Market Opening 10 Nov 2020

માર્કેટ ઓપનીંગ

વૈશ્વિક બજારોમાં સોમવારે સાંજે તેજીનું તીવ્ર વાવાઝોડું જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 1500 પોઈન્ટ્સ ઉપર ખૂલ્યો હતો અને લગભગ 30000ની નજીક પહોંચ્યો હતો. જોકે પ્રોફિટ બુકિંગ પાછળ તેણે કેટલોક સુધારો ગુમાવ્યો હતો અને 835 પોઈન્ટ્સના ઉછાળે 29158 પર બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જાપાન, હોંગ કોંગ, ચીન. મલેશિયા અને ઈન્ડોનેશિયા જેવા બજારો એક ટકા સુધીનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે કોરિયા અને તાઈવાનમાં નરમાઈ જોવા મળી રહી હતી.

એસજીએક્સ નિફ્ટી

સિંગાપુર નિફ્ટી 133 પોઈન્ટ્સની મજબૂતી દર્શાવી રહી છે. એટલેકે નિફ્ટી 12631 પોઈન્ટ્સની વૃદ્ધિ સાથે ખૂલી શકે છે.

બિહાર ચૂંટણીમાં શરૂઆતી ટ્રેન્ડમાં મહાગઠબંધન આગળ

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધી 72 બેઠકોમાંથી 47 બેઠકોમાં મહાગઠબંધન આગળ ચાલી રહ્યું છે. જ્યારે એનડીએ 23 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. આમ ભાજપ નેતૃત્વ હેઠળની વર્તમાન સરકાર સત્તા ગુમાવે તેવી શક્યતા છે.

ગોલ્ડ-સિલ્વરમાં તીવ્ર વેચવાલી, ક્રૂડ 9 ટકા ઉછળ્યું

સોમવારે બપોર સુધી મજબૂતી દર્શાવનાર બુલિયનમાં સાંજ બાદ મોટી વેચવાલી જોવા મળી હતી. ફાઈઝરની વેક્સિન 90 ટકા અસરકારક હોવાના અહેવાલ પાછલ ગોલ્ડ-સિલ્વરમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને વૈશ્વિક બજારમાં સોનું ચાર મહિનાના તળિયા પર જોવા મળ્યું હતું. કોમેક્સ ખાતે સોનું 5 ટકાથી વધુ અથવા 100 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ તૂટીને 1850 ડોલર પર ટ્રેડ થયું હતું. જ્યારે એમસીએક્સ ખાતે એક્ટિવ ડિસેમ્બર વાયદો પણ 5 ટકા અથવા રૂ. 2591ના ઘટાડે રૂ. 49576 પર ટ્રેડ થતો હતો. તેણે ઓગસ્ટ બાદ પ્રથમવાર રૂ. 50000ની નીચે ટ્રેડ દર્શાવ્યો હતો. એમસીએક્સ ડિસેમ્બર સિલ્વર વાયદો 6.8 ટકા તૂટી રૂ. 60900 પર ટ્રેડ થયો હતો. બપોરે તે રૂ. 66400ના સ્તરે ટ્રેડ થયો હતો. આમ વેક્સિનની આશા પ્રબળ બનતાં બંને કિંમતી ધાતુઓના ભાવ કડડભૂસ થયાં હતાં. જ્યાર ક્રૂડમાં  9 ટકાની તેજી જોવા મળી હતી. એમસીએક્સ નવેમ્બર ક્રૂડ વાયદો રૂ. 235ના સુધારે રૂ. 3000ના સ્તરે ટ્રેડ થયો હતો. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો 8 ટકા ઉછળી રૂ. 42.50 ડોલર જોવા મળ્યો હતો. 

મહત્વની હેડલાઈન્સ

·         ડોઈશે બેંક તેનું આઈટી યુનિટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસને વેચશે

·         બ્લેકસ્ટોનપ પ્રેસ્ટિજ જૂથ પાસેથી 1.2 અબજ ડોલરની રિઅલ્ટી એસેટ્સ ખરીદશે.

·         સોમવારે વૈશ્વિક ફંડ્સે 4550 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. સ્થાનિક ફંડ્સે 3040 કરોડની વેચવાલી નોંધાવી હતી.

·         બાઈડનના વિજય પાછલ ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સમાં 10 મહિનાનો સૌથી ઊંચો ઈનફ્લો જોવા મળ્યો

·         સેબી આઈપીઓ રેગ્યુલેશન્સને લઈને સુધારા માટે વિચારણા ચલાવી રહી છે.

·         પ્રભાત ડેરીને રૂ. 1292 કરોડ જમા કરાવવાના સેબીના આદેશને સેટે ફગાવ્યો

·         એન્જિનીયર્સ ઈન્ડિયા 12 નવેમ્બરે શેર બાયબેક માટે વિચારણા કરશે.

·         એચડીએફસીએ રિટેલ પ્રાઈમ લેંડિંગ રેટમાં 10 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો

·         પંજાબ એન્ડ સિંધ બેંક 6000 કરોડના શેર વેચાણ અંગે વિચારણા કરશે. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage