Market Opening 10 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

શેરબજારોમાં સાર્વત્રિક મંદીનો માહોલ
યુએસ બજારોમાં મંગળવારે રાતે નરમાઈ પાછળ એશિયન બજારોમાં આજે સવારે 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં ચીનનું બજાર 1.3 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવી રહ્યું છે. જે સિવાય કોરિયા અને હોંગ કોંગના બજારો પણ એક ટકાનો ઘટાડો સૂચવે છે. સિંગાપુર, જાપાન અને તાઈવાન પણ નરમાઈ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 131 પોઈન્ટ્સ નરમાઈ સાથે 17949.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ નોંધપાત્ર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી માટે 17870નો એક સપોર્ટ છે. જે તૂટશે તો તે 17600 સુધી ગગડી શકે છે. બે દિવસથી 18000ના સ્તર પર ટ્રેડ થઈ રહેલો નિફ્ટી ઓપનીંગમાં જ આ લેવલ તોડશે.
ક્રૂડ નવી ટોચ તરફ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 85 ડોલરની સપાટી પાર કરી 85.23 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે તેના 86.70 ડોલરના ચાર વર્ષના ટોચના સ્તરેથી એક ડોલરથી સહેજ વધુ છેટેનું સ્તર છે. જો 86.70 ડોલરનું સ્તર પાર થશે તો ક્રૂડ 5-10 ડોલરનો ઝડપી કૂદકો નોંધાવે તેવી પૂરી શક્યતા છે.
ગોલ્ડમાં અન્ડરટોન મક્કમ
વૈશ્વિક ગોલ્ડ સતત ચોથા સત્ર દરમિયાન 1800 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. આજે સવારે કોમેક્સ ડિસેમ્બર ગોલ્ડ ફ્યુચર્સ 1830 ડોલર પર લગભગ ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. તેના માટે 1825-1830 ડોલરના રેંજમાં એક અવરોધ છે. જે પાર થશે તો ગોલ્ડ 1880-1900 ડોલરની રેંજમાં ઝડપથી જોવા મળી શકે છે. ભારતીય બજારમાં તે રૂ. 50 હજારની સપાટી પાર કરે તેવી શક્યતા છે.
મહત્વની હેડલાઈન્સ
• વિપ્રોએ કમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડર્સ માટે ઈનોવેશનને વેગ આપવા માટે ડ્રાઈવનેટ્સ સાથે ભાગીદારી કરી છે.
• ઈન્દ્રપ્રસ્થ ગેસે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 400.5 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 338 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1595 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 1831 કરોડ પર રહી હતી.
• રેડિંગ્ટનઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 300 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 177 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 13700 કરોડથી વધી રૂ. 15300 કરોડ રહી હતી.
• હિંદ કોપરઃ કંપનીએ બીજા ક્વાર્ટરમાં રૂ. 67.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે માત્ર રૂ. 9 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 294.4 કરોડ સામે રૂ. 464.4 કરોડ પર જોવા મળી હતી.
• નાહર સ્પીનીંગઃ કંપનીએ બીજા ક્વાર્ટરમા રૂ. 136કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 16.8 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક રૂ. 540 કરોડ સામે વધી રૂ 842 કરોડ થઈ હતી.
• જેકે ઈન્ફ્રાઃ કંપનીએ બીજા ક્વાર્ટરમા રૂ. 41.1 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7.1 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક રૂ. 477 કરોડ સામે વધી રૂ. 720 કરોડ થઈ હતી.
• હેગે બીજા ક્વાર્ટરમા રૂ. 130 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 15.3 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક રૂ. 320 કરોડ સામે વધી રૂ. 520 કરોડ થઈ હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage