માર્કેટ ઓપનીંગ
યુએસમાં સાધારણ પોઝીટીવ ટ્રેડ વચ્ચે એશિયન બજારો ફ્લેટ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 30 પોઈન્ટ્સ વધી 31833 પર બંધ આવ્યો હતો. મંગળવારે પણ તે સર્વોચ્ચ ટોચ પરથ પરત ફર્યો હતો અને સાધારણ પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. નાસ્ડેકમાં 465 પોઈન્ટ્સની વૃદ્ધિ જોવા મળી હતી અને તે ફરી 13 હજારની સપાટી પર પરત ફર્યો હતો. જોકે એશિયન બજારો ફ્લેટ જોવા મળી રહ્યો છે. તેઓ 0.5 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. જાપાનનો નિક્કાઈ 0.05 ટકા નરમ ટ્રેડ થઈ રહ્યો છે. સિંગાપુર 0.80 ટકા નરમ, હોંગ કોંગ 0.4 ટકા પોઝીટીવ, તાઈવાન 0.40 ટકા પોઝીટીવ, કોસ્પી 0.08 ટકા નેગેટિવ અને ચીન 0.5 ટકા પોઝટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટી મજબૂત
સિંગાપુર નિફ્ટી 66 પોઈન્ટ્સ મજબૂતી સાથે 15222 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ફરી મજબૂતી સાથે ખૂલશે અને નવી ટોચ કરફ ગતિ કરવાનો પ્રયાસ કરી શકે છે. વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ મંગળવારે ઘણા દિવસો બાદ રૂ. 2800 કરોડથી વધુની ચોખ્ખી ખરીદી કરી હતી. આમ વિદેશી રોકાણકારોનો ઇનફ્લો સ્થાનિક બજારને સપોર્ટ કરી શકે છે. માર્કેટને 15237નો નજીકનો અવરોધ છે.
ક્રૂડમાં પ્રોફિટ બુકિંગ જળવાયું
વૈશ્વિક સ્તરે ક્રૂડમાં ધીમો ઘસારો જળવાયો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 67.19 ડોલર પર ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યો છે. એમસીએક્સ ખાતે તે મંગળવારે 2 ટકા જેટલા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ટોચના ભાવથી ક્રૂડમાં 5 ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. બ્રેન્ટ વાયદો 65 ડોલર નીચે ઉતરી જશે તો 61-62 ડોલરના સ્તર ઝડપથી જોવા મળી શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
વૈશ્વિક બજારમાં આજે સવારે ગોલ્ડ-સિલ્વર નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 8 ડોલર ઘટાડે 1709 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે કોમેક્સ સિલ્વર 1 ટકા ઘટાડે 25.90 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. મંગળવારે એમસીએક્સ ખાતે બંને ધાતુઓ દિવસ દરમિયાન પોઝીટીવ ટ્રેડ દર્શાવવા સાથે સતત વધતી જોવા મળી હતી. એમસીએક્સ સિલ્વર માર્ચ ફ્યુચર રૂ. 1723 અથવા 2.6 ટકા સુધારે રૂ. 67575 પર બંધ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 619 અથવા 1.4 ટકાના સુધારે રૂ. 44837 પર બંધ રહ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
· 2020-21માં ભારતનું ખાંડનું ઉત્પાદન 3.1 કરોડ ટન રહેશે.
· નેસ્લે અને આઈટીસી સાથે નૂડલ માર્કેટ્સમાં લડાઈમાં મેરિકો પણ જોડાઈ.
· વૈશ્વિક ફંડ્સે મંગળવારે રૂ. 2800 કરોડની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક ફંડ્સે પણ રૂ. 1250 કરોડની ખરીદી નોંધાવી હતી.
· આરબીઆઈ ઓપન માર્કેટ બોન્ડ ઓપરેશન્સ ટ્વિસ્ટમાં રૂ. 20000 કરોડના બોન્ડ ખરીદશે અને રૂ. 15000 કરોડના બોન્ડ્સનું વેચાણ કરશે.
· એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકે ક્વિપ ઈસ્યુ માટે રૂ. 1181.06 પ્રતિ શેરનો ફ્લોર પ્રાઈસ નક્કી કર્યો છે.
· ગોદરેજ પ્રોપર્ટીઝે ક્વિપ ઈસ્યુ ખૂલ્લો મૂક્યો છે. તેણે રૂ. 1513.39 પ્રતિ શેરનો ભાવ નિર્ધારિત કર્યો છે.
· મેક્સ હેલ્થકેરે રૂ. 195.40 પ્રતિ શેરના ભાવે ક્વિપને મંજૂરી આપી છે.
· પાવરગ્રીડ કોર્પોએ રામગઢ ન્યૂ ટ્રાન્સમિશન લાઈન રૂ. 5.61 કરોડમાં ખરીદી છે.
· રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું છે કે જીઓએ માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈસિઝ માટે કનેક્ટિવિટી રજૂ કરી છે.
Market Opening 10 March 2021
March 10, 2021