મહત્વનો સપોર્ટ છે.
મહત્વની હેડલાઈન્સ
• ભારત ખાદ્યતેલની આયાત ઘટાડવા માટે ઓઈલ પામના વાવેતરને વેગ આપવા 1.5 અબજ ડોલરનો ખર્ચ કરશે.
• દેશમાં નવા ફ્યુઅલ રિટેલ લાયસન્સ મેળવવામાં રિલાયન્સ-બીપી સંયુક્ત સાહસનો પણ સમાવેશ.
• રિલાયન્સ સાથેનું ડિલ મોકૂફ રહેલાં ફ્યુચર રિટેલ બોન્ડ્સ ઊંઘા માથે પડકાયાં.
• વોડાફોન અને કેઈર્ન ટેક્સ વિવાદના સમાધાન માટે મંત્રણા કરી રહ્યાં હોવાનું જણાવતી સરકાર.
• જુલાઈમાં ઓઈલ પ્રોડક્ટ્સ માટેની માગ ત્રણ મહિનામાં સૌથી ઊંચી.
• 9 ઓગસ્ટે દેશમાં સરેરાશ વરસાદ સામાન્યની સરખામણીમાં 5 ટકા ઓછો નોંધાયો.
• વૈશ્વિક ફંડ્સે સોમવારે સ્થાનિક બજારમાં રૂ. 212 કરોડની ખરીદી કરી.
• સ્થાનિક ફંડ્સે સોમવારે રૂ. 715 કરોડનું વેચાણ કર્યું.
• વિદેશી રોકાણકારોએ ડેરિવેટિવ્સ સેગમેન્ટાં રૂ. 4950 કરોડનું વેચાણ કર્યું હતું.
• દેશમાં ઈલેક્ટ્રોનિક વેહીકલ્સની આયાત પર ટેક્સમાં ઘટાડા માટે સરકાર વિચારી રહી હોવાના અહેવાલ.
• રાકેશ ઝૂનઝૂનવાલા સિસ્કા લેડમાં મહત્વનો વ્યૂહાત્મક હિસ્સો ખરીદશે.
• જુલાઈમાં મુંબઈ એરપોર્ટનો ટ્રાફિક 11 લાખ પર પહોંચ્યો.
• દેશના ઓઈલ અને ગેસ ઉત્પાદનમાં ઓએનજીસીનો હિસ્સો વધ્યો.
• કોલ ઈન્ડિયાએ ક્લિઅન્સના અભાવે ઉત્તર-પૂર્વની ત્રણ કોલ માઈન્સ 3 જૂનથી સસ્પેન્ડ કરી છે.
• ગુજરાત પેટ્રોનેટે પ્રથમ ક્વાર્ટરમાં 17 ટકા વૃદ્ધિ સાથે રૂ. 232 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે 527 કરોડની આવક નોંધાવી છે.
• ઈન્ડિયન હોટેલ્સે પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 277 કરોડની ખોટ દર્શાવી છે. જ્યારે આવક રૂ. 345 કરોડ રહી છે.
Market Opening 10 August 2021
August 10, 2021