બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર બાઉન્સ
યૂક્રેનની નેટો સાથે જોડાવાની ઈચ્છાં નહિ હોવાના નિવેદન પાછળ કોમોડિટીઝના ભાવમાં ઘટાડા પાછળ વૈશ્વિક શેરબજારોમાં મજબૂતી જોવા મળી છે. એશિયન બજારો આજે સવારે 4 ટકા જેટલો ઉછાળો દર્શાવી રહ્યાં છે. બુધવારે યુરોપના બજારોમાં 7 ટકા જેટલો તીવ્ર બાઉન્સ જોવા મળ્યો હતો. યુએસ ખાતે નાસ્ડેક 3.6 ટકા ઉછળ્યો હતો. જ્યારે ડાઉ જોન્સ 654 પોઈન્ટ્સ ઉછળી બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં મોટાભાગના બજારો 2 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો વચ્ચે સિંગાપુર નિફ્ટી 282 પોઈન્ટ્સ મજબૂતી સાતે 16627ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીને 16500-16600ની રેંજમાં અવરોધ છે અને આ સ્તરથી તે પરત ફરી શકે છે.
ક્રૂડમાં તીવ્ર કડાકો
વૈશ્વિક ક્રૂડના ભાવમાં બુધવારે રાત પછી ભારે વેચવાલી જોવા મળી હતી. જેમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો ગગડીને 110 ડોલર નીચે ઉતરી ગયો હતો અને 111.14 ડોલર પર બંધ રહ્યો હતો. આજે એશિયન સમય મુજબ તે 112-113 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યો છે. બુધવારે તે ઉપરમાં 131 ડોલરના સ્તરેથી ગગડ્યો હતો.
ગોલ્ડના ભાવમાં પણ મોટુ ગાબડું
વૈશ્વિક ગોલ્ડના ભાવ તેણે બે દિવસ અગાઉ દર્શાવેલી 2078 ડોલરની વાર્ષિક ટોચ પરથી પટકાયાં હતાં. આજે સવારે તે 6 ડોલર નરમાઈ સાથે 1983 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. આમ તે 2000 ડોલરના મહત્વના સાયકોલોજિકલ લેવલ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 54000ની સપાટી નીચે ઉતરી ગયો છે.
યૂપીમાં ભાજપ આગળ, ગોવામાં કોંગ્રેસ, પંજાબમાં આપ આગળ
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાના ચૂંટણીની મત ગણતરી જોવા મળી રહી છે. જેમાં સૌથી મહત્વના ઉત્તર પ્રદેશમાં ભાજપ હજુ સુધી સ્પષ્ટ બહુમતી દર્શાવી રહેલું જણાય છે. પંજાબમાં આપ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમતી સૂચવી રહી છે. જ્યારે ઉત્તરાખંડમાં ભાજપ બહુમતીથી એક બેઠક પાછળ જણાય છે. મણિપુરમાં ભાજપને સ્પષ્ટ બહુમત જણાય છે. જ્યારે ગોવામાં કોંગ્રેસ બહુમતી નજીક જણાય છે.
મહત્વની હેડલાઈન્સ
• એનટીપીસીના નવીનગર પાવર જનરેટિંગ કંપનીના 660 મેગાવોટના ત્રણ યુનિટ્સે સફળ રીતે કામગીરી ચાલુ કરી દીધી છે.
• જિંદાલ સ્ટીલે માસિક ધોરણે 20 ટકા નિકાસ વૃદ્ધિ દર્શાવી છે.
• સીસીઆઈએ એલએન્ડટી ફાઈનાન્સ તરફથી એલએન્ડટી એએમસીના એચએસબીસી એએમસીને વેચાણને મંજૂરી આપી છે.
• એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 સુધીના 11 મહિના દરમિયાન કોલ-ફાયર્ડ ઈલેક્ટ્રિસિટી જનરેશન વિક્રમી ટોચ પર જોવા મળી રહ્યું છે.