માર્કેટ ઓપનીંગ
યુએસમાં ઘટાડા પાછળ એશિયા પણ નરમ
યુએસ માર્કેટમાં નરમાઈ પાછળ એશિયન બજારો નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ બુધવારે 105 પોઈન્ટ્સ ઘટી 30079 પર બંધ આવ્યો હતો. જેની પાછળ ચીનને બાદ કરતાં અન્ય એશિયન સૂચકાંકો નરમ ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં નિક્કાઈ, હેંગ સેંગ, કોસ્પી અને તાઈવાનનો સમાવેશ થાય છે. બુધવારે નાસ્ડેક પણ 1.94 ટકા ઘટી 12339 પર બંધ રહ્યો હતો.
SGXમાં નરમાઈ
સિંગાપુર નિફ્ટી 60 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવવા સાથે 13505 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજારમાં પણ બેન્ચમાર્ક લગભગ આ સ્તર આસપાસ ઓપનીંગ દર્શાવી શકે છે. અંતિમ સાત સત્રોથી સતત સુધારા બાદ માર્કેટ આજે વિરામ લઈ શકે છે. અલબત્ત, બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સમાં મોમેન્ટમ જળવાયેલું છે અને લાર્જ-કેપ્સ સાઈડલાઈન રહે ત્યારે મીડ-કેપ્સમાં સ્ટોક સ્પેસિફિક તેજી શક્ય છે.
ક્રૂડમાં મજબૂતી
બ્રેન્ટ ક્રૂડ 49.13 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યું છે. એકાદ-બે દિવસમાં તે 50 ડોલરના સ્તરને પાર કરે તેવી પૂરી શક્યતા છે. છેલ્લા લગભગ બે સપ્તાહથી તે કોન્સોલિડેશનમાં છે અને હવે બ્રેકઆઉટ જોવા મળી શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં વેચવાલી
એક દિવસ માટે મહત્વના સાઈકોલોજિકલ લેવલ્સ પાર કર્યાં બાદ ગોલ્ડ-સિલ્વરમાં વેચવાલી જોવા મળી છે. વિશ્વભરમાં વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે ચાલી રહેલી હિલચાલે બંને ધાતુઓને લઈને રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર કરી છે. એમસીએક્સ ગોલ્ડ બુધવારે રાતે 1.83 ટકાના ઘટાડે રૂ. 49190 પર બંધ રહ્યું હતું. અગાઉના બંધ સામે તે રૂ. 919નો ઘટોડ દર્શાવતું હતું. જ્યારે સિલ્વર 2.72 ટકા ઘટી રૂ. 63420ના ભાવે બંધ રહી હતી. જે રૂ. 1772નો ઘટાડો દર્શાવતી હતી.
મહત્વની હેડલાઈન્સ
· એનએસઈએ રિલાયન્સની ઓટુસી એસેટ્સને અલગ કરવાની યોજનાને શરતી મંજૂરી આપી છે.
· 131 ટકાની વૃદ્ધિ દર્શાવનાર અગ્રણી ઈએસજી ફંડે એશિયામાં રિન્યૂએબલ એનર્જિ શેર્સમાં નોંધપાત્ર ખરીદી કરી છે.
· આરબીઆઈએ ડિવિડન્ડ જાહેર કરતી એનબીએફસી માટે મિનિયમ ફાઈનાન્સિયલ બેન્ચમાર્કની દરખાસ્ત મૂકી છે.
· ઈન્ડિગોના મતે 2021ની આખર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્ષમતામાં રિકવરી જોવા મળશે.
· વેદાંતા રિસોર્સિસ એશિયામાં ઊંચા યિલ્ડ્સ ધરાવતાં બોન્ડ ઓફર કરી રહ્યું છે.
· વૈશ્વિક સંસ્થાઓએ બુધવારે ભારતીય બજારમાં રૂ. 3560 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી.
· સ્થાનિક સંસ્થાઓએ બુધવારે રૂ. 2490 કરોડની વેચવાલી નોંધાવી હતી.
· સરકારોએ કૃષિ નિયમો અંગે સરકારની માગણી ફગાવી છે. 14 ડિસેમ્બરે તેઓ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે.
· કોલ ઈન્ડિયા 2021માં માર્કેટિંગ અને સેલ્સમાં સુધારા કરે તેવી શક્યતા છે.
· અદાણી જૂથના ચેરમેન ગૌતમઅ અદાણીએ જણાવ્યુ છે કે ભારત રિન્યૂએબલ સ્રોતોમાંથી સૌથી સસ્તું વીજ ઉત્પાદન કરશે.
· આઈઆરસીટીસીએ ઓફર-ફોર-સેલ પ્રાઈસ રૂ. 1367 પ્રતિ શેર પર નક્કી કર્યો છે.
· મારુતિ સુઝુકીએ જણાવ્યું છે કે તે જાન્યુઆરી 2021થી તમામ મોડેલ્સના ભાવમાં વૃદ્ધિ કરશે. કાચા માલની કિંમતોમાં વૃદ્ધિ માટે કંપની આમ કરશે.
· ટીસીએસની બાયબેક ઓફર 18 ડિસેમ્બરે ખૂલશે અને 1 જાન્યુઆરીએ બંધ થશે.