માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ
યુએસ ખાતે માર્કેટમાં નિરસતા વચ્ચે એશિયન બજારો નોંધપાત્ર સત્રો બાદ પોઝીટીવ ટ્રેડિંગ દર્શાવી રહ્યાં છે. જાપાન, સિંગાપુર, તાઈવાન, કોરિયા, ચીન અને હોંગ કોંગ સહિતના બજારો ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યાં છે. તાઈવાનનું બજાર 0.8 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યું છે. બુધવારે ડાઉ જોન્સ 150 પોઈન્ટ્સથી વધુની નરમાઈ સાથે બંધ રહ્યો હતો.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 33 પોઈન્ટ્સ સુધારા સાથે 15706ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજારમાં કામકાજની શરૂઆત પણ પોઝીટીવ રહેશે. જોકે બુધવારે ઊંચા સ્તરે જોવા મળેલી વેચવાલી પાછળ બજારમાં સાવચેતી જાળવવાની રહેશે. ખાસ કરીને મીડ અને સ્મોલ-કેપ્સમાં મોટી પોઝીશન લેવાનું ટાળવું જોઈએ. ડિફેન્સિવ સેક્ટર્સના શેર્સમાં શિફ્ટ થવાનું વિચારી શકાય.
ક્રૂડમાં થાક ખાતી તેજી
ક્રૂડ માર્કેટ રેંજમાં ભરાય પડ્યું છે. તે કોઈ એક બાજુની તીવ્ર મૂવમેન્ટથી અળગું જોવા મળે છે. એક ડોલર સુધારા બાદ તે અડધો ડોલરનો ઘટાડો દર્શાવે છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 72.85 ડોલરની દોઢ વર્ષની ટોચ બનાવ્યાં બાદ 71.68 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જે રીતે મોળા મને સુધારો જોવા મળ્યો છે તેના પરથી તે આગામી દિવસોમાં ઘસારાતરફી રહે તેવી શક્યતા વધુ છે.
ગોલ્ડ-સિલ્વરમાં તેજી-મંદીવાળાઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા
વૈશ્વિક બજારમાં ગોલ્ડ પણ 1880-1900 ડોલરની સાંકડી રેંજમાં ટ્રેડ થઈ રહ્યું છે. મોટાભાગનો વર્ગ યુએસ ખાતે ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ પાછળ ગોલ્ડ 1900 ડોલરની સપાટી પાર કરી જાય તેવી શક્યતા જોઈ રહ્યો છે પરંતુ વાસ્તવમાં આમ થઈ રહ્યું નથી. ચાંદી પણ 28 ડોલરને પાર કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. આમ કિંમતી ધાતુઓ કોન્સોલિડેશનમાંથી પસાર થઈ રહી છે.
મહત્વની હેડલાઈન્સ
· સરકારના મતે વિવિધ પ્રકારની નાણાકિય રાહતો અર્થતંત્રને પુનર્જિવિત થવામાં સહાયરૂપ બનશે.
· મે મહિનામાં દેશમાં ઓઈલ પ્રોડક્ટ્સનો વપરાશ સૌથી નીચો જોવાયો.
· 9જૂન સુધીમાં દેશમાં કુલ ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 21 ટકા વધુ રહ્યો.
· ફોર્ચ્યુન બ્રાન્ડની માલિક અદાણી વિલ્મેર એક અબજ ડોલરનો આઈપીઓ લાવવા માટેની વિચારણા.
· અદાણી એન્ટરપ્રાઈઝમાંથી અદાણી એરપોર્ટ્સ બિઝનેસને અલગ કરવાની પ્રક્રિયા શરૂ.
· પેટ્રોનેટ એલએનજી કતાર સાથે વધુ એલએનજી માટે મંત્રણા કરી રહ્યું છે.
· બુધવારે વિદેશી રોકાણકારોએ બજારમાંથી રૂ. 3840 કરોડની ખરીદી કરી હતી.
· સ્થાનિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 7700 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
· ભારતપે એ પેબેક ઈન્ડિયાની કરેલી ખરીદી.
· બાટા ઈન્ડિયાએ ચોથા ક્વાર્ટરમાં રૂ. 29.44 કરોડનો નફો નોંધાવ્યો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 37.6 કરોડ હતો.
· ગેઈલ ઈન્ડિયા ઈન્વિટ મારફતે ગેસ પાઈપલાઈન્સનું લિસ્ટીંગ કરાવશે. તેણે કંપનીને અલગ કરવાની યોજના મોકૂફ રાખી.
· એમએમટીસીએ જણાવ્યું છે કે એસબીઆઈની આગેવાનીમાં લેન્ડર્સે લોન, ઈન્ટરેસ્ટ પેમેન્ટ માટે મોરેટોરિયમને મંજૂરી આપી છે.
· પ્રેસ્ટીજ એસ્ટેટ પ્રોજેકેટ્સ્ આગામી ત્રણ વર્ષોમાં રૂ. 10000 કરોડના વાર્ષિક વેચાણનો ટાર્ગેટ રાખી રહ્યું છે.
Market Opening 10 June 2021
June 10, 2021